Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Mitul Gohel

Action Classics Inspirational

4.0  

Mitul Gohel

Action Classics Inspirational

હરિસિંહ નલવા

હરિસિંહ નલવા

5 mins
957


માનવ ઈતિહાસનાં મહાનતમ વિજેતાઓ ની યાદીમાં પ્રથમ ક્રમાંકિત યોદ્ધા છે હરી સિંહ નલવા.


હરિસિંહ નલવાનો જન્મ 1,762માં પંજાબના 'ગુજરનવાલા' (ખત્રી) પરિવારમાં ગુરદીયાલ સિંહ ઉપ્પલ અને ધરમ કૌરના ઘરે થયો હતો. હરિસિંહ નલવા એ વીરોના ઘરમાં જન્મ લીધો હતો. કારણકે તેમના દાદા હરદાસ સિંહજી અહમદશાહ અબ્દાલીની સામે લડતા લડતા શહીદ થયા હતા. તેથી જ હરિસિંહના લોહીમાં વીરતા અને સાહસ ખૂબ ભર્યા હતા. હરિસિંહના મનમાં નાનપણથી જ શેખ ધર્મના નિયમોને દિલથી માનવાનું અને ઇન્સાનિયતની રક્ષા કરવાની ભાવના મનમાં વસી ગઈ હતી.


તેમનો સમય 1,791થી 1,837નો હતો અને શીખ સામ્રાજ્યની સેનાનાં તેઓ સેનાધિપતિ હતાં. આંગળીના વેઢે ગણી શકાય તેટલા શીખ યોદ્ધાઓની સેના વડે, તેમણે સમગ્ર ભારતમાં શીખોના શાસનને પુનઃસ્થાપિત કર્યું. અફઘાનિસ્તાન માં તેમણે લશ્કરી અભિયાનો ચલાવી, ભારતમાં પ્રવેશતા હુમલાખોરોનાં પ્રવાહને અટકાવ્યો. તોફાની વિસ્તારોમાં કડકાઈ દાખવી અને બળવાઓ કચડી દીધા.

હરિસિંહ નલવાએ સમયાંતરે અનેક પડકારોનો સામનો કરી પોતાને એક સર્વશ્રેષ્ઠ લશ્કરી સેનાધિપતિ તરીકે પોતાની પ્રતિષ્ઠા સ્થાપિત કરી હતી. આ યાદીમાં હરિસિંહ નલવાએ પ્રથમ સ્થાન મેળવ્યું છે. તેની પાછળનું એક કારણ એ છે કે તેમણે ખૂબ જ ઓછા સાધનો સાથે આટલી જબરદસ્ત સફળતાઓ મેળવી હતી. જયારે બાકીના વિજેતાઓની પાસે ખૂબ જ મોટા પ્રમાણમાં હથિયારો હતા. ત્યારે હરિસિંહે વિશાળ સેનાઓને હરાવવા માટે ખૂબ જ ચતુર રણનીતિ અને અપ્રતિમ સાહસ પર આધાર રાખેલો.


એક સમયે પંજાબ ઉપર રાજા રણજીતસિંહનું રાજ્ય હતું જે એવા પહેલા વ્યક્તિ હતા કે જેમણે ભારત અને પુરી દુનિયામાં સેનાનું ગઠન કર્યું હતું. જે પોતાના શિષ્યોની તાલીમ માટે વિદેશી યોદ્ધાઓને બોલાવી લાવતા હતા. આજે પણ પાકિસ્તાનમાં ફ્રેન્ચ જનરલોની કબર છે કે જેઓ ભારતમાં શીખ સૈનિકોને શિક્ષાઓ દેવા માટે આવતા હતા. મહારાજા રણજીતસિંહે માત્ર યુદ્ધની તાલીમ જ નહીં પરંતુ પોતાની પ્રજા અને સૈનિકોને વિદેશી ભાષાઓની તાલીમ પણ આપી હતી. પંજાબ કે જેનો એક મોટો ભાગ પાકિસ્તાનમાં પણ છે તેઓ મહારાજશ્રીને ભૂલી ગયા છે પરંતુ ભારત આ ન્યાયપ્રિય અને શક્તિશાળી રાજાને ભૂલી શક્યું નથી.


જેમ એક હીરાની ઓળખ એક સોની જ કરી શકે છે તેવી રીતે જ એક વખત 1,804માં મહારાજા રણજીતસિંહે આર્મીની ભરતી કાઢી ત્યારે હરિસિંહ પણ તેમાં ભાગ લેવા માટે પહોંચ્યા હતા. હરિસિંહનાં યુદ્ધ કૌશલ્ય અને ઘોડે સવારીથી મહારાજા રણજીતસિંહ ખૂબ જ પ્રભાવિત થયા હતા અને તેમણે હરિસિંહને પોતાની સેનાના સેના નાયક બનાવી દીધા હતા. તે જ વર્ષે હરિસિંહે એક એવું કારનામું કરી બતાવ્યું હતું કે મહારાજા રણજીતસિંહ જે તેને તે જ વર્ષે 800 ઘોડે સવારની સેના આપી દીધી હતી.


એવું કહેવામાં આવે છે 1,804માં તે જ વર્ષે એક વાઘે હરિસિંહ નલવાના ઘોડા ઉપર હુમલો કરીને તે ઘોડાને મારી નાખ્યો હતો. ત્યાર પછી હરિસિંહે પોતાના સાથી સૈનિકોની મદદ લીધા વગર એકલા એ જ પોતાની હાથની તાકાત વડે જ તે વાઘને મોતને ઘાટ ઉતારી દીધો હતો અને પોતાના હાથથી જ તે વાઘની ચામડીઓને ચીરી નાખી હતી. અને તે કારનામાંના બે દિવસ પછી જ હરિસિંહને નલવાની પદવી આપવામાં આવી હતી. અને તેને 'વાઘ માર' પણ કહેવામાં આવતા હતા. નલવા નો અર્થ જ એ થાય છે કે 'સિંહની' જેવા પંજા વાળો.


ખરેખર આ સિંહની ગર્જનાથી જ પઠાણોના મનમાં ખૂબ જ ડર પેદા થઈ ગયો હતો. હરિસિંહ નલવા કશ્મીર, પેશાવર અને હજારાના પણ ગવર્નર રહી ચૂક્યા હતા. હરિસિંહે પોતાના મહારાજ રાજા રણજીતસિંહનો વિસ્તાર પાકિસ્તાનના 'ખૈબર પખતુન્વા'નાં 'ખૈબર પ્રાંત' સુધી વિસ્તારી દીધો હતો. હરિસિંહ નલવા એક કુશળ રણનીતિકાર હતા. તેથી તેઓ એ પણ જાણતા હતા કે કઈ રીતે વિદેશી લૂંટારુઓથીમાં ભારતીની રક્ષા કરી શકાય તેમ છે. કારણકે તેની પહેલા ભારત પર જેટલાં પણ વિદેશી આક્રમણો થયા હતા તે બધા જ પાકિસ્તાનમાં આવેલા 'ખૈબર પાસ' નામના સ્થળેથી થયા હતા.

હરિસિંહ વિખ્યાત છે ઈતિહાસના એક માત્ર એવા વ્યક્તિ તરીકે કે જેમણે પાકિસ્તાનમાં આવેલા 'ખૈબર પખતુન્વા' નામના વિસ્તારમાં આવેલા 'ખૈબર પાસ' પર વિજય મેળવ્યો હતો. ખૈબર પાસ એક દુર્ગમ પહાડી રસ્તો છે કે જે અફઘાનિસ્તાન અને વર્તમાનનાં પાકિસ્તાનને જોડે છે. એ વાત ઇતિહાસમાં પણ લખાઈ ચુકી છે કે આ જગ્યા ઉપર કબજો કર્યા પછી આ રસ્તા ઉપરથી ભારત ઉપર એક પણ આક્રમણ થયું નથી. આ અશક્ય અને અવિશ્વસનીય જણાતો વિજય જ તેમની યુદ્ધરચનાનાં કૌશલ્યનું સંપૂર્ણપણે સમર્થન કરે છે.


હરિસિંહ નલવા એક મહાન યોદ્ધા હતા અને તેઓ એ માટે પણ મહાન કહેવાય છે કે તેમણે પોતાના સૈન્યથી ખૂબ જ મોટી સેનાઓને યુદ્ધમાં હરાવીને વિજયનો ભગવો લહેરાવ્યો હતો. હરિસિંહે કસુર, સિયાલકોટ, એટોક, મુલતાન, કાશ્મીર, પેશાવર અને જમરુંદની ખુબ જ મોટી મોટી લડાઈઓ લડી હતી. પાકિસ્તાનમાં એક શહેરનું નામ 'હરિસિંહનાં' નામ ઉપરથી જ 'હરિપુર' રાખવામાં આવ્યું હતું. પણ પાકિસ્તાન હરિસિંહની શહાદતને ભૂલી ચૂક્યુ છે. હરિસિંહે 'ખૈબર પાસ'ની નજીકમાં જ એક જમરુદના કિલ્લાનું નિર્માણ કર્યું હતું જેને હરિસિંહે પોતાની સેનાનો એક મૂળભૂત કેમ્પ બનાવ્યો હતો.


અફઘાનિસ્તાનના પઠાણો હરિસિંહનાં નામથી જ કાપી ઉઠતા હતા. પરંતુ હરિસિંહે પઠાણ લોકોના મા-બહેન અને દીકરીઓની પણ ખૂબ જ ઈજ્જત કરી હતી તેથી જ એક પઠાણ સ્ત્રી 'બીબીબાનું'નો કિસ્સો પ્રખ્યાત છે. હરિસિંહ નલવાએ જમરુદના કિલ્લામાં એક સિંહની જેમ રાજ કર્યું હતું. પરંતુ 1,837માં મહારાજા રણજીત સિંહના પુત્રની લગ્નમાં સામેલ થવા માટે મોટાભાગના સૈનિકો તે કિલ્લામાંથી રવાના થઈ ગયા હતા ત્યારે દુશ્મને મોકાનો ફાયદો ઉઠાવીને તે કિલ્લા ઉપર આક્રમણ કરી દીધું હતું. દુશ્મનના આ અચાનક થયેલા હુમલા અને દુશ્મની તાકાત ખૂબ જ વધારે હોવા છતાં હરિસિંહ નલવા એ તેની સાથે લડવાનું ચાલુ રાખ્યું. પરંતુ દુશ્મને કરેલા આ આક્રમણમાં એપ્રિલ 30, 1,837નાં રોજ હાલના પાકિસ્તાનમાં આવેલ જમરુદ શહેરમાં હરિસિંહનું મૃત્યુ થઇ ગયું હતું.


હરિસિંહે મૃત્યુ પામતા પહેલા પોતાના સૈનીકોને આદેશ આપ્યો હતો કે પોતાના મોતની ખબર છે છે તે બહાર ના જવી જોઈએ કારણ કે દુશ્મનની ગેંગમાં હરિસિંહનાં નામનો ખોફ હતો. તેથી જ બહાર બેઠેલા દુશ્મનો એક અઠવાડિયા સુધી હરિસિંહનાં ડરના કારણે જ તે કિલ્લા ઉપર ચડાઈ નહોતી કરી શક્યાં. અને આમ જ શીખ સૈનિકો પાછા આવી જતા અફઘાની સૈનિકોને મેદાન છોડીને પાછા ભાગવું પડ્યું હતું. આમ આ વખતે ભારતના વીરે પોતાની જાન ગુમાવીને મા ભારતીની રક્ષા કરી હતી અને ભારતનો ઝંડો હવામાં લહેરાતો રાખ્યો હતો.

સમગ્ર વિશ્વ માં એવો કોઈ લશ્કરી આગેવાન નહિ હોય જેણે હરિસિંહ નલવાના પરાક્રમો વિશે સાંભળ્યું ન હોય. આજે પણ તેઓ, મોટા સામ્રાજ્યની મદદ વિના પોતાના દુશ્મનોને સમયાંતરે હારનો સામનો કરાવનાર એક આદરણીય સેનાધિપતિ તરીકે જાણીતા છે.


તો મિત્રો આ હતી ભારતના પ્રખ્યાત યોદ્ધા હરિસિંહ નલવાની કહાની.


Rate this content
Log in

Similar gujarati story from Action