Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Vijay Shah

Romance Tragedy Inspirational

2.5  

Vijay Shah

Romance Tragedy Inspirational

ન કિનારા ન મઝધાર

ન કિનારા ન મઝધાર

4 mins
14.1K


ઢળતી સંધ્યાના નિરવ એકાંતમાં બેઠી બેઠી ધરા વિચારતી હતી કે જિંદગી એને ક્યાંની ક્યાં લઈ જઈ રહી છે. કોલેજના દિવસોમાં ક્ષિતિજ સાથેનાં છૂપાં આંખમિંચામણા, બસની લાંબી સફરો, વળી રોગગ્રસ્ત દુઃખતા શરીર પરનાં ડોક્ટરના ચીરાં… વાઢકાપ.. લોહી… ગ્લુકોઝના બાટલા… લાંબાલાંબા રોગનાં રણ જેવા દિવસોમાં મીઠી વીરડી જેવાં ઝરણાં…એની મીઠી વાતો… અને પાછી એકલતા…

ધરા જન્મથી જ કોઈક રોગ ઘરમાં લઈને આવી હતી. તે રોગ ધરાની નસેનસમાં પ્રસરી ગયો. ત્યારે જ તેને ખ્યાલ આવ્યો અને ખ્યાલ એટલો મોટો હતો કે તેની જાણકારી તેને માટે… યમદૂત સમી બની ગઈ.

ડોક્ટરને મતે એનું હૃદય નબળું હતું. શરીરમાં હૃદયની નબળાઈ એટલે સર્વેસર્વાની નબળાઈ… જ્યારે ડોક્ટરે કહ્યું કે ‘હૃદયનો વાલ્વ ખરાબ છે’ ત્યારે એ ચારે શબ્દો સિવાય ઘણાં બધાં બંધનો લદાઈ ગયા – જેવા કે જોરથી ચાલવું નહીં.. બહુ શ્રમ પડે તેવું કામ કરવું નહીં…. નિયમિત ઊંઘવું… નિયમિત દવા લેવી… ફળફળાદિ ખાવા… તાજી હવા લેવા રોજ સાંજે બગીચામાં બેસવું… હરિયાળી જોવી…

એ તો જાણે સમજ્યા… પણ એ ચાર શબ્દો એને માટે દવાની આખી ફોજ તાણી લાવ્યા. એન્ટિબાયોટિક, વિટામિન ટોનિક, કોલીસ્ટર ઘટાડવાની દવાઓ, બ્લડટેસ્ટ, ઈલેક્ટ્રોકાર્ડિયોગ્રામ, દર મહિને યોગ્ય તબીબી માવજત, પેથોલોજિકલ નિદાનો, ડોક્ટરના પરીક્ષણ, સંશોધન તથાવિશ્લેષણ અને ચર્ચાનું કેન્દ્ર બની ગઈ. શું હતી… અને શું બની ગઈ?

ધરા હતી તો મુક્ત ગગનની આઝાદ પંખીણી… પણ રોગે ધરબી લીધી તેની આઝાદી…અને તેનું મુક્ત ગગન બની ગયું ભેંકાર એકલતા અને શૂન્યાવકાશનું અનંત પ્રતીક…!

ક્ષણેક્ષણ મૃત્યુ તરફ ઘસેડાતી જતી ધરાની જીવનનૌકાને ડોક્ટરો ડૂબતી રોકવા પ્રયત્નશીલ હતા. જ્યારે રોગ તેને ડુબાડવા મથતો. ધરા આ સંઘર્ષને શૂન્ય નજરે તાકી રહેતી.

તે દિવસે નાની ક્ષિપુ તેને પૂછતી હતી કે… "દાદી, બુલબુલ અને ગુલાબની વાર્તામાં એવું તે શું ગમી ગયું કે તમે તેની ઉપર લાંબું કાવ્ય લખી નાખ્યું ?"

"શું કહું ક્ષિપ્રુ તને…? યુવાનને પોતાની પ્રેમિકાને આપવા લાલ ગુલાબ જ જોઈતું હતું તે બુલબુલે હૃદય સાથે કાંટાને ચાંપી ગીત ગાઈ રાતું ગુલાબ બનાવી આપ્યું બસ એટલું જ…"

"દીદી ના એથી પણ કંઈક વધારે છે…" કાવ્યમાં આટલી નાની વાત જ નથી… કંઈક વધારે છે…

કાંટો બન્યો સંધાન હૃદયનું,

ને રોણિતવર્ણ ગુલ ખીલ્યું !

હરખ્યો છેલો પ્રેમી જોઈ લાલ ગુલાબ.

ને પડી ગયું બુલબુલ જાઈ પ્રેમીનું હાસ્ય !

આ કડીની છેલ્લી લીટીમાં જે દર્દ છે તે અનન્ય છે. ને પડી ગયું બુલબુલ જાઈ પ્રેમીનું હાસ્ય. દીદી બોલોને… સાચું છે ને !

"ક્ષિપ્રુ બેટા દીદીને બહુ હેરાન ન કરીશ." પપ્પાનો ગંભીર અવાજ સાંભળીને ક્ષિપ્રા જતી રહી. સાચે જ ક્ષિપ્રા સાચી હતી. ને પડી ગયું બુલબુલ જોઈ પ્રેમીનું હાસ્ય… વાળી લીટીમાં ધરાએએનું સર્વેસર્વ નીચોવી નાખ્યું હતું.

ક્ષિતિજ સાથેની મુલાકાત તેને યાદ આવી ગઈ… એ કહેતી હતી… ક્ષિતિજ ! જિંદગીમાંવળાંકો પર બે અજાણ્યા રાહી મળે… થોડી ક્ષણ આનંદમાં ગુજરે ન ગુજરે ત્યાં ફરીથી કેડીઓ ફંટાય… બસ, તેમજ હું દૂર જાઉં છું… તારી દુનિયાથી ખૂબ દૂર શક્ય હોય તો મને ભૂલી જજે.

"ધરા… માન કે તારી પરિસ્થિતિમાં હું હોઉં…. તે મારી પરિસ્થિતિમાં તું… તો તું શું કરે?"

"મારી વાતને ટાળવાનો પ્રયત્ન ન કર ક્ષિતિજ… ગમે તેટલા દૂર દૂર જ્યાં ક્ષિતિજ અને ધરા મળે છે ત્યાં શું ખરેખર… બંને મળે છે ખરાં? આપણે બે નદીના કિનારા જેવા સમાંતર ચાલ્યા કરીશું… પણ મિલન ક્યાંય શક્ય નથી…"

"પણ કેમ…? ધરા કેમ…?"

એના પ્રશ્નનો જવાબ દૂર જતી ધરાનાં ઝળુંબતા આંસુઓએ આપ્યો. "ક્ષિતિજ તારી ધરાને રોગનું હાડપિંજર વળગ્યું છે… આજે નહીં ને કાલે એ હાડપિંજર મને ગળી જશે… ત્યારે… તું શું કરીશ હેં !!!"

ત્યાર પછી પણ ક્ષિતિજ આવતો… ધરાને હસાવતો… બેસતો … પણ ધરા ક્ષુબ્ધ યંત્રની જેમ ઉપમાહીન વર્તતી… ચાવી દીધેલ પૂતળાની જેમ વર્તતી…

દુઃખ અનુભવતા ક્ષિતિજને સમયે પોતાની પાંખમાં લઈ ધરાથી દૂર કરી દીધો… અને રહી ગઈએની સાથે માણેલ પળોની યાદ… એનો સ્નેહ નીતરતો અવાજ… એનો પ્રેમાળ ચહેરો અને પ્રેમ ભીની આંખ…

એકાંતોના પહાડ ઓળંગતી ઓળંગતી આવી પહોંચી હતી એ અવલ મંઝીલે… કે… જ્યાંથી ફક્ત નસીબ જ તેને પાછી વાળી શકે તેમ હતું અને નસીબને રોગના હાડપિંજર સાથે ગજગ્રાહ ચાલતો હતો અને ધરાએ ગજગ્રાહમાં ત્રિશંકુની જેમ ઝૂલતી હતી.

એવામાં ક્યાંકથી ધરાને ઝરણા મળી હતી.. ખિલખિલાટ હસતી અને હસાવતી… સદાય બોલતી… મધુર અને મીઠું… ધરાની ખામોશી તોડવાના હેતુ સાથે જ જાણે એને મૈત્રી ના બાંધી હોય ? ધરાને અને તેના મૌનને જાણે ઝરણાનું વ્યસન પડી ગયું હતું… અને તેથી જ તો મૈત્રીની સીમા વટાવી ઝરણા ક્યારે આત્મિય બની ગઈ તેની પણ ધરાને ખબર ન પડી.

ગુમસુમ બાગને ઓટલે બેસી રહેતી ધરાને ઝરણા હેત, વાત્સલ્ય, અને મૈત્રીના વારીથી ભીંજવવા માંડી…. કઠોર રોગગ્રસ્ત અને મૃત્યાભિમુખ બનતી જતી ધરા ભીંજાવા માંડી હતી… તાજા જવરસાદ પડી ગયા પછી ભીની જમીનની જે સોડમ હવામાં ફેલાય તેવી જ કોઈક સોડમ તેની જિંદગીમાં એ ફેલાવવા માંડી હતી… કૂણાકૂણા ઘાસની લીલી ચાદર ઓઢીને ધરતી જે વર્ષાગમને લીલુડા રૂપ ધરે તે જ રીતે ધરાને તેની ટૂંકી જિંદગી માણી લેવાનો ઓરતા થવા માંડ્યા.

"ઝરણાં… ઝરણાં… તું આ અભાગીને જિંદગી જીવવાની આશા કેમ દેખાડે છે?" એ ક્યારેક ઝરણાંને પૂછી બેસતી… અને ઝરણા હસી ઊઠતી… "ધરા જે હાસ્ય તું હસી નો’તી તે હાસ્ય આજે તારા હોઠ હસ્યા છે… જે સ્વપ્ન તેં જાયું નહોતું તે તને આજે લાદ્યું છે. તેથી જ કહું છું કે કસ્તુરી મૃગની વંચના છોડી હસી લે નિર્દોષ બાળકની જેમ…"

અને આત્મીય બનેલી ઝરણા શ્વાસ જેટલી વહાલી થઈ ગઈ. એવે સમયે સમયની આંગળી ઝાલી દૂર નીકળી ગયેલ ક્ષિતિજ મોટો વકીલ બનીને પાછો આવ્યો… સાથે સાથે ધરાના નામને પણ હૃદયમાં એ જ રીતે ધબકતું રાખીને આવ્યો હતો.

ધરાના મનમાં ચિત્કાર ઊડ્યો હતો… કાશ ! આ રોગનું હાડપિંજર એને ક્યાંક તાણી ગયું હોત! ધરા પોતે એવા વળાંક પર ઊભી હતી કે જ્યાં ક્ષિતિજ અને ઝરણા બંને અજ્ઞાતપણે એની રાહ જાઈને ઊભા હતા… ધરા નસીબ અને રોગના હાડપિંડરની આખરી ખેંચતાણમાં ફંગોળાયા કરતી હતી. ડોક્ટર્સની દવા… ઈન્જેક્શનો ઓપરેશન… અત્યારે નસીબની તરફેણમાં હતા… ત્યારે એકાદ નાજુક ક્ષણે… ધરાએ ઝરણાને પૂછી લીધું… "ઝરણા ક્ષિતિજ તને ગમે છે?" અને એના મનની સુરખી ક્ષણમાં ખીલી ગઈ… નવપલ્લીત કળીની જેમ…. તે દિવસથી એણે રોગના હાડપિંજરને હૃદય સરસું ચાંપી દીધું અને કાવ્યનું પુષ્પ જન્મ્યું.

પડી ગયું ને બુલબુલ જોઈને પ્રેમીનું હાસ્ય.


Rate this content
Log in

Similar gujarati story from Romance