Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Pravina Avinash

Others

2  

Pravina Avinash

Others

તાળી પાડી અભિનંદો

તાળી પાડી અભિનંદો

4 mins
1.4K


કાર્યક્રમો જોવા જવા એ મારે માટે લોઢાના ચણા ચાવવા જેવી વાત. તમને થશે ગાડી છે, તે ચલાવતાં આવડે છે. તો પછી બહાના શામાટે બનાવવાના? એક તો કાર્યક્રમ રાતના હોય.

આમ, પણ આપણા દેશીઓના કાર્યક્રમ સમય પર તો ભાગ્યે જ ચાલુ થાય. ઓછામાં ઓછા એક કલાક મોડો હોય. વળી ભલું થજો જો વચમાં દસ મિનિટનો વિરામ હોય તો તે અડધો કલાક લાંબો ચાલે. રાતના સમયે એકલા જવાનું. દૂર પાર્કિંગમાં ગાડી પાર્ક કરવાની. સભાખંડ લગભગ ઘરથી દસ યા પંદર માઈલ દૂર હોય. હવે આ બધા કારણોનો વિચાર કરું ત્યારે થાય.’

‘આવો પ્રોગ્રામ જોયા વગર તું શું રહી ગઈ છો?’

નસિબ સારાં છે કે મિત્રો પાંચેક માઈલ દૂર રહે છે. તેમને વાંધો નથી તેથી તેમની સાથે જવા આવવાનો પ્રબંધ ગોઠવાઈ ગયો છે. આ બધી વાતનો ઉલ્લેખ કરવાની જરૂર ન હતી. હવે મુદ્દા પર આવું. કાર્યક્રમ જોવા જવાનો ખાસ હેતુ મિત્ર મંડળને મળવાનો હોય એ સ્વભાવિક છે. આજનો કાર્યક્રમ કોને ખબર કેવો હશે? મોટે ભાગે આશા વગર જવાનું, એટલે નિરાશા ઓછી થાય. ભારતથી આપણા કલાકારો જ્યારે આટલે બધે દૂર આવતા હોય ત્યારે ગુણવત્તાને મહત્વ આપવું જરૂરી છે. જરા સાદી ત્રિરાશી માંડે તો ખબર પડે. કેટલા સમયની બરબાદી થાય છે. કેટલા પૈસાના આંધણ મૂકાય છે. ૨૧મી સદીમાં પણ આટલું સામાન્ય જ્ઞાન ન ધરાવતા હોઈએ તો પછી શું કહેવું?

જરા પણ ખબર ન હતી. આજનો કાર્યક્રમ કેવો હશે. ઘર બહાર તૈયાર થઈને જવાનો મોકો મળે ત્યારે મનને સારું લાગે. નસીબ સારાં હતા આજનો કાર્યક્રમ માત્ર પંદર મિનિટ મોડો શરૂ થયો હતો. આંખો તો ત્યારે પહોળી થઈ જ્યારે કલાકારો ભારતના અને તે પણ અપંગ. આખો કાર્યક્રમ લઈને અમેરિકા આવનાર સંસ્થાને અંતરના અભિનંદન. આ દેશમાં બધાને સાચવવા તેમને ઓછામાં ઓછી તકલિફ પડે તેનો ખ્યાલ રાખવો જરા કપરો છે.

એક ગ્રૂપ હતું જેમાં કલાકારો ‘વ્હીલ ચેર’ પર હતાં. શું તેમની અદા હતી. વ્હીલ ચેર પર બેઠાં હતાં છતાં કલામયતા તેમના અંગ અંગમાંથી નિતરતી હતી. જે કૃતિ તેમણે રજૂ કરી તેનું વર્ણન કરવાની તાકાત મારી લેખનીમાં નથી.

બીજુ ગ્રૂપ હતું જેમાં આપણા દેશના ગૌરવવંતા બાળકો બહેરાં અને મુંગા હતાં. તેમના નૃત્યનું સંચાલન આંખો દ્વારા થયું હતું. અને પછી તો બધા એકબીજાને જોઈ અનુસરતાં હતાં. ન સાંભળી શકે ન બોલી શકે આંખો દ્વારા હાવભાવ રજૂ કરવા. હાથ અને પગની તાલબદ્ધતા. અહા, શું અદભૂત દૃશ્ય માણવાનો મોકો મળ્યો હતો.

હવે પ્રસ્તુત થયો કાર્યક્રમ જેમાં બધાં અંધ બાળ કલાકાર હતાં. તેમના દ્વારા ભજવાયેલો નાટક જોઈ પ્રેશક ગણ મ્હોંમાં આંગળા નાખી ગયા. સર્જનહાર જયારે મનવાને કશી ખોડખાંપણ આપે છે ત્યારે બાકીના અંગોમાં જે ચેતના અને કલામયતા બક્ષે છે એ ખરેખર આશ્ચર્યજનક જણાય છે.

એક પછી એક ભજવાતાં આંખ સમક્ષના દૃશ્યો જોઈ હૈયું આનંદ વિભોર થઈ ઊઠ્યું. શું તેમની વેષભૂષા, શું તેમની કલાનું દર્શન. મનમાં થયું, 'હે ઈશ્વર તે મને બધું આપીને અન્યાય કર્યો છે.' આ જિંદગીને દીપાવવા અથાગ પ્રયત્ન કરવો પડે. ઈશ્વરને દોષ નથી આપતી. મારી કમજોરીનો અહેસાસ અનુભવી રહી છું.

હવે જે નૃત્યાંગના એ નૃત્ય રજૂ કર્યું તે ખરેખર અદભૂત હતું હિમાલય ચડતાં થયેલાં અકસ્માતમાં બન્ને પગ ગુમાવી બેઠેલી ૨૨ વર્ષની કન્યાએ નૃત્યની આરાધની કરી, બે ખોટા પગ સાથે સુંદર નૃત્ય રજૂ કર્યું. પ્રેક્ષકોએ ઊભા થઈ દરેક  કાર્યક્રમ પછી કલાકારોનું અભિવાદન કર્યું. સભાખંડમાં બેઠેલા સઘળા પ્રેક્ષકો જાણે ખુરશીઓ પર લોહચુંબક ન હોય તેમ સ્થાનને ચીટકી કાર્યક્રમની હરએક પળ માણી રહ્યા હતાં. વાહ, વાહના ઉદગાર અવારનવાર સંભળાઈ રહ્યા.

એક કલાકાર હતો જે હાથ અને પગ બન્નેથી વંચિત. તેણે તો આવીને કમાલ કરી. સહુને પેટ પકડીને હસાવ્યા. સુંદર અને સરળ ભાષામાં ટૂચકા રજૂ કરતો હતો. જ્યારે પહાડી અવાજમાં બે રાસ સંભળાવ્યા ત્યારે તો તાળીઓનો ગડગડાટ સભા મંડપને ચીરી આભને પામવા મથી રહ્યો.

આ એક સુંદર કલાકારની કૃતિ જેને હાથ ન હતાં અને પગેથી 'કી બોર્ડ' વગાડી રહી હતી. ભજન પણ વગાડ્યા અને ફિલ્મી દુનિયાના પ્રચલિત ગાયનો પણ વગાડ્યા. હાજર રહેલાં પ્રેક્ષકોએ તેને તાળી પાડી, સૂર સાથે સૂર મિલાવી વધારે સુંદર માહોલ ઉભો કર્યો. 'વન્સ મોર'ના ગડગાડાટ સાથે તેણે બે ગાયનો ફરી વગાડ્યા.

અંતમાં ઊભા થઈ અભિવાદન કર્યું સર્વ પ્રેક્ષક ગણે જ્યાર યુવાન  કલાકારાએ એક પગેથી ‘બોલિવુડનું’ નૃત્ય કર્યું. આજની રાતનો આનંદ કલ્પના બહારનો હતો. આંખે દેખ્યો ભવ્ય કાર્યક્રમ માણ્યો. તાળી પાડવામાં કોઈએ કચાશ ન દાખવી.

બે કલાકનો કાર્યક્રમ પૂરો થતાં અઢી કલાક નીકળી ગયા. આ લહાવો માણીને દિલ અને દિમાગ તરબતર થઈ ગયા. પ્રેક્ષક ગણમાંથી દિલદાર વ્યક્તિઓએ સ્વેચ્છાથી આ સંસ્થાને માતબાર ૧૦ હજાર ડોલર આપવાનું એલાન કર્યું. આ સમાચારથી તો કલાકારો પણ ઝૂમી ઊઠ્યા. હ્યુસ્ટનની ઉદારતા તેમના હ્રદયમાં સ્થાન પામી. અમુક વસ્તુની તેમની સંસ્થાને જરૂર હતી તે વસાવવાનું વચન આપ્યું. બની શકે તો થોડા નવા વિદ્યાર્થીઓને પણ તેમની સંસ્થામાં શામેલ કરશે તેનો ઉલ્લેખ કર્યો.

આજનો અતિ સુંદર કાર્યક્રમ જોવા ન ગઈ હોત તો અફસોસ થઈ જાત. ઘરે આવીને ક્યારે પથારીમાં પડતા ઊંઘ આવી ગઈ તેનો ખ્યાલ પણ ન રહ્યો.


Rate this content
Log in