Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Vijay Shah

Inspirational

3  

Vijay Shah

Inspirational

શુળીનો ઘા

શુળીનો ઘા

11 mins
7.2K


   નિકુંજ ગુસ્સાથી તરફડી ગયો. એના સગાનું કામ કોઈક કારણસર એમની ભાગીદારી પેઢી દ્વારા થયું હતું. તેનું પેમેન્ટ કરવાનો સમય આવી ગયો હતો. પરંતુ તે પેમેન્ટ એક યા બીજા કારણોસર હર્ષદ અને અવિનાશ વિલંબીત કરી રહ્યા હતા. એણે બે ત્રણ વખત બંને ને વાત કરી પણ પૈસાની ગોઠવણ થતી અને બીજે અપાઈ જતા – સગાનું પેમેન્ટ રવડી જતું. નિકુંજના સગા પણ આ પરિસ્થિતિ પામી ગયાં હતાં. તેથી જ તો ફોન ઉપર કહ્યું – “નિકુંજ મને એવુ લાગે છે કે તમારુ કંઈ ઉપજતુ નથી. અને મેં તો તમને જોઈને કામ આપેલું – તમારા પાર્ટનર ને – કે તમારી તકલીફોનો મને ભોગ બનાવો તે વહેવારીક ન કહેવાય. ન થાય તેમ હોય તો ના કહીદો જેથી હું મારો રસ્તો જાતે કાઢું.”

       નિકુંજ સમસમીને અટકી ગયો. એ વિચારતો હતો. અવિનાશનું મૌન, વિલંબીત ન્યાય અને હર્ષદની ધાર્યું કરવાની કુટેવનો ભોગ હું બનું છું. અમારી પેઢી ફક્ત પૈસા પેદા કરવાનું સાધન બનીને રહેતો કેમ ચાલે.. ગુસ્સામાં ધુઆ પુંઆ થતાં નિકુંજ કાગળ લખવો શરુ કર્યો. 

ભાઈશ્રી હર્ષદ – અવિનાશ.

       આપણી ફર્મમાં જણાતી અસંદિગ્ધ વિગતો તમને કહેવાની આ પત્ર દ્વારા તક લઉ છું. આપણી ફર્મ ફક્ત પૈસા બનાવવાનું એક માત્ર મશીન બની ગઈ છે. નૈતિકતા – ચારિત્ર કે સ્વમાન જેવું કશું રહ્યું જ નથી. આપણે વાયદા કર્યા પ્રમાણે આપણાં ધરાકોને પેમેન્ટ આપતા નથી. કારણ ગમે તે હોય, તે કારણ દુર કરવાને બદલે એ કારણ ઘરીને ધરાક ને આપણે ટાળીયે છીએ. વાયદા કરીયે છીયે તે ઘટના ખુબજ સખત રીતે હું વખોડું છું અને એનો વિરોધ કરું છું.

       આપણાં આડતીયાઓ દ્વારા આપણું કાર્ય આગળ ચાલે છે. પરંતુ તેમનો પણ હક્ક ડુબાડવા પ્રયત્ન થઈ રહ્યો છે એમને જો ડુબાડીશું તો આપણું ભવિષ્ય ડુબવાથી કેટલુ દુર રહેશે તે મને સમજાતુ નથી. મારા સ્નેહી ભાઈશ્રી નું payment due થયે ત્રણ મહીના થયા. તે દરમ્યાન પેમેન્ટ આવ્યું અને બીજાને અપાયું – એમ કેમ ચાલે ? સગા છે એટલે એમને દંડવાના અને જે મોટુ કામ લાવે (કયારેક) તેને ચાલુ રાખવા સમય કરતા વહેલું પેમેન્ટ આપવું આ નરાતળ અંધેર જ છે. Priority list હોવુ ખુબ જરુરી છે. કે જેથી તેજ પ્રકારે પેમેન્ટ આવે અને જયાં આપણું વેચાણ છે ત્યાંથી આપણું પેમેન્ટ જલ્દી છૂટે તે પ્રકારના દરેક પ્રયત્નો ને નક્કર અને વધુ પરિણામ લક્ષી બનાવવા જોઈએ.

       પરંતુ અવિનાશભાઈ મૌન રહે છે અને હર્ષદભાઈ તમે તમારી રીતે જ ચેક ફાડ્યા કરો અને ઉચિત ન કરો તે ન ચાલે. દરેક જણ પોતાની ફરજો વિશે સભાન હોવા છતા આ આંખ મિંચામણાં ખુબ ગંભીર અને ધાતક પરિણામો તરફ આપણને દોરી રહ્યા છે. તેવું મને લાગે છે અને તેનાં વિરોધ રુપ આ પત્ર દ્વારા ત્રીસમી પહેલા હિસાબો પતાવી મને પાર્ટનર તરીકે છૂટો કરવા જાણ કરું છું. મારો આ નિર્ણય જુઠાણાઓ અને બિનજવાબદાર વર્તણુંકોના અનુસંધાન માં છે તેથી ત્વરિત અમલ કરશો.

                                                                               ધન્યવાદ

                                                                                       નિકુંજ.

       પત્ર લખીને થોડીક રાહતની લાગણી અનુભવતાં નિકુંજ પગ લાંબા કરી ટેબલ ઉપર મુક્યા – અને રીવોલ્વીંગ ચેર માં ઝુલતાં ઝુલતાં વિયાર્યું. બરોબર લખાયું છે. જે થવાની હોય તે થાય… હવે તો કફન બાંધીને ઝઝુમવાનું શરું થયું છે. તેણે વિચાર્યું કે નિકુંજ ! તું એક સફળ વેપારી હતો. ધ્યાન રાખ જે તારી સફળતા એક ભૂતકાળ બની ગઈ છે. ભૂતકાળની સફળતા ના નશામાં તારુ વર્તમાન તો કયાંક નથી બગાડતો ને ? – નિકુંજના હ્દયે તેને ટકોર કરી. મન અને હ્દય નું દ્વંદ્વં શરુ થઈ જાય અને કયાંક આ નિર્ણયને ઝડપી અમલમાં મુકવામાં વિધ્ન આવી ના પડે તે હેતુથી તેણે નિરાલીને જમવું નથીની વાત કરી અને ઉભો થયો બે ત્રણ ચક્કર માર્યા પાણી પીધું. અને પેઢી તરફ નીકળી ગયો

 હ્રદયની ટકોરથી ક્ષણીક પછડાટ ખાઈ ગયેલું મન પાછું ઉભું થયું અને એની સાથે ઉભો થયો પેલો સફળ વેપારી. હ્રદય ની સામાન્ય ટકોર એ તને સામાન્ય માણસનાં વિચારોનું પ્રતિબિંબ છે. તું સામાન્ય માણસ નથી. તારી નિષ્ફળતાઓને ઢાંકવા હ્દય સામાન્ય માણસની જેમ વર્તમાન ને જોવા કહે છે. તું તો સિંહ બાળ છે. બાકર બચ્ચાના ટોળામાં ભરાઈ ને બેં બેં કેમ કરે છે. ભલા આદમી ! આગળ સફળ હતો અને હવે પણ સફળ જ રહીશ. એટલી સીધી અને સરળ વાત માટે તારા મનમાં કેમ શંકાઓ રહે છે. ઉઠ – ગર્જના કર… નિકુંજ માં રહેલો સફળ વેપારી જુસ્સા ભેર બોલ્યો અને ઉમેર્યું – તે કશુ ખોટુ નથી કર્યું. પત્ર લખ્યો છે. તે યોગ્ય છે. 

       નિકુંજ સ્તબ્ધ બેઠાં બેઠો તેની અંદરના બે નિકુંજના તણાવા જોતો હતો. સફળ નિકુંજ અને સામાન્ય નિકુંજ-મન અને હ્રદય. મન સફળતાનો નશો કરતું હતું, હ્રદય એ નશા પછીની પછડાટને સામાન્ય નિકુંજના રુપમાં યાદ અપાવતું હતું. નિકુંજ બે લઢતા વકીલ ને સાંભળતા જજની જેમ મૌન રહી આ બંનેની વતો – દલીલો લઢાઈઓ સાંભળતો હતો, જોતો હતો.

  વડીલની જેમ સામાન્ય નિકુંજ બોલ્યો. ભુલી ગયો એ નિષ્ફળતાઓની પછડાટો? તારી એક સફળતાની પાછળ કેટલી બધી નિષ્ફળતાઓ હસે છે તે તને કયાં ખબર નથી ? વારંવાર બદલાતા જતા મનમાં અશ્ર્વોને નાથ. – વિચારોના વલયોને રોક. – તારી સફળતા હવે એક ભૂતકાળ છે. એને ભુલી ને વર્તમાનમાં જીવ. સામાન્ય માનવી બનીશ તો આ નિષ્ફળતા ઓના પછડાટને સહી શકીશ. 

       સફળ નિકુંજ થી આ ટકોર કેવી રીતે સહન થાય ? તે ખીજવાઈને કહે “નિષ્ફળતા એતો ક્ષણિક હાર છે, વિસામો છે. સાંજ પડે અને યુધ્ધોના દિવસોમાં આરામ કરવા ઝંપતા સૈનિકોની એક રાત છે. બીજો દિવસ ઉગે છે. અને ફરીથી શસ્ત્રો સજવા અને કસવા તૈયાર થઈ જાય છે. તેમજ…. આવી ક્ષણિક હારોને વિસામો ગણી તૈયાર થઈની સફળતા ના દિવસોમાં તુંજ તો તારા સહકાર્યકરોને સલાહો આપતો હતો ને કે… અડગ મનમાં મુસાફરને હિમાલય પણ્ નડતો નથી. ત્યા આવી ક્ષણિક હારોને તાબે થઈને ભાંગેલી તલવારને રણમાં નાખીને રણ મેદાન છાંડી જતા સૈનિકની જેમ શું પાણીમાંથી પોરા કાઢે છે. એજ ભાંગેલી તલવારથી શુરવીર રાજકુમારે હારની બાજીને કેવી જીતમાં પલટી હતી. તે ભુલી ગયો – આમ ભડ જેવો થઈને પોચકા કાં કાઢે છે?” 

       પણ સામાન્ય નિકુંજને આનાથી શૂર ચઢતું ન હોતું. તે ધીરે ગંભીર અવાજે બોલ્યો. “એ બધી ચોપડીઓની વાતો- પોથી માંના રીંગણા જેવી – તેનાથી પરોપદેશે પાંડીત્યમ આવે તેનાંથી વહેવાર ન ચાલે શું.. તુ જ કહે તેં કેટલા ધંધા કર્યા? કેટલી ચઢ ઉતરો જોઈ? પેલી સસલા અને કાચબાની સ્પર્ધામાં ધમંડી સસલાની જેમ દરેક ધંધામાં – સ્પર્ધામાં રમતમાં તું હાર્યો નથી? જરા આ બધી હારોને યાદ કરીને તો આ સફળતાનાં નશામાંથી નીચે ઉતર. આ સુફીયાણી વાતો છોડ – તું સફળ હતો. તારી સફળતા ભૂતકાળ બની ગઈ છે. તું નવા ક્ષેત્રમાં છું. નવા દરેક ક્ષેત્રમાં શરુઆતમાં મહેનત કરવાની છે. સફળતા કે નિષ્ફળતા હજૂ દૂર છે. તને નિષ્ફળતા તરફ દોરી જતાં દરેક પરિબળોને ખાળતા આવડવું જોઈએ. ત્યારપછી સફળ થવાશે આગલી સફળતાનો નશો તને ઉન્મત મસ્તકે ચાલતાં જરુર શીખવે છે. પરંતુ તે જે તે ક્ષેત્રમાં. નવા ક્ષેત્રમાં તો નીચું જોઈને જ ચાલો ભાઈ – કયાં ખાડો છે. કયાં પથરો છે. જોતા શીખો – ઉન્મત બની ને ચાલશે તો ઠોકરો જ ખાવાની છે. સમજયા? આ શું બાળક બુધ્ધી છે. આમ નથી ફાવતું. પેલો મને આમ બોલે છે. આવા જુઠાણા તો કંઈ ચલાવાય ? જેવા ગાણા ગાયા કરે છે. ધીરો પડ – સામાન્ય બન…. અને શીખાઉ વિઘાર્થીની જેમ જાણકાર ને આજ્ઞાકિંત બન” 

       પેલો સફળ નિંકુજ ધુંધવાઈને બોલ્યો. “જાણકાર અને અનુભવી હોવું તે ઠીક છે – પણ દરેક પાર્ટનર જયારે સરખા હીસ્સામાં પાર્ટનર હોય ત્યારે દરેકનું વજન પણ સરખું હોવું જોઈએને? જેમનું પેમેન્ટ ડ્યું થયું હોય તેમને ન આપવાનુ અને ન હોય તેવા ગ્રાહકને સાચવવા એડવાન્સમાં આપવાનું એ કેમ પરવડે ?” 

       સામાન્ય નિકુંજ ખૂબ વિચારીને બોલ્યો. “વાત સામાન્ય બુધ્ધિથી જોઈએ તો સાચી છે. પણ જયારે તાવ આવ્યો હોય ત્યારે જ ઓસડીયું પવાયને?. છોકરાને તેની મા એ ક્હુયં બુધ્ધીથી એમ કરવું યોગ્ય ન પણ લાગે પરંતુ મા એ કડવું ઓસડીયું પીવડાવીને છોકરાનું ભલુ જ કરતી હોય છે ને. આ દ્રષ્ટિકોણથી આ ઘટના મુલવીયે તો મને એમ લાગે છે કે એની આ પધ્ધતિ ધંધાની એક અનિવાર્ય દુષિત પધ્ધતિ પણ હોઈ શકે ને ? તારા પાર્ટનર ને આ ધંધામાં તારા કરતાં વધુ સમજ પડે છે તે વાતને તે સ્વિકારીશ ને. એ જે કરતો હશે તે તમારા હિતમાં કરતો હશે તેવો વિશ્ર્વાસ નથી બેઠો તેમજ આ વાત પરથી જણાય છે. અને જો તેમજ હોય તો ખુલાસો કર – પણ આ શું લઈને બેઠો છે. મારુ કહ્યું કરો નહીતર છુટો કરો”. 

       “છટ્ એવા પોચકા કાઢે છે. મારી બાલારાત! – કંઈ એ ધંધા ઉપર છાપ નથી મારી મારો ભાગ લઈને જુદો ધંધો કરીશ. કોઈક નીતિવાળું કામ કરીશ, અને સફળ થઈશ કહે છે ને સિધ્ધી તેને જઈ વરે જે પરસેવે નહોય…. કે પછી Future belougs to those who dare…. કે કોઈની ખોટી તાબેદારી સહનના થાય……”

       “ભલા આદમી Roling stone galhers no moss – વાળી ઉક્તિ ભુલી ગયો ?”હ્રદયે ટાઢે કલેજે કહ્યું

       “But it gets rounded…. સમજયો” ઉગ્ર મને તરત છણકો કર્યો.

       “તારી ઉંમર કેટલી થઈ ભાઈ ?”

       “બેતાલીસ.. કેમ ?”

        “તારે માથે જવાબદારી કેટલી છે?”

       “ઘણી બધી – પણ એનું અત્યારે શું છે?”

       “તારી સાથે નોકરી કરતા હતા તે દરેક જણ કયાંના કયાં પહોંચી ગયા છે તે ખબર છે? અને તું કયાં છું? તે કાંઈ સમજાય છે?”

       “હશે, એક સમય હતો જયારે હું સાહેબી માં મહાલતો હતો ત્યારે તેજ લોકો કહેતા નસીબદાર છે ભાઇ – કયાં હતો અને કયાં પહોંચી ગયો?

       “આજે એજ લોકો એજ કહે છે પણ ભાવ બદલાઈ ગયો છે ખરુને. પહેલા ઈર્ષામિશ્રીત અહોભાવ હતો હવે અનુકંપા પ્રેરીત દયાભાવ……”

       સફળ નિકુંજ સમસમી ગયો… કડવું પણ સત્ય હતું. સફળતાનો નશો ઉતારી નાખે તેવું મારણ હતું. નિકુંજ માંના બેને નિકુંજો એક મેકને તારી રહ્યા…. ધીમે ધીમે બંને નિકુંજો ઓગળી જઈને મન અને હદય બની ગયા… નાની પ્રકૃત્તિ ના અવાજો… અને પત્ની રીમાની તેને સમજાવટો ધીમે ધીમે સમજાવા માંડી.”

 “પપ્પા લાંબાં સમય સુધી ઘરમાં ન આવે તો સમજવું કે પપ્પાનો ધંધો જામી ગયો છે. પછી જો અચાનક લાંબો સમય સુધી ઘરમાં રહેતો સમજાવું ધંધામાં કોઈકની સાથે જામી ગઈ છે. નહી મમ્મી? “

રીમા નાનકડી પ્રકૃત્તિની તર્ક સંબધ્ધ વાત સાંભળી સહેમી તો ગઈ – પછી કહે – “પ્રકૃત્તિ – પપ્પા છે ને એમનો ધંધો ઘરે પણ લઈને આવે છે તેથી – બાકી ધંધામાં તો ઉત્તર ચઢતો રહેજ ને?”

ઉદવિગ્ન મન બોલ્યું “મનની વરાળ ન કાઢુ તો ગાંડો ન થઈ જાંઉ?”

તેને ટપારતું ઉદય બોલ્યું – “ગાંડો થવા જેવી હદ સુધી જવાની જરુર નથી – પણ કહે છે ને નમતો તે સૌને ગમતો ને અકડતો તે રખડતો – જે કંઇ કહેવું હોય તે શિષ્ટ ભાષામાં ગુસ્સે થયા વિના શું ન કહેવાય?”

“કહેવાય પણ એ રીતે તો ઘણી વખત કહી ચુક્યો છું – પણ એને તો ઘોળીને પી ગયા છે. મારે મારો અવાજ કાઢવો હોય તો કેવી રીતે કાઢું?”

       હદય હવે વડીલ હોય્ તેમ બોલ્યું – “આ મુદાની વાત છે. તારા સ્નેહીએ ટકોર કરી કે તમારું કશુ ચાલતું નથી લાગતું એ પ્રશ્ર્ન તને કોરે છે. તું અપમાનીત થયો હોય તેમ લાગે છે. અને એને માટે તારે તારુ ચલણ છે તેમ બતાવવા માટે તારુ કેટલું સંભળાય તે માટે મને છૂટો કરો એ રીતેની વાત કરે એ ઘર ફુંકીને તમાશો કરવા જેવી વાત નથી?”

“હા છે તો એવુજ……. પણ જોખમ તો લેવુ જ પડે ને?”

“પણ આ રીતનું જોખમ કે – જઈએતો પુરેપુરા અને રહીયે તો કંઈ જ નહી?”.

“એટલે?”

“એટલે એમકે પાર્ટનર તો આવા ધંધામાં એને તરત મળી જશે .એટલે જઈએ તો પુરેપુરા – અને ધારો કે એમણે તારા પત્રને ગણકાર્યો નહી – અને કંઇજ ન થાય – એક આવેશમય ઘટના ગણીને અવગણે અને રહેતો કંઈજ નહી વાળી વાત બને ને?”

“હા – એવું બને તો ખરુજ.”

“એવું બને જ છે. તેથી કંઈક એવો રસ્તો કાઢકે સાપ મરી જાય અને લાકડી ન ભાગે.”

“એ તો શક્ય નથી લાગતું. મે તો જોયુ છે આ જમાનામાં મારે એની તલવાર છે. અને ચમત્કાર વિના નમસ્કાર નથી.”

 “ચમત્કાર થી ટુંકા ગાળાની સફળતા જરુર મળે છે. પરંતુ અંતે તો નુકશાન જ છે. અનુભવી અને પુખ્ત માણસો બંને વિચારતા હોય છે. લાંબા ગાળાનું અને ટુંકાગાળાનું બંનેનું પરિણામ. આવા સમયે આપણે આપણી જાતને આપણી જાતથી દુર લઈ જઈને જ પુછવું જોઈએ – What is next ? તો જવાબ મળશે Next is worst. એટલે ધીરજથી કામ લે.”

“ એ લોકો જુઠાણા ચલાવે અને હું યુધિષ્ઠીરની જેમ નરો વા કુંજરો વા કહી ચલાવી લઉ?”

 “ના તને જેમાં વાંધો છે તે રજુ કર. પરંતુ નિર્ણય લેવાનું હંમેશા એમના ઉપર છોડ – નિર્ણય તારે શુ કામ લેવા જોઈએ?”

 “અગમ બુધ્ધિ છું તેથી. પરંતુ તે કલ્પી લીધેલી રીતે જ તેઓ વર્તશે – અને પછી જે જવાબ આપવાનો છે તે જવાબ એ વર્તે તે પહેલા આપી દઈને તું જાતે જ કાલીદાસની જેમ તારી બેઠેલી ડાળ નથી કાપતો…. શક્ય છે તે લોકો તારી વાતને યોગ્ય રીતે વિચારે પણ ખરાં… તારા ભૂતકાળની સફળતા તારું જમા પાસુ છે – તેનું સુગર કોટીંગ કરીને પત્ર ફરી લખ – અને તેમાં છુટા થવાનું ન સુચવાય તો ન ચાલે ?”

“એ તો વજન મુકવાજ લખ્યું છે”.

“પરંતુ તે ખરેખર સાચુ બની જાયો તો?”

“તો તેની તૈયારી રાખવી જ પડેને?”

“એક કામ કર આ પત્ર ફરીથી લખ અને એમાં કોઈજ પ્રકારના નિર્ણયાત્મક કથનો ને અવગણ.” હ્રદયના આદેશને આધિન રહી નિકુંજ ફરી પત્ર લખવા બેઠો. 

ભાઈ હર્ષદ તથા અવિનાશ.

       આજે મારા સ્નેહીનું ત્રણ મહીને પણ ડ્યું પેમેંન્ટ થયું નહીં. મારા શબ્દોની કોઈ કિંમત જણાતી નથી આપણે પ્રોયોરીટી લીસ્ટ જેવું બનાવીયે અને અંદરો અંદર આવા મન દુખોને અવગણીયે તેવો કોઈ રસ્તો કાઢીયે તો ન ચાલે? તેજ પ્રમાણે આપણી રકમો જયાં ફસાય છે તે કઢાવા તાત્કાલીક ઉપાયો કરીયે તો હું માનું છું આજે મારે નીચા જોણુ ના થતે ખરેખરતો આ આપણી ફર્મનુજ નીચા જોણું છે એમ કહીયે તો પણ ખોટું નહીં.

       આપણા આડતીયા દ્વારા કાર્ય ધપી રહ્યું છે. તેમના હક્કો – આપણા થકી ડુબે છે તે પણ્ અયોગ્ય છે. તમે કહેશો – આપણને ન મળેતો આપણે કેવી રીતે આપી શકીયે પરંતુ ત્યાં ફરીથી એજ ચારિત્રની વાત છે આપણે જયાં આપણાં નાણા ડુબાડાય છે. ત્યાંથી કઢાવીને પણ તેમનાં હક્કને ન ડુબાડવા જોઈએ – કારણ સ્પષ્ટ છે. તે દ્વારા આપણને ડુબતા કેટલી વાર લાગશે.

       હર્ષદભાઈ આ લાઈન ના જાણકાર છે. તેમનાં જ્ઞાનનો પેઢીને લાભ પણ થાય છે. પરંતુ આવી નાનકડી ક્ષતિ પેલા વહાણમાં મધદરિયે પડતાં છિદ્ર જેવી હોય છે. અને આ વાત એક ને કાને થી બીજા પાંચને કાને પહોંચે તે આપણાં માટે ઠીક પણ નહીં. અવિનાશભાઈ નું મૌન કઠે છે. એક મેકનું માન સચવાય અને પેઢીમાં મન દુખોનાં વધે તે હેતુ થી મે વારંવાર આ વાતની મૌખિક જાણતો કરીજ છે. છતા આલેખીત આપીને મારા મનનો ભાર હળવો કરું છું જેથી ધ્યાનમાં રહે અને મારે જે નીચા જોણું થયું તેવું ફરીથી અન્ય કોઈને આવી ક્ષતિ બદલ ન થાય.

                                                               ધન્યવાદ.

                                                                                       આપનો નિકુંજ.

       પત્રની ગડીવાળી ગજવામાં મુકીને નિકુંજ પેઢી તરફ રવાના થયો.

       પેઢીમાં પેલા સ્નેહી હાજર જ હતા – અવિનાશ અજાણ થઈને પુછતો હતો –“ નિકુંજભાઈ આપનાં સ્નેહીનુઁ પેમેન્ટ ત્રણ મહીનાથી બાકી છે?”. નિકુંજે હકારમાં મસ્તક હલાવ્યું. “હમણાં હર્ષદભાઈ આવે એટલે વાત કરીયે.” પેલા સ્નહી હસતા હસતા બોલ્યા “ભલા માણસ તમે પણ પાર્ટનર અને નિકુંજભાઈ પણ પાર્ટનર – હવે હર્ષદભાઈ ને શું પુંછવાનું – ચેક ફાડી દો. એટલે નિરાંત.. અને હા – તમે ના કહેશો તો બેંકમાં નહી પ્રેઝન્ટ કરું પણ આ તો જરા ધક્કા ખાવાના અટકે ને તેથી…”

       અવિનાશ ને માથે ધર્મસંકટ હતું. નિકુંજે જોયું કે કામ સરળતાથી પતે છે – તેથી મૌન રહ્યો.

       અને ચેક ફાટી ગયો.

       નિકુંજ મનમાં વિચારતો હતો. શુળીનો ઘા સોયે સર્યો. ગજવામાનો પત્ર ગજવામાં રહ્યો. હવે હર્ષદ અને અવિનાશ કરશે વ્યવસ્થા – આપણે તો રામ નાહ્યા. જો કાગળ આપીને દીધો હોત તો?

સામાન્ય નિકુંજ અને સફળ નિકુંજ બંને પ્રસન્ન હતા.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational