કદાચ એટલેજ
કદાચ એટલેજ
1 min
1.5K
રોડ નંબર ૧૭ ઉપર અકસ્માતમાં ઘવાયેલી વ્યક્તિ પડી હતી. છતાં પસાર થતી એકેય ગાડી અટકી નહિ. બધાંને પોતાનો દિવસ અને કિંમતી સમય સાચવવો હોય કદાચ એટલેજ.
થોડા દિવસ પછી રોડ નંબર ૧૭ ઉપર ફિલ્મનું શૂટિંગ થતું હતું. પસાર થતી દરેક ગાડી અચૂક અટકતી. પોતાના ગમતા સુપરસ્ટારનો ઑટોગ્રાફ કે એની જોડે એકાદ સેલ્ફી મળી જાય કદાચ એટલેજ!