Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Ayushi Selani

Inspirational Classics

2.8  

Ayushi Selani

Inspirational Classics

અધૂરો ફાધર્સ ડે

અધૂરો ફાધર્સ ડે

2 mins
21.5K


"ફાધર્સ ડે" હતો. સવારથી અનંતરાય પર ફોન ને મેસેજીસનો મારો ચાલુ હતો. વિદેશમાં રહેતા દીકરાનો "ખાસ" ફોન આવ્યો હતો. તેની ચાલુ પરીક્ષાએ પણ તેને અનંતરાય માટે સમય કાઢીને "દસ" મિનિટ વાત કરી હતી. અનંતરાય પોતે મહાન શિક્ષક હતા તેથી તેમના વિદ્યાર્થીઓ જે તેમને પિતાતુલ્ય ગણતા તેઓના પણ બધાના ફોન આવી રહ્યા હતા. ત્યાં સુધી કે દીકરાના દોસ્તારો કે જેને તેઓએ માર્ગદર્શન આપેલ અમુક તમુક સમયે તે પણ ફેસબુકમાં તેમને "ફાધર્સ ડે"ની શુભકામના આપી રહ્યા હતા. બહારગામ પીકનીકમાં ગયેલી તેમની લાડકી ભત્રીજીનો ખાસ ફોન આવ્યો હતો, "કાકા તમે મારા પિતા સમાન છો. 'ફાધર્સ ડે'ની ખુબ શુભકામનાઓ..." ભાણેજ ને ભાણીબાનો પણ ફોન આવી ગયો, "મામા, તમારું વહાલ ને હેત તો પિતાને પણ પછાડે તેવું છે. આજે તમને અમારા પાયલાગણ..." પત્ની સુકન્યા એ ખાસ તેમના માટે તેમને ભાવતો શિરો બનાવ્યો હતો. સાથે સાથે પુરી ને બટાકાનું શાક ને ફરસાણ તો ખરા જ. જન્મદિવસથી પણ વધારે મહત્વ તેમને આ 'ફાધર્સ ડે' પર મળી રહ્યું હતું...

પરંતુ ખબર નહિં તેઓ બેચેન હતા. કઈંક હતું જે અધૂરું હતું. આ બધી ખુશીઓમાં એક હાસ્ય કરતો ચહેરો, એ મલકતું મુખડું તેમને યાદ આવી રહ્યું હતું. પાણીદાર એવી એ બે આંખો, કે જેમાંથી સદાય કરુણા નીતરતી રહેતી હોય. ગુલાબની પાંખડી જેવા હોઠ, અને એ મધુર અવાજ કે જે હંમેશ અનંતરાયને આકર્ષિત કરતો. તેને માટે તેમણે પોતાનું સઘળું સમર્પિત કર્યું હતું.

અચાનક ફોનની રિંગ વાગી.

"હલો, "પપ્પા" સોરી થોડું મોડું થઇ ગયું પણ મને રાતના બાર વાગ્યાનું યાદ હતું હો. પણ જુઓને ઘરના કામમાંથી નવરાશ જ ના મળી જાણે... મારા સસરાને આજે ડોકટર પાસે લઇ જવાના હતા. સાસુના મોસાળથી બધા મેહમાન આવવાના હતા. નાનકો પણ સવારથી રડતો હતો ને એમાં પાછા તમારા જમાઈનું ટિફિનને બધું તો ખરું જ. પણ તોય તમારો ચહેરો મારી નજર સામે જ તરવરતો હતો સતત. મારા વહાલા પપ્પા, ફાધર્સ ડે પર તમને પ્રણામ... સદૈવ તમે આ જ રીતે સુખી અને સમૃદ્ધ રહો બસ એ જ ઈચ્છું..."

અનંતરાય ધ્રુસકે ચડી ગયા.

"મારી વહાલી દીકરી... સાસરવાયી થઇ ગઈ તું મીઠડી... બસ તારા જ ફોનની રાહ હતી. હવે મારો 'ફાધર્સ ડે' ચરિતાર્થ ખરા અર્થમાં થયો."


Rate this content
Log in

Similar gujarati story from Inspirational