Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Pravina Avinash

Inspirational Others

3  

Pravina Avinash

Inspirational Others

ઝાકળ બન્યું મોતી-૫

ઝાકળ બન્યું મોતી-૫

7 mins
14.3K


જલ્પાનો જન્મ ખૂબ ધામધુમ પૂર્વક ઉજવાયો. દીકરી જોઈતી હતી ને દીકરી આવી. જનકની માતાને દીકરાની હોંશ. જનક અને જયા રાજીના રેડ થઈ બાજુમાં આવેલા અનાથ આશ્રામમાં બાળકોને જમાડ્યા. જલ્પા માતા અને પિતાનો ખૂબ લાડ પામતી. જનકને ખબર હતી, માને પહેલા ખોળાનો દીકરો જોઈતો હતો. જનકને બીજા કોઈ ભાઈ અને બહેન હતા નહી. હમેશા તેને બહેનની ખોટ સાલતી. પોતાની માતાને ખુશ રાખવા જનકે, જલ્પાનું નામ ‘જલારામ’ રાખ્યું. માના દેખતા કાયમ કહે , ‘ઓ મારા જલારામ , પપ્પા માટે પાણી લાવોને.’

જલ્પા દોડતી જઈને પાણી લઈ આવે. જલ્પા હતી જ એવી કે પરાણે વહાલી લાગે. પપ્પા સાંજે સ્ટોર પરથી આવે એટલે દોડતી તેમને ગળે વળગે. જનકભાઇનો બધો થાક ઉતરી જાય. જસુ ખૂબ ટોકે, ‘તમે કેમ આને ફટવો છો’?

‘અરે, મારી દીકરી છે. હું વહાલ કરીને ફટવું નહી તો કોણ કરશે ?'

‘જયા તારે મને જે કહેવું હોય તે કહેજે, મારી દીકરીને કાંઇ નહી કહેવાનું. એ તો મારો જલારામ છે’. કહી તેને પોતાની બાજુમાં જમવા બેસાડે. જલ્પા દસ વર્ષ સુધી એકની એક હતી. ઘરમાં તેને પ્યાર પેટ ભરીને મળ્યો. પપ્પા તેની સાથે કેચ કેચ રમે. અરે ક્રિકેટનો સામાન પણ વસાવ્યો હતો. નાની છોકરીઓને ઢિંગલી સાથે રમવું હોય. જલ્પા બહેનને ગાડીનો શોખ. માને ખુશ રાખવા જલ્પા પાંચ વર્ષર્ની થઈ ત્યાં સુધી છોકરાના કપડા પહેરતી.

દાદી ખુબ ખુશ થતી. જનકને અને જયાને કહેતી, જો છોકરો હોત તો કેટલો દેખાવડો થાત. જનક સામે જોઈને કહેતી, અસલ તારા જેવો દેખાત’. ‘મા, યાદ રાખ આ દિકરી છે. બસ તને રાજી રાખવા છોકરાના કપડા પહેરાવું છું. યાદ રાખજે આ જલ્પા, મારો જલારામ’ બાપની આબરૂ વધારશે. કાલની કોને ખબર હતી.‘ જલ્પાએ પિતાનું નામ બરાબર ઉજાળ્યું. પિતાએ મૂકેલો વિશ્વાસ સાચો ઠર્યો. આજે દસ વર્ષથી ઘરનું તેમજ ધંધાનું સુકાન સંભાળી રહી છે.

પપ્પા જ્યારે ડો.કમલા પાસે તાવ આવેને લઈ જાય, એટલે ઘરે આવીને પપ્પા સાથે ડોક્ટર, ડોક્ટર રમે. ‘પપ્પા, હું ડોક્ટર તમે મારા દરદી’. પપ્પાએ રમકડાંનું સ્ટેથોસ્કોપ અપાવ્યું હતું. ખોટું ઈંજેક્શન આપે. ‘પપ્પા તમે ઓય મા કહીને બૂમ પાડો.’ આમ બાળપણ પસાર થતું હતું. જલ્પા ત્રીજા ધોરણમાં આવી ત્યારે ભાઇલો આવ્યો. અરે જલ્પા દાદી કરતાં વધારે ખુશ થઈ. ભાઈલાને તેડીને ફરે. શાળાએથી આવે એટલે જલ્પા બહેન, ભાઈને સાચવે. મમ્મીને ગમતું તેને ઘરકામ કરવાનો સમય મળતો. દિવસ દરમ્યાન જય દાદીના ખોળામાંથી ઉતરવાનું નામ ન લે. મમ્મી અને પપ્પા જયને રમાડવા તરસે.

‘પપ્પા, પહેલો વારો તમારો’.

મમ્મી કહે 'કેમ મારો નહી ?'

‘મમ્મી, તું તો એને આખો દિવસ ખવડાવે છે. તારો તો વારો રાખવો જ ન જોઈએ’.

‘હા, સાચું બોલ્યા મારા જલારામ’. આમ પપ્પા બધી વાતમાં જલ્પાનો પક્ષ લે.

‘જલ્પા બેટા ભાઈની સાથે રમવામાં ભણવાનું ભૂલી ન જવાય’.

‘પપ્પા, તમે બેફિકર રહેજો. ભાઈલા માટે સમય કાઢુ છું. પણ ભણવામાં આળસ નથી કરતી. પાંચમાં ધોરણમાં આવેલી જલ્પા પપ્પાને કહે, ‘ તમે ભૂલી ગયા મારે ડોક્ટર બનવું છે’.

‘બેટા કેવી રીતે ભુલું, ખૂબ મહેનત કરવી પડશે’. પછી તો મન મનાવ્યું. એડમિશન ન મળ્યું તેના કરતાં લોહી જોઈને થતી હાલત વધારે ખરાબ હતી. ડોક્ટર થવા ન મળ્યું તેનો હવે તેને જરા પણ અફસોસ ન હતો. કોલેજમાં ઈકોનોમિક્સ અને એકાઉન્ટિંગ કરતી હતી. એટલે પપ્પાના સ્ટોરમા રજા દરમ્યાન જતી.

‘પપ્પા સારું થયું ને તમે મને સ્ટોર પર લઈ જતા હતા.

આજે પપ્પા સ્ટોરમાંથી આવ્યા. જય અને જેમિની ડાહ્યા ડમરા થઈ બેઠા હતા. પપ્પાને નવાઈ લાગી.

‘જલારામ બેટા’ કેમ આજે ઘરમાં શાંતિ છે ?' જસુએ તો બાપ અને બેટી વચ્ચે બોલવાની બાધા રાખી હતી. જો કદાચ એ ટપકી પડે તો જલ્પા પણ પપ્પાની સાથે બોલે,

'આઆઆઆઆઆઆઆ‘. બન્ને સાથે એવા ચાળા પાડે કે જસુ બોલવાનું જ ભૂલી જાય.

‘પપ્પા, આજે જયે ખૂબ તોફાન કર્યું, જેમિની જોતી હતી પણ તેણે મને ન કહ્યું. મમ્મીને પણ જાણ ન કરી. દાદીને પોતાના પક્ષમાં લઈ લીધી.’

‘એવું તે શું કર્યું ? ’

‘એક શરતે કહું’, જલ્પાએ પોતાના બચાવ માટે ખાત્રી રાખી.

'હા, બોલ તેને નહી વઢું. તે સાચું જ કર્યું હશે.‘

‘પપ્પા, જયને રસ્તામાં પડેલી પાંચ રુપિયાની નોટ મળી. તેણે અને જેમિનીએ ઓ.કે. વેફર્સના પેકેટ ખરીદીને ખાધા,’

પપ્પાએ કહ્યું , 'જલ્પા બેટા હું જય સાથે વાત કરું. ‘

‘જી પપ્પા’.

'બેટા તને પૈસા ક્યાં મળ્યા ?'

‘પપ્પા શાળાના મેદાનમાં રમતો હતો ત્યારે.’

'સારું બેટા, હવે મારી વાત સાંભળ. ધારોકે તારા પૈસા પડી ગયા હોત તો ?'

‘પપ્પા મને રડવું આવતે.’

'હાં, તો એજ કારણ સર જે બાળકના પૈસા પડી ગયા હતા તેને રડવું આવ્યું હશે ને ?’

‘હા, પપ્પા’.

‘લે, હું તને પાંચ રુપિયા આપું છું .તું કાલે તારા વર્ગ શિક્ષકને આપી કહેજે, મને કાલે મેદાનમાં પડૅલા મળ્યા હતા’.

'જય સમજી ગયો. આમ મેદાનમાં પડી ગયેલા પૈસા પોતાના ન કહેવાય. શિક્ષકને આપી જેના પડી ગયા હોય તેને પરત કરવા એ સાચું કામ છે’. જેમિની પપ્પા પાસે આવી તેણે પણ પપ્પાની માફી માગી.

દાદી બોલી, ‘હું કાલે તેને પૈસા પાછા આપવાનું જ કહેવાની હતી’. આમ વાત સરળતાથી પૂરી થઈ પણ બન્ને બાળકોને જીવનનું કાર્ય શિખવી ગઈ.

જય અને જેમિની, દીદીને પ્રેમથી ભેટ્યા. માતા અને પિતા બાળકોને ખૂબ વહાલા હોય. આવી નાની ઉમરમાં છોડીને જતા રહ્યા એ ખૂબ દર્દનાક પરિસ્થિતિ હતી. આવી પરિસ્થિતિમાં જલ્પા ઢાલ બની સહુને સાચવતી. આજે પપ્પા અને મમ્મીને ગયે સાત વર્ષના વહાણા વાયા. સવારથી જલ્પા તેમને યાદ કરીને દિલમાં દુઃખી થઈ રહી હતી.

નાહીને નિકળી, દાદીના મંદીરના ભગવાનને પગે લાગી, મનમાં ગુનગુનાઈ રહી, ‘પપ્પા બધાનું બરાબર ધ્યાન રાખું છું. તમે જુઓ છોને સ્ટોર પણ બરાબર ચાલે છે. જય અને જેમિનીને કોઈ વાતનું ઓછું આવવા દેતી નથી. દાદીને પણ પ્રેમથી સાચવું છું. હવે તેની ઉમર થઈ છે. સાવિત્રી, દાદીનું કામ પહેલું કરે છે, પછી ઘરનું કામ. પપ્પા, તમારી તેમજ મમ્મીને જરા પણ ખોટ પડવા નથી દેતી. સાંભળૉ પપ્પા, તમારો જલારામ તમને આપેલા વચનનું પાલન કરે છે. પપ્પા તમે ખુશ છો ને ?' કહી રડી પડી. સારું હતું દાદી, જય કે જેમિની ત્યાં હતા નહી. કોઈ જોઈ ન જાય એટલે આંસુ લુછી નાખ્યા.

જલ્પાને કોઠે ટાઢક હતી. જય અને જેમિની મન દઈને ભણતા હતા. સ્ટોર ચલાવવામાં હવે તેને ફાવટ આવી ગઈ હતી. ધંધામાંથી પૈસા કાઢીને ફિક્સ ડિપોઝિટમાં મૂકતી. જેથી જયની આઈ.આઈ.ટી.ની ફી ભરવા વખતે તકલિફ ન પડે. જલ્પા ઈમાનદારીથી સ્ટોર ચલાવતી તેથી તેની શાખ બંધાઇ હતી. જેમિની પણ કોલેજમાં આવશે. જય ભણ્યા પછી સરખી નોકરીએ લાગે એટલે તેને શાંતિ. જયને બહેનપણી હતી.

જલ્પાના દિમાગમાં વિચાર ઝબકી ગયો. અરે ભાઈલાના લગ્ન લેવાના આવશે. જેમિની પણ મોટી થશે એટલે પરણશે. તેને આખી જીંદગી પોતાને પરણવાનો વિચાર કરવા માટે સમય પણ ન હતો. તેને મરજી પણ ન હતી. આજે સ્ટોરમાં ઘરાકી હતી નહી. પાછળ ઓફિસમાં બેઠેલી જલ્પા વિચારોના સમુદ્રમાં હિલોળા લેતી હતી. અચાનક મનોસામ્રાજ્યમાં પપ્પા છવાઈ ગયા.

કોલેજના ત્રીજા વર્ષની રજા પછી રોજ જલ્પા સવારે મમ્મીને માદદ કરી, પપ્પાનું ટિફિન લઈ સ્ટોર પર જતી. આગળના ભાગમાં નવીન સ્ટોર સાચવતો હોય ત્યારે પપ્પાને પ્રેમથી જમાડતી. જો કોઈ વાર સાદુ ખાવાનું હોય તો પણ પપ્પાને સાત પકવાન જેવું લાગતું. જનકને જલ્પા દીકરા કરતાં અદકેરી હતી. ધંધો કરવાની રીત સમજાવતા જાય. સાથે ગ્રાહકોને કેમ ખુશ રાખવા તેની ચાવી બતાવતા જાય.

‘જો બેટા, ગ્રાહક છે તો આપણો ધંધો છે. તેમને માન આપવું. તે માગે એ બધી વસ્તુ બતાવવી. તેમના મનનું સમાધાન કરવું.”

“પપ્પા અ બધું મારે જાણીને શું કામ છે ?"

“બેટા ધંધા વિષે જાણકારી રાખવી એ ડહાપણનું કામ છે. તને ખબર છેને આ ધંધો તારા પપ્પાનો છે. દીકરીને શિખવાડે છે. તેથી તને સમઝણ પડૅ પપ્પા સ્ટોરમાં કેટલાં પ્રકારના કામ કરે છે’.

જલ્પા એકદમ હકિકતની દુનિયામાં આવી. 'પપ્પા, પપ્પા' કરીને ચિલ્લાઈ ઉઠી. પપ્પા ગયા ત્યાં મમ્મી આવી, ‘બેટા ભૂખ લાગી છે’.

જલ્પાને થયું આજે કેમ મગજ ચકરાવે ચડ્યું છે. પાછી વર્તમાનમાં આવી. જય, જેમિની અને દાદી એ તેની દુનિયા હતાં.

“જય, જેમિની અને દાદીનું કોણ ?" જય ભણી પરવાર્યો તે દરમ્યાન જીગી તેની બહેનપણી થઈ હતી. ઘરે પણ આવતી જતી. ખૂબ પ્રેમાળ હતી. તેને ખબર હતી દીદીને લીધે આજે જય આ સ્થાને પહોંચ્યો છે. તે દીદીની ખુબ આમન્યા જાળવતી. દાદીને પણ ઘરે આવે ત્યારે, ‘લાવો દાદી તમારા માથામાં તેલ ઘસી દંઉ કહી તેમની સોડમાં ભરાતી. જીગીના પ્રેમાળ વર્તનને કારણે જય ખૂબ ખુશ રહેતો.

જયે, જીગીને લગભગ ચેતવણી આપી હતી, “મારી જીંદગીમાં દાદી, દીદી અને જેમિનીનું અચલ સ્થાન છે. તને મંઝુર છે ?" જીગી પ્રેમનો અર્થ જાણતી હતી.

“જય, તને જે પ્યારા તે મને પ્યારા”, એમાં બધું સમજી જા. કહી જીગીએ પ્રેમથી જયને આલિંગન આપ્યું.

જલ્પાએ સવારના પહોરમાં ફરમાન બહાર પાડ્યું. જય આજે ઘરે હતો.

“મમ્મી અને પપ્પાને આજે દસ વર્ષ પૂરા થયા. દાદી આજે આપણે બધા સાથે મંદિરે દર્શન કરવા જઈશું અને પછી ક્રિમ સેંટરમાં જમવા.” જલ્પાનું દિલ અંદરથી બેચેન હતું. સ્ટોરમાં પહોંચી પપ્પાજીના ફોટાને હાર પહેરાવી અગરબત્તી પેટાવવી હતી. આજે સહુને બપોરનું જમણ પુરું પાડ્યું. જરા આરામ કરવાને બહાને ઓફિસમાં ગઈ.

”પપ્પા, સાંભળો છો ને ? આજે દસ વર્ષ થયા. તમારી શિખામણને ધ્યાનમાં રાખી સ્ટોર ચલાવ્યો છે. તમે કહેતા હતા ને ,’મારો જલારામ’ ત્યારે તમને કે મને ક્યાં ખબર હતી કે એ શબ્દો પૂરવાર થશે. તમે મારામાં મૂકેલો વિશ્વાસ હું સાર્થક કરવા મથી રહી છું. દાદીને સાચવી. જય એંજીનયરિંગ કરવા ગયો. જેમિની પણ હવે કોલેજમાં આવશે. પપ્પા તેને લૉ કરવું છે. મમ્મી તને અને પપ્પાને પળભર વિસર્યા નથી. અમારું કામકાજ વ્યવસ્થિત ચાલે છે. મમ્મી તારી પ્રેમ નિતરતી આંખો મારી ચારેબાજુ ફરતી જણાય છે.” જલ્પા મનના વિચારોને નિર્બંધ વહાવી રહી.

ઘરમાં દાદી દુઃખી થાય. જય અને જેમિની દીદીની ઢીલી જોઈ રડમસ થઈ જાય. જલ્પાને લાગ્યું મમ્મી અને પપ્પા તેની સામે જોઈ મુસ્કુરાઈ રહ્યા છે. તેમના મુખ પર સંતોષની લહેરખી જણાઈ. જલ્પાને પોતાને દિલમાં શાતા વળી. નવીન જાણતો હતો એટલે પોતાનું કામ વ્યવસ્થિત કરી રહ્યો. એક દિવસ એવો ન હતો કે જે દિવસે જનકની વાત નિકળી ન હોય !


Rate this content
Log in

Similar gujarati story from Inspirational