Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Vishwadeep Barad

Crime Others

3  

Vishwadeep Barad

Crime Others

માનવતા જીવે છે?

માનવતા જીવે છે?

5 mins
14.4K



“માય બ્રધર્સ એન્ડ સિસ્ટર્સ, બુરા કાર્યથી દૂર રહો, પડોશીને હેલ્પરૂપ થાવ. સુકર્મો કરવાથીજ ઈશ્વરની નજીક તમો જઈ શકેશો. કોઈ જાતનો ભેદ-ભાવ રાખ્યા વગર માનવસેવા કરો. ઈશ્વર પાસે બધા સરખાં છે. આપણે માનવીઓ વચ્ચે જ ચામડીના કલરનો ભેદ છે, શા માટે ? લોહીનો કલર ભગવાને એકજ બનાવ્યો છે છતાં માનવી-માનવી પ્રત્યે તિરસ્કારની ભાવના શામાટે ? સૌ એકજ પિતાના સંતાનો છીએ. સૌ એક બની સારા વિશ્વને એક કુંટુંબ બનાવીને રહીએ."

રવિવારની ચર્ચની સભામાં મેન બ્લેક સુટ અને લેડીઝ સુંદર લેડીઝ સુટ અને ડ્રેસમાં શાંતીથી બેઠી સાંભળી રહ્યાં હતાં. માઈક ટેક્ષાસ, બોમાન્ટ પાસે આવેલ નાના એવા ગામમાં એક નાના બ્લેક ચર્ચમાં પ્રિસ્ટ હતો. ગામની વસ્તી પણ ૫૦૦૦થી વધારે નહી હોય ! મેજોરીટી વસ્તી બ્લેકની મજૂર વસ્તી હતી. ફોરેસ્ટ-વુડ મીલ પર નિર્ભર હતી. ગામ નાનું પણ વીઝીટર્સ ત્યાંના જંગલ, પ્રાણી અને પીકનીકની મજા માણવાં વીકએન્ડમાં આવતાં.

‘બ્રધર માઈક, મોડી રાત થઈ ગઈ છે તું અહીં રાત રોકાઈ જા.’

‘ના, સીસ્ટર બર્થા મારું ઘર ક્યાં દૂર છે ? અડ્ધા માઈલ ચાલતા કેટલીવાર લાગે તને તો ખબર છે કે મને ચાલવું ગમે છે.’

‘હા બ્રધર, પણ રાત્રીનો એક વાગ્યો છે અને રુથેની પાર્ટીમાં તે ડ્રીન્ક પણ પીધું છે અને રાત્રે બહું સેઈફ નહી.’

‘તું શું વાત કરે છે ? આ નાના ગામમાં બધા મને ઓળખે છે. બર્થાની વાત કાપતા માઈક હસતાં હસતાં બોલ્યો’.

‘પણ તું એકલો છે અને એવું હોય તો સોફામાં સુઈ જા અને સવાર પડે એટલે કૉફી પી જતો રહે જે બસ !'

‘સીસ્ટર તને તો ખબર છે કે બે દિવસ પછી ચર્ચમાં શિકાગોથી સેઈન્ટ એન્જલો આવવાના છે અને તેની બધી તૈયારી કરવાની તેમજ મારે પણ લાસ્ટ દે ઓગ જિસસ” વિશે બોલવાનું છે તેની સ્પીચ લખવાની છે. “ઓકે બીગ બ્રધર, જસ્ટ બે કેરફુલ !"

બર્થાનું ઘરની આજુ બાજું મોટા, મોટા પાઈન ટ્રીઝ ઘેરાયેલુ હતું, રેકૂન, શશલા, હરણા અને સાપ ચારે બાજું જોવા મળે. ઘરથી મેઈન રોડ આવતા દસ મિનિટ થઈ જાય ! બર્થા ચિંતા કરવા લાગી, ‘જેઈમ્સ, માઈક અહીંથી ગયા ચોવીસ કલાક થઈ ગયાં હજું એનો ફોન નથી આવ્યો.'

'તું ખોટી ચિંતા કરે છે એ ચર્ચના કામમાં બીઝી થઈ ગયો હશે એમાં ફોન કરવાનું ભુલી ગયો હોયે એવું બની શકે.'

‘કોણ છે ? બર્થાએ ડોર-બેલ વાગ્યો એટલે ડોર પાસે જઈ પુછ્યું.

‘હું તમારો નેઈબર ‘હેડન” ‘મીસ બર્થા તમે આજનું છાપું વાંચ્યુ ?’

‘ના હજી નથી વાંચ્યું!

‘ગઈ કાલે રાત્રે આપણા ગામમાં અણઘટતો અમાનુષ બનાવ બની ગયો !’

‘શું થયું ?’

'હાઈવે એફ.એમ.૨૨૫ પર એક બ્લેક માણસનું ધડ અને ૨૦૦ ફૂટ પછી એનું માથું મળ્યું એ કોણ છે, ક્યાનો છે ? નામ શું છે પોલીસને કશી ખબર નથી.એમનો મૃત દેહ ઓળખાય તેવો રહ્યો નથી.'

“ઓહ માય ગોડ !” મને માઈકની ચિંતા થાય છે ! વ્યક્તિને પોતાના સ્વજન વિશે ખોટા વિચાર પહેલાં આવે !

પોલીસે એક વ્યક્તિએ આપેલા પીક-અપ ટ્રકનો લાઈસન્સ પ્લેટ અને કલર પરથી સસ્પેટને શોધવામાં વાર ન લાગી. ત્રણ સસ્પેટ, ત્રણે કે.કે.કે ગ્રુપના મેમબર્સ, ત્રણે વ્હાઈટ, ત્રણેની ઉંમર ૧૮ થી ૨૧ સુધીની હતી. વાત ઓકતા, ઓકતા એક પછી એક જેલમાં પોતાના કારમા કાર્ય વિશે ગૌરવ લેતા બોલ્યા. આંખોમાં કોઈ જાતનો ક્ષોભ કે શરમ નહોતા:

‘એ બ્લેક નીગર, રાતે એક વાગે એક હાલ્યો જતો હતો અને અમો ત્રણે મિત્રો પીક-અપ ટ્ર્કમાં હતાં.’

'હે નીગર, ક્યાં જાય છે ? તું અહીં શામટે રહે છે, તારા દેશ પર જતો રહે.’

‘હું પ્રિસ્ટ છું, મારા ચર્ચનું નામ છે ”ચર્ચ ફોર પીસ” તમે આ ગામના હોય તો આ ચર્ચ જાણીતું છે.'

'જોયો મોટો પ્રિસ્ટ! યુ બેસ્ટર્ડ ! યુ..મધર…'

'ભાઈ મને આવી ગાળો ના દો મારો શો દોષ છે ? મે તમારું શું બગાડ્યું છે? હું મારા બેનને ત્યા પાર્ટી હતી ત્યાંથી…'

'ઓહ! યા..પાર્ટી..ચલ અહીં જ પાર્ટી કરીએ.'

ત્રણે જણ નીચે ઉતર્યા, પીટવા લાગ્યા, ઢોરની જેમ ! એકે બેઈઝ-બોલ બેટથી, બીજાએ છરીના ઘા વડે અને ત્રીજાએ ચારે બાજું કાવ-બૉય પહેરેલા સુઝ વડે ! દયા પણ ડરથી દૂર ભાગી ગઈ હતી !

‘મહેબાની કરી મને મારો નહીં..મને છોડી દો ! ભગવાનને ખાતર ..દયા કરો!..

રાક્ષસી મીજાઝમાં આ વ્હાઈટ રેઈસ રેસીસ્ટ ખીલખીલાટ હસતાં હતાં ! પીક-અપમાંથી લોખંડની સાંકળ કાઢી, ચારે બાજું બાંધ્યો !… સાંકળનો બીજો છેડો પીક-અપ સાથી બાંધ્યો ! માઈક કરગરતો રહ્યો ! ત્રણેજણાં પીક-અપમાં ચડી,ચાલુ કર્યો. માઈક પાછળ ઢસડાંતો રહ્યો..પાછળ પાછળ માઈકની ચીસો..આગળ, આગળ ત્રણે જણનું અટહાસ્ય ! એ કારમી ચીસો ! એ એકાંત ! રસ્તામાં કાળી રાત્રી ભરખી જતી હતી. કોઈના કાન સુધી પહોંચવાની હિંમત પણ ના કરી શકી ! ધડથી પગ ને હાથ છૂટ્ટા પડ્યા! ધડથી માથું ! એ કારમી ચીસ વચ્ચે પ્રાણે કયારે છેતરી છટકી ગયો કે પછી દેહનું દુ:ખ એનાથી સહન ના થયું એથી જલ્દી ઉડી ગયો હશે ! આવી કારમી કરૂણાભરી વાત સાંભળી પોલિસ ઈન્વેસ્ટીગટેરના આંખમાં આસું ટપકી પડ્યા !

બર્થાએ મળેલ એની હેટ, લાલ શર્ટ, બુટ પરથી બ્રધર માઈકની લાશ ઓળખી શકી ! ડોકટરે પોસ્ટ-માર્ટમ થયું ! ડેન્ટલ હીસ્ટ્રી પરથી પુરેપુરી ખાતરી કરી કે “માઈક”જ છે. ટી.વી, ન્યુઝ-પેપર્સ, ઈન્ટરનેટ દ્વારા આખા વિશ્વમાં સમાચાર ફેલાઈ ગયાં. હેડ લાઈન હતી:

ટેક્ષાસ સ્ટેટના એક નાના ગામમાં એક બ્લેક નિર્દોષ વ્યક્તિનુ ધોળી ચામડીના વ્યકતિએ કરેલું બેરહમ ખૂન.”

બાર વ્યક્તિની જુરી, એમાં છ બ્લેક, ચાર વ્હાઈટ અને બે એસિયનની જુરી પેનલે ત્રણે ખુનીને ”દોષિત" જાહેર કર્યા. જુરી પેનલના ફ્રોરમેને ન્યાયધિસને પોતાના વર્ડીક વાળુ કવર આપ્યું. ‘અમેરિકા લોકશાહી દેશ છે ત્યાં કોઈ જાતના ભેદભાવ વગર વ્યક્તિ સ્વતંત્રરીતે હરીફરી શકે છે. આજ પણ આવા અમાનુષ જાતીયભેદના કિસ્સા બને છે તે દેશમાટે શરમ જનક વાત છે. આવા કારમા કૃત્ય માટે આંકરામાં આકરી સજા છે. જેથી ફરી કોઈ આવું અમાનુષ કૃત્ય કરવાની હિમંત ના કરે.હું ત્રણેને..”ઝેરી ઈન્જેકસનથી મોત"ની સજા ફટકારું છું.’


Rate this content
Log in

Similar gujarati story from Crime