Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Shailee Parikh

Others

3  

Shailee Parikh

Others

સંપ

સંપ

2 mins
14.3K


ઋતુ અને ઋષિ જોડિયા ભાઇ બહેન હતાં. તે બંને હંમેશા સાથે રમતા, સાથે જમતા, સાથે શાળાએ જતા અને ગૃહકાર્ય પણ સાથે કરતાં. બંને ભાઇ-બહેન નો સંપ ખૂબ જ સારો હતો. એકબીજાના સમકડા હળીમળીને રમવા મિત્રો કે પડોશી પાસેથી ભેટમાં મળેલી ચોકલેટો વહેંચી ને ખાવી તમામ સદગુણો આ બંને બાળકોમાં હતા. ઋતુ અને ઋષિના માતા-પિતા પણ બંને બાળકોનો સંપ જોઇ હંમેશા ખુશ થતાં.

એક દિવસ ઋતુ અને ઋષિની શાળામાં ચિત્ર સ્પર્ધાનું આયોજન થયું આ પહેલા કોઇ દિવસ તેમણે ચિત્ર સ્પર્ધામાં ભાગ લીધઓ ન હતો. જે દિવસે શાળામાં જાહેરાત થઇ તે દિવસે સાંજે સ્પર્ધા વિષે તેમણે તેમના માતા-પિતા ને કહ્યું. સ્પર્ધાનો વિષય સ્પર્ધાના દિવસે ને સમયે જ મળવાનો હતો. આથી તેમના માતા-પિતા એ ઋતુ અને ઋષિને કેવા વિષયો આવી શકે તેની શક્યતા વિષે ચર્ચા કરી. બંને બાળકો પોતાના આઇકાર્ડ લઇ ડ્રોઇંગ પેપર, કલર બોક્સ, કંપાસ બોક્સ લઇ સૂચવેલી જગ્યા પર બેસી ગયા.

સ્પર્ધાના વિષયોની અને નિયમોની જાહેરાત થઇ. સૌ બાળકો ગમતા વિષય પર મનપસંદ ચિત્રો દોરવા લાગ્યા. ઋતુ એ સુંદર કુદરતી દૃશ્યમાં પર્વતો, નદી, સૂરજદાદા, પંખીઓ વગેરે બનાવ્યા. ઋષિએ સ્વીમીંગપુલમાં રમતા બાળકો વિષે ચિત્ર બનાવવાનુ શરૂ કર્યું સ્પર્ધાનો સમય પુરો થયો અને કલાક પછી નંબર આપવા માટેની જાહેરાત થઇ. ઋતુના કુદરતી દૃશ્યથી પ્રભાવિત નિર્ણાયકો એ તેને પ્રથમ ક્રમાંક આપ્યો અને ઋષિના ચિત્ર માં તેને નંબર ન આવ્યો પણ તેનું ચિત્ર ખૂબ સુંદર હતું. ઋષિને ઋતુનો નંબર આવ્યો તે બાબતનો આનંદ હતો પણ પોતાનો નંબર ન આવ્યો તેથી તેને દુ:ખ પણ થતું હતું બપોરે બધા જમવા બેઠા ત્યારે ઋષિ ગુમસુમ બધા સાથે બેસી ગયો. તેનુ ધ્યાન જમવામાં ન હતું ઋષિના દાદા એ આ વાતની નોંધ લીધી. અને ઋષિને પુછ્યું બેટા, તારુ ધ્યાન જમવામાં નથી ક્યારનો રોટલી દાળમાં બોળી ને બેસી રહ્યો છે. કેમ આવુ કરે છે? દાદાની વાત સાંભળી ઋષિભાઇ તો રડી પડ્યા. અને કહ્યું આજે મેં પણ સારુ ચિત્ર બનાવ્યુ હતું મારો નંબર ન આવ્યો અને ઋતુ નો નંબર આવ્યો આવું કેમ થયું? દાદાજી ઋષિની વાત સાંભળીને હસી પડ્યા. અને કહ્યું બેટા, તમે બંને હોશિયાર છો. આપણા ઘરમાં ક્યારેય વધુ માર્કસ આવ્યા હોય તેને વધુ પ્રેમ મળે અને ઓછા માર્કસ વાળાને ઓછો એવુ થયુ છે? વળી તમારા મિત્રો ને તો તમારા સંપ થી ઇર્ષા થાય છે, હંમેશા તમે એકબીજાને વહેચીને ખાવ છો, પ્રેમથી રમો છો. સાથે જ ભણો છો. ક્યારેય બીજા બાળકોની જેમ ઝગડતા નથી એનાથી મોટુ ઇનામ કયુ હોઇ શકે? જેમ ગયે વર્ષે સો મીટર દોડમાં તારો નંબર આવ્યો હતો અને ઋતુનો નોતો આવ્યો, તેમ છતાં તને ભેટમાં મળેલી ચોપડીઓ તમે બંનેએ સંપીને વાંચી હતી, ખરુ ને? તો આજે ઋતુને ભેટમાં મળેલો કલરબોક્સ પણ તમે વહેંચીને વાપરજો, બરાબર? ચાલ હવે મારા ડાહ્યા દીકરા જલદી-જલદી જમીલે. દાદાજીની વાત સાંભળીને ઋષિભાઇ ખુશ થઇ ગયા, અને ઝટપટ જમી લીધું?

 

 


Rate this content
Log in