Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Pramod Mevada

Drama Others

3  

Pramod Mevada

Drama Others

એક સબંધ આવો પણ ભાગ-17

એક સબંધ આવો પણ ભાગ-17

3 mins
7.4K


ઈશાએ સવાર પડતા જ પ્રતીકને મેસેજ કર્યો 'હાઈ ગુડ મોર્નિંગ'

પ્રતીકે રીપ્લાય આપ્યો 'ગુડ મોર્નિંગ હાઉ આર યુ?'

ઈશા: 'ટેન્સ' 

પ્રતીક: 'વાય'

ઇશાએ તરત એને કોલ કર્યો અને ધીરેધીરે પુરી સચ્ચાઈ કહી કે એ ફેક આઇડીથી એની સાથે મેસેજ પર વાત કરી રહી હતી પણ હા જે બનતું એ બધું એ કહેતી એ સાચું હતું. સામે પ્રતીક કશુંય બોલ્યા વગર એને સાંભળતો રહ્યો હતો. બધું કહી દીધા પછી ઇશાએ કહ્યું, "પ્રતીક મને ખબર છે તને આઘાત લાગ્યો હશે પણ મારી સ્થિતિ સમજવા પ્રયત્ન કરજે. હું તારા મેસેજની રાહ જોઇશ જવાબ ભલે ગમે તે હોય પણ એટલીસ્ટ મને લાસ્ટ મેસેજ પણ કરજે." આટલું કહી તેણે કોલ કટ કરી દીધો. અને પ્રતીકના જવાબની રાહ જોવા લાગી. અર્ધો કલાક એમજ વીતી ગયો. હવે કદાચ પ્રતિકનો રીપ્લાય નહિ આવે એમ માની ઈશા લેપટોપ બંધ કરી કિચનમાં ગઈ અને કોફી બનાવવા લાગી. કોફીનો મગ હાથમાં લઈ ફરી તે લેપટોપ ખોલી બેઠી અને આમ તેમ સર્ફિંગ કરવા લાગી ત્યાં અચાનક જ મેસેજનું આઇકોન આવ્યુ. તેણે ધડકતા હૈયે મેસેજ ખોલ્યો. 

પ્રતિકે લખ્યું હતું 'સાચું કહ્યું એ ખરેખર ખૂબ હિંમત ને સમજણ ભર્યું કામ કર્યું તમે. મને હતું જ કે કંઈક ગરબડ છે ખરા પણ શું એ ક્યારેય મેં પૂછ્યું ન હતું ને મને પૂછવું જરૂરી ન લાગ્યું ક્યારેય. આજે તમે સામેથી કહ્યું એટલે મને ખુશી થઈ કે એક સાચો ફ્રેન્ડ ખોટા નામથી પણ છે ખરા !' 

ઇશાએ રીપ્લાય કર્યો 'સાચે!' એને હજુ માનવામાં નતુ આવતું કે પ્રતિકે એને એની સચ્ચાઈ જાણ્યા પછી માફ કરી અને એને દોસ્ત તરીકે સ્વીકારી રહ્યો છે. 

હજુ એ કઈ વિચારે એ પહેલાં એના આશ્ચર્ય વચ્ચે પ્રતિકે કોલ કર્યો. ઇશાએ કોલ રિસીવ કર્યો "હલો "

પ્રતીક: "હા જી મેડમજી હલો કેમ કેવું લાગ્યું મેસેજ વાંચીને ?" 

ઈશા: "એક મિનિટ તો કઈ સમજ ન પડી કે શું કહું જવાબમાં" 

પ્રતીક: "હા તો દોસ્ત બન્યા છો તો ભોગવજો હવે" કહી હસવા લાગ્યો. 

ઈશા પણ હસવા લાગી અને પછી બન્ને એ ઘણી વાત કરી. અંદાજે દસેક મિનિટ પછી ઇશાએ કોલ મુક્યો ત્યારે એના ચહેરા પર હાસ્ય હતું. એક સારા મિત્રને ગુમાવતા બચી એ અર્થનું.  

સમય સમયનું કામ કરતો રહ્યો. બન્ને અજાણ્યા છતાંય એકમેકને ઓળખતા મિત્રો નજીક આવતા ગયા. એક બાબતમાં બન્ને મક્કમ હતા કે દોસ્તી અને પ્રેમની વચ્ચે જે પાતળી ભેદરેખા છે એ ક્યારેય ઓળંગવી નહિ. ક્યારેક ઈશા મસ્તીના મૂડમાં પ્રતીકને છંછેડતી ક્યારેક પ્રતીક એને છંછેડી હિસાબ સરભર કરી દેતો. એવામાં એક વખત મોડી રાત્રે ઇશાએ પ્રતીકને મેસેજ કર્યો. "હાય" 

પ્રતિકે: તરત જ રીપ્લાય આપ્યો "હાય શુ થયું બોલ" 

ઈશા: "ઓયે તને કેમની ખબર પડી?" 

પ્રતીક: "ડોબી તારો ફ્રેન્ડ છું. મને ખબર નહિ પડે તો કોને તારા દાદાને ખબર પડશે." 

ઈશા: "હા યાર એ પણ છે." 

પ્રતીક "બોલ ને બે શુ થયું "

ઈશા એ તરત જ કોલ લગાવી દીધો પ્રતીકને. પ્રતીક એને સાંભળતો રહ્યો ઘણી વાર સુધી. ઈશા એક તરફ રડી રહી હતી ને વાત કરતી જતી હતી. "પ્રતીક, આજે બહુ જ એકલવાયું લાગી રહ્યું છે. ખબર નહિ કેમ પણ બસ આજ તારી સામે એટલે કે ફોન પર રડવાનું મન થયું ખ્યાલ છે કે અત્યારે ઇન્ડિયામાં રાત છે પણ શું કરું સમજાતું નતું." 

પ્રતીક: "હા મને ખ્યાલ આવી ગયો જ કે તું બહુ જ ડિસ્ટર્બ છે.એટલે તો તને રડવા ને બોલવા દીધી. હવે એક કામ કર આંખ બંધ કરી શાંતિથી ભગવાનનું નામ લે." 

ઈશા: "પણ ભગવાન ક્યાં વચમાં આવ્યા?"

પ્રતીક "ડોબી ઘણી વખત આપણે મનને બીજે ક્યાંક વાળવું પડે તો જ મનમાંથી કુવિચાર દૂર થાય."

ઈશા: "સારું ચલ ગુડ નાઈટ કાલે મેસેજ કરું ." 

પ્રતીક: "ઓહકે ગુડ નાઈટ" 

ઈશાને ઘણું સારું લાગ્યું. અને તે સુઈ ગઈ. સવારે તે ત્યાંની રૂટિન લાઈફમાં ખોવાઈ ગઈ. જોબમાં આખો દિવસ ક્યાં નીકળી ગયો ખબર પણ ન પડી. રાત્રે જ્યારે તેણે લેપટોપ ચાલુ કરી જોયું તો પ્રતિકના મેસેજ આવેલા પડ્યા હતા. ઈશા હજુતો મેસેજ વાંચવા શરૂ કરે એ પહેલાં તો એના મોબાઇલની રિંગ વાગી. ઇશાએ ફોન રિસીવ કરતા જ...(ક્રમશઃ)


Rate this content
Log in

Similar gujarati story from Drama