Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Falguni Parikh

Inspirational Others

3  

Falguni Parikh

Inspirational Others

અર્થ

અર્થ

2 mins
14.2K


ગામમાં ચાલતી કાનાફૂસીથી સવિતાબેન ખૂબ ખિન્ન થતા, વાત એમના ઘરની ઇજજતની હતી. તેમની વહુ રમા તેમના દીકરા મહેશના અકસ્માત પછી અપંગ બની ગયો છતાં તેની સારસંભાળ રાખવાને બદલે ગામના રખડેલ રાકેશ સાથે આખો દિવસ રખડતી હતી, પીઠ પાછળ લોકો એ વાતની નિંદા કરતા હતા. મા-દીકરા રમાને કશું કહી શકતા નહી.

અકસ્માતના ચાર માસ બાદ એક સવારે તેમના આંગણામાં નવી રીક્ષા આવીને ઉભી રહી. સવિતાબેનને આશ્ચર્ય થયું - રીક્ષામાં આવ્યું કોણ? ઘરની બહાર આવી જોયું રાકેશ હસતા-હસતા ઉતર્યો -બોલ્યો, બા પેંડા ખવડાવો ! તમારા ઘરે નવી રીક્ષા આવી જુઓ !

રાકેશને સવારમાં પોતાને આંગણામાં જોતા કટાણું મોં કરી બોલ્યા- ભઇલા શા માટે સવારમાં અમારી મજાક કરે છે ? અમને કોણ આપવાનું છે નવી રીક્ષા ? કોણ એને ચલાવવાનું છે ? તને ખબર છેને મહેશને ?

રમા પૂજાની થાળી લઇ બહાર આવી. માનો હાથ પકડી નવી રીક્ષા પાસે લઇ જતાં બોલી, 'મા આપણી જ છે રીક્ષા! લ્યો, તમારા હાથે શ્રીફળ વધેરી શુકન કરો.'

સવિતાબેન આશ્ચર્યથી નિહાળી રહયા. ધ્રુજતા હાથે શ્રીફળ વધેરી શુકન કર્યા. રમા તેમને પગે લાગતા બોલી, મા આશીર્વાદ આપો! એમ કહી રીક્ષામાં બેસીને તેને શરૂ કરી.

રાકેશ બોલ્યો, બા નવાઇ લાગે છેને, ભાભી રીક્ષા ચલાવતા કેવી રીતે શીખ્યા ? ભાભી રોજ મારી પાસે એ શીખવા આવતા હતા. આજે પણ યાદ છે, મહેશને અકસ્માત થયો પછી મારી પાસે આવી કહ્યુ, ભાઇ ! હું વધારે ભણી નથી, મને નોકરી મળશે નહી. લોકોના ઘરે કામ કરવા જઈશ એ તમારા ભાઇને નહી ગમે.પોતાની રીક્ષા વસાવવાનું એમનું સ્વપ્ન હતું. તમે મદદ કરો, મારે એ સ્વપ્નું સાકાર કરવું છે ! બેંકમાંથી લોન મેળવવા પોતાના થોડા દાગીના હતા એને ગીરવે રાખી એ લોનથી આજે આ ખુશી ખરીદી છે.

રાકેશની વાત સાંભળી આંખમાંથી હર્ષના આંસુ છલકાયા, મનમાં પોતાની વહુને સમજયા નહી એનું દુ:ખ થયું.

ગામવાળાઓ રમાની નિંદા કરતા હતા, તેને ખુમારીથી રોજ રીક્ષા ચલાવતા જોઇને આશ્ચર્ય થતું. સમય જતાં જે લોકો તેની નિંદા કરતા હતા, હવે તેની હિંમત, ખુમારી, સ્વાવલંબનના વખાણ કરવા લાગ્યા. સવિતાબેનને કહેવા લાગ્યા, "રમા સાચા અર્થમાં તમારો દીકરો સાબિત થઇ !' ત્યારે લોકોને કહેતા, "રમા અમારા ઘરની લક્ષ્મી છે લક્ષ્મી !"

સ્ત્રી જયારે મનમાં નકકી કરે એ કાર્યનું ધ્યેય તેને મજબૂત બનાવી સફળ બનાવે છે.

એક સ્ત્રી રીક્ષાના ચલાવી શકે ! એ પડકાર રમાએ સ્વીકારી સાબિત કર્યુ, સ્ત્રી અબળા નહી શકિતનો ભંડાર છે !

ઘરની વહુ સાચા અર્થમાં બે પરિવારોને જોડે છે!


Rate this content
Log in

Similar gujarati story from Inspirational