Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Pravina Avinash

Inspirational Romance Classics

1.7  

Pravina Avinash

Inspirational Romance Classics

લગ્નની મોસમ

લગ્નની મોસમ

2 mins
14K


લગ્નની મોસમ પૂર બહારમાં ખીલી હતી. શરણાઈના સૂર રેલાઈ રહ્યા હતા. ઘરના બધા કોઈ ને કોઈ કાર્યમા વ્યસ્ત જણાતા હતા. અનુ વિચારી રહી, "આ મારો એ જ ભારત દેશ છે. જ્યાં મેં મારુ બાળપણ અને ઊગતું યૌવન માણ્યું હતું. બારીની બહારથી દેખાતાં સુંદર દૃશ્યો ક્યાં અદૃશ્ય થઈ ગયાં? જ્યાં જુઓ ત્યાં મેળો ભરાયો છે. કોઈને પણ ઘરે જાવ ત્યારે બસ ટીવીની સામે પરિવાર બેઠો છે. કરે છે શું તો કહે ’રેણુકાબેન ખાખરાવાલા’, ‘બાલિકા વધુ’ જોતા હોય. શું આ એ જ મારો દેશ છે? પશ્ચિમનું આંધળુ અનુકરણ ઘણીવાર મનમાં થતું. શું હું પણ આ જ જીવન ગુજારતી હોત?" પાછળથી અનિકેત આવ્યો પ્રેમ પૂર્વક ખભો દબાવી કહે, "અરે દિવાસ્વપ્નમાંથી જાગ. તને બા ક્યારના ખાજા કરવા માટે બોલાવે છે."

અનુની નાની નણંદ અવનીના લગ્ન કાજે અમેરિકાથી આવી હતી. ત્યાં તેની જિંદગી ખૂબ વ્યવસ્થિત અને વ્યસ્ત હતી. હા, અહીં સામાજીક અવર જવર રહે કિંતુ જિંદગી જીવવાનો કોઈ મકસદ ખરો કે નહીં?

ખેર, અવનીના લગ્નમાં ગ્રહશાંતિમાં તે અનિકેત સાથે બેસવાની હતી.

મમ્મીએ (અનિકેતની) સરસ સાડી અને દાગીનો લીધો હતો. એક ભાઈ અને એક બહેન નાનો અને સુખી પરિવાર. અનુ એકની એક દીકરી હતી. સુંદર અને સંસ્કારી. અનિકેત તેને પામીને ગજ ગજ ફુલાતો. અનુની મમ્મીએ ખૂબ લાડકોડથી ઉછેરી હતી. કદી તેની સાસરીમાં માથું ન મારતી.

દીકરી કે દીકરાના માતા પિતા બાળકોને સુખી જોઈ હરખાતા. ખાજા વણતી જાય અને મનમાં ગુનગુનાતી જાય. રંજન બહેન કહે, "અનુબેટા જરા મોટેથી ગાવ."

ભાવતું તું ને વૈદે કિધું. ગાવાની શોખિન અનુ લગ્ન ગીત ગાવા લાગી. પ્રભુએ તેને સુંદર કંઠ આપ્યો હતો. ખાજા થઈ ગયાં. અનુ જરા આડે પડખે થઈ. ખૂબ શાંતિથી અવની તેના કમરામાં આવી અને ભાભીને પડખે લપાઈ ગઈ. "જુઓ ભાભી હવે હું બહુ દિવસની મહેમાન નથી. ચાર દિવસ પછી લગ્ન થશે અને હું અમરનો હાથ ઝાલી સાસરે વિદાય થઈશ. મારે તમને ખાનગીમાં કાંઇ પૂછવું છે."

અનુ બેઠી થઈ ગઈ. અનિકેતની બહેન તેને પણ ખૂબ વહાલી હતી. "બોલ, શું જાણવું છે?" ભાભી એમ છે ને કે તમે જેમ ઘરમાં બધાંને વહાલાં છો તેમ હું પણ કેવી રીતે થઈ શકું? તમને ખબર છે અમર તેના નાના ભાઈને ખૂબ પ્રેમ કરે છે. તેના માતા

પિતા પણ તેને અનહદ વહાલા છે." અનુ એક ક્ષણ વિચારમાં પડી અને પછી પ્રેમથી પસવારી, બાજુમાં બેસાડી કહે, "મને

આનંદ થયો તમે મારી પાસે આવ્યાં."

અનુ ખુબ ખુશ થઈ. "બહેન તમે સાસરીમાં દુધમાં સાકર ભળે તેમ ભળી જજો. હવે તમે આ ઘરના અદકેરા મહેમાન. તમારું ખરુ ઘર એટલે અમર સાથેનો સંસાર. અમરને તમે ચાહો છો. જેટલો પ્રેમ આપશો તેનાથી અનેક ઘણો પામશો. બેના દરેક ઘરના રીતરિવાજ અને તરીકો અલગ હોય. શરૂમાં તેનું સરસ અવલોકન કરજો. અમરના માતાપિતાને પ્યાર અને આદર આપશો. માત્ર એટલું યાદ રહે, એ તમારા પ્રાણથી પણ પ્રિય અમરના માતપિતા છે. બસ, આ શિલાલેખ કોતરશો તો તમે જિંદગીમાં ખૂબ ખુશ રહેશો."

અવની ભાભીને ભેટી પડી. "ઓ મારી વહાલી ભાભી તારા આશીર્વાદ આપ.”

અનુ ઘરકામમાં ગુંથાઈ અને અનિકેત જે પુસ્તકાલયમાં બેસી વાંચવાનો ડોળ કરી રહ્યો હતો તે સંવાદ સાંભળી પોતાની જાતને ભાગ્યશાળી માની મંદ મંદ મૂછમાં મુસ્કુરાઈ રહ્યો હતો.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational