Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Pravina Avinash

Romance Others

4  

Pravina Avinash

Romance Others

ઉમંગનું લોલક 8

ઉમંગનું લોલક 8

7 mins
13.8K


પ્રકરણ : અમિતાનું મનોમંથન

અમિતા ઉઠી ત્યારે થાકેલી લાગતી હતી. કોને ખબર આખી રાત સ્વપના જોયા કે પલંગમાં પડખા ઘસ્યા ? આખા શરીરમાં સુસ્તી હતી. ચા યાદ આવી. શાંતાને આજે રજા હતી. ઉભા થઈને ચા જાતે મુકવાની હતી. જીવનમાં શિસ્ત હતું. દરરોજ સવારે શાંતા દુધ લઈને આવે બન્ને જણા શાંતિથી ચા પીએ. પછી ઘરનું કામકાજ આટોપી રસોઇ કરી એક વાગ્યા સુધીમાં જતી રહે. લખવાની પ્રવૃત્તિમાં ગળાડૂબ હોવાને કારણે ઘરનું કામકાજ શાંતા સંભાળતી. કમને પલંગ પરથી ઉભી થઈ અને ચા મૂકી. મનમાં મુંઝવણનો સાગર ઉમટ્યો!

"શું નવા સંબંધ માટે તૈયાર છે"?

"આ સંબંધ નિભાવવામાં અડચણો આવશે"?

"દિલ પૂર્વક મુકેશને ચાહી શકીશઃ"?

"ખાલિપો પૂરવાનો આ એક જ રસ્તો છે"?

જેમ જેમ વિચાર કરતી ગઈ તેમ તેમ નવા ફણગા ફૂટતા ગયા. જવાબ ન મળ્યા પણ ઉલઝન વધતી ગઈ. જોરથી માથું ઝટક્યું અને ઉભી થઈ. પગમાં ચંપલ પહેરી બાગમાં લટાર મારવા નિકળી. ઉગતો સૂરજ અને પ્રભાતના ખિલેલાં પુષ્પો, નયન રમ્ય વાતાવરણ તેને પ્રફુલ્લિત કરતું. ચાનો કપ ટેબલ પર ઠરી જશે ! વાંધો નહી , બીજી મુકીશ.પહેલાં વિચાર કરવા દે, શાંતિથી તેના રોજના બાંકડા પર બેઠી. તેને લાગ્યું ,જીવનમાં તાલ હતો સૂર ખૂટતા હતા. ્સંગિત હતું લય ટૂટતો હતો. હજુ કેટલું જીવન બાકી છે, તેનો કોઈ ભરોસો નથી. આ જીવન વેંઢારવું નથી. સફળ કરવું છે. ઘડિયાળના લોલકની જેમ બન્ને દિશાના વિચારો વચ્ચે તુમુલ યુદ્ધ ચાલ્યું. નાસીપાસ થવું નથી. ઉમંગ ભરી હલકાં ફૂલ બની જીવવું છે.

વળી પાછા વિચારમાં મુકેશે ડોકિયુ કર્યું. દિલના ભાવ કેટલી સરસ રીતે વ્યક્ત કર્યા. તેના માટે માન ઉપજ્યું. ભલે અમૂલખ કરતાં સાવ જુદો સ્વભાવ હતો. થોડો ફરક હતો. દિલદાર અને મનમોહક મુકેશનો સંગ તેને ગમતો . અમૂલખ જરા સ્વભાવના સરળ તેમજ ગણતરીબાજ હતા. હા, પણ તે સંજોગો જુદા હતા. જીવનનો એક પણ દિવસ તેના સાથમાં વ્યર્થ ગયો ન હતો. બાળકો અને સાસુ સસરાની સંગમાં ઘર હર્યંભર્યું હતું. તેથી તો એકલતા સતાવતી હતી.

ત્યાં જૂના સંસ્કારવાળી અમિતા આળસ મરડીને બેઠી થઈ.

'શું તારે એક ભવમાં બે ભવ કરવા છે'?

'શું બાકીની જીંદગી રાહી વગર પસાર કરવી આટલી બધી કઠિન છે'?

'શું હજુ શારિરીક ભૂખ સંતોષવી એ જ માર્ગ બાકી રહ્યો છે'?

''શું જીવનનો પથ બદલી અધ્યાત્મના માર્ગે ચાલવું યોગ્ય નથી'?

'શું મુકેશનો સંગ મળે તો જ જીંદગી જીવી શકાય'?

'બસ, બસ બહુ થયું. મન તું શાંત થા. આટલા બધા પ્રશ્નોની ઝડી ટૂટી પડશે તો હું પાગલ થઈ જઈશ'.

અમિતાએ ઉભા થઈને ઠંડો ગ્લાસ ભરી પાણી પીધું. દિમાગ જરા કહ્યામાં આવ્યું. આ બધા સવાલો યોગ્ય ન હતા. તે જાણતી હતી. મુંઝવણને કારણે અંદરની અમિતાનો સામનો કરવો મુશ્કેલ હતો. ઠંડૅ કલેજે વિચાર કરવા બેઠી. એક ભવમાં બે ભવ એ તો વાહિયાત વાત છે. એટલી બધી જૂનવાણી વિચારની તે ન હતી. જીંદગીનો શો ભરોસો? આવરદા જોઈએ તો લાંબો પણ છે અને અચાનક હ્રદય રોગનો હુમલો કે અકસ્માત થાય તો ઘડી ભરનો પણ નથી. સત્ય તે જાણતી હતી. લેખન કળાના માધ્યમ દ્વારા અનેક વ્યક્તિઓના સંપર્કમાં આવવાથી હાલની દુનિયાનું ચિત્ર સ્પષ્ટ પણે તે નિહાળી શકતી. અધ્યાત્મનો માર્ગ તો પહેલેથી પસંદ હતો. તેનો અર્થ એ તો નહી કે ચોવીસ કલાક માળા ફેરવવાની અને સાધુ સંતોની પાછળ આંટા મારવાના.

આજની તારિખમાં પણ તેના જીવનમાં શિસ્ત છે. છે. અમુલખનો સંગ છૂટ્યો તેથી તેના જીવનમાં પૂર્ણ વિરામ નથી આવતું ! અવનિનો ભર્યો સંસાર અને અવિનું ભવિષ્ય તેને જીવવા માટે પૂરતા હતાં. તેના દિલના ઉમંગ વાર્તાઓ દ્વારા જીવતી. જીવનમાં પામવાની ઈચ્છાએ જન્મ લીધો હતો. મુકેશ સાનુકૂળ સુંદર પાત્ર, જીવનમાં સ્થાયી અને તેને સમજી શકે તેવો હતો. શારિરીક સંબંધ અંહિ ગૌણ બની જાય ્છે. સંપૂર્ણ પણે ગેરહાજર છે કહી પોતાની જાતને છેતરવા માંગતી ન હતી. આજે આ પાર કે પેલે પાર નક્કી કરવું હતું.

ફૉનની ઘંટડી રણકી ઉઠી. 'મમ્મી હુ જરા બહાર જાંઉ છું. બન્ને બાળકો અને તેમની આયાને તારે ત્યાં મૂકી જાંઉ ? કદાચ રાતના આવતા મોડું થશે. '

'બેટા,.'એમાં પૂછવાનું હોય ? ખુશીથી મૂકી જા હું ઘરમાં છું.' એક કલાકમાં અવનિ રસાલા સાથે આવી પહોંચી. અમિતાએ આગ્રહ કર્યો રાતના સમયે તું અને અમોલ અંહી આવજો. આપણે બધા સાથે જમીશું. અવનિ મમ્મીના આગ્રહને નકારી ન શકી. બાળકોની ચહલ પહલથી ઘર ગુંજી ઉઠ્રયું. અમિતાએ રાતની રસોઈ બનાવી અને બાળકો સાથે રમવામાં ગુંથાઈ. અવનિ ધાર્યા કરતાં વહેલી આવી ગઈ. બાળકોને આયા સાથે નીચે બગીચામાં મોકલ્યા.

'મમ્મી, તું કશી દ્વિધામાં છે' ?

અમિતા ચમકી. શું તેના મુખ પરના ભાવ એટલા પારદર્શક હતા કે દીકરીથી છાના ન રહ્યા ! અમિતાએ કશો જવાબ ન આપ્યો.

અવનિ જોરથી ચિલ્લાઈ, 'મમ્મી હું તારી સાથે વાત કરું છું, તારું મન ક્યાં છે'?

અમિતાએ મૃદુતાથી જવાબ આપ્યો. 'તારા કામકાજમાં તને બાધા ન આવે એટલે મારી મુંઝવણનો ઉપાય શોધવાનો પ્રયાસ આદરી રહી છું.'

'મમ્મી, તું એવું કેમ ધારે છે કે મારું કામ અગત્યનું છે. મને તારી સાથે વાત કરવાનો સમય નથી ? મા, તેં તો શિખવ્યું હતું કે કામ થોડું મોડું થાય તો કશો વાંધો ન આવે. સહુ પ્રથમ કુટુંબમાં વાત કરી જે પણ પ્રશ્ન હોય તેનો નિકાલ કરવો. કામ રાહ જોઈ શકે છે'.

'અરે વાહ તને યાદ છે ને'?

'ચાલ તો હવે વાત કર. અમોલને આવવાની વાર છે. બાળકો રમે છે. બસ હું અને તું, તું અને હું. 'કહી અવનિ મા પાસે લાડમાં સરી.

હવે અમિતા ગુંચવાઈ. દીકરી પાસે કેવી રીતે દિલની વાત કરવી. અવનિને અંદાઝ આવી ગયો હતો. મા મુખ ન ખોલે તે પહેલાં તેને કશું બોલવું નહી તેવો નિર્ધાર કર્યો.

'મમ્મી, હું રાહ જોંઉ છું' ?

'મને ખબર છે. વાત જરાક વિચિત્ર છે બેટા,'

'તું મગનું નામ મરી પાડે તો ખબર પડે ને'?

હિમત એકઠી કરીને બોલી, 'તારો અભિપ્રાય સાચો આપીશ ?"

'મમ્મી, હું અને તને ખોટું શું કામ કહું, કોઈ પણ કારણ બતાવ'.

'હા, તું સત્યવાદી હરિશ્ચંદ્રની ના અમૂલખની બેટી છે' મારાથી વધારે તે કોણ જાણી શકે ?'

મા અને દીકરી બન્ને જોરથી હસી પડ્યા. વાતાવરણ હળવું થયું એટલે ખોંખારો ખાઈ અમિતા બોલી, વાત અમોલના મુકેશમામાની છે.'.

'અવનિ અજાણ બનતાં બોલી, 'મુકેશમામાનું શું મૉમ ?'

'બેટા કાલે રાતના ઘરે મૂકવા આવ્યા ત્યારે મારા પ્રત્યેની લાગણી તેમણે વ્યક્ત કરી'!

હવે અવનિ રમૂજમાં આવી. 'મમ્મી એ તો ખૂબ શુભ સમાચાર છે. એમાં તારી મુંજવણ ક્યાં આવી ?'

'બેટા, હું અવઢવમાં છું, શું કરું ?'

'મમ્મી, હા, પાડી દે. બસ એક, બે ને ત્રણ. બધી વાતનો ફેંસલો થઈ જાય. મમ્મી આવી સુંદર તક હાથમાંથી ન જવા દેવાય. તારા પ્રત્યે કુણી લાગણી છે એ કબૂલી ચૂક્યા છે.  તેમને બાળકો નથી. તારા બાળકો હવે નાના નથી. પપ્પાને ગયે આજે પાંચ વર્ષ ઉપર થઈ ગયા. મમ્મી સાચું કહું, મેં પપ્પાને સ્વપનામાં તારી વાત કરી હતી. તેમણે હસીને હા પાડી. તેમને તો તું સુખેથી બાકીની જીંદગી જીવે એવી તમન્ના છે. તારી લેખન પ્રવૃત્તિથી ખૂબ રાજી થયા. તેમણે કહ્યું, દાદી એ પણ મને આ વાત કરી હતી.

આમ અવનિ કેટલી સરળ રીતે માને પ્રોત્સાહન આપી રહી. અમિતા ધ્યાન દઈને અવનિને સાંભળી રહી. તેને થયું,' હું કેટલી ચિંતા કરતી હતી. મારી દીકરી જે મારો અંશ 'છે.'  તેની વાતમાં જરા પણ કૃત્રિમતા નથી. તેમાંપોતાની મા પ્રત્યે પ્રેમ ભારોભાર છલકાતો જણાય છે'. તેના કાળજાને ટાઢક થઈ. મુકેશની આગળ કેવી રીતે એકરાર કરવો તેની મુંજવણમાંથી બહાર આવી. અચાનક વર્તમાનમાં આવીને પટકાઈ.

'બસ બેટા, હવે આગળ શું કરવું તે હું વિચારીને કરીશ. અમોલ આવી પહોંચશે. હમણા તેને વાત કરીશ નહી. '

અવનિ મનમાં મલકાઇ, 'અરે મા એને તો આ વાત હું સહુથી પહેલાં કરવાની'.

અવનિ ઠાવકુ મોઢું રાખીને માને કામમાં મદદ કરવા ગુંથાઈ. ત્યાં બાળકોને લઈને આયા આવી. સાથે અમોલ પણ આવતો દેખાયો. અવનિ અને અમિતાબહેનના મોઢાના ભાવ વાંચવા તે સફળ થયો. અમિતાબહેન ન જુએ તેમ અવનિ સામે આંખ મારી. અવનિએ વળતો જવાબ આપ્યો. પતિ અને પત્ની વચ્ચેના ઇશારા તેઓ પ્રેમથી સમજી શકે. અમોલે સીટી મારી દીકરીને ઉચકી લીધી. અમિતા બહેન સમજ્યા કે દીકરી રમાડવામાં બાપ મશગુલ છે. અમોલને પોતાની ખુશી દર્શાવવામાં કોઈ બાધા ન આવી. સાસુમાની આમન્યા જાળવવા કશું બોલ્યો નહી પણ તેનું વર્તન ચાડી ખાતું હતું. સહુ પ્રથમ આ વિચાર તેને તો આવ્યો હતો.

અવનિએ જે રીતે તેને ઈશારાથી પ્રત્યુત્તર આપ્યો તે તેને ખૂબ ગમ્યો. બન્ને બાળકો સાથે જલ્દી ઘરે જવું હતું તેને બદલે અંહી લાંબો સમય ગાળવાનો વિચાર કર્યો. અવનિના મમ્મી કાયમ ઘરમાં એકલા હોય. એકલતા સતાવે કે ગુંગળાવે કોની પાસે હ્રદય ખોલે ? ખેર, આજે જ્યારે તેઓ ખૂબ ખુશ છે તો શામાટે તેમની ખુશી બમણી ન કરવી.

બધા સાથે બેસીને જમ્યા. અવનિને ભાવતા રસગુલ્લા સાથે લાવ્યો હતો. પોતાને હાથે અમિતા બહેનના મોઢામાં મૂક્યું. જમાઈ ખેલદિલી પૂર્વક વર્તે તે કઈ સાસુને ન ગમે ? અમોલનું રમતિયાળ પણું અવનિ બરાબર જાણતી હતી. ઘરે રોજ તના કોઈને કોઈ કારસ્તાન હોય. તેના મમ્મી કહેતાં, 'હવે બે છોકરા નો બાપ થયો ક્યારે સુધરીશ."

'"મમ્મી હું તારો દીકરો છું, તે પહેલાં પણ હતો અને આજે પણ છું. તું શું મને નથી ઓળખતી !' ્મમ્મી દીકરાને કપાળે મીઠું ચુંબન આપતી. આજે અમોલને થયું અમિતા બહેનની ખુશીને કઈ રીતે વધારું ? અચાનક બોલી પડ્યો.

'મમ્મી ચાલો આજે આઈસક્રિમ ખાવા જઈશું'?

અવનિ અને અમિતા બહેન બન્ને ચમક્યા.'

'કેમ કાલે રજા છે?'

'ના, રજા તો નથી પણ મને ખૂબ મન થયું છે. ધરા અને આકાશ નિરાંતે સૂતાં છે' ગાડીમાં તેમને જરા પણ અગવડ નહી પડે. '

'ચાલો ત્યારે જઈએ. બધા ગાડીમાં ગોઠવાયા.

અમિતાબહેનથી બોલાઈ ગયું, 'આપણે આઈસક્રિમને બદલે આનંદો મિલ્ક પીવા નરિમાન પોંઈન્ટ જઈએ.' એકદમ મુકેશ દિમાગ પર છવાઈ ગયો. અવનિને નવાઈ લાગી. આ વાતનું રહસ્ય અમોલને ખબર હતું. આનંદો મિલ્ક પીવા નાનપણથી મુકેશમામા સાથે આવતો હતો. તેના મગજે કોયડો ઉકેલ્યો. કદાચ અમિતા બહેન મુકેશમામા સાથે અંહી આવી ગયા હશે! બોલ્યો નહી પણ સમજી ગયો.

ગાડી ઉભી રહી. ગુડ્ડુ આજે ફરજ પર હતો. ગાડી ભરેલી જોઈ કાંઇ બોલ્યો નહી પણ અમિતા બહેનને સલામ મારી !

અવનિ અને અમોલ બધું નિહાળી રહ્યા હતાં. આનંદો પીને ગાડી ઘર તરફ મારી મૂકી. અમિતા બહેનને ઘરે ઉતાર્યા. અવનિ અને અમોલ તો વાત કરતાં થાક્યા નહી. અમોલ તે દિવસનો તારો વિચાર આજે ફળીભૂત થયો. મમ્મીની જીંદગી હવે બદલાઈ જશે. તેના ઉમંગને ગગને વિહરવાની સુવર્ણ તક મળશે !


Rate this content
Log in

Similar gujarati story from Romance