Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Janakbhai Shah

Inspirational Others

3  

Janakbhai Shah

Inspirational Others

ચેંગ-ફુંગ-સી પાર્ટ-૧૭

ચેંગ-ફુંગ-સી પાર્ટ-૧૭

4 mins
7.3K


પાર્ટ-૧૭ જીવન પરોઢ

મારો ક્ષોભ ચાલ્યો જતાં હું આનંદી અને મળતાવડો બન્યો. હું દરેકના આમંત્રણો સ્વીકારતો. પહેલાં સત્રના અંતે અમારા વર્ગ પ્રતિનિધિએ મને નૃત્ય કરવા આમંત્રણ આપ્યું. મેં તેને કહ્યું, ''મેં ક્યારેય નૃત્ય નથી કર્યું,'' પણ તે તો મને હાથ પકડી ખેંચી ગઈ અને કહ્યું, ''શરમા નહિ.''

સંગીત શરૂ થતાં, મેં તેનો હાથ પકડી તાલ સાથે પગ મેળવવા પ્રયત્ન કર્યો. સાથેસાથે તેના પગ સાથે મારા પગ મેળવવા મેં પ્રયત્ન કર્યા. તે જોઈને તે ખૂબ હસી. બધા જ હસ્યા. ઘણી બીજી છોકરીઓ સાથે મેં નૃત્ય કર્યું. તે નૃત્ય વોલ્સ છે કે ફોક્સ ટ્વોટ છે; ટ્વીસ્ટ છે કે રોક એન્ડ રોલ છે તેની મેં સહેજ પણ દરકાર ન કરી. બસ મેં નાચ્યા જ કર્યું.

ગોળ આંખોવાળી વુ.ચી.ચાઓ નામની એક છોકરી પણ લૉની વિદ્યાર્થિની હતી. અમે એક બીજાને વાંચનાલયમાં ઘણીવાર જોયાં હતાં. મારા ત્રીજા વર્ષના ઉનાળા દરમિયાન તે મારી પાસે શરમાતી શરમાતી આવી અને મને કહ્યું, ''મને મદદ કરશો ?'' મે કહ્યું, ''મને ખબર નથી તમારે શી મદદ જોઈએ છીએ ?'' વાંચનાલયમાં અમારી વાતોથી બીજાને ખલેલ પહોંચે એટલે અમે બહાર આવી એક ઝાડ નીચે બેઠાં. મેં પાઠ્યપુસ્તકના પ્રશ્નોના સંતોષકારક જવાબ આપવા પ્રયત્ન કર્યો.

''મેં તમારા વિષે સમાચાર પત્રમાં વાંચ્યું છે,'' તેણે કહ્યું, ''તમારા માટે મને ખૂબ માન છે.''

તે મારી કથની મારા સ્વમુખે જ સાંભળવા ઇચ્છતી હતી. તે પછી ઘણીવાર અમે, એકબીજા મળતાં અને વાતો કરતાં. તે કહેતી, ''મારી દૃષ્ટિએ તમે અપંગ નથી. તમારા કરતાં હું વધુ અપંગ છું. કારણ મેં મારામાં રહેલી શક્તિનો તમારા જેટલો લાભ ઉઠાવ્યો નથી.''

એક દિવસ મારે તેને કહેવું પડ્યું, ''હું એક ગરીબ અપંગ માણસ છું. મારે મારી ફી અને ભરણ-પોષણ માટે ફાંફાં મારવા પડે છે. હું મારી સાથે સંકળાયેલ દરેક માટે બોજારૂપ છું. જો તમે મને.....

મને આગળ બોલવાની તક આપ્યા વગર તેણે કહ્યું, ''તમે મને એમ માનો છો કે હું તમને શ્રીમંત સમજી ઝંખું છું ? તમારી શારીરિક પંગુતા અગત્યની નથી. તમે સ્વાવલંબી અને સફળ બનશો તો લોકો તમારા વિષે વિચારતાં ક્યારેય તમારી પંગુતાનો ખ્યાલ પણ મનમાં નહિ લાવે.''

હું તેનાથી ખૂબ પ્રભાવિત થયો હતો. મને લાગ્યું કે મને કોઈ દિવાદાંડી પ્રાપ્ત થઈ છે. મારાં આંતરચક્ષુ ખૂલી ગયા.

સાથે અભ્યાસ કરતા અમે ઘણીવાર કૉલેજની કેન્ટીનમાં સાથે જમતા. તે ટેબલ પર મારા માટે ખાવાનું ગોઠવતી. ઘણીવાર અમે ગ્રામ્ય પ્રદેશ તરફ સાઈકલ પર ફરવા નીકળી પડતાં. તે મારી સાઈકલના કેરીયર પર બેસતી. તેણે મને અંગ્રેજીમા વધારાનો કોર્સ કરવા પ્રોત્સાહિત કર્યો. ફાજલ સમયમાં તે પ્રાથમિક શાળામાં ભણાવી મારી ફી માટે વધારાના પૈસા કમાતી. મને આગ્રહપૂર્વક લખવા માટે અને મારું લખાણ પ્રકાશકને આપવા સમજાવતી. વરસાદ વરસતો ત્યારે હંમેશાં તે છત્રી લઈને મારી પાસે આવી પહોંચતી.

ચી ચાઓનું કુટુંબ મૂળ કીઆંગસીની મૂળભૂમિનું વતની હતું. તેના દાદા ત્યાંના કુબેર તરીકે ઓળખાતા. કારણ કે કીઆંગસી અને સ્ઝવાનમાં ઘણી જાગીર ધરાવતા હતા. તેમનો ધંધો પણ સારો ચાલતો હતો. તે તેના મા-બાપ સાથે ઓગસ્ટ ૧૯૪૮માં તાઈવાનમાં આવી હતી ત્યારે કપડાં સિવાય તેમની બધી મિલકત ચોરાઈ ગઈ હતી. આથી કેટલોક સમય જીવન-નિર્વાહ માટે તેમને હલકું કામ કરવું પડ્યું હતું.

તેના પિતાએ જાણ્યું કે તે એક અપંગના પ્રેમમાં છે ત્યારે ભવિષ્યના દુઃખનો વિચાર કરી મારો સાથ તાત્કાલિક છોડી દેવાનો તેમણે પત્ર લખ્યો.

અમે તેના મા-બાપની મંજૂરી વગર પરણવા ઇચ્છતાં ન હતાં. છેલ્લા સત્રના અંત પહેલાં થોડા દિવસોમાં તે અદૃશ્ય થઈ ગઈ.

સ્નાતક થયાના દિવસે હું ગૌરવ અનુભવતો હતો. પણ સાથો સાથ દુઃખી હતો. સ્નાતકની પદવી મેળવી છતાં હું નોકરી મેળવવા અસમર્થ હતો. યુનિવર્સિટીના પગથિયે બેસીને બીજા વિદ્યાર્થીઓને જાત જાતના પહેરવેશમાં કુટુંબીઓ પાસે ફોટા પડાવતા જોઈ હું દુઃખ સાથે એકલતા અનુભવતો હતો.

મેંચી ચાઓના ઘરે પીંગ ટુંગ જવાનો નિર્ણય કર્યો. ''મને તેનો સાથ મળે તો વધુ સારું જીવન હું જીવી શકું તેમ હતું.'' ચી. ચાઓએ તેના મા-બાપને કહ્યું હતું. પણ અમે લગ્ન કરીએ તે તેઓને પસંદ ન હતું. તેઓ તેને કહેતા, ''અપંગની સાથે લગ્ન કરી તારે દુઃખી અને કઠોર જીવન જીવવું પડશે. તેણે ઘણી દલીલો કરી. હું બીજા માનવીઓ જેવો જ સ્વાવલંબી છું. અપંગ નથી. તેના કેટલાય સચોટ ઉદાહરણો આપી સમજાવવા પ્રયત્ન કર્યો. મેં પણ આજીજીપૂર્વક ખાતરી આપી, ''હું લોકો કરતાં ચી.ચાઓને વધું સુખી કરી પૂર્ણ સંતોષ આપીશ.''

છેવટે તેઓએ જીદ છોડી. આંસુ સાથે તેઓ તેને ભેટી પડ્યા અને લગ્નની સંમતિ આપી. જોકે તેઓ લગભગ ૨૪૦૦૦ રૂપિયાની કિંમતનું ચીની નાણું લગ્નની ભેટ તરીકે મારી પાસેથી ઇચ્છતા હતા. જો કે તે ખૂબ મોટી રકમ હતી. પણ મેં તે પડકાર ઝીલી લીધો. ચીનની બેંકમાંથી એક સહાધ્યાયી પાસેથી, મિત્રો પાસેથી અને બાકીના ચેંગ ચી.ટી. કાકા પાસેથી એકઠા કરીને તેમનેઆપ્યા. પણ લગ્ન પછી તેના પિતાએ પાછા આપ્યા. પાછા આપતાં તેમણે કહ્યું, ''હું તમારી સચ્ચાઈની પરીક્ષા લેવા ઇચ્છતો હતો.'' શ્રી તાઈએ મારી ઓળખાણ કોહુની પ્રાથમિક શાળાના પ્રિન્સિપાલ સાથે કરાવતા મને ત્યાં નોકરી મળી ગઈ.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational