Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Manisha Joban Desai

Others

2  

Manisha Joban Desai

Others

માં ના આશીૅવાદ

માં ના આશીૅવાદ

3 mins
1.7K


"શું કરે છે ઉપવન, મારે મોડું થાય છે; આજનો ક્લાસ નહીં ભરું તો ઘરે કમ્પ્લેઇન જશે." કહેતા રાજવી લેપટોપ લઇ ઊભી થઇ.

ઉપવન ત્રણ ફ્રેન્ડ સાથે શેરિંગમાં ફ્લેટ લઇ રહેતો હતો. કંપનીની સરસ જોબ હતી અને રાજવી સાથે ઉપવને આજે સમય ગાળવા રજા લીધી હતી. નાનાં શહેરમાંથી મુંબઈ આવ્યો હતો. નજીકની કોલેજમાં ભણતી રાજવીનાં પ્રેમમાં. ઘરે મમ્મી-પપ્પાએ કોઈ છોકરી જોઈ રાખી હતી, પણ કોઈ જવાબ આપતો નહોતો. રાજવી અત્યંત પૈસાવાળા ગુજરાતી બિઝનેસમેન અરવિંદભાઈની એકની એક દીકરી. ઉપવન કંપનીની બસ માટે રાહ જોઈ ઊભો હોય ત્યારે રાજવી બાજુનાં ફૂડ કોર્નર પર આવે અને આમ બંને પ્રેમમાં પડી ગયા. ઉપવન એટલો હેન્ડસમ હતો કે કોઈ પણ છોકરી એને જોઇ રહેતી.

"મેં આજે તારે માટે રજા લીધીને તું આવું બહાનું કરે એ કેમ ચાલે?" કહી ઉપવને એને હાથ પકડી પાછી નજીક ખેંચી લીધી. રાજવી પણ લાગણીનાં પ્રવાહમાં... ને છ વાગ્યા એટલે ઘરે જવા નીકળી. રાજવી જાણતી હતી કે ભણવાનું પૂરું થતાં જ ઘરમાંથી એને લગ્ન માટે દબાણ થશે. વીકએન્ડમાં ખંડાલાનો ગ્રુપ પ્રોગ્રામ છે કહી ઉપવન સાથે નીકળી ગઈ અને થોડા મિત્રોની હાજરીમાં લગ્ન કરી લીધા.

"સ્ટડી પૂરું થવા સુધી મારા ઘરે જ રહીશ."

"ઓકે, પણ સવારે વહેલા આવી પતિ માટે નાસ્તો તો કરશોને મેડમ, જમવાનું તો કેન્ટીનમાં ચાલે છે."

કહી ખોળામાં માથું મૂકી ઉપવન હસતા-હસતા જોવા માંડ્યો. ને રાજવી "પ્લીઝ, થોડો સમય સાચવી લે ને, પાછું એક્સ્ટ્રા ક્લાસનું બહાનું છે જ,  ટ્રાઈ કરીશ. ને હવે, બીજું નવું ઘર જોવા માંડ." ભાડે નવું ઘર લઈને શીફ્ટ પણ થઇ ગયો. ઘરમાં પત્ર લખી રાજવી બધું જણાવી પરીક્ષા પછી થોડો સામાન લઇ ઉપવન પાસે જતી રહી. ઉપવને ઘરે ફોનથી બધું જણાવ્યું અને થોડા સમયમાં મળવા આવશું એમ જણાવ્યું. સપનાંનો સંસાર તો વસી ગયો, પણ એમાં ચાલતાં ચાલતાં રાજવીને વાસ્તવિકતાની ધરતી વધુ આકરી લાગવા માંડી. ઘર સાથે સંપૂર્ણ સંબંધ તૂટી ગયો હતો. ઉપવન પિતાનાં મૃત્યુ બાદ મમ્મીને સાથે મુંબઇ લઈ આવ્યો હતો. શાસ્ત્રીય સંગીતના વિશારદ એવા શાલીનીબેન મધ્યમવર્ગીય મહારાષ્ટ્રિયન ખૂબ પ્રેમાળ માં. સાદું જીવન જીવનારાં. ઘરે બાળકો માટે શીખવવાનાં ક્લાસ પણ શરુ કર્યા. બહારનાં ખર્ચ અને રસોઈઓ રાખવાની જીદ માટે રાજવીને થોડી ટકોર કરી. જેમાં રહેતા હતાં એ જ ફ્લેટ ખરીદવાના હપ્તા પણ ચાલતા હતા.

રાજવીને આ બધું પોતાની પ્રગતિ રોકતું હોય એવું લાગ્યું.

"મારાથી કઈ નોકરી ને આ બધું નહિ થાય. હું તો લોન લઇ મારો બિઝનેસ શરુ કરવા માંગુ છું." અને ઉપવન પોતાની માનાં અપમાનથી મનમાં સમસમી જતો. પણ રાજવીને પ્રેમથી સમજાવી લઈશ એમ માની આગળ વધ્યે જતો હતો. રાજવીએ લોન લઈ નાનાં બાળકોનાં ડ્રેસ બનાવવાનું યુનિટ શરુ કર્યું. ટ્રેડ ફેર વગેરેમાં ઘણા એક્ઝિબિશન કર્યા પણ... વિદેશી સામાનની સ્પર્ધામાં એમ કઈ ટકવું સહેલું થોડું હતું? રાત દિવસની મહેનત પછી પણ બેંકની લોન ભરપાઈ ન કરી શકવાને કારણે વારવાર બેંકમાંથી ઉઘરાણી માટે દબાણ થવા માંડ્યું. આવી તંગ પરિસ્થિતિમાં રાજવીની વાતો માં પામી ગયા હતા. અચાનક એક દિવસ સવારમાં અરવિંદભાઈ- રમાબેન ઘરે આવી ચઢ્યા.

રાજવી બધાને ભેટી ખૂબ રડી અને માફી માંગી. વાતો કરતાં બેઠાં હતાં. "વાહ, મારી દીકરીએ એકલે હાથે હિંમતથી જીવન સર્જ્યું છે. સરસ રીતે કામ આગળ વધાર. કેમ છે આ વખતનું ટર્નઓવર? તારી ફ્રેન્ડ મળી હતી એણે બધું જણાવ્યું અને એડ્રેસ લઈ અહી આવ્યા."

"પપ્પા હમણાં તો..."

અચાનક શાલીનીબેન એને રોકતા બોલ્યાં, "દીકરા, તારો ચેક લખીને ઉપવન આપી ગયો છે તે તો ભૂલી જ ગઈ, જલ્દીથી પહેલા ડિપોઝિટ કરી દે." કહી બાજુનાં પર્સમાંથી ચેક આપ્યો અને બોલ્યા, "અરવિંદભાઈ -રમાબેન પહેલા નાસ્તો તો કરો પછી દીકરી સાથે બેસી શાંતિથી વાત કરો." અને રાજવીએ ચેક જોયો, શાલીની માંની સહી અને વધારાનાં ૬ મહિના માટેનો બીજો ચેક.

રાજવી સામે જોઈ રહી. "પ્લીઝ પપ્પા, તમે બેસજો હું જરા નજીકની બેંકનું કામ પતાવી હમણાં આવી." આવીને પાછા બધા વાતે વળગ્યા. અને માંએ વખાણ કરતાં કહ્યું ખૂબ મહેનતુ છે મારી વહુ, ઘર સાથે કામ પણ બહુ સરસ સંભાળે છે."

"અરે, દીકરી કોની છે?" અરવિંદભાઈ બોલ્યા અને તરત રાજવી બોલી, "પપ્પા હવે હું તમારી દીકરી પછી અને મારા આ માં પહેલા, અમારા માં નહિ હોતે તો હું આટલું ન કરી શકી હોત." પપ્પા-મમ્મીનાં ગયા બાદ માંને વળગી રાજવી ખૂબ રડી. માં બોલ્યાં, "દીકરા, સમજદારીથી ઘરમાં રહે અને કામ સાથે બચત કરજે એમાં જ તારા પતિ અને મારા દીકરાનું સન્માન જળવાઈ રહેશે. અમે તો હમેંશા તારી સાથે જ છીએ."

 


Rate this content
Log in