Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Irfan Juneja

Romance Tragedy

3  

Irfan Juneja

Romance Tragedy

હમ તુમ્હારે હૈ સનમ - ૭

હમ તુમ્હારે હૈ સનમ - ૭

9 mins
14.1K


આયત એની સહેલી સારા સાથે વર્ગમાં છે. બંને એકલી છે એટલે સારા પૂછે છે.

"તું રડી હતી આયત...?"

"હા સારા રડી હતી. પણ કેમ રડી એવું વિચાર્યું તો એમ થાય છે મારે શું કામને રડવું જોઈએ..."

"પણ રડી કેમ હતી ?"

"સારા મારા નાનીમાં મને બાળપણમાં એક વાત કહેતા હતા. કે એક માતા એ પોતાની મનની આગ ઠારવા પોતાના બાળકોના છાતી પર પગ મૂકી દીધા. મને એ વાત ક્યારેય નહોતી સમજાઈ પણ આજે સમજાઈ છે..."

"આયત મને તો હજી પણ ના સમજાઈ તું સ્પષ્ટ શબ્દોમાં કહીશ...?"

"સારા મારા અમ્મી એ બદલો લેવાનું નક્કી કરી લીધું છે. એ હવે મને અને અરમાનને એક નઈ થવા દે. એ એમ સમજે છે કે અમે બંને તડપીસુ તો સાથે આબિદઅલી માસા અને અનિશામાસી પણ તડપસે. પણ સારા અમે બંને જ દુઃખી થસુ બીજું કોઈ આનો ભોગ નઈ બને.."

"સારા તું ચિંતા ના કર અલ્લાહને દુઆ કર.. કેમ કે હવે સૌનો પાલનહાર જ તારી તકલીફ સમજશે..."

સારા સ્કુલથી ઘરે આવે છે. આજે મૌલાના પાસે ગસ્ત (કુરાનનો પાઠ કરવા જવુંને ગસ્ત કહેવાય છે...) માટે રજા છે પણ એ એના અમ્મી પાસે બહાનું બનાવીને એક જીવનનો ઉકેલ પૂછવા જવાનું વિચારે છે. વુજુ (હાથ પગ ધોઈ ને પાક સાફ થવું) કરીને ત્યાંથી નીકળે છે. એના અમ્મી રોકે છે. આજે ગસ્તમાં મૌલાના ને પુછતી આવજે કે શાહીલ તારો પતિ ન બની શકે તો હું અરમાન તારા માટે ઇસ્લામિક રૂપથી બની શકે ?..

"જી અમ્મી પુછતી આવીશ..." સારા પણ તૈયાર થઇ ને આવે છે.

"ચાલ આયત ગસ્ત માટે જઇએ..."

"અમ્મી હું જાઉં...."

"હા જા... હવે હું થોડી તને ગસ્ત માટે રોકીશ..."

બંને ગસ્ત માટે નીકળે છે. રસ્તામાં સારા પૂછે છે.

"આજે ગસ્ત નહોતું તો કેમ તે ગસ્ત નું કહ્યું..."

"સારા આજે મારે એક ખાસ ઉકેલ પૂછવાનો છે મૌલવી સાબ ને..."

"એવો તો શું સવાલ છે તારો...?"

"સારા એ આપના બંનેની સમજશક્તિથી પર છે... અને હું સવાલ પૂછું તો તું મારી સાથે ના બેસતી..."

"કેમ મારાથી ખાનગી છે એ વાત..."

"હા એક શરમનો પડદો છે..."

"સારું આયત.. ચાલ જલ્દી જઇએ..."

બંને મૌલાના પાસે આવે છે. મૌલાના એમને મદ્રશામાં બેસાડે છે. બંને રિયાલ પર કુરાન મૂકીને અદબથી મૌલાના સામે બેસે છે.

"મૌલવી સાબ આજે હું અમ્મીથી ખોટું બોલીને આવી છું કે ગસ્ત પર જાઉં છું. પણ હકીકત એ તો મને એક જિંદગીનો સવાલ છે એ પૂછવા હું આવી છું..."

"બેટા જો જીવનનો તું એક સવાલ લઇને તું આવી છે. હું એનો ઇસ્લામિક રૂપથી એનું શું નિવારણ લાવી શકાય એ કહીશ તો પણ એક પાઠ મળ્યો ગણાશે. એટલે તારી ગસ્ત થઇ જશે તો તું ખોટું પણ નથી બોલી..."

"સારું મૌલવી સાબ આ સવાલ થોડો મારો પર્સનલ છે. તો શું સારા ને બહાર મોકલી શકાય...?"

"હા જરૂર બેટા. સારા બિટિયા તું બહાર ઓસરીમાં બેસ અને તારો પાઠ યાદ કર..."

સારા મૌલવી સાબના કહેવાથી બહાર જાય છે.

"તો મૌલવી સવાલ એમ છે કે...

રોજકોટમાં મારા એક માસા હતા. અકબરમાસા. જેમની પત્ની મારા માસી અનિશા. એમને ત્રણ દીકરા અને એક દીકરી હતી. એ સમયે મારી અમ્મીની સગાઇ આબિદઅલી માસા સાથે થઇ હતી. અનિશા માસી પાંચમા બાળકને જન્મ આપવાના હતા. એમને સાતમો માસ ચાલતો હતો. એટલે મારા અમ્મી નાનીમાં ના કહેવાથી અકબરમાસા ને ત્યાં હતા. અકબર માસા એ એમને દાગીન, પૈસા ના મોહ દેખાડી પોતાની જાલ માં ફસાવી લીધા હતા.

મારી અમ્મી એ સમયે પંદર વર્ષની કુંવારી નાસમજ છોકરી હતી. એની સાથે એને સહવાસ કર્યો. આવું ઘણા દિવસ ચાલતું રહ્યું. એક દિવસ અકબરમાસાના અમ્મી એ એ જોઈ લીધું અને મારા અમ્મીને જૂનાગઢ પાછા મોકલવાનું કહ્યું. અનિશામાસી આ વાતથી અજાણ હતા. પણ બેનને અચાનક પાછી મોકલવાનું કારણ એમને ગળે ના ઉતર્યું. એમને કારણ પૂછ્યું તો કંઈક ફાલતુ કારણ આપ્યું.

અનિશા માસીને જવાબ ન મળતા એમને નાનીને ચિઠ્ઠી લખી કે મને સુવાવળમાં એક મહિનો બાકી છે. રુખશાનાને અહીં મોકલી આપો. નાની એ દીકરીની ચિંતા કરતા ફરીવાર એને રાજકોટ મોકલી.

રાજકોટ આવતા જ એ બંનેને ફરીવાર સહવાસ અને એકબીજાની શરીરની ભૂખ પોષવાનો મોકો મળી ગયો. આવું ફરીવાર ચાલવા લાગ્યું. અનિશામાસી એ આ વખતે બંનેને રંગે હાથે પકડ્યા.

આવું જોઈ ને અનિશા માસીથી ન રહેવાનું અને એ આબિદઅલી માસાને ત્યાં પોતાના સંતાનો લઇ ને ચાલી ગઈ. અકબર માસાને મોકો મળી ગયો એને અમ્મીને જૂનાગઢ મોકલી દીધી અને બીજા લગ્ન કરી લીધા. અનિશામાસીને સુવાવડમાં પંદર દિવસ બાકી હતા.

અનિશા માસી એ પણ અકબર માસા પાસેથી તલાક લઇ લીધા. અમ્મીની એ દિવસોમાં શાદીની તારીખ ફિક્સ થઇ ગયી હતી. જયારે આબિદઅલી માસાને ઝગડાનું સાચું કારણ ખબર પડીને ત્યારે એમને અમ્મી સાથેની મંગની તોડી નાખી અને એમને અનિશામાસી સાથે લગ્ન કર્યાં. એ લગ્ન બાદ અરમાનનો જન્મ થયો.

અરમાન અનિશા. માસીનો દીકરો છે. પણ એના જન્મ પહેલા એના અબ્બુ આબિદ અલી બની ચુક્યા હતા. મારા અમ્મીના અહીં જૂનાગઢમાં જ મારા અબ્બુ સુલેમાન સાથે લગ્ન થયા...

તો મૌલવી સાબ મને એ કહો કે મારા અને અરમાન ના લગ્ન થઇ શકે...?"

મૌલાના થોડા વિચારમાં પડી ગયા અને ખુબ જ ગહન કરી ને બોલ્યા.

"જો બેટા એમના પાપ એમના માથે. ના અરમાનની કોઈ ભૂલ છે ના તારી. એ સંતાન આબિદઅલી નું કહેવાય છે પણ એનો જે શારીરિક પિતા છે એ અકબર છે. અને એના જન્મ બાદ બે વર્ષ પછી તારો જન્મ છે. એટલે તું સુલેમાન ભાઈની સંતાન છે. એટલે તમારા બંને ના પિતા કે માતા કોઈ સંજોગોમાં એક નથી. ઇસ્લામિક રૂપથી તમે સગા ભાઈ, ચાચા, મામા સાથે નિકાહ ન પઢી શકો પણ આ સ્થિતિમાં તમારો બંનેનો નિકાહ બિલકુલ જાયજ છે.... તું બેટા એની સાથે નિકાહ પઢી શકે.."

"ખુબ ખુબ આભાર મૌલવી સાબ આજનો મારો ગસ્ત પૂરો થયો..."

આયત અને સારા ગસ્ત પૂરો કરી ને ઘરે જવા નીકળે છે.

"આયત તારો જવાબ મળી ગયો તને?"

"હા સારા મળી ગયો..."

"ચાલ તો હું જાઉં છું. કાલે પૂછીશ કે તારા માસા માસી આવ્યા તો શું વાત થઇ... "

"હા સારા સંભાળીને જજે..."

આયત પોતાના ઘર તરફ જઈ રહી છે. રસ્તામાં શાહીલ મળે છે.

"ગસ્ત કરી ને આવી...?"

"હા ભાઈજાન શાહીલ..."

"તું હજી પણ મને ભાઈજાન કહીશ ?"

"કેમ ભાઈજાન શાહીલ ભાઈજાન ન કહું તો શું કહું ?"

"કાકી એ કહ્યું છે કે હું તારા વિષે વિચારું હવે... અને કાકા એ કહ્યું છે કે અરમાન આવે તો એના હાથ પગ તોડી નાખજે..."

"એવું... તો શું ભાઈજાન તમેં એના હાથ પગ તોડી શકશો ? મેં સાંભળ્યું છે એ ભણેલો ગણેલો ગુંડો છે. એના અબ્બુ સિવાય કોઈની માર નથી ખાધી એને. તમે મારશો એ તમને છોડશે એમ ? કોશિસ કરીને જોઈ લેજો ભાઈજાન... એ જરૂર આવશે...."

આયત ઘરે આવે છે. થોડી જ વારમાં ડેલી ખખડે છે. આયત ખોલે છે. સામે એના અનિશામાસી અને આબિદઅલી માસા (થનારા સાસુ સસરા) હોય છે. આયત બંને ને જોઈ ને ખુબ જ ખુશ થાય છે.

"અસ્સલામું અલયકુમ માસી.. અસ્સલામું અલયકુમ માસા..."

કહીને બંને નું સ્વાગત કરે છે. આયતના અમ્મી પણ ગળે મળીને ફોર્માલિટી નિભાવે છે. બંનેને લિવિંગ રૂમમાં લઇ જઈને રુખશાના એમની સાથે બેસે છે. એ આબિદઅલી ની કલોઝ થવાની કોશિસ કરે છે પણ આબિદ અલી ઇગ્નોર કરે છે.

"દીદી કેવું ચાલે છે બધું લાઈફ માં... ?"

"બસ શાંતિ છે તું કે કેવું ચાલે છે... ?"

"અહીં પણ શાંતિ જ છે દીદી..."

"તમારા બાળકો કેમ છે.. ?"

"બધા મજામાં અને પોતાની લાઈફમાં ખુશ છે..."

"ભાઈજાન તમારા કુટુંબને શ્રાપ લાગે છે. બધા છોકરાઓ સુંદર અને બધી પત્નીઓ બદસૂરત..."

"આવું કેમ બોલે છે રુખશાના મારી પત્ની અનિશા તો દેખાવડી જ છે..."

"આ તમારી બીજી પત્ની છે ને એટલે પહેલી તો ઓળા જેવી હતી..." રુખશાના આબિદઅલી ને ના સંભળાવાનું સંભળાવી રહી છે.

"રુખશાના એ બધી વાતો છોડ આયત આવશે એટલે આ કલંક પણ મટી જશે..."

"કેવી રીતે આવશે આયત ... એના અબ્બુને આવવા દો એમની શું મરજી છે..."

"તારી શું મરજી છે રુખશાના એ કહે... ના કહેવા બોલાવ્યા છે અમને અહીં ? જો ના કહી તો તારો અને મારો દરેક સંબંધ કટ થઇ જશે...."

"શાંતિ રાખો દીદી એ આવે પછી વાત કરી લેજો..."

અરમાન અને અક્રમ ઘરે બેઠા છે. એ બંને વિચારી રહ્યા છે કે જૂનાગઢમાં શું ચાલતું હશે. અક્રમ કહે છે કે અત્યારે મીટીંગ બેઠી હશે ને વાતો થતી હશે.

આયતના ઘરે એના અબ્બુ થોડીવારમાં એના મોટાભાઈ સલીમ અને દીકરો વકીલ હોય છે શાહીલથી મોટો એને લઇને આવે છે. એ આવીને અકળાઈ ને બેસે છે.

"બોલ ભાઈ આબિદ કેમ આવ્યો છે...?" સલીમ બોલે છે.

"ભાઈ એ મારે તમને જવાબ આપવાની જરૂર નથી તમારી ઘરે આવીશ ત્યારે આપીશ"

"અનિશા તને તમીઝ છે કે નઈ સલામ તો કર મને.."

"સલીમભાઈ તમે બહારથી આવ્યા તમે કરોને સલામ..."

"ચાલ આબિદ એ કે આવવાનું કારણ શું છે..."

"હું આયતનો હાથ અરમાન માટે માંગવા આવ્યો છું મંજુર છે..."

"નથી મંજુર ...." સલીમ બોલે છે.

"સલીમ મેં તને નથી પૂછ્યું. હું સુલેમાનને પૂછું છું... બોલ સુલેમાન... દીકરી તારી છે..."

"આબિદભાઈ સલીમભાઈ મારા મોટા ભાઈ છે. પિતાનો દરજ્જો ધરાવે છે. એમનો જવાબ એ જ મારો જવાબ છે..."

"ચાલ અનિશા ઉભી થા... મારે હવે એક મિનિટ પણ અહીં નથી બેસવું..." આબિદઅલી ગુસ્સામાં ઉભા થાય છે.

"પણ ભાઈ આટલી રાત્રે ક્યાં જશો... જમી લો કાલે સવારે નીકળી જજો..."

"એ પ્રશ્ન તારો નથી સુલેમાન.. તે અમને બોલાવીને અપમાન કર્યું છે. જ્યાં અપમાન થાય ત્યાં એક પળ પણ હું ના રહી શકું..."

"ઉભા રહો તમે હું એકવાર આયતને મળી લઉ..." અનિશા આબિદઅલી ને કહે છે.

અનિશા જી આયત ને મળવા બીજા રૂમ માં જાય છે.

"બેટા આયત તે તારા અમ્મી અબ્બુનો જવાબ તો સાંભળી જ લીધો છે. અમે અરમાનને કહીશું ના જઈશ તો એ નહિ રોકાય એ અહીં આવશે. અને આ તારા બાપુજી સલીમની તો કોઈ હેસિયત જ નથી એને રોકવાની. બસ હવે આવે તો તું એને ના કહેજે તો એ નઈ આવે...."

"માસી મારી જીબ સળી જાય પણ હું એને ના કેમ કહી શકું.. તમે જ કહો...."

આટલું સાંભળતા જ અનિશાજી રડી પડે છે. એ આયતને ભેટીને રડે છે. અનિશાજી ને આબિદ અલી નીકળે છે ત્યાં સલીમ બોલે છે.

"મેં સાંભળ્યું છે, તમારો દીકરો બે દિવસ પેલા અહીં આવ્યો તો. એને કઈ દેજો હવે ના આવે મારા છોકરાઓ ગુસ્સામાં છે. હવે આવશે તો મોટો ઝગડો થશે..."

"જો ભાઈ સલીમ તારા છોકરાઓ ને કેજે કે એ તૈયારી કરીને રાખે મોટા ઝગડાની. એ આવશે તો જરૂર..."

આટલું કહી આબિદ અલી અને અનિશા નિસાસો નાખીને ત્યાંથી નીકળી રાત્રે જેતપુર જાય છે. બહેનોમાં સલમાબાનું સૌથી મોટા એટલે અનિશાજી આખી વાત કરે છે. સલમાબાનું પણ કહે છે કે રુખશાના આવું કેમ કરી શકે. આયત તો ફક્ત અરમાન માટે જ બની છે. બીજે દિવસે સવારે એ જૂનાગઢ પોતાના દીકરા હારુન સાથે જાય છે. બહેનને જોતા જ રુખશાના એને ભેટવા જાય છે એ રુખશાનાને ધક્કો મારી ને દૂર કરે છે.

"તે અનિશા અને આબિદઅલીને ના કેમની પાડી..."

"અરે બહેના બેસો તો ખરા... "

"મારે ના તારા ઘરનું પાણી પીવું છે ના બેસવું છે.... તું મને જવાબ આપ..."

"બહેના ના ગમ્યું તો ના પાડી... એમાં શું મોટી વાત છે..."

"રુખશાના કુરાન હાથમાં લે અને કસમ ખા કે તને અરમાન નથી ગમતો..."

"જુવો બેન ગમતો હોય તો પણ હવે મારો વિચાર નથી ના મેં પાડી છે..." સુલેમાન બોલ્યો..

"તું ચુપ રે.. તારાથી તો કઈ થતું નથી તારા એ નકચંડા ભાઈ સલીમને લઇ ને આવી ગયો. એનો દીકરો વકીલ છે તો શું એ બોસ છે... એને ના પાડી છે... "

"બહેના બેસ તો ખરી...." રુખશાના વાત ને શાંત કરવાની કોસિસ કરે છે.

"નથી બેસવું હું જાઉં છું. આબિદ અલી અને અનિશા મારે ત્યાં સાંજ સુધી છે. તમારો વિચાર કરીને આવી જજો નહીંતર આજે હું છેલ્લી વાર તારી ઘરે આવી એટલું સમજી લેજે..."

એટલામાં આયત સ્કુલ એથી આવે છે. એ સલમા માસીને જોઈને ભેટી પડે છે. સલમાબાનું પણ એને પ્રેમથી ચુંબન આપે છે.

"જુવો બેન ઉભા રહો અત્યારે જ વાત નો ફેંસલો કરી દઉં વિચારવાની જરૂર નથી... અહીં આવ આયત... " સુલેમાન બોલે છે.

આયત એના અબ્બુ પાસે જાય છે એ પોતાનો હાથ દીકરી પર મૂકે છે.

"બેટા માસીને કઈ દે અરમાન તને નથી પસંદ... તને મારા સમ છે. જો તું નહિ કહે તો મારુ મરેલું મોઢું જોઇશ..."

"માસી... એ વાત સાચી છે... કે... મને અરમાન સિવાય કોઈ પસંદ નથી...." આટલું બોલતા જ રુખશાના આયતને થપ્પડ મારે છે.

સલમાબાનું અને હારુન પાછા જેતપુર જાય છે. આયત એના અમ્મીના થપ્પડ થી ગાલ થતી પીડાને વેઠી રહી છે અને સુલેમાન અને રુખશાના આયત પર શબ્દોના પ્રહારથી વર્ષી રહ્યા છે.

ક્રમશ:....


Rate this content
Log in

Similar gujarati story from Romance