Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Irfan Juneja

Crime Romance Tragedy

3  

Irfan Juneja

Crime Romance Tragedy

હમ તુમ્હારે હૈ સનમ - ૨૩

હમ તુમ્હારે હૈ સનમ - ૨૩

7 mins
14.2K


સારા ને અરમાન બાઇક પર નિકાહ માટે લઇ જતો હોય છે. અચાનક સારાની આંખ ખુલે છે. એને અનુભવાય છે કે આ તો એક સ્વપ્ન હતું. પણ એ સ્વપ્ન જોઈને પણ એ ખુશ થાય છે. અહીં આબિદ અલી અને નાનીમાં જેતપુર પહોંચે છે. અરમાનને વાત કરે છે કે એનો નિકાહ છે આવતા રવિવારે પણ અરમાન એ આયતની જેમ જ વાત માનતો નથી. એ કહે છે આવતા સોમવારે જ હું વિશ્વાસ કરીશ કે તમે કહો છો એ સાચું છે કે નહીં.

સવારે આયત ચા બનાવીને અમ્મી અબ્બુના રૂમમાં જાય છે આયતના અમ્મી સુતા હોય છે.

"અમ્મી ચા... અબ્બુ ક્યાં છે ?"

"એ લિવિંગ રૂમમાં જ કાલે સુઈ ગયા છે... જા ત્યાં જઈને આપી આવ"

આયત લિવિંગ રૂમમાં જાય છે. એના અબ્બુ કાલની વાત મન પર લઇ ને ત્યાં જ સુઈ ગયા હોય છે. આયત અંદર પ્રવેશતા જ જુવે છે એના અબ્બુ બેહોશ હાલતમાં છે. મોઢામાંથી ફીણ નીકળે છે. આયત જોરથી રાડ પાડે છે. એના બીજા ભાઈ બહેન અને અમ્મી આવી જાય છે.

"હાય અલ્લાહ... શું થઇ ગયું અબ્બુને અચાનક..."

આયત એના નાની બેનને મોકલીને મોટાબાપુ ના ઘરે સમાચાર મોકલાવે છે. બધા મળી એમને જૂનાગઢની હોસ્પિટલ લઇ જાય છે. એક માણસને બાઇક લઈને આબિદ અલીને જાણ કરવા મોકલે છે.

આબિદ અલી અને અરમાન રાજકોટ જવા નીકળતા જ હોય છે કે અહીં એ વ્યક્તિ આવે છે અને સમાચાર આપે છે. બધા જેતપુરથી જૂનાગઢ હોસ્પિટલ તરફ રવાના થાય છે.

સુલેમાનને સટ્રેચર પર સુવાડીને આઈ.સી.યુ.માં લઈ જાય છે. અહીં આયતના ઘરે મૌલવી સાબ એને હિંમત આપવા આવે છે.

"મૌલવી સાબ દુઆ કરો મારા અબ્બુ ઠીક થઇ જાય."

"હા બેટા તું નમાજ પઢીને અલ્લાહને દુઆ કર બધું આસાન થઇ જશે."

એટલામાં સારા આવે છે. આયત એને જોઈને ભેટી પડે છે. પણ આજે સારાની આંખોમાં કંઇક અલગ જ હોય છે.

"આયત અંદર રૂમમાં ચાલ મારે તને એક વાત કરવી છે.."

"પણ અહીં જ કહી દે ને."

"ના અંદર ચાલ."

આયત અને સારા અંદર જાય છે.

"આયત મને તો પહેલેથી જ ખબર હતી કે આવું જ થવાનું છે. મારા અબ્બુના એક બાબા છે જેમને મને કહ્યું કે જો આયત અને અરમાનના નિકાહ થશે તો એના અબ્બુ નહિ બચે."

"પણ આવું કઈ રીતે શકય છે ?"

"તારે માનવું હોય તો માન નહિતર કહી નહિ. પછી કહેતી નઈ કે મેં જાણ નહોતી કરી. અને એ બાબાની વાત ક્યારેય ખોટી નથી પડતી."

"એવું જ છે સારા તો હું નહિ કરું."

"ક્યારે છે તારો નિકાહ ? આ રવિવારે ને ?"

"હા રવિવારે હતો પણ હવે નહીં કરું."

"એમ નઈ આયત તું મોટાઓ ને કે, દરગાહ જા દોરો બાંધ અને કસમ લે. નહિતર કઇ નઈ થાય..."

"હા તો કહું છું સારા નહીં કરું મને મારા અબ્બુની બલી ચડાવીને લગ્ન નથી કરવા."

"તો તું નહીં કરે ને ?"

"હું તો બંને બાજુ મરી ગઈ.. સારા... શું કરું..."

અહીં ડેલી ખખડે છે. આયત ડેલી ખોલે છે. સામે શાહીલ હોય છે.

"ભાઈજાન શું ખબર છે અબ્બુ ના."

"આયત હજી કઈ સારા સમાચાર નથી એ આઈ.સી.યુ.માં છે. બસ તું દુઆ કર... અને હિંમત રાખ..."

આ વાત સાંભળી સારા આયતના મગજ પર વધુ હાવી થાય છે.

"તો તે શું નિર્ણય કર્યો ?"

"મેં કહ્યું તો ખરા સારા કે નહીં કરું."

"આ સમય બેસી રહેવાનો નથી ચાલ દરગાહ પર અને માંગ દુઆ."

સારા આયત ને દરગાહ પર લઈને જાય છે અને ભોળપણનો ફાયદો ઉઠાવી એ દરગાહ પર મન્નત લેવડાવે છે કે જો એના અબ્બુ ઠીક થઇ જાય તો એ અરમાન સાથે નિકાહ નહીં કરે. અને સારા આ જોઈને મનોમન ખુશ થાય છે.

અહીં હોસ્પિટલમાં સમાચાર આવે છે કે હવે ખતરો ટળી ગયો છે. પણ અટેક ભારે હતો એટલે હાથ પગ ચાલતા સમય લાગશે અને બે વર્ષ સુધી સુલેમાન બોલી નહીં શકે. અને સુલેમાનને થોડા સમય એડમિટ જ રાખવો પડશે.

"સારું તો અક્રમ બેટા તું અહીં રહેજે અમે આયત અને છોકરાઓ પાસે રહીશું કાલે સવારે આવી જઈશું." નાની અક્રમ ને કહે છે. અક્રમ ડોક્ટર હોવાથી એ અહીં ઉપયોગી નિવળે.

રુખશાના આ સાંભળીને ઉભી થઇ ને આબિદ અલીને ગળે વળગી જાય છે.

"તમે ઘરે ન જશો.. મને એક સહારાની જરૂર છે." બધા આ વર્તન થી અચંબિત થાય છે પણ એમ સમજે છે કે પતિની આવી હાલત છે એટલે આવું કરે છે.

અરમાન અને એના નાની આયતના ઘર તરફ રવાના થાય છે અને સુલેમાન, અક્રમ, આબિદ અલી અને રુખશાના હોસ્પિટલમાં જ હોય છે.

રાત્રે રુખશાના આબિદઅલીને ચોંટીને બેસે છે અને ખભા પર માથું રાખીને સુવે છે.

"કેટલા વર્ષો પછી આજે આમ સુવાનો મોકો મળ્યો મને." રુખશાના બોલી.

"તું આમ સીધી બેસ.. આ હોસ્પિટલ છે...."

"હોસ્પિટલ છે તો શું થયું. વર્ષો પછી મારો પ્રેમ મારી સાથે છે."

"રુખશાના અલ્લાહથી ડર, તારો પતિ અંદર જીવન મરણ વચ્ચે લડી રહ્યો છે... દુઆ કર..."

"એને છોડોને તમે... એને પાંચ છોકરા તો પેદા કરી લીધા હવે શું કરવું છે એને. આજે તો ખુદા એ મોકો આપ્યો છે. લઇ જાઓ મને તમારી સાથે."

"રુખશાના હું મારા જીવનમાં ખુશ છું.. તું હવે જે સંબંધ છે એ જ નિભાવ અને દૂર બેસ..."

"ખોટું ન બોલો મારી બેન અનિશા મારાથી દસ વર્ષ મોટી છે. એ ડોશી સાથે તમે શું મજા કરી હશે.. મજા તો એને કરી ને પેલા અકબર સાથે ને પછી તમારી સાથે."

અક્રમ આ બંનેની નજદીકી દૂરથી જોવે છે. એ ત્યાંથી નીકળે છે.

"ક્યાં જાય છે બેટા ?"

"માસા કેન્ટીનમાં ચા પીવા..."

"ચાલ અમે પણ તારી સાથે આવીએ છીયે..."

"ના ના આબિદ અલી. તમે બેસો ને અક્રમ લેતો આવશે આપણાં માટે... જા અક્રમ લેતો આવજે..."

અક્રમ આ અજીબ વ્યવહાર જોઈને જાય છે.

"રુખશાના તું કંઇક શરમ કર.. છોકરાઓ જોઈને ખોટું સમજશે."

"સમજવા દો... હું તો આજે પણ તમારી જ છું."

આબિદ અલી ગુસ્સે થઇને ઉભા થઇ જાય છે.

"કેમ અક્રમથી ડરી ગયા. એમ સમજો છો કે એ અનિશાને જઈને કહેશે ? કેહવા દો એને પછી મજા આવશે."

"રુખશાના જીબ પર લગામ રાખ."

એમ કહીને આબિદ અલી બહાર ચાલ્યા જાય છે.

અહીં સારા આયતના રૂમમાં અરમાન એ આપેલા લવ લેટર વાંચતી હોય છે. આયત રૂમમાં આવતા જ જુવે છે.

"આ શું કરે છે સારા...?"

"એક પેજ બાકી છે વાંચી લઉ..."

"પણ તું મારા લેટર કેમ વાંચે છે ?"

"સાચું કહું આ વાંચીને એની સાથે પ્રેમ થઇ જાય છે..."

"ચાલ લાવ હવે મને આપ અને આવી ફાલતું વાત ન કર."

"બીજા નથી ?"

"ના આજ છે. પણ હવે આવશે... મને ખબર છે એ મળશે નહીં તો લેટર લખશે."

"આયત તારા લગ્ન બીજા કોઈ સાથે થઇ ગયા તો ?"

"આવો પ્રશ્ન કેમ પૂછે છે ?"

"બસ એમ જ જવાબ તો આપ."

"ક્યારેય નહીં બને."

"અને એના બીજા સાથે થઇ જશે તો ?"

"તને લાગે છે એ બીજી કોઈ છોકરી સામે આંખ ઉઠાવીને જોવે પણ ખરો ?"

"ઘમંડ ન કર આયત..."

"ઘમંડ નથી સારા.. વિશ્વાસ છે... પણ એતો કે તું આવા સવાલ કેમ કરે છે ?"

"બસ એમ જ આયત... પણ તૂતો કહેતી હતી કે એના લગ્ન બીજા સાથે થશે તો તું એનું મોઢું ચૂમી લઈશ."

આયત એને ધ્યાનથી જુવે છે. એની પાસે આવે છે અને કહે છે.

"એ તો તારા માટે કહ્યું હતું સારા.. કે તું એની સાથે લગ્ન કરીશ તો હું તારું મોઢું ચૂમી લઈશ."

નીચે ડેલી ખખડે છે. આયત છત પરથી જ કહે છે.

"સારા સમાચાર આવ્યા છે."

"તને કેમ ખબર આયત."

"એ આવ્યો છે. ખરાબ સમાચાર હોય જ નહીં."

નીચે જઈને આયત દરવાજો ખોલે છે. આયતના નાનીને અરમાન સામે હોય છે. આયત અરમાનને જોઈ ને સ્મિત આપે છે અને નાનીને ગળે મળે છે. આયત બધા ને લિવિંગ રૂમમાં બેસાડે છે.

"હું ચા બનાવીને લાઉ." સારા અરમાનને કહે છે.

અરમાન આશ્ચર્યથી એની સામે જુવે છે.

"તું બનાવીશ ? જા તો લઇ આવ.. પણ સાકર ઓછી..."

"હું એટલા પ્રેમથી બનાવીશ કે સાકારની જરૂર જ નહીં પડે..."

આયત ચા બનાવવા જાય છે. અરમાન આયતને કહીને હાથ પગ ધોવા બહાર જાય છે. અહીં આયત નાનીને બધી વાત પૂછે છે કે એના પિતાની તબિયત કેવી છે.

અરમાન હાથ પગ ધોઈને ઉભો થાય ત્યાં સારા ટુવાલ લઇને એની સામે ઉભી હોય છે. અરમાન એને નાની બેન સમજીને જ એની પાસેથી ટુવાલ લે છે. સારાના મગજમાં અરમાન સાથે લગ્નનું ભૂત સવાર છે પણ આયત અને અરમાન આ વાતથી અજાણ છે.

(ક્રમશ:....)


Rate this content
Log in

Similar gujarati story from Crime