Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Jyotindra Bhatt

Tragedy Thriller

2.7  

Jyotindra Bhatt

Tragedy Thriller

ઘર

ઘર

2 mins
638


લાડકવાયા દીકરાને ઘડપણની લાકડી બનશે એ આશાએ ધામધૂમથી પરણાવીને નવદંપતીનાં ઓવારણાં લેતાં બન્નેને ગૃહપ્રવેશ કરાવીને તમો દંપતી જાણે જીવનની મોટી જવાબદારીથી મુક્ત થવાનો આનંદ માણી પતિ પત્ની લઈ રહેલા હતા નિંદર તમારા બેડરૂમમાં.


મધ્યરાત્રીની નિરવ શાંતિમાં અચાનક તમે લઘુશંકા માટે ઊભાં થઈ ને પરસાળમાંથી પસાર થતાં તમારા પુત્ર અને પુત્રવધૂનો સંવાદ અનાયાસે તમારા કણઁ પટલને વિંધી ગયો. થોડીવાર માટે ધબકાર ચૂકી ગયાં હતાં તમો ! ગયા એવા જ પરત રૂમમાં આવીને તમારી પત્ની સામે એક નજર નાખીને સુઈ ગયાં. તમારી પત્નીનો આનંદ લાંબો ના ચાલ્યો! સવારે તમો રાતે સાંભળેલ પુત્રવધૂ નો સંવાદ પત્નીને જણાવો એ પહેલાં પુત્ર એ સવારનાં નિત્યક્રમ મુજબ તમો દંપતીને પગે લાગી ને જણાવ્યું કે,


'કાલે રાતની ફ્લાઇટમાં અમો બન્ને ઓસ્ટ્રેલિયા જઈ રહ્યાં છીએ.'

તમારી પત્ની આ સાંભળીને તમને સંભળાય તેમ બોલી.


"જોયું તમે લગન કરીને મને અંબાજી ફરવા નહોતા લઈ ગયાં ને મારો દીકરો વહુને ઓસ્ટ્રેલિયા કાલે ફરવા લઈ જાય છે. તમે આખી મારી જિંદગી ઘરમાં વિતાવી દીધી. તમારા માબાપને ક્યારે ય ઘરમાં એકલા નથી રહેવા દીધાં. આપણા છોરા છોરીને નણંદ દીયરનાં સંયુક્ત પરિવારના ઘરમાં બધા સારા માઠાં અવસર કાઢ્યાં પણ મને કદીય સમ ખાવા ઘરની બહાર ક્યારેય નથી લઈ ગયાં !"


અકલ્પનીય પત્નીનાં બોલનો કલ્પનીય પ્રત્યુત્તર આપવાની ઈચ્છા પરાણે દબાવી દીધી. બીજે દિવસે સાંજે સહુને મળીને દીકરોને જિન્સ પેન્ટમાં સજ્જ પુત્રવધૂ મોટી બેગ્સ સાથે ઓસ્ટ્રેલિયા જવા અમદાવાદથી ફ્લાઈટમાં રવાના થઈ ગયા.


જે મકાનમાં લગ્ન કરીને પ્રવેશ બાદ તમે સાચાં અર્થમાં કિલ્લોલતું ઘર બનાવેલ. એ ઘરને ફરીથી મકાન બનાવીને નવદંપતી સદાય માટે ઓસ્ટ્રેલિયા દીકરાના સાસરીયાં પાસે રહેવા ચાલી ગયાં. લઘુશંકા સમયે તમે પુત્રવધૂની હનીમૂનના બહાને હમેશા માટે વતન છોડીને ઓસ્ટ્રેલિયન નાગરિક બની શકે એવી તમામ વ્યવસ્થા વિઝા એરટિકિટ તથા ઓસ્ટ્રેલિયામાં સસરાની મોટેલ સંભાળવા હમેશાં માટે ઘર જમાઈ બનવા થનગણતાં દીકરાંનું સપનું પુરુ કરવા અજાણ્યા બનીને તમે સાંભળેલી સઘળી વાતથી પત્નીને છેક સુધી જણાવી તમે નહોતા શક્યાં. તમને બીક હતી કે પત્ની પુત્રની કપૂતતા સહી નહિ શકે! 


પંદર વીસ દિવસે ફરીને પરત બાળકોના આવતાં તમારી પત્ની સાચી હકીકત જાણવા જીદ કરતાં દીકરાના સમ આપી દીધાં. પણ.. એ બિચારી ક્યાં જાણતી હતી ? તેને આપેલા સમ થઈ ધરતીકંપ સર્જાશે ને તમારૂ ઘર ખંડિત મકાનમાં પરિવર્તિત થશે.

અને એવું જ થયું.


જ્યારે તમારી પત્નીને સાચી હકીકતની જાણકારી તમે આપતાં જ તમારી પત્નીને આવેલ પહેલો ને છેલ્લો ભારે હાર્ટએટેક એ સહન ના કરી શકી અને....માતાનાં મરણનાં સમાચાર તમારા એકમાત્ર દીકરાને ઓસ્ટ્રેલિયા જાણ કરતાં પુત્રએ પરદેશથી પરત આવવા અશકિત દર્શાવી "સોરી" કહીને ફોન મુકી દેતાની સાથે જ... બીજે દિવસે સવારે સ્મશાનમાં તમારી દીકરીઓ એ તમારી પત્નીનાં શબને પુત્ર બની સ્વહસ્તે મુખાગ્નિ આપી, સાથે તમારી અર્થીને પણ !

એક વખતનું કિલ્લોલતું ઘર ખંડેર મકાન બની તમારા નપાવટ દીકરાની ગાથા સમાજને ગાતું એક દિવસ ક્ષિણ થઈ જશે તમારી જેમ. 


Rate this content
Log in

More gujarati story from Jyotindra Bhatt

ઘર

ઘર

2 mins read

Similar gujarati story from Tragedy