Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Alpesh Barot

Thriller

4  

Alpesh Barot

Thriller

રહસ્ય:૧૩

રહસ્ય:૧૩

6 mins
14.2K


રણમાં ચાલવું અઘરું હતું. રણમાં પળપળ પરીક્ષાઓ લેવાઈ રહી હતી. ક્યાંક મોટા કાળા ભમર વીંછીઓ જોવા મળતા તો, ક્યાંક મોઢું ફાડીને બેઠેલા સાપોનો ડેરો જામેલો હતો.

રણની રાતનો પ્રયાયી મોત જ થતો હશે? રાત જાણે ડાકણની જેમ ભરખવા ઉભી હોય, દરેક ચીખ મોતની ચીખ હતી. રાત્રે શિકાર માટે નીકળતો જંગલી ચિતો, ભૂખ્યા વરૂઓનો ટોલું અમને જોઈ ગયો હતો. ચાંચિયાઓ પછી અમને આ જંગલી પ્રાણીઓ સાથે પણ બે-બે હાથ કરવા પડશે, એવી તૈયારી હતી. વનવાસીઓ સજાગ હતા. નાકને જોર જોરથી કશ લગાવતા હતા. જાણે તે આસપાસ કયો પ્રાણી છે તે નાક વળે સુંઘી રહ્યા હતા.

જ્યારે ચીત્તો અમારી આસપાસ હતો ત્યારે તેઓએ મરેલા પ્રાણીની લાશ પોતાની સાથે લઈ લીધી હતી. અમે બધા ઉધરસો, વોમીટીંગ કરવા લાગ્યાં.

પહેલા પહેલા તો, ખબર ના પડી કે આ મરેલા પ્રાણીને કેમ સાથે લે છે.પણ પછી લાગ્યું, શિકારી પ્રાણીઓ મરેલા પ્રાણીને ક્યારેય ખાતા નથી અને અમારી ગંધ તેના સુધી ના જાય તે માટે તે મરેલા પ્રાણીની લાસને અમારી સાથે લીધી હતી.

સુકાભઠ રણનો અંત આવ્યો. રેતાળ જમીન પર ચાલવામાં પગ પર કષ્ટ પડતો હતો. રણમાં સૂરજનો ધારદાર તડકો હતો. જાણે સ્ટ્રો વડે અમારા શરીરની બધી જ તાકત છીનવી લીધી હતી. ભોજન-પાણી પણ ખૂટી ગયું હતું. ભૂખ્યા, લાચાર, બેબસ, થાકેલા હતા અમે, ત્યાં સુધી જયાં સુધી અમે સામેં હરિયાળા પર્વતોના જોયા, ગર્જતા વાદળોથી ઘેરાયેલા હરિયાળા પહાડો દેખાઈ રહ્યા હતા. સતત વરસાદ પછી હરિયાળા પર્વતો આંખને જોવા ગમતા હતા. કોઈ કોઈ પર્વત તો જાણે વાદળ જ બની ગયા હતા. પર્વત અને વાદળનો મિલન પ્રેમી-પ્રેમિકા જેવા ભાસતો હતો. વાદળોને આટલી નઝદીકથી જોવા એ પણ એક લહાવો હતો. જાણે અહીંથી જ ક્ષિતિજ રેખા શુરું થતી હતી. અહીં જ ધરતી અને આકાશનું મિલન થતું હતું. તળેટી કરી ચોંટી સુધી એક જ જાતના વૃક્ષ દેખાતા હતા. આ ભૂમિ કાંચીડાની જેમ રંગ કરતી હતી. જેમ બારે ગાવે બોલી બદલાય, એમ અહીં બાર ગાવે મોસમ બદલાતો હતો!

"કેટલી વિવિધતા? ક્યાંક સુંદર રેતાળ સમુદ્રકિનારો, જ્યાં ભીંજાયેલ રેતીમાં ચાલવું ગમે... ક્યાંક ચુના માટીના સફેદ નિર્જીવ, નિરસ પહાડો દેખાવે સુંદર પણ એટલા જ ડેન્જરસ, તો તેની નીચે તેથી પણ ખુંખાર શેતાન જેવા જ્વાળામુખી, ક્યાંક સૂકોભઠ રણ, ક્યારેક એવું થાય જાણે આપણે સાઉદીમાં છીએ. ક્યારેક એવું થાય ઇજિપ્તમાં, ક્યારે એવું થાય જાણે આપણે ઍમઝોનના જંગલોમાં આવી ગયા હોઈએ. ક્યારેક એવું થાય ભારતના કોઈ દરિયા કિનારે છીએ. આ પહાડો... ને પહાડોથી પણ નીચા વાદળો, વાદળોને આટલી નઝદીકથી જોવા જાણે કોઈ જાદુ હોય... " પ્રિયાએ કહ્યું.

"તને યાદ છે. પ્રિયા આપણે માસીને ત્યાં માંડવી રોકાવા જતા... મોડે સુધી આપણા ભાઈઓ સાથે સમુદ્ર કિનારે લટારો મારતા, નાતા - ફૂદકાઓ મારતા... મને તો માટીમાં ઘર બનાવું કેટલું ગમતું નહિ " કલ્પેશે કહ્યું.

"હા, જ તો... તમેં બધા ભાઈઓ ભેગા થઈ મને ખૂબ હેરાન કરી છે. આ બધું કેમ ભૂલી શકાય."

રણથી આવેલા સુકાયેલા ગળા,લીલા મોટા ગોળાકાર પર્ણો પર વેકેશન ગાળવા બેઠેલી પાણીની બુંદોએ જીવ બચાવ્યો. ઘાટા લીલા રંગના મોટા ગોળ આકાર પર્ણો ધરાવતા વૃક્ષોની પર્વતની તળેટીમાં તેમજ પર્વત પર તેની હાર માળા હતી. આટલા મોટા પર્ણવાળા વૃક્ષ, જે ખૂબ ઉંચા હતા. જે આજથી પહેલા ક્યારે પણ જોયા નહોતા. તો ક્યાંક જાળીઓમાં છુપાઈને મોરલો ટહુકો કરતો હતો. અહીંની દરેક વસ્તુ, અનોખી હતી. અહીં દરેક ક્ષણે નવો એહસાસ, અનુભવ થતો. અહીંના જંગલો, અહીંના વૃક્ષ, પર્વતો, નદીઓ, ઝરણાઓ કઈ કહેવા માંગતા હતા. કોઈ કહાની સાંભળવા માંગતા હતા. ફરીથી આકાશમાં બે આકૃતિ નજરે ચડી, ચિચિયારિયો કરતા બે ડાઈનોસોર અમારી તરફ આવી રહ્યા હતા.

****

એક પછી એક એમ ચાર સળગતા તીરોએ ગુફાની અંદર હાહાકાર મચાવી દીધી. તેઓની ધનુષ્યવિદ્યા પર ગર્વ લેવા જેવો હતો. એક પછી એક તિરો એટલા બારીકીથી છોડ્યા જાણે હોલીવુડ ફિલ્મનો દ્રશ્ય હોય! ખબર નહિ, આ વનવાસીઓએ કયો પ્રવાહી તિરો ઉપર લગાડ્યો હતો? ભળભળ કરતા પર્વત પર ફેલાયેલી વેલો, બીલીપત્ર અને પીપળો થોડી જ ક્ષણોમાં ખાખ થઈ ગયા. ગુફાની અંદરથી પક્ષીઓનો એક ટોળું ઉડી આકાશ તરફ ગયું. ચામચીડિયાંનો એક ટાળો કીકીયારીઓ કરતા આકાશ તરફ ઉડયું.

તે સિવાય લેશેસી મટ્ટા નામનો ઝેરી સાંપ જેના શરીર પર કેસરી પટ્ટાઓ હતા. તે સિવાય બાયરોપ્સ ઇન્સ્યુલરિસ, પીળા પીળા પટ્ટાઓ વાળો વાઈપર લીલા એનાકોન્ડા વગેરે પ્રજાતિના સર્પોની હારમાળા ગુફાની બહાર નદી જેમ સતત નીકળવા લાગ્યા.

સાપોને જોઈને નોળીયાઓ ઉશ્કેરાઈ ગયા. વનવાસીઓ અને હું સાઈડમાં ઊભા ઊભા આ રમત જોઈ રહ્યા હતા. વિશાળ આકારના નોળિયાઓ સામે નાના કદનાં સાપોની એક ના ચાલી, એક પછી એક કરતાં-કરતા હજારો સાપોને આ વિશાળ દેહી નોળીયાઓ પોતાનો બ્રેકફાસ્ટ બનાવી ચુક્યા હતા.

ગુફા હવે અમારા જવા લાયક થઈ ગઈ હતી. વિશાળ પર્વત જેની પહેલી પાર શું છે. તેની ભનક સુધા નોહતી આવતી. વિશાળ પર્વતની આ તળેટીની અંધારી ગુફામાં અમે એક પછી એક પ્રવેશ્યા. વનવાસીએ મને ઈશારો કર્યો. હું સમજી ગયો તે ચમકતા પથ્થરની વાત કરે છે. કપડાની એ પુટિયામાંથી ચમકતા પથ્થરને કાઢતા જ ગુફામાં અલગ પ્રકારથી ઝળહળી ઉઠી.

ગુફાની અંદર પણ ગુફાઓ હતી. અલગ અલગ મુખો, દરવાજાઓ હતા. વનવાસીઓ આગળ વધી રહ્યા હતા. હું તેની પાછળ પાછળ ચાલતો હતો. પથ્થર પર બેઠેલા કરચલાઓ જોઈને મને વિચાર આવ્યો, અહીં કરચલાઓ શું કરે છે? શું અમે સમુદ્ર કિનારાથી એકદમ નઝદીક છીએ? ગુફાની અંદર મોટા હોલ જેવી બીજી ગુફામાં અમે પ્રવેશ્યા ત્યાં, બે મોટા એનાકોન્ડા ઉંઘી રહ્યા હતા. ઘાટા લીલા રંગના આ એનાકોન્ડા પંદરથી વિસ ફિટ લાંબા હતા. તેના શરીર પર ઘાટા પીળા રંગના પટ્ટા હતા.સંકોચાઈ ને બેઠા હતા.વનવાસીઓ તેની ઊંઘનો ફાયદો લઈને અહીંથી નીકળી જવાની ફિરાકમાં હતા પણ જેવો પહેલો વનવાસી અંદર પ્રવેશ્યો એનાકોન્ડાએ તરાપ મારી તેને ભરખી લીધો. વીજળીની ગતિથી આ બધું આંખ સામે થઈ ગયું. વનવાસી એ રીતે એનાકોન્ડાનો કોળિયો બની ગયો જાણે કોઈ કીડો મકોડો હોય. બીજા વનવાસીઓ અને હું પાછળ હટી ગયા. ફરીથી વનવાસીઓ કઈ જોરજોરથી બોલવા લાગ્યા. જેથી એક નોળિયો અંદર પ્રવેશ્યો, હું સમજી ગયો કે તે લોકો આ નોળીયાઓને બોલાવી રહ્યા હતા.

જયારે - જયારે તેઓ કોઈને બોલાવે છે. ત્યારે એક સાથે એક સુરમાં કઈ બોલે છે.

વિશાળ દેહિ નોળિયો સામે તેટલા જ આકારના એનાકોન્ડા વચ્ચે યુદ્ધ છેડાવાનો હતો. નોળિયો એક પગ જમીનમાં ખોતરી, ઉપર માથું કરી જોરથી બરાડયો. જાણે યુદ્ધ માટે શંખનાદ કરતો હોય, માથું ધુણાવતા જોરથી એનાકોન્ડાની દિશામાં ભાગ્યો...

એનાકોન્ડા પણ જાણે લડાઈ માટે તૈયાર હોય...

નોળિયો સ્પીડમાં એનાકોન્ડા પર ત્રાટકતા... થોડે સુધી તે ઢેસડાઈને દૂર પડ્યો... નોળિયો પોતાનો વિશાળ જડબો ખોલી એનાકોન્ડાને વચ્ચેથી લપક્યો.

ત્યાં જ પાછળથી બીજા એનાકોન્ડા નોળિયાના શરીર પર પોતાના દાંત પેસી દીધા...

નોળીયો દર્દથી તડપી ઉઠ્યો. નોળીયે જોરદાર અવાજ લગાવી. ગુફા અમુક ક્ષણો માટે હચમચી ગઈ. એક વનવાસીને ઈશારો કર્યો, તમે બને આગળ વધી જાવ... મેં ના કરી કે હું આગળ નહિ જાઉં, પણ તેઓએ મારી એક ના સાંભળી. હું ને વનવાસી નાનકડી બખોલમાંથી બીજી ગુફામાં પ્રવેશ્યા, જ્યાં એનાકોન્ડાનો અંદર પ્રવેશવું અસંભવ હતું. એનકોન્ડા એક વનવાસીને ભરખી ગયો હતો. મને તેનો દુઃખ હતો. તેથી હું બીજા સાથીઓને છોડી આગળ નહોતો જવા માંગતો. આગળ ગુફાઓમાં નાની-નાની સુરંગો હતી.આ એક ભૂલભૂલૈયા જેવું હતું. જયારથી આ સફર પર નીકળ્યા છીએ મને બધું ભૂલભૂલૈયા જેવું જ લાગી રહ્યું હતું. જો વનવાસીઓ મારી સાથે ન હોત તો હું અહી સુધી પોહચ્યો જ ન હોત.

વનવાસીએ એક પથ્થરને જોરથી એક પછી એક ગુફામાં ફેકયાં... એક એક કરી તમામ ગુફામાં તે આ રીતે જ પથ્થર ફેંકી રહ્યો હતો. આ જોઈને મને વિચાર આવ્યો, આ આવું કેમ કરી રહ્યો છે?

મેં પથ્થર ઉપાડી તેની નકકલ કરવા જઇ રહ્યો હતો. તેને મને ઈશારા વળે ના કરી, અને દૂર ખૂણામાં ઉભા રહેવાનું કહ્યું. તે સતત બધી ગુફાઓમાં આ રીતે એક પછી, એક ગુફામાં પથ્થર ફેંકી રહ્યો હતો.એક ગુફામાંથી તેને પથ્થર ફેંકયો તેની ડબલ ગતિએ પથ્થર પાછો આવ્યો. વનવાસી માંડ તેની લાઈનથી હટી શક્યો. ગુફામાંથી પથ્થર પાછો કેમ આવ્યા? વનવાસી કેમ ગુફામાં પથ્થર ફેંકી રહ્યો હતો?

બસ હું એજ વિચારતો રહી ગયો.

ક્રમશ


Rate this content
Log in

Similar gujarati story from Thriller