Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Sapana Vijapura

Tragedy Romance

4  

Sapana Vijapura

Tragedy Romance

ઊછળતા સાગરનું મૌન 13

ઊછળતા સાગરનું મૌન 13

3 mins
14.2K


નેહા શુન્યમન્સ્ક થઈને ફોન સામે તાકી રહી. આકાશ સાથે આટલાં વરસો સુધી નિભાવ્યું. એનો આવી રીતે અંત આવશે એની કલ્પના એને નહોતી કરી... બસ અમારી કુરબાની એળે ગઈ... મેં મમ્મી પપ્પા અને સાગરને માટે જે કુરબાની આપી એ એળે જશે અને આ ઉંમરે મમ્મી પપ્પાને કેટલો આઘાત લાગશે સમાજની

સામે આંખ ઊઠાવીને જોઇ નહીં શકે... અરે રે મારી એક નાદાનીનું પરીણામ આવું આવશે... મેં લગ્નનાં વચન તોડ્યાં. એક પત્નીનાં વફાદારીના નિયમો તોડ્યાં. મારા કરેલાં પાપનું આવું જ પરીણામ આવવું જોઈયે. હે ઈશ્વર મને માફ કરજે. મારાં કોઈ પાપની સજા તું મારાં મમ્મી પપ્પાને કે સાગરનેના આપતો. હે ઈશ્વર હે ઈશ્વર...

"નેહા લાઈટ બંધ કરજે. મને લાઈટ સાથે ઊંઘ નથી આવતી..."

નેહાએ યંત્રવત લાઈટ બંધ કરી... કાલે મહેશભાઈ આકાશને બધી વાત કરી દેશે. કાંતો મારું ખૂન અથવા સાગરનું. ના ના ના હે ભગવાન સાગરને કાંઈ ના કરતાં. હું છું ત્યાં સુધી... બસ મારાં પ્રેમ પર કલંક ના લાગવાં દેજે... હે ઈશ્વર... અમારો પ્રેમ ભલે અધૂરો રહ્યો. પણ આત્માથી હું સાગરને ભૂલાવી શકી નથી... એમ કહો કે આકાશે એને ભૂલવાં નથી દીધો... બસ આ રાત પસાર થઈ જાય... ભગવાન આવી કેટલી ભયાનક રાત મેં એકલીએ ગુજારી છે... બસ સવાર પડે એટલે નેહાએ આંખો બંધ કરી લીધી..ઊંઘ તો કોસો દૂર હતી પણ આવતા વિચારો જો દૂર થઈ જાય માટે જોરથી આંખો બંધ કરી લીધી...

સવાર પડી. "નેહા, આજ મારે જરાક જલ્દી નીકળવું છે. મહેશને કાંઈક કામ છે. એને મળીને શોપ પર જઈશ. નેહા એક ધડકન ચૂકી ગઈ... પણ નાસ્તો આપીને ચાનો કપ લઈને બેઠી. મારે આકાશને મહેશ એને કાઈ કહે એ પહેલાં બધું કહી દેવું જોઈએ... પણ શી રીતે કહું ? શું કહું ? કે હું સાગર સાથે એક રાત

હોટેલમાં જઈ આવી પણ અમે બન્ને પવિતર છીએ ! કોણ માનશે આ વાત? અને આકાશ તો કદી નહી માને. શું કરું શુ કરું... હે ભગવાન કાંઈક રસ્તો બતાવ... આકાશ કારની ચાવી લઈ નીકળવા લાગ્યો... કદાચ એવું પણ બને મહેશ કાંઈક બીજા કામથી બોલાવ્યો હોય... હા હા કદાચ એમ પણ બને... હંમણાં ચૂપ જ

રહું. કાઈ નથી કહેવું... આકાશ નીકળી ગયો. નેહા આકાશને નીકળતાં જોઈ રહી... અમારી વચ્ચે ખૂબ અંતર છે પણ દિલમાં એક લાગણી પેદા થઈ ગઈ છે આકાશ પ્રત્યે. આકાશ સાથે રહેવાની અને આકાશનું કહેવું માનવાની... હવે આદત થઈ ગઈ છે... એની આંખમાં ઝળઝળીયા આવી ગયાં... હવે જો આ સંબંધ છૂટી જાય તો ?

આ બાજુ સાગરને ચેન પડતું ન હતું. નેહાને મહેશ હેરાન કરતો હશે... કદાચ મહેશે બધું આકાશને કહિ દીધું હશે તો આકાશ... ઓહ, આકાશ તો નેહાને જીવતી નહીં રહેવા દે... હું આમ હાથ પર હાથ રાખી બેસી ના શકું... મારે દિલ્હી જવું જ પડશે... દુકાન પર કોલ કરી દીધો બે દિવસ દુકાન સંભાળી લેશો. પત્નિને કહ્યું કે મારે દિલ્હી જવું પડે એમ છે. પત્નિએ ખાસ સવાલ કર્યા નહીં કારણ બિઝનેસ માટે એને ઘણીવાર બહારગામ જવાનું થતું. સાગર પણ જુઠ્ઠુ બોલતાં બચી ગયો... દિલ્હીની ટીકીટ લઈ પ્લેનમાં બેસી ગયો.

મહેશ પાસે આકાશ ગયો તો મહેશ એની શોપ પર હતો નહીં. આકાશ ત્યાંથી નીકળી પોતાની શોપ ગયો. આકાશને હતું કે મહેશને જે પૈસા આપ્યાં છે એ કદાચ પાછાં આપવાં હશે. સાંજ પડી.આકાશ ઘરે આવ્યો... નેહા અધ્ધર જીવે આકાશની રાહ જૉતી હતી. આકાશે ચાવી મૂકી હાથ મોં ધોયા... ચાલ જમી લઈએ ખૂબ ભૂખ લાગી છે. નેહાએ રમાબેનેને જમવાનું પિરસી દેવા કહ્યું. ત્રાસી આંખે આકાશનો ચહેરો વાંચવાં કોશીશ કરતી હતી...નેહાએ ધીરે રહીને આકાશને પૂછ્યું, "મહેશભાઈને મળી આવ્યા? શું કામ હતું??"

"હા, ગયો હતો મળવા પણ મને મળ્યો નહીં... બહાર ગયો હતો. કાલે મળીશ..." નેહા... ચૂપ થઈ ગઈ. જમીને બન્ને ટી.વી જોતાં હતાં ત્યાં નેહાના મોબાઈલની રીંગ વાગી.. આકાશે પૂછ્યું, "આટલી મોડી રાતે કોનો ફોન છે?"

નેહાએ જલ્દી ફોન ઉપાડી લીધો. પછી ફોન તરફ જોઈને બોલી, "મમ્મીનો છે." કહીને બેડરુમમાં જતી રહી. ફોન સાગરનો હતો. નેહા ધીરેથી બોલી, "સાગર, તે શા માટે ફોન કર્યો? આકાશ ઘરે છે..."

નેહાનો અવાજ કંપી ગયો. સાગરે કહ્યું, "હું દિલ્હી આવ્યો છું... હોટેલમાં ઊતર્યો છું... બની શકે તો કાલ તું મને મળજે આપણે આ કોયડાનો ઉકેલ લાવીએ સમજી?" નેહા ના ના કરતી રહી પણ સાગર મક્કમ હતો. "ના તારે કાલે મને મળવાનું જ છે શી રીતે એ તું નક્કી કરજે... હું આ દલદલમાંથિ તને ઊગારવા

આવ્યો છું... મેં ફક્ત પ્રેમની વાતો જ નથી કરી તને પ્રેમ કરું છું અને તને આમ રહેસાતી હું નહી જોઈ શકું."

આકાશના આવવાનો અવાજ આવ્યો. નેહાએ ફોન મૂકી દીધો પણ નેહાની ગભરાયેલી આંખો... ઘણા રહસ્ય ખોલી રહી હતી.


Rate this content
Log in

Similar gujarati story from Tragedy