Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Vishwadeep Barad

Inspirational Others

3  

Vishwadeep Barad

Inspirational Others

.જ્યારે પથ્થર દિલ પિગળે !

.જ્યારે પથ્થર દિલ પિગળે !

5 mins
15K


ત્રણ બાળકો થયાં બાદ પહેલીવાર ભારત જવાનું થયું. દશ વર્ષ પહેલાં ભારતની મુલાકાત મારા મમ્મી-ડેડી સાથે કરી હતી અને ઉમેશ પર મારી પસંદગી ઉતરી. દેખાવડો, મિકેનિકલ એન્જિનિયર સાથે લગ્ન નક્કી કર્યા. હું સિટિઝન હતી તેથી ઉમેશને ફિયાન્સે વિઝા પર તુરત અહી અમેરિકા આવવા મળ્યું. નસીબ જોગે બે મહિનામાં મારીજ કંપનીમાં એન્જિનિયર તરીકે જોબ મળી ગઈ. પહેલી બે બેબી ગર્લ પછી મેં ઉમેશને કહ્યું. 'ઉમેશ,આપણે અહીં બાળકોનો પૂર્ણવિરામ મુકવો પડશે…'

'રુકેશા.તારી વાત સાચી છે પણ હું મારી ઈચ્છા કહી શકું ?'

‘એક બેબી-બૉય હોય…તો.’

‘ના..ના ઉમેશ..એ શક્યજ નથી…કેટલી હાડમારી પડે.’ ઉમેશ..આગળ એક શબ્દ ના બોલ્યો માત્ર એટલું જ કહ્યું.

‘જેવી તારી ઈચ્છા.'

તમો રેઈની સીઝનમાં રોજ છત્રી લઈ જાવ અને એક દિવસ છત્રી લઈ જવાનુ ભુલી જાઉ તેજ દિવસે ધોધમાર વરસાદ પડે ને પલળી જવાય એવું મારા જીવનમાં બન્યું. હું બર્થ-કન્ટ્રોલ પિલ્સ લેવાનું બે વખતભુલી ગઈ. એના પરિણામ રુપે આકાશનો જન્મ થયો. ઉમેશની ઈચ્છા પુરી થઈ બન્ને જણાં જોબ કરતાં હોઈએ ત્યારે ત્રણ બાળકોને સંભાળ રાખવી, બેબી સિટર શોધવાની બહુંજ હાર્ડ હતું. ઉપરાંત છોકરા માંદા-સાજા હોય ત્યારે બે માંથી એકને ઘેરે રહેવું પડે એ જુદું. પણ પડ્યું પત્તુ નિભાવે છુટકો નહી! ત્રણ બેડરૂમનું હાઉસ નાનું પડે..તેમાંય કોઈ ગેસ્ટ આવે ત્યારે તો ખાસ.

બે વર્ષનો આકાશ ,ટીનાને પાંચ અને લીનાની ઉંમર સાત સૌને લઈ પહેલી વખત અમદાવાદ આવ્યાં. ત્રણે બાળકોને પેલી વખત ભારત લઈ જતાં હતાં તેથી બહુંજ કેર-ફુલ રહેવું પડ્યુ. મેં અહીંથીજ ડોકટરની સલાહ મુજબ જરૂરી શોર્ટ બાળકોને અપાવી દીધા હતાં. ડીસેમ્બર મહિનો હતો એટલે થોડી ઠંડી હતી તેથી અમદાવાદ મારા સાસુ-સસરાના ત્યાં રહેવાની મજા આવતી હતી. ઉમેશે ફાયનાન્સિયલી હેલ્પ કરી અને તેના પેરન્ટસે ઘર અહીં અમેરિકન સ્ટાઈલનું બનાવેલ જેથી અમને કશી મુશ્કેલી પડી નહી. છતાં ત્રણ, ત્રણ બાળકો સાથે કઈ પણ જવા-આવવામાં થોડી હેરાનગતી લાગે.

અહીં ભારતના વાતાવરણમાં બાળકો ટેવાયેલા નહી એથી શર્દી-ઉધરસ, શોરથોટ અને એને લીધે ફિવર આ બધું ચાલ્યા કરે. આને કારણે અમો બહું બહાર ફરવા જવાનો પ્લાન ઓછો કરતાં હતાં. ઘરમાં જ રહી બાળકો સાથે સમય ગાળતા તેથી મારા-સાસુ-સસરાને પણ ગમ્યું. પહેલીજ વખત ગ્રાન્ડ-કીડ્સ જોયા તેથી તેઓનો હરખ ને ઉત્સાહ અનેરો હતો બાળકોને પણ દાદા-દાદી સાથે રમવાની મજા પડતી હતી.

અમો બન્નેને મળવા એના એક મિત્ર મુકેશભાઈ આવ્યા.ઑપચારિક વાતો થઈ. વાતમાંને વાતમાં મુકેશભાઈએ ઉમેશના બીજા એક મિત્ર સુમિત વિશે વાત કાઢી તો જાણવા મળ્યું કે,

'સુમિત અને તેની પત્નિ ઉમા બન્ને બસ એક્સીડેન્ટમાં ગુજરી ગયાં હતાં. અને તેમની પાછળ તેનો ત્રણ વર્ષનો છોકરો મુકી ગયા.'

’મુકેશ, તેના છોકરાની સંભાળ કોણ રાખે છે ?’

‘કોઈ નહી. તેમના નજીકના સંગાઓ છોકરાને રાખવા તૈયારજ નથી.અત્યારે તો અનાથ-આશ્રમમાં.’

ઉમેશની આંખમાંથી ગંગા-જમના વહેવાવા લાગ્યા. મને પણ દુખ થયું પરંતુ મારા કરતાં ઉમેશ વધારે લાગણીશીલ બની ગયો હતો. ઉમેશ સવારે ઉઠીને બાજુંના પાર્કમાં વૉક કરવા ગયો અને હું થોડી મોડી ઉઠી. તો મારી નજર ટેબલ પર પડી.ઉમેશની ચિઠી હતી.

’પ્રિય રુકેશા, ગઈ કાલે જે મારા મિત્રની કરૂણ ઘટના સાંભળી. તેના છોકરાને કોઈ સગાએ આસરો ના આપ્યો અને બિચારાને અનાથ-આશ્રમમાં જવું પડ્યું. બહુંજ દુઃખ થયુ. મારી એક નમ્ર વિનંતી સાંભળીશ ? આપણે તેના છોકરાને એડાપ્ટ કરી લઈએ તો ?

હું તુરતજ મનોમન બોલી ઊઠી,'ઉમેશ..ગાંડો થયો છે. આપણું ઘર કઈ ધર્મશાળા છે ? ત્રણ ત્રણ છોકરાઓને ઊછેરવા કેટલો હાર્ડ-ટાઈમ પડે છે. મારે આવા લફરામાં નથી પડવું. મારે કોઈ હવે કુટુંબમાં કોઈપણ જાતની વધારાની જવાબદારી લેવી નથી. હું બહુંજ અપ્સેટ થઈ ગઈ.'

ઉમેશ જેવો ઘરમાં આવ્યો તુરતજ મેં તેને બેડરૂમમાં બોલાવ્યો.

’આ શું છે ઉમેશ ?’ હું ધુવાપુવા થઈ ગઈ હતી. ભારતમાં લાખો બાળકો અનાથ છે તું કેટલાની ચિંતા કરીશ ? આપણે એટલાં અમીર નથી કે આવી ખોટી જવાબદારી માથે લઈએ. હું કદી પણ આવી જબાવદારી લેવા માંગતી નથી. ઉમેશ કશો પણ ગુસ્સે થયાં વગર મારી વાત સાંભળી રહ્યો હતો.

'જો તું મને બોલવાનો ચાન્સ આપે તો મારે કઈક કહેવું છે.’

‘હું પણ અનાથ હતો.’

‘શું વાત કરે છે ? તે મારાથી આ વાત કેમ છુપાવી ?’

‘તેના માટે મને માફ કરજે. કહેવાની તક મળી નથી. અને આ મારા પાલક માતા-પિતાએ સદા પોતાનું સંતાન માનીનેજ મને ઉછર્યો છેસારા સંસ્કાર આપી મને ઉચ્ચ શિક્ષણ આપ્યું છે.’ ઉમેશ વાત કરતાં કરતાં ગળગળો થઈ ગયો. મને મારા જન્મ આપનાર મા-બાપ કોણ છે એ પણ ખબર નથી. હું પાંચ વર્ષનો હતો અને અનાથ આશ્રમના મેનેજર બહું ખરાબ સ્વભાવના હતાં અને એક દિવસ મેં બીજા છોકરા સાથે ઝગડો કર્યો મને આખો દિવસ ખાવા ના આપ્યું. બહુંજ ભુખ લાગી હતી ત્યાંથી ભાગ્યો. નજદિકના એક પ્લોટમાં પાર્ટી ચાલતી હતી ત્યાં ગયો પણ મારા ચીંથરેહાલ કપડાંમા મને અંદર જવા ના મળ્યુ. રડતો રડતો ભુખ્યો તરસ્યો ખુણા પાસે બેસી ગયો અને આ મારા પાલક માતા-પિતા મારા જીવનમાં ભગવાન બની આવ્યા મને ઉગાર્યો. દિકરા તરિકે સ્વિકાર્યો એમને ચારા ચાર સંતાન હતાં છતાં.'

'ઉમેશ મને માફ કરજે. કહી તેને ભેટી પડી. પણ મમ્મી-ડેડીના બીજા ચાર દિકરા ક્યાં છે ?'

'રુકેશાસૌ ગામમાં રહે છે પણ કોઈ મમ્મી-પપ્પાનું ધ્યાન રાખતાજ નથી. તેમના માટે તો આપણે બેઉજ જે ગણીએ તે છીએ.’

ઉમેશની ઘટનાએ મારું દિલ પિગળાવી દીધું.ઉમેશના પાલક માતા-પિતા ચાર ચાર સંતાનો હોવા છતાં એક અનાથને આસરો આપ્યો. અને એ અનાથ ઉમેશે આજે જીવનની સુંદર કારકિર્દી બનાવી એક પ્રેમાળ પતિ એક પ્રેમાળ પિતા બન્યો. જીવનની જવાબદારીમાંથી હું કેમ ભાગું છુ ? હું પણ એક માનવ છું. માનવી પ્રત્યે મારી લાગણી અને પ્રેમ નહી રાખું તો આ માનવજીવન શા કામનું ? બસ મેં સ્વ.સુમિતના એકલો અટુલા સંતાન સુકેતુ માટે ફાઈલ કરી દીધું. હવે એ અનાથ નથી. મેં ફાઈલ કર્યું ત્યારે ઉમેશના ચહેરા પર જે ખુશી જોઈ છે તેને અહીં શબ્દમાં મુકી શકાય તેમ નથી.

આજ હું ચાર ચાર છોકરાની મમ્મી છું એનો મને અનહદ આનંદ છે. સમય જતાં ક્યાં વાર લાગે છે ? સુમિત હાઈસ્કુલમાં ગ્રેજ્યુએટ થયો. તેના ગ્રેજ્યુએશન સેરિમનિમાં પ્રિન્સિપલે અમને કહ્યુ. ‘તમે નસીબદાર અને ગૌરવશાળી મા-બાપ છો જેના કુટુંબમાં આવો હોશિયાર બાળક હોય. સુમિતને ગ્રેજ્યુએશન સેરિમનિમાં સ્પીચ આપવાની હતી.

મમ્મી, તમારું પ્રોત્સાહન, સલાહ માટે હું આપનો ઋણી છું તેમજ હું જ્યારે, જ્યારે નિરાશ થયો છે ત્યારે તમને મારામાં પુરે પુરો વિશ્વાસ રાખી ઉત્સાહ આપ્યો. માર લક્ષ્યને પહોચવા મારી પડખે ઉભી રહી છો. ઈશ્વરને પ્રાર્થુ છું કે આપના સ્વપ્ન સાકાર કરી શકું. ડેડ, આપના માર્ગદર્શન, ટેકા તેમજ આ જીવનની કિંમત અને ઉદ્દેશ મને સમજાવ્યા તે બદલ આપનો પણ ઋણી છું.

મિત્રો, મેં મારા માતા-પિતાની છત્રછાયા બહુંજ નાનપણમાં ગુમાવી હતી. એનો મને કશો અફસોસ નથી.પણ આનંદ અને ગૌરવ સાથે કહુંછું કે મારા પાલક માતા-પિતા એક કચરા પેટામાંથી ઉચકી મને એક સ્વર્ગ જેવા ઘરમાં લાવી આસરો આપ્યો, સંસ્કાર આપ્યા, શિક્ષણ આપ્યું, માર્ગદર્શન આપ્યું છે.આજે મને જે મૂલ્યવાન વિદ્યાર્થી નો એવોર્ડ મળ્યો છે તે એવોર્ડ મારા માતા-પિતાને આભારી છે અને હું તેમને સ્ટેજ પર આવવા વિનંતી કરૂ છું. હું અને ઉમેશ ભાવ-વિભોર અને ગળગળા થઈ સ્ટેજ પર ગયાં..મમી-પપ્પા આ એવોર્ડના સાચા અધિકારી તમે છો હું નહિ. આ સફળતાનો બધોજ શ્રેય તમને જાય છે. બધું જ તમારા આશીર્વાદને આભારી છે.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational