Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Sapana Vijapura

Classics Tragedy

4  

Sapana Vijapura

Classics Tragedy

યહ સફર હૈ બહોત મુશ્કિલ...

યહ સફર હૈ બહોત મુશ્કિલ...

8 mins
14.6K


શિખા મોઢું ચઢાવીને કૉલેજમાંથી ઘેર આવી ગઈ ! પ્રેમ ! રાસ્કલ શું સમજતો હશે પોતાની જાતને ! હું શું એના વગર રહી નથી શકવાની હું સા... ને બરાબર સબક શીખવીશ! શું સમજે છે ! હું એની જેવી તેવી માગણીનો સ્વીકાર કરીશ? કદી નહીં! ગુસ્સાને લીધે શિખાનો ચાંદ સમો ચહેરો જાણે તપતો સૂરજ બની ગયો હતો!

શિખા કોલેજની સૌથી સુંદર અને સ્માર્ટ યુવતી હતી!! અને એમ કહો આખી કૉલેજના છોકરાઓની જાન હતી!! પણ શિખાની જાન બસ એક યુવકમાં ફસાયેલી હતી અને એ હતો પ્રેમ! પ્રેમ પણ ખૂબ દેખાવડો અમીર બાપનો એકલો તો સ્માર્ટ યુવાન હતો! પ્રેમ શિખાને એટલો બધો ચાહતો હતો કે જો શિખા કૉલેજ ન આવી હોય તો એના ઘર સુધી પહોંચી જતો!! અને જો શિખા કૉલેજમાં દેખાય ના હોય તો કોઈ પણ ક્લાસમાં એનું દિલના લાગે!! શિખાના બધાં નખરા ઉઠાવે!! શિખા પણ પ્રેમ પર પૂરેપુરો રૂવાબ રાખે!! ક્યારેક વાયદો કરી પ્રેમ જો સમયસર ના આવે તો એ જ્યારે મોડો આવે ત્યારે રેસ્ટોરન્ટ ની પ્લેટસ જગ ગ્લાસ વગેરે એની સામે ફેંકે અને પ્રેમ કાન પકડી મુર્ગો બને ત્યારે એને છોડે!! ક્લાસ રૂમમાં બોર્ડ પર સોરી લખી પ્રેમ માફી માગી લે!! ક્લાસના બધા છોકરા એને ઘેલો કહી ઉડાવે!! પણ પ્રેમને તો કોઈની કાઈ પડી ના હતી!! એને તો શિખાની ખુશીમાં ખુશી મળતી!

પણ આજ જ્યારે એ શિખાને એકાંતમાં મળ્યો!! તો શિખાની દીવા સમાન આંગળીઓને ચૂમી લીધી! અને એના વાળમાં ફૂલ પણ પરોવી દીધું! અને એનાં લીસા સફેદ દૂધ જેવા ગાલ પર ટપલી મારી શિખાને કહ્યુ, "જાનુ, તારી પાસે કાંઈ માગી શકું? શિખાએ આંખોથી સંમતિ આપી!! પ્રેમ કહે, "જોજે તું પાછી ગુસ્સે ના થતી!" શિખા રૂવાબથી બોલી, "જો જે એવું કાંઇ ના માગતો કે મને ગુસ્સો આવે!" એમ કહી એ મીઠું હસી!! હવે પ્રેમની હિંમત વધી!! એને શિખાને નજીક ખેંચી અને જાણે કાનમાં કૈંક કહેતો હોય એમ કહ્યું! મારે તારા થોડાં પિકચર જોઈએ છે જેને હું તારી ગેરહાજરીમાં પણ જોઈ શકું!

શિખા ફટાક કરતી ઊભી થઈ ગઈ!! અને ચાલવા લાગી!! પ્રેમ જાનુ જાનુ ગુસ્સે ના થા કરતો પાછળ પાછળ ચાલવા લાગ્યો!! અને પછી શિખાનો હાથ પકડી કહ્યું, "જાનુ તું મારો આટલો વિશ્વાસ નથી કરતી!! પ્રેમ એજ વિશ્વાસનું નામ છે!! જો તને મારા પ્રેમ પર વિશ્વાસ નહીં હોય તો તું મને તારા પિકચર નહીં આપે!! આપણી વચ્ચે પ્રેમ અને વિશ્વાસ અડગ રહેવા જોઇએ!! તું જો પિકચર નહીં આપે તો હું સમજીશ કે તારા પ્રેમમાં ખોટ છે!! પણ શિખાએ પ્રેમની કોઈ વાત સાંભળી નહીં અને ગુસ્સામાં ઘરે જવા નીકળી ગઈ!!

ગુસ્સામાં ઘરે જઈ પથારી પર પટકાઈ !! મોટી બહેન શિખા અને પ્રેમ વિષે જાણતી હતી!! એને ખબર પડી ગઈ કે આજ ફરી પ્રેમ સાથે ઝઘડો કરીને આવી છે!! એના વાળમાં હાથ ફેરવતાં બહેને પૂછ્યું, "શિખુ શું થયું મને કહે!!" અને શિખા બહેનનાં ગળે લાગીને રડવા લાગી!! અને પ્રેમની માગણી અને પ્રેમનું કહેવું કે, "તને મારામાં વિશ્વાસ હોવો જોઈએ!!" પોતાની મૂંઝવણ બહેનને બતાવી!! બહેને કહ્યું, "પગલી, પ્રેમ તને કેટલો પ્રેમ કરે છે!! એ તારા ફોટાનો કદી મિસ યુઝ નહીં કરે તું બેધડક ફોટા લે અને એને આપ!! એ તારી પરીક્ષા કરે છે!! તું એને બતાવી દે કે તું એનો કેટલો વિશ્વાસ કરે છે!! શિખાને પણ આ વાત સાચી લાગી!! એને થોડી નિરાંત થઈ કે એને બહેન સાથે વાત કરી!

એકાંતમાં ઘણાં ફોટા લીધાં જે એક પતિ પત્નિ જ જોઈ શકે એવા હતાં! બીજા દિવસે કૉલેજમાં પહોંચી અને પ્રેમ એને કોલેજના ફાટક પાસે જ મળી ગયો!! એણે પોતાનો મોબાઈલ પ્રેમના હાથમાં મૂકી દીધો અને કહ્યું લે મેં તારી ઈચ્છા પૂરી કરી છે! અને આ ફોટા તારી પાસે જ રાખજે કોઈને બતાવતો નહીં! પ્રેમે એનાં ગાલ પર ટપલી મારી ગાંડી કદી કોઇને નહીં બતાવું !! તને પ્રેમ કરું છું!! મજાક થોડી!! હજુ તો બન્ને વાત કરતાં હતાં ત્યાં બે ગુંડા જેવા છોકરા ત્યાંથી સ્કુટર પર પાસ થયાં અને પ્રેમનાં હાથમાંથી મોબાઈલ આંચકી લીધો!! પ્રેમ એની પાછળ દોડ્યો પણ સ્કૂટરને એ છોકરાએ દોડાવી દીધું અને બન્ને અદ્ર્શ્ય થઈ ગયાં!!

પ્રેમ તો જાણે ડઘાઈ જ ગયો અને શિખા અવાચક!! હવે શું થશે? મારો મોબાઈલ તો ગયો!! અને મારા ફોટા!! હે ભગવાન!હવે શું!! પોલીસમાં ફરિયાદ લખાવી બન્ને ઉદાસ મને ઘરે આવ્યા!!

બીજા દિવસે શિખાના પગ ઉપડતા ન હતા કૉલેજ જવા માટે!! શું થશે?? પણ શું થયું હશે એ જાણવા માટે પણ કૉલેજ જવું જરૂરી હતું!! એ કૉલેજ પહોંચી!! છોકરા છોકરીઓ એની સામે જોઈ ઘુસપુસ કરતા હતાં!! એની સામે જોઈ હસતાં હતાં!! એની દોસ્ત નેહા એની પાસે આવી!! એને લેડીઝ રૂમમાં લઈ ગઈ!! ત્યાં દિવાલ ઉપર એના નામ સાથે ગંદી વાતો લખેલી હતી!! અને નેહા એ કહ્યું કે કૉલેજના લગભગ બધાં છોકરા અને છોકરીઓ પાસે એના ફોટા પહોંચી ગયાં છે!! હવે કાઈ થઈ શકે એમ નથી!! એ તો ડઘાઈ ગઈ એને શું કરવું એજ સમજાતું ન હતું!! પ્રેમને દોષ આપવા લાગી!! શરમથી એનું માથું ઝૂકી ગયું!! અરે રે મારા ચારિત્ર પર આ કેવો દાગ લાગ્યો!! હવે હું શી રીતે જીવું? મારે મરી જ જવું જોઈએ!! જેનો પ્રેમી આવો નીકળ્યો!! મારા પ્રેમ અને વિશ્વાસની કસોટી કરવા એને ફોટા માગ્યા અને એનું પરિણામ કેટલું ભંયકર આવ્યું. અને હવે જીવીને શું ફાયદો!! જ્યારે આખા જગતે મને આવી હાલતમાં જોઈ લીધી!! અરે મારા મા બાપ તો શરમથી મરી જશે!! હે ભગવાન આ ધરતી માર્ગ આપે તો એમાં સમાઈ જાઉં!!

એ ઘરે ગઈ બહેનને કશું કહ્યું નહીં!! બહેન પણ પોતાના કામમાં બીઝી હતી તો એને પણ શિખાને કાંઇ પૂછ્યું નહી!! એણે ચૂપચાપ કેબીનેટમાંથી ઉંદર મારવાની દવા કાઢી!! એની આંખોમાં ઉદાસી હતી!! શરમ હતી!! વારંવાર એ દવાની બોટલ હાથમાં લઈ ને મૂકતી હતી!! દુનિયા પરથી વિશ્વાસ ઉઠી ગયો હતો!! દુનિયા અત્યારે એને ઝેર જેવી લાગી રહી હતી!! ઘડીમાં મા બાપના શરમથી ઝૂકેલાં શિર નજર આવતા હતાં તો ઘડીમાં પ્રેમની ઉદાસ આંખો!! ઘડીમાં મોટી બહેનની લાચાર ઉદાસ આંખો!! હાથમાં બોટલ લઈ એને દ્રઢતાથી આંખો મીંચી અને એ ઝેર ગટગટાવી ગઈ!! થોડી વારમાં બહેન કાંઈ કામથી એના રૂમમાં આવી તો ખાલી બોટલ અને શિખાના મોઢામાં ફીણ જોયા!! એ ચીસ પાડી ઊઠી!! જલ્દી એમ્બ્યુલન્સ આવી એને હોસ્પિટલમાં લઈ ગયાં હજુ શ્વાસ ચાલતાં હતાં!! એને ઊલટી કરાવી!! ઝેર ઓકાવી દીધું પણ આ ઝેરે એને મગજ પર અસર કરી!! એ કોમામાં જતી રહી!! ડોકટરે કહ્યું કે, "હવે હું ના કહી શકું એ ક્યારે હોશમાં આવશે એક દિવસ, એક મહીનો એક વરસ!! શિખાને ઓકસિજન પર રાખવામાં આવી!!

ઘરના લોકો ઉપર જાણે વીજળી પડી!! મમ્મી તો જાણે હોશમાં જ ના હતી!! ડૉકટરે એની મમ્મીને પણ ઉંઘની ગોળી આપી સુવાડી દીધી!! અને પપ્પાની ઉદાસ આંખો જાણે સવાલ કરી રહી હતી!! મારી દીકરીનો શું વાંક? પપ્પા રડી ના શકે પણ પપ્પાનું મુંગુ રૂદન સાફ નજર આવતું હતું!! બહેન તો ભાંગી પડી હતી!! શિખા એને જીવથી વધારે વહાલી હતી!! એની આંખોના આંસું સુકાતા ન હતાં! પ્રેમ અર્ધ પાગલની જેમ હોસ્પિટલની આજુબાજુ ફરતો હતો!! એને ના ખાવાનું ના પીવાનું ભાન હતું!! બસ શિખા શિખા બબડે જતો હતો અને કહેતો હતો કે બધો મારો દોષ છે!! મેં જ મારા પ્રેમની આ હાલત કરી છે!! હા એક આ સમય છે જે નદી જેવો છે જે કદી રોકાતો નથી!! સારો હોય કે ખરાબ પણ પસાર થઈ જાય છે!! હા નદીના પાણીની જેમ એજ ક્ષણ પાછી આવતી નથી ચાહે દુઃખની કે સુખની!! દિવસો નીકળવા લાગ્યા!! મહીના નીકળવા લાગ્યા!!

શિખાનો રૂમ સાફ કરવા જગુ આવતો હતો!! હોસ્પિટલમાં એ સફાઈનું કામ કરતો હતો!! સુંદર શિખાને એ રોજ તાક્યા કરતો!! કેટલી સુંદર છે!! એના મનનો હિંસક પ્રાણી કલ્પનામાં એના શરીરનું શોષણ કરતો. એ રાતે હોસ્પિટલ સૂમસામ હતી!! જગુ સફાઈ કરવાને બહાને શિખાના રૂમમાં ગયો. અને દરવાજો બંધ કરી અંદરથી કડી મારી દીધી. અને એ હેવાને શીખાના અચેત દેહ સાથે અપકૃત્ય કર્યુ!! કોમામાં પડેલી શિખા સાથે હીંસક કૃત્ય કર્યુ અને શિખાને પોતાની હવસની શિકાર બનાવી!! શિખાએ ના ચીસો પાડી!! ના કોઈ આવી ચડ્યું ! એ હેવાન પોતાના કાર્યમાં સફળ થયો!! કોઇને કશી જાણ પણ ના થઈ!!

ફરી મહિનાઓ વીતવા લાગ્યા!! બે મહીના પછી નર્સ શિખાના રૂમમાં હતી અને એને જોયું કે શિખાના હાથની આંગળીઓ થોડી હલી રહી છે!! એણે તરત ડોકટરને જણાવ્યું!! ડોકટર ફરી નવા ઈલાજ કરવા લાગ્યા!! હવે ડોકટરને આશા બંધાઈ હતી કે શિખા કદાચ કોમામાંથી બહાર આવી શક્શે!! શિખાના અચેતન દેહમાં સંચાર થવા લાગ્યો!! ડોકટરે તરત શિખાના માતા પિતાને જણાવ્યું કે શિખા ખૂબ જલ્દી હોશમાં આવી જશે!! ખૂબ ઈલાજ અને સારવાર પછી ધીરે ધીરે રિસ્પોન્સ કરવા લાગી!! અને એક દિવસ એ પૂરી હોશમાં આવી ગઈ!! માતા પિતાએ જે શ્રધ્ધા રાખી હતી એનું ફળ મળી ગયું!! પ્રેમ તો ખુશીથી પાગલ જ થઈ ગયો!! સામે આવતી નર્સને ઊંચકી લીધી અને નર્સના બન્ને ગાલ પર ચૂમીઓ ભરવા લાગ્યો!! ડોકટરને ભેટી પડ્યો!! છ મહીના પછી બધાંના જીવનમાં ફરી બહાર આવી!!

શિખા ઘરે આવી ગઈ!! હજું બેડ રેસ્ટ કરવાનું કહેલું પ્રેમ રોજ ફૂલોનો ગુચ્છો લઈ હાજર થઈ જતો!! જાત જાતના કાર્ડ અને બલુનથી શિખાનો રૂમ ભરાઈ ગયો હતો!! માતા પિતા પણ શિખાને બધું ભૂલી નવી જિંદગીની શરૂઆત કરવા કહેતા! અને શિખા પણ બધું ભૂલવા માગતી હતી!! બસ ભગવાનનો એહસાન માનતી કે એણે એને બચાવી લીધી હતી!! કે આ બધાં ખુશીથી મહેકતા ચહેરા જોવા મળ્યા!! બધાં એને કેટલો બધો પ્રેમ કરે છે!! હવે કદી મરવાના વિચાર નહીં કરે!આને કદી મારા વહાલાઓને દુઃખ નહીં આપું!

પંદર દિવસ થયાં હશે!! અને શિખાને ખાવા ભાવતું ના હતું!! ઊલટી થઈ જાય!! મન બેચેન રહેતું હતું!! એ ડોકટર પાસે ગઈ! ડોકટરે થોડાં ટેસ્ટ કર્યા!! અને રિપોર્ટ હાથમાં આવ્યો!! ડોકટર અજય અવાચક થઈને રિપોર્ટ જોઈ રહ્યાં હતાં! શિખા મા બનવાની હતી!! જે છોકરી છ મહીનાથી કોમામાં પડી હતી એ મા શી રીતે બનવાની? શિખાને આ વાત કહેવી શી રીતે? પણ કહ્યા વગર તો છૂટકો ના હતો!! એને શિખાને રૂમમાં બોલાવી અને કહ્યું, "જો શિખા હું તારો ડોકટર છું, હું કહું તે ખૂબ શાંતિથી સાંભળ! મને ખબર નથી આ હોસ્પિટલમાં શું થયું!! પણ આ તારો રિપોર્ટ કહે છે કે તું મા બનવાની છે!! શિખા મૂંઝાયેલી ડોકટરને તાકી રહી!! ડોકટરે કહ્યું, "જો શિખા તું હમણાં આ બધું વિચારવાનું છોડી દે, હું હોસ્પિટલના સ્ટાફની મીટિંગ બોલાવું છું!! અને શું થયું એની તપાસ કરું છું!!

ડોકટરે શિખાને ખૂબ ધીરજ ધરવા કહ્યું!! ઘરનાની ખુશી દુઃખમાં ફેરવાઈ ગઈ પ્રેમ પણ ખૂબ ગુસ્સામાં આવ્યો!! અને કહેવા લાગ્યો મને એનું નામ આપો હું એનું ખૂન કરી નાખીશ જેણે મારી શિખા સાથે આવું બિભત્સ કામ કર્યુ છે!! એ ઉદાસ હતો પણ એ શિખાને આશ્વાસન આપતો હતો કે હું તારી સાથે જ છું તું ધીરજ રાખજે!! પણ શિખાની ઈજ્જત ફરી એકવાર દાવ પર લાગી હતી!! પહેલા ફોટા વાયરલ થયા અને હવે જે હોસ્પિટલે એને જીવાડી હતી એજ હોસ્પિટલના નાલાયક સ્ટાફને લીધે ફરી એને મરવાના વિચાર આવવા લાગ્યા! પણ ઘરવાળાએ અને પ્રેમે એને સંભાળી લીધી! ડોકટરે મીટિંગ બોલાવી આ વાતનો મુદ્દો મૂક્યો!! સી સી કેમેરા ચેક કરવામાં આવ્યા!! જગુને અડધી રાતે શિખાના રૂમમાં જતાં અને દરવાજો બંધ કરતા અને થોડીવાર પછી બહાર નીકળતા જોવા મળ્યો!! ડોકટરે એના પર કેસ કરવા કહ્યું પણ હોસ્પિટલના ડીન હોસ્પિટલની ઈજ્જત જશે કરી કેસ દબાવી દેવા માગતા હતાં! પણ ડોકટર અજય અડગ રહ્યા અને જગુ પર કેસ ઠોકી દીધો!! જગુનું પાપ મારે મારા ઉદરમાં નથી પાળવું કહી શિખાએ ગર્ભપાત કરાવી નાખ્યો!! હોસ્પિટલ પર તથા જગુ પર કેસ કરવામાં આવ્યો છે!! જગુ પર બળાત્કારનો અને હોસ્પિટલ પર દર્દી સાથે બેદરકારી વર્તવા બદલ!! શિખા ડિપ્રેશનનો શિકાર બની!! અને હવે ઘરના લોકો તથા પ્રેમ શિખાને આ ડિપ્રેશનમાંથી કાઢવા પ્રયત્ન કરી રહ્યા છે!! ઘણી વાર ટેક્નોલૉજી માણસને બરબાદ કરી દે છે!! અને કોઈની જિંદગી દાવ પર લાગી જાય છે!! હોસ્પિટલની બેદરકારી શિખા જેવી કુવારી છોકરીનું જીવન બરબાદ કરી શકે છે!!


Rate this content
Log in

Similar gujarati story from Classics