Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

અશ્ક રેશમિયા

Inspirational

3  

અશ્ક રેશમિયા

Inspirational

વસંત-વૈભવ

વસંત-વૈભવ

3 mins
14.8K


એક સુંદર મજાનું ગામ હતું. એનું નામ ગાંગમેર. ગામની એક બાજું ડુંગરાઓનું રાજ તો વળી બીજી બાજું જંગલ.

જંગલમાં વળી ગાંડાબાવળનું અડાબીડ રાજ. દક્ષિણ અને પશ્વિમ દિશાએ અર્ધસૂકાયેલ ખેતરો હતા. એમાં છૂટાછવાયા ઝાડવાઓ હતા. ઉજ્જડ જેવો વિસ્તાર.

આ ગામની નાનકડી શાળામાં ઘણા બાળકો ભણતર ભણે. એમાં બે બાળકો પાકા ભાઈબંધ. જ્યારે અને જ્યાં જુઓ ત્યારે હંમેશા સાથે જ હોય.

ગામના દરેક વ્યક્તિઓને એ માન આપે. સૌને નમન કરે. આથી ગામલોકોને પણ એમના પર વહાલ હતું. એ બાળકોમાં એકનું નામ વસંત અને બીજાનું નામ વૈભવ.

આ બંને જ્યારે જુઓ ત્યારે કંઈકને કંઈક ગડમથલમાં જ હોય.ગામના વિકાસની જ વાતો કરતા હોય. વસંત અને વૈભવ શાળાએથી છુટે એટલે ઘેર આવીને પહેલા લેશન પૂરુ કરી લે. પછી ગામનો ખૂણો-ખૂણો અને ખેતર-પાદર ખુંદી વળે.

બંનેની આંખોમાં ગામ મારે કંઈક કરી છુટવાના સુંદર અરમાનો હતા.

એક દિવસ ગાંગમેર ગામમાં બે સાધુ મહારાજ પધાર્યા. લોકોએ એમની સારી આગતા-સ્વાગતા કરી.વસંત અને વૈભવ પણ સાધુઓને પગે લાગ્યા.

ગામના ભોળા લોકોનું ભોળપણ જોઈ સાધુઓએ કથા કહેવા માંડી. સારી શીખામણ કહેવા માંડી. ધીમે ધીમે લોકો સંસારની સારી વાતો જાણતા થયા. રોજ મોડી રાત સુધી લોકો કથા સાંભળે, સમજે અને વિકસતા જાય. મોડી રાતે કથા પૂરી થાય એટલે લોકો ઘેર જાય.

રાતે સાધુમહારાજ એકલા પડે એટલે વસંત અને વૈભવ એમની સાથે ગામના વિકાસની ચિંતાસભર ચર્ચાઓ કરે. ગામની જાગૃતિ અને વિકાસ માટે ચિંતાતુર બંને મિત્રોને સાધુમહારાજ શુભ આશિર્વાદ આપતા હતા.સારી સમજ પણ આપે.આમ કરતા અઠવાડિયું વીતી ગયું. કથા પુરી થઈ.

સાધું મહારાજ હવે બીજે ગામ જવા રવાના થયા.

ગામનો સિલસિલો પહેલાની જેમ ચાલવા માંડ્યો. હવે લોકો સારી સમજ મેળવતા થયા હતા. સૌ પોતપોતાને કામે લાગ્યા. વસંત અને વૈભવ પણ પોતાને કામે લાગી ગયા.

એ બંને રોજ સવારે વહેલા ઉઠે.

ઉઠીને લેશન પૂરું કરે.

પછી ઘરનું અને લોકોનું કામ કરે. સાંજે શાળાએથી છૂટ્યા બાદ ગલીએ ગલીએ ફરવા માંડે.

ગામમાં ફરી ફરીને વસંત અને વૈભવ જુદી જુદી વનસ્પતિના ઠળિયા ભેગા કરે. એમાં લીંબોળીના, આંબલીના, કેરીના, આસોપાલવના, પીપળાના, વડના, મહુંડાના, ખજુરીના વગેરેના ઠળિયા વીણી-વીણીને ખીસ્સા ભરે. લોકો નવાઈથી એમને જોયા કરે.

રાત પડે. બંને મિત્રો જમે. અને પછી લોકો ઊંઘવા માંડે એટલે કોદાળી-ત્રિકમ લઈ ચાલી નીકળે. ગલીએ-ગલીએ જ્યાં જગ્યા મળે ત્યાં ખાડો ખોદતા જાય ને ઠળિયા વાવતા જાય. અડધી રાત વીતે એટલે કોઈને ખબર ન પડે એમ ચૂપચાપ આવીને સૂઈ જાય.

એક દિવસ...બે દિવસ...એમ કરતાં-કરતાં ચાર છ મહિના વીતી ગયા. આ સમય દરમિયાન બંને મિત્રોએ પાંચ હજાર જેટલા ઠળિયા ગામમાં અને સીમમાં વાવી નાખ્યા. ગામ લોકોને કોઈ ગંધ પણ ન આવવા દીધી.

એવામાં અવની પર ચોમાસું બેઠું. બંને મિત્રોને સાધુઓએ આપેલા વચન મુજબ ગામની ચોતરફ ધોધમાર વરસાદ પડવા લાગ્યો.

થોડાક દિવસ વીતી ગયા. જોત જોતામાં તો બધા જ ઠળિયાઓ અંકુરિત થઈ ધરતીની બહાર આવવા માંડ્યા. ધરતીને હરિયાળી જોઈને વસંત અને વૈભવ આનંદવિભોર બની નાચવા લાગ્યા.

વરસાદે બે દિવસ આરામ ફરમાવી એટલે વસંત અને વૈભવ પોતાને કામે લાગી ગયા. પહેલાની જેમ રોજ રાત્રે નીકળે. ઝાડવે-ઝાડવે જઈને કાંટાળી વાડ કરી આવે. અને સાથેસાથે ગોળ કુંડું કરી આવે. બીજા દિવસે સવારે લોકો આ બધું જુએ અને નવાઈ પામે.

આમ કરતા એક વરસ-બે વરસ ને પાંચ વરસ વીતવા આવ્યા. વૃક્ષોએ વિશાળ રૂપ ધર્યું. ચોતરફ હરિયાળા વૃક્ષોથી ગામ શુશોભિત થઈ ઉઠ્યું.

ગામની ગલીએ-ગલીએ, ચાોરે ને ચૌટે ઝાડવાઓએ લીલીછમ્મ મહેફિલ સજાવી. હવામાં તાજગીસભર ખુશ્બું રેલાવા લાગી. ખેતરોના શેઢા વૃક્ષોની હારમાળાઓથી દીપી ઉઠ્યા.

વસંત અને વૈભવની મહેનત અને માવજતથી વૃક્ષોએ ગામની શોભા વધારી. આગળના નવા વરસે વળી વૃક્ષોના લીધે વધારે વરસાદ પડ્યો. ખેતરોમાં મબલક પાક થયો. ગામ ખુશખુશાલ બની ગયું.

ગામ લોકોની ખુશહાલી જોઈ વસંત અને વૈભવ પણ આનંદ પામતા.

એટલામાં વાયરાએ વાત ફેલાવી. ગામ લોકોને જાણ થઈ. એટલે લોકો ભેગા થયા. ગામની વચ્ચે વસંત અને વૈભવનું ફૂલોથી જોરદાર સમ્માન કર્યું. અને સારી વધામણી આપી.

શાળાના બાળકોએ તો વળી એમનું અલગ રીતે જ સમ્માન કર્યું. એમણે શાળાની બન્ને બાજુએ સુંદર બે બાગનું નિર્માણ કર્યું.અને એકનું નામ આપ્યું: વસંત અને બીજા બાગને નામ આપ્યું: વૈભવ બાગ.

આમ, વસંત અને વૈભવ પર્યાવરણનું અને લોકોની સેવાનું કામ કરીને અમર બની ગયા.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational