Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Sapana Vijapura

Romance Others

4  

Sapana Vijapura

Romance Others

ઊછળતા સાગરનું મૌન 2

ઊછળતા સાગરનું મૌન 2

4 mins
14.2K


નેહા સાગરમાં પથ્થર ફેંકતી રહી. એનું મૌન સાગરને અકળાવી રહ્યું હતું. પણ .એનાં હોઠ પણ સીવાઈ ગયા હતા એને પણ સમજ નહોતી પડતી વાતની શરૂઆત કેવી રીતે કરવી. એ પણ સાગરમાં ઊછળતાં મોજાંને તાકી રહ્યો હતો. નેહાની કાંકરીની કોઈ અસર સાગરના પાણીને થતી ન હતી. લાગણીઓનું પણ કદાચ આવું જ હશે. જીવનનાં નાનાં મોટા પ્રત્યાઘાતોનાં પથ્થર દિલ ઉપર પડ્યાં કરે અને દિલ સાગરની જેમ જીલ્યાં કરે.. કેટલાં ઝાટકાઓ સહન કરે પણ ચાલ્યા જ કરે ઘડક્યા જ કરે જે સમયે ઈચ્છા હોય કે બસ આ સમયે ધડકન બંધ થઈ જાય એ સમયે વધારે જોરથી ધડકે... સાગરને પણ થયું બસ આ મારી આખરી પળ હોય

બસ ધડકન બંધ થઈ જાય... પણ દિલ તો વધારે ધડકવા લાગ્યું.

નેહા સાગરમાં પથ્થર ફેંકતી રહી. એનું મૌન સાગરને અકળાવી રહ્યું હતું. પણ .એનાં હોઠ પણ સીવાઈ ગયા હતા એને પણ સમજ નહોતી પડતી વાતની શરૂઆત કેવી રીતે કરવી. એ પણ સાગરમાં ઊછળતાં મોજાંને તાકી રહ્યો હતો. નેહાની કાંકરીની કોઈ અસર સાગરના પાણીને થતી ન હતી. લાગણીઓનું પણ કદાચ આવું જ હશે. જીવનનાં નાનાં મોટા પ્રત્યાઘાતોનાં પથ્થર દિલ ઉપર પડ્યાં કરે અને દિલ સાગરની જેમ જીલ્યાં કરે.. કેટલાં ઝાટકાઓ સહન કરે પણ ચાલ્યા જ કરે ઘડક્યા જ કરે જે સમયે ઈચ્છા હોય કે બસ આ સમયે ધડકન બંધ થઈ જાય એ સમયે વધારે જોરથી ધડકે... સાગરને પણ થયું બસ આ મારી આખરી પળ હોય એના કરતાં એની આંખો વધારે હસી પડતી... આ શું થયું નેહા... નેહા... તારી આંખો આટલી સુની આટલી ઉદાસ કેમ છે? પણ શબ્દો હોઠો પર અટકી ગયાં બહાર આવતા જ નથી.ગળામાં ડૂમાઓ ભરાઈ ગયાં. નેહાએ ધીરેથી પોતાનો હાથ સરકાવ્યો અને સાગરનો હાથ પોતાના હાથમાં લઈ લીધો.

ગુંગળાયેલા શબ્દો બહાર નીકળ્યા, "સાગર, મારી યાદ આવતી હતી?" સાગરે હકારમાં ગરદન હલાવી. "તો મારી પાસે કેમ ના આવ્યો? મને કેમ ના બોલાવી ફોન પણ ના કર્યો. તું ભૂલી જ ગયો... મારી યાદ ના સતાવી મારાં પ્રેમને તે દિલથી મીટાવી દીધો!" નેહાનો અવાજ તરડાઈ ગયો. એણે સાગરનો હાથ કસકસાવીને પકડી રાખ્યો હતો.

સાગરે હળવેથી એનો હાથ પંપાળ્યો અને કહ્યું, "શાંત થઈ જા નેહા તને હું કદી નહીં ભૂલું અને તારો પ્રેમ છીપમાં જેમ મોતી સચવાઈ છે એવી રીતે મેં મારાં હ્રદયમાં સાચવી રાખ્યો છે. જ્યારે તારી યાદ આવે મારો હાથ છાતી પર રાખું છું અને ખૂબ નજદીક અનુભવું છું. પચીસ વરસ થયાં પણ એવી કોઈ ક્ષણ મારાં જીવનમાં નથી કે તું મારી સાથે ના હોય. ભગવાને આપણાં રસ્તા અલગ કર્યા છે આપણાં મન નહીં.અને પગલી પ્રેમ એ ખુશીનો પ્રસંગ છે દુખનો નહીં." કહી એની આંખો પ્રેમથી લૂછી નાંખી. નેહા શાંત થઈ ગઈ. ફરી બન્ને વચે મૌન છવાઈ ગયું.

સાંજ ઢળતી હતી. સૂરજ દૂર દરિયામાં ડૂબવાની તૈયારી કરતો હતો. હવાની આછી લહેર નેહાનાં વાળ સાથે અડપલા કરતી હતી. નેહાની સુગંધ સાગરના શ્વાસોને ભીજવતી હતી. આછાં પ્રકાશમાં નેહા ખૂબસૂરત લાગતી હતી. આછા કેસરી રંગની રેશમી સાડીમાં મીરા જેવી દેખાતી હતી. ગળામાં પહેરેલી પાતળી સોનાની સેર અને જરાક લાંબા એવાં કાનનાં ઝૂમખા અને આંગળીમાં મોટા હીરાની વીંટી એ જ બોબ વાળ અને કુમાશવાળા ગુલાબની પાંખડી જેવાં હોઠ અને અણીયાળી આંખો... ઉદાસીમાં પણ નેહાનું સૌંદર્યમાં ઊણપ આવી ન હતી. કે પછી પ્રેમીની નજરમાં ઊણપ નથી આવતી? પ્રેમથી નીહારતા પ્રેમીને પ્રેમીકામાં ઊણપ ક્યાંથી દેખાય?

હજું સાગરનો હાથ પકડીને નેહા બેઠી હતી. જાણે કદી નહી છોડે એવું લાગી રહ્યું હતું. અચાનક નેહાના હાવભાવ બદલાઈ ગયા. એણે નેહ ભરી નજરથી સાગરને જોયો. અને અચાનક એનો હાથ ચુમી લીધો અને કહ્યું, "મારી એક વાત માનીશ સાગર?" સાગરે મંદ સ્મિત કરીને કહ્યું, "બોલ શું વાત?"

નેહા બોલી, "હું બે દિવસ શહેરમાં છું, ચાલ કોઈ હોટેલમાં જઈને રહીયે...!" સાગરે ધીરેથી હાથ છોડાવી લીધો અને કહ્યું, "નેહા, આ બરાબર નથી. તારા પતિ અને મારી પત્નીને જાણ થઈ જાય તો ખૂબ અનર્થ થઈ જાય, અને વળી નૈતિક રીતે પણ બરાબર નથી." નેહાનું મુખ શરમથી લાલ થઈ ગયું. થોડીવાર મૌન રહી.પછી સ્વસ્થ થઈને કહ્યું, "ચાલ સાગર આપણે જઈએ." પણ શરમથી એની આંખો જમીન ખોતરી રહી હતી. ફરી અટકીને બોલી, "મારે તને જીવનની સચ્ચાઈ બતાવવી હતી. તું જે વિચારે છે એવું કાંઈ મારાં દિલમાં નથી. મારે તને મારી કથની સંભળાવવી હતી. તારા સાથની સુગંધ મારી સાથે લઈ જવી હતી..જેને સહારે હું જીવન આખું પસાર કરી દેત... ચાલ કાંઈ નહી મારાં નસિબમાં એ વાત પણ નથી. જ્યારે આટલું સહન કર્યુ છે તો થોડું વધારે. મારે તારી પાસે કોઈ અપેક્ષા રાખવી જ ના જોઇએ..." ફરી નેહાની આંખો વહેતી થઈ ગઈ... કપાળમાં કૂવો... કોઈ શું કરે?

સાગરે એનો હાથ પકડી લીધો. "ચાલ તારી ઈચ્છા પણ હું પૂરી કરીશ."

બન્ને બીજા દિવસે હોટલ હોલીડે ઈનમાં મળવાનું નક્કી કરી છૂટાં પડ્યાં. સાગર ક્યાંય સુધી નેહાની પીઠને તાકી રહ્યો. નેહાએ આવું કેમ કર્યુ હશે? એવું શું કહેવું હશે? એ સુખી લાગતી નથી. મેં એની સાથે ખૂબ અન્યાય કર્યો.. મારે એનાં દુખ જાણવા પડશે. સાગર આંખનાં ઝળઝળીયા લૂછતો રિક્ષામાં બેસી ગયો.


Rate this content
Log in

Similar gujarati story from Romance