Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Sapana Vijapura

Tragedy Others

3  

Sapana Vijapura

Tragedy Others

ઊછળતા સાગરનું મૌન-૭

ઊછળતા સાગરનું મૌન-૭

6 mins
14.4K


નેહા અને આકાશ દિલ્હી આવી ગયાં. દિવસો વીતી જાય. અને અંતર ઘટવાને બદલે વધતું જાય. ઘણીવાર કિસ્મત પણ કેવાં ખેલ ખેલે છે. બે તદ્દન જુદાં વિચાર ધરાવતી વ્યક્તિઓને એક સાથે મૂકી દે છે. અને પછી તમાશો જુએ છે. નેહા અને આકાશ બન્ને તદ્દન જુદાં સ્વભાવનાં અને બન્ને એક ગાંઠથી બંધાઈ ગયાં હતાં.

સાગરની યાદ સલામત હતી. આકાશ સાગરને એનાં મગજમાંથી કે દિલમાંથી હટવા નહોતો દેતો. અને હવે એનો ઈલાજ પણ ન હતો. દિવસો આવે અને જાય અને સાગર પ્રત્યે પ્રેમ વધતો જાય અને એની ઊણપ અને કમી દિલમાં ઘર કરતી જાય. બા બાપુજી વૃધ્ધ થતાં જાય અને દીકરીનો ખોળો ક્યારે ભરાય એની રાહમાં આંખોના દીવા ઝાંખા કરતાં જાય. સાસુમાં પણ આકાશનો વંશવેલો જોવા તલપાપડ થાય..

"બેટા નેહા, આજ ચાલ તને સારી ડોકટર પાસે લઈ જાઉં. મારી ઓળખીતી છે અને વરસોથી બાળકો ના થતા હોય એવા દંપતિને પણ એના ઇલાજથી બાળકો થયાં છે." "બા, મારાં નસીબમાં હશે તો બાળક થશે. મારે કોઈ ડોકટર પાસે નથી જવું. વળી અમારા લગ્નને હજું છ વરસ જ થયાં છે. અને આકાશ પણ બાળકમાં રસ

નથી લેતો તો..." નેહાએ ઉદાસ સ્વરમાં જણાવ્યું. પણ બા ક્યાં માને એમ હતાં ? ડો શાહની કલીનીકમાં લઈ ગયા. નેહાની તપાસ થઈ ..બધું નોરમલ હતું. કોઈ કારણ ના હતું કે નેહાને બાળક ના થાય. ડો.શાહે જણાવ્યું કે આકાશને કોઈ સારા ડોકટરને બતાવો.

આકાશને કોણ કહે ડોકટર પાસે જવા માટે ? દિલમાં હજારો તીર ખૂંચી જાય છે. જિંદગીમાં બસ આ બાકી હતું ? હવે આ એક નવી મુસીબત આવી ચડી. બા રોજ સમજાવે કે આકાશ સાથે વાત કર પણ આકાશ સાથે ક્યાં નજીકનાં સંબંધ છે. આ અંતર ઓછું થાય તો હું કાંઇક કહું ને પણ હવે વાત કર્યા વગર છૂટકો જ નથી.

આકાશ સવારે ઊઠ્યો. નેહા ચા લઈને રૂમમા આવી. આજનું પેપર પણ આપ્યું. ચા પી રહેલા આકાશ તરફ નેહા તાકી રહી હતી. આકાશને પણ આ વાતની ખબર હતી.ત્રાસી આંખે જોઈ એણે પૂછ્યું," કાંઈ કામ છે ?" નેહા ચોંકી ગઈ,"ના, ના, ના..હા આ તો બાએ કહેવાં કહ્યુ એટલે..."
"શું કહેવાં કહ્યુ ?" "એ તો હું અને બા ડોકટર પાસે ગયાં હતા. ગાયનીક પાસે મારું બધું નોરમલ છે. ડોકટર કહે છે કે આકાશને ડોકટર પાસે મોક્લો...!!" અચકાતાં અચકાતાં નેહા બોલી. આકાશ એકદમ ઊભો થઈ ગયો. " મારામાં ખોટ છે તું એમ કહેવાં માંગે છે ? મારામાં દોષ છે ? કદી નહી મારે કોઇ પ્રોબલેમ નથી અને મારે કોઈ ડોકટર પાસે જવું નથી અને તારા જેવી સ્ત્રી સાથે મારે બાળકો જોઈતાં પણ નથી સમજી ?" નેહાની આંખોમાંથી
ટપ ટપ આંસું પડી રહ્યા હતાં. અપમાન...અપમાન... અપમાન... અપમાન ક્યાં સુધી સહન કરું ?

થોડાં સમય સુધી નેહા કોઈ સવાલ કરે તો એને કહેતી કે અમારે હાલ બાળકો નથી જોઇતા. પણ ધીરે ધીરે કહેવાં લાગી કે પોતાને પ્રોબલેમ છે. પીરીયડ બરાબર નથી..વિગેરે વિગેરે. પણ કદી આકાશનું નામ ના લીધું કે પ્રોબલેમ આકાશમાં છે. શ્વાસોમાં ઘુંટાતી પીડા ગળામાં બાજેલા ડૂમા અને થીજેલાં અશ્રુ આંખોમાં. સ્થિર બની ગયેલી નેહા જાણે માટીની મૂરત બની ગઈ હતી. હવે કોઈ લાગણી સ્પર્શતી નથી. હવે કોઈ અપમાન લાગતું નથી. હવે કદાચ અંદર કૈંક મરી ગયું છે. કોઈ આશા કોઈ કારણ જીવવા માટે લાગતું નથી. હતાશાનાં અરણ્યો છે અને પ્રેમનાં વૃક્ષો વગરનાં જંગલો છે. ખારાં પાણીનો વરસાદ અને સિતારા, સૂરજ અને ચંદ્ર વગરનું આકાશ. કાળા ડિબાંગ દિવસો અને પ્રાણવાયુ વગરની રાત્રી.

મોતકા ઝહેર હૈ હવાઓમે અબ કહાં જાકે સાંસ લી જાયે ? 
બા રોજ પૂછે,"આકાશને વાત કરી?" માથું ધૂણાવી જુઠ્ઠું બોલતાં બચી જાય. હવે સાસુમા પણ બેટા બેટા કહેવાનું છોડી વાત વાતમાં મહેણાં મારતા હતાં. માં મટીને સાસુ બની ગયાં હતાં. બાને કાંઈ પણ કહેવાય નહીં. એમની તબિયત પણ સારી નથી રહેતી અને પપ્પાને કહું તો પપ્પા હાથ પકડીને ઘરે જ લઈ આવે. બસ દિલમાં જ્વાળામુખી લઈને ફરતી હતી. આકાશ ડોકટર પાસે નહીં જાય. એક બાળક હોય તો કદાચ જીવનમાં જીવ આવે. થોડો આનંદ છવાઈ જાય. કૈંક બદલાવ આવે ઘર હર્યુ ભર્યુ થઈ જાય. એની પાપા પગલીથી ઘરમાં અને હ્રદયમાં ઝનકાર થઈ જાય. એનાં ખડખડાટ હાસ્યથી 'આકાશનિવાસ' ગુંજી ઊઠે. પણ આકાશનો ઈગો એને ડોકટર પાસે જતાં રોકતો હતો. અને કૈંક એવું નીકળ્યું તો નેહા પાસે એને નીચાં જોવાં જેવું થાય એની ઈજ્જત શું રહી જાય ? ના ના એ કદી ડોક્ટર પાસે નહી જાય. ડોકટર વળી શું કરી લેવાનો જ્યારે નસિબ જ વાંકાં હોય તો. આ નેહા ઘરમાં આવી ત્યારથી જીવનનું સુખ લૂંટાઈ ગયું..કેવાં મહુરતે આવી છે.

એ મોલમાંથી નીકળી રહી હતી. હાથમાં શોપીંગની બેગો હતી. અને સામેથી એણે પોતાની કોલેજની સહેલી અવનીને જોઈ. અવની સાગરની કઝિન હતી. આંગળી પકડીને એક ચારેક વરસનો દીકરો હતો. નેહાએ અવનીને બૂમ મારી,"અવની..અવની !" અવનીએ પાછળ ફરીને જોયું. 'નેહા..નેહા..' અને બન્ને સહેલીનાં ચહેરા ઉપર ઉલ્હાસ ઊછળી આવ્યો. નેહા તો હાથમાંથી બેગો ફેંકી અવનીને ભેટી પડી. અવની પણ જુનાં મિત્રો કોલેજનાં મિત્રો જેવી દોસ્તી ક્યારેય મળતી નથી. ઘણાં મિત્રો બને છે પણ જે પ્રેમ અને નિસ્વાર્થપણું આ મિત્રતામાં હોય છે એ ક્યાંય જોવાં મળતુ નથી. પણ અફસોસની વાત છે કે આ દિવસો આ મિત્રતા લગ્ન પછી સાવ વિસરાઈ જાય છે. પણ જ્યારે મિત્રો ફરી મળે ત્યારે ફરી એજ નિર્દોષતા અને એજ પ્રેમ ઊભરાઈ આવે છે.

નેહા એક શ્વાસે અવની અવની એમ બોલી રહી હતી. છેલ્લે થોડી શાંત થઈ એટલે કહ્યુ,"અવની, મારું ઘર બાજુમાં જ છે. ચાલ તું ચા પીને જજે અને મારાં સાસુ સસરા સાથે મુલાકાત કરજે. મજા આવશે. ચાલ મારો પેલેસ તો જોઈ લે. ચાલ ચાલ. અરે આ ભૂલકું તારું છે. વાહ આ તો મરફીના બાબા કરતા પણ હેન્ડસમ છે વાહ ભઈ વાહ "બોલ બેટા તારું નામ શું છે ? હું તારી માસી છું. બાળક માની સાડી સાથે લીપેટાઈ ગયું. અવની કહે, "ચાલ, થોડીવાર માટે આવું છું. જલ્દી નીકળવું પડશે નહીતર મારાં 'એ' છે ને મારાં વગર જમતાં પણ નથી. પણ વચન આપું છું કે એમની સાથે જરૂર સમય કાઢીને આવીશ તારાં 'એ' ઘરે હશે ત્યારે. આપણે એ લોકોને મિત્રો બનાવી આપવાનાં પછી તો રોજ મુલાકાત થઈ શકે "

અવની અને નેહા બન્ને નેહાની કારમાં બેસીને આકાશ નિવાસે પહોંચી ગયાં. સાસુમાં ઘરે હતાં. નેહાએ ઓળખાણ કરાવી કે મારી બચપણની મિત્ર છે અને કોલેજમાં પણ સાથે ગયેલાં અને હવે અહીંથી બહું દૂર નથી રહેતી ચાંદનીચોકની બાજુમાં રહે છે. નેહાની આંખોમાં ચમક આવી ગઈ હતી જાણે કોઈ ખોવાયેલો ખજાનો મળી આવ્યો હોય. બન્ને સહેલી વાતો કરતી બેસી રહી અને નાનો બાબો પવન અહીં તહી દોડાદૉડી કરી રમી રહ્યો હતો.

એટલાંમાં આકાશની કાર આવી. નેહા એકદમ ખુશ હતી. આકાશ આવ્યો. નેહા એકદમ દરવાજા પાસે ધસી ગઈ. આકાશનાં હાથમાંથી બ્રીફકેસ લઈ લીધી અને કહ્યુ,"આકાશ, જુઓ કોણ આવ્યું છે ? મારી બચપણની સહેલી અવની. અને આ જુઓ એમનો મરફી બાબો પવન." અવની સ્મિત કરતી ઊભી થઈ ગઈ અને આકાશની સામે આવી ગઈ. નમસ્તે કરી હાથ પણ લંબાવ્યો. પણ આકાશે હાથ લાંબો ના કર્યો. અવની થોડી ક્ષોભિત થઈ ગઈ. અને આકાશે અછડતું સ્મિત કર્યુ. અને બુટ કાઢવાં સોફા પર બેસી ગયો. અને કહ્યુ,"તો આ તારી કોલેજની મિત્ર છે ? નેહાએ હકારમાં માથું હલાવ્યું. આકાશે કહ્યુ," હમ્મ તો તો તારાં કોલેજનાં બધાં મિત્રોને

જાણતી હશે કેમ ? નેહાનાં ચહેરા પર ભય છવાઈ ગયો. એ જાણતી હતી આના પછીનો સવાલ. હકારમાં માથું હલાવ્યુ.

"તોશ્રીમતી અવની, સાગરનાં શું ખબર છે ? સાગરને તો ઓળખો છો ને આપ ?" અવનીએ અચકાતાં અચકાતાં નેહાની સામે જોઈને કહ્યુ,"હા, સાગર મજામાં છે એક બાળકનો પિતા બની ગયો છે. એ મારો કઝિન થાય છે." અવનીએ લાચારીથી નેહા સામે જોયું. નેહા ચૂપ હતી. અવની પણ ઊભી થઈ ગઈ,"ચાલ નેહા નીકળું સમીર રાહ જોતાં હશે. ફરી આવીશ સમીરને લઈને." અવની પવનને ઊંચકીને દરવાજા તરફ ચાલવાં લાગી, "આવજો આકાશજી, ક્યારેક નેહાને લઈને અમારે ઘરે પણ આવજો. સમીરને પણ ગમશે.."નેહાએ ડ્રાઈવરને અવનીને મૂકી આવવા કહ્યુ, પણ અવનીએ મનાઈ કરી દીધી અને રીક્ષા લઈ નીકળી ગઈ.

નેહા ઘરમાં આવી એટલે આકાશ વરસી પડ્યો. "ખૂબ વાતો કરીને સહેલી સાથે. સાગરની વાતો. હું તને હેરાન કરું છું એની વાતો. સાસુની વાતો. હવે તો મજા પડી. મારાં ઘરમાં રહીને મારી વાતો ? આ નહીં ચાલે સમજી. ઘરમાં જો કોઈને લઈ આવી છે તો ખૈર નથી તારી અને આ છોકરાએ કેટલો કચરો કર્યો છે. કોઈ મેનર્સ જ નથી." નેહા અવાક બની આકાશને સાંભળી રહી હતી. આકાશ કેટલો ક્રૂર હતો. માનવ પ્રત્યે અને ખાસ પોતાની પત્નિ સાથે આવો વહેવાર ? નેહાનાં ચહેરા પરનું હાસ્ય આકાશથી જોયું ના ગયુ. નેહા રુમમાં દોડી ગઈ ઓશીકાની અંદર માથું દબાવી ક્યાંય સુધી મુંગી મુંગી રડતી રહી. અહીં કોઈ પૂછવાંવાળું ન હતુ કે તું જમી કે નહીં ? આવું જીવતર ? નેહા મનમા વિચારતી રહી મારાં અસ્તિત્વની કોઈને પડી નથી મારું હોવું ના હોવું. કોને ફરક છે ? આ જિંદગીનો અંત લાવી દઉં. નેહા ધીરેથી ઊઠીને મેડીસીન કેબીનેટ પાસે પહોંચી ગઈ. ધ્રુજતાં હાથે ઊંઘની ગોળીઓ હથેળીમાં લીધી.....


Rate this content
Log in

Similar gujarati story from Tragedy