Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Alpesh Barot

Drama Classics Inspirational

2.5  

Alpesh Barot

Drama Classics Inspirational

પંખ - ૩

પંખ - ૩

5 mins
14.2K


ગુલાબી કલરનું સુંદર અનારકલી ડ્રેસ પહેરી અરીસાની સામે ઉભી હતી. તેના શરીરની બનાવટ, શરીરના વણાકો જાણે ઉર્વશી, રંભા, મેનકા ત્રણે સ્વર્ગની અપ્સરાઓને ભેગી કરીને જે મૂર્ત બને તેવુ હતું! તેની હાથની મેહદીમાં કેટકેટલા નામ લખવા ઇછતા હતા. મહેંદી, તેનું આંખનું કાજળ, જાણે તેને જોઈ કુદરત પણ ખીલી ઉઠે. તાજી ગુલાબની કળી જેવા ગુલાબી હોઠ, હરણી જેવી તેની ધનુષ્ય આકારની આંખો, ઈતર પણ તેને સ્પર્શી મેહકી ઉઠયું હશે.તેના ગુઠેલાં કેશોમાં કેટલાય યુવા હદય બંધાવા ઈચ્છતા હતા. ચેહરા આગળ વારંવાર આવી જતી લટ વિશ્વામિત્રનું તપ ભંગ કરવા જ ધરતી પર ન અવતરી હોય. નવરો હશે દીનો નાથ જ્યારે તેને બનાવી હશે. જાણે કોઈ કવિની કલ્પના! ચાંદની રાત!

અરીસામાં જોઈએ ચારે તરફ ફૂદરડી ફરતી પોતાની જાતને નીરખી નીરખી ને જોઈ રહી હતી. તો પોતાને જ મીઠડા લઈ ને શરમાઈ જતી હતી. અને બીજી ક્ષણે ખિલખિલાટ હસી પડતી. એવા અદભુત સૌંદર્યની માલિકીની હતી.

સામજી મુખીએ ઘરને પણ દુલહનની જેમ સજાવ્યો હતો. ઠેર ઠેર પુષ્પ માળાઓથી ઘર સુંદર લાગતો હતો.

ગામના લોકો જાણે પોતાની જ દીકરીનો પ્રસંગ હોય તે રીતે કામ કરી રહ્યા હતા.

તો સામજી મુખી માથે ઉભા રહી કામ કરાવી રહ્યા હતા. કે કોઈ કચાશ ન રહી જાય.

મહેમાનનો સ્વાગત માટે તાજી પુષ્પ માળાઓ લઈ ઘરના તમામ સભ્યો લાઈનમાં ઉભા હતા.

કારનો કાફલો દૂરથી જ દેખાઈ રહ્યો હતો. જેની જાણકારી મળતા જ તેઓ સ્વાગત માટે આવી ગયા હતા.

બી.એમ.ડબલ્યુ. ઓડી જેવી કારો લઈ સામજી ભાઈના પ્રાગણમાં મહેમાનો આવી પોહોંચ્યા હતા.

સામજી ભાઈ હસતા મુખે જોસ ભર્યું સ્વાગત કરે છે.

"આવો આવો, ધનરાજ શેઠ"

"અરે સામજી તારા માટે તો હજુ હું એજ ધનો છું, આમ ધનજી શેઠ કહી ભાઈબંધી ન ભૂલી જા!

બેઠા હર્ષ સામજી અંકલ છે. પૂજાના પપ્પા પગે પડો."

પગે પડતા હર્ષનેતે ગળે લગાડે છે.અને કહે છે, "બેટા પગેના પડાય આપણે તારા બાપની જેમ જૂનવાણી નથી, ગળેમળ ગળે." હસતા હસતા સામજી મુખી બોલે છે. સામજી મુખીના ભવ્ય બંગલાના હોલમાં બધા જ મેહમાન સોફા પર ગોઠવાઈ જાય છે. બધા નોકર ચાકર દ્વારા નાસ્તા પાણીની વ્યવસ્થા પણ કરવામાં આવે છે.

ત્યાં હળવેકથી સામજી મુખી કહે છે, "પૂજાની મા, જરાક પૂજાને બહાર બોલાવી લાવજો."

"શું કરે છે તમારી દીકરી?"

"અમદાવાદમાં એમ.બી.એ કરે છે."

"આપણી પાસે એટલી મિલકત છે કે સાત પેઠી ખાઈ શકે સામજી, તમારી દીકરીને અમે નોકરી નથી કરાવાના લોકો શું કહેશે? આમ તો ફૂંકે ફાટે છે. પણ પુત્રવધુ મામુલી નોકરી કરે કેવું લાગે સામજી તું જ બોલ?" ધનરાજભાઈ પોતાની વાત મુકે છે.

"વાત તમારી બધી સાચી ધનરાજ ભાઈ પણ, દીકરીની ઈચ્છા છે, કે ભણે તો, ભલે ભણતી હોય!"

ત્યારે જ પૂજા હાથમાં ચા લઈ આવે છે, પેહલા હર્ષને ચા આપે છે. અને આપતાં જ હર્ષને જુવે છે.

ત્યાર પછી તેની મમ્મીની બાજુમાં બેસી જાય છે.

"તો સગુન કરીયે સામજી મૂહર્ત સારું છે. આજે ગોકુળ આઠમ સગુન કરી લઈએ!

એકવાન રૂપિયા, એક નાળિયેર દીકરીના હાથમાં આપી દે, તારી દીકરીએ મારી દીકરી." સામજી મુખી હા માં હા મળાવતા બધા મહેમાનોના મોઢા મીઠા કરવાનું સૂચન આપે છે.

હર્ષ અને પૂજા નિરાંતે વાત કરી શકે તેના માટે ઉપરના રૂમમાં વ્યવસ્થા કરવામાં આવી હતી.

પૂજા બારીની બહાર એકી ટશે ક્ષિતિજ રેખા તરફ મીટ માંડી જોઈ રહી હતી.

ત્યાં જ હર્ષનું રૂમમાં આગમન થાય છે. છ એક ફૂટ હાઈટ ગોરો રંગ, સ્ટાઈલિશ વાળ ઓળેલાં હતા. તો મરૂન મખમલી કોટી અંદર વાઇટ સર્ટ પ્લેન કાળી જીન્સ પર આકર્ષક લાગી રહ્યા હતા.

"હેલ્લો પૂજા?"

બારીની બહાર જ નજરને ટકાવી રાખતા પૂજા બોલી

"હેલ્લો."

"તને લંડનમાં ફાવશે?"

એ આવા પ્રશ્ન માટે તૈયાર નોહતી. લોકો પેહલી વખત મળે તો એક બીજાની પસંદ નાપસંદ પૂછતાં હોય છે.

પણ તેનો સેન્સ ઓફ યૂમર કમાલનો હતો. "લગ્ન પછી પતિનો ઘર એજ સ્ત્રીનો ઘર હોય છે."

"ઓહ! આઈ લાઈક ઇન્ડિયન નારી. પરમ્પરા, પ્રે.પપ પ્રિતસ્ઠા,"

પોતની તુંટેલી ફૂટેલી અંગ્રેજી અને ગુજરાતી મિક્સ કરતા હર્ષ બોલ્યો."

"તારી કોઈ ગર્લફ્રેન્ડ છે?"

"યાહ... લોટસ ઓફ, ત્યાં આ બધું નોર્મલ છે."

"આઈ હવે બોયફ્રેન્ડ, એન્ડ આઈ સ્ટીલ લવ હિમ? શું તને કોઈ પ્રોબ્લેમસ છે એનાથી?"

આ વાક્યો સાંભળતા જ... હર્ષ વ્યાકુળ થઈ જાય છે. અને રૂમ છોડી બહાર જવા નીકળે છે. દરવાજા સુધી પોહચી જ ગયો હોય છે. ત્યાં પૂજા બોલે છે.

"આઈ વોઝ જસ્ટ કિડિંગ હર્ષ, તારા ચેહરાની તો હવા જ ઉડી ગઈ?"

હર્ષ ખોટો હસવાનો ઢોંગ કરતા ફરી વાતચિતનો સિલસિલો શરૂ કરે છે." એમ.બી એ કરી તું જોબ કરવાની?"

"તારા પપ્પાના વિરૂદ્ધમાં તું જઈશ હર્ષ?"

"નો પૂજા, આફટર ઓલ હું જ તેની સંપત્તિનો માલિક છું આપણે જોબની શુ જરૂર?"

"તું શું કરે છે?"

"અત્યારે તો બધું ડેડ સાંભળે છે?"

"મતલબ તું કઈ નથી કરતો?"

જમવા માટે પૂજાની મમ્મી બોલવા આવે છે. જેથી વાતોનો સિલસિલો અહીં જ અટકે છે. અને બને સાથે સાથે નીચે આવે છે. બનેની જોડી ખૂબ જ સુંદર લાગી રહી હતી.

બધા જ તેની સામે નીરખી નીરખીને જોઈ રહ્યા હતા.

મહેમાનો ગોઠવાઈ જાય છે. પૂજા અને હર્ષને વચ્ચે બેસાડે છે. તો સામે-સામે બીજા મેહમાનો ગોઠવાઈ જાય છે. સામજી મુખી પોતનાં હાથે બધા ને પીરસી રહ્યા હતા.

વિવિધ પ્રકારના કચ્છી ભાણું પીરસાઇ રહ્યું હતું.

ધનજી શેઠના સ્પેશિયલ હુકમથી આજનું મેનુ રાખવામાં આવ્યું હતું.

બાજરા, જુવારના રોટલા, સેવ ટમેટાંનું શાક,ગુદા ચેરી, કેરીના અથાણાં, લાપસી, સિરો, જેલબી, ગુલાબ જાબું જેવી મીઠાઈ પણ ખરી.

"અરે સામજી તું પણ આવી જા ભાઈ."

"દીકરીનો બાપ છું, ધનરાજ હવે તો વેવાઈઓ ને જમાડીને જ જમીશ"

"એ બધી જૂની વાતો આવતો રે આવતો રે"

"ના, તું મને આગ્રહ ના કર, તમે તમારે શાંતિથી જમો."

બધા મેહમાનોએ આજે કચ્છની મહેમાન ગતિ માણી. વર્ષો પછી ધનરાજ શેઠ કચ્છ આયા હતા. લંડનમાં આવી મજા ક્યાંથી.

હરખના ઓડકાર લઈ ધનજી શેઠ અને તેનો પરિવાર લગ્નના વાયદાઓ કરી રજા લે છે.

બધાના ચેહરા ખીલી રહ્યા હતા. પણ પૂજા હજુ મનો મન મુંઝાઈ રહી હતી. તેના પિતાએ તેના પંખ કાપી મુક્યા હતા. અમદાવાદ હતી ત્યારે પિતાએ ફોન પર કહ્યું હતું કે "તેની ઈચ્છા વિરુદ્ધ સાગઈ નહિ થાય" પણ અહીં તો તેને પૂછ્યું પણ નહીં, અને આજ ને આજ બધું ગોઠવી દીધું હતું.

આજે તે ફરી આંનદને યાદ કરી રહી હતી. "આનંદ પણ મને યાદ કરતો હશે?" લાખ કોશિશ પછી પણ તે આનંદને ભૂલી નોહતી શકતી. ડ્રેસિંગ ટેબલના ખાનામાં પળેલો ફોન ફરીથી હાથમાં લે છે.

સ્વીચ ઓન કરતાની સાથે આનંદના ઠગલો બંધ મેસેજ આવી રહ્યા હતા.

"પ્લીઝ કમ બેક!

આઇ લવ યુ પૂજા!

આઇ એમ સોરી!

આઈ નીડ યુ, પ્લીઝ રીપ્લાય!

મારાથી ભૂલ થઈ ગઈ!

અમદાવાદ ક્યારે આવે છે? મારે તને મળવું છે."

આ બધા મેસજ વાંચી પૂજાની આંખના ખૂણા ભીના પળી જાય છે.અને મેસેજ ટાઈપ કરે છે"આઈ લવ યુ ટુ આંનદ....." અને બીજી જ ક્ષણે મેસેજ ભૂસી ફરીથી ફોનને સ્વીચ ઓફ કરી ડ્રેસિંગ ટેબલના ખાનામાં મૂકી દે છે.

પૂજા ધ્રૂસકે ધ્રૂસકે રળી પડે છે.

અને ત્યાં જ ફર્સ પર " આંનદ આઈ લવ યુ, આંનદદદદ...."

અને બેહોશ થઇ જાય છે.


Rate this content
Log in

Similar gujarati story from Drama