Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Viplav Dhandhukia

Drama Inspirational

3  

Viplav Dhandhukia

Drama Inspirational

ચીસ

ચીસ

4 mins
7.1K


ચર્ચગેટ લોકલ પકડી રાજુ બારીની સીટ પાસે ગોઠવાઈ ગયો. પોતાનું મન બીજી તરફ વાળવા જ એણે પહેલી જે ટ્રેન મળી એ પકડી લીધી હતી.

સામે બેઠેલા કાકા ગાડી જેવી ચાલુ થઈ કે ધ્યાનમગ્ન અવસ્થામાં આવી ગયા ને ત્રીજી જ મિનિટે ઘોર નિંદ્રાધીન થઈ ગયા. થોડીક ત્રાંસી બાજુએ નજર કરી તો કોલેજનું એક કપલ બેઠું અડપલા કરી રહ્યું હતું. શું ખબર કેમ પણ એ જોઈને રાજુનું મન વધારે ઝંખવાઈ ગયું. શું એક સ્ત્રી-પુરુષ વચ્ચે ફક્ત શારીરિક આકર્ષણ જ મહત્તા રાખે છે? એ સિવાય પ્રેમ, સદ્ભાવ, લાગણી જેવા શબ્દોનું કોઈ સ્થાન નથી? શારીરિક આકર્ષણ થવું એ કદાચ પ્રેમનું પ્રથમ પગથિયું હોઈ શકે, પણ એ અંતિમ છોર તો ન જ હોઈ શકે. પ્રેમ તો બે મન વચ્ચેની એક શાશ્વત ઘટના છે. એ કોઈને શીખવાડવો નથી પડતો અને શીખવાડેલો પ્રેમ શાશ્વત નથી હોતો!

એના મનમાં સવાલ જાગી ઉઠ્યો,'મારા અને વિશાખા વચ્ચે શું છે?'

અંધેરીથી ટ્રેન થોડી ભરાણી. કોલેજનું એ કપલ બહાર નીકળી ગયું, કદાચ એમને વિલે પાર્લે ઉતરવું હશે. બાજુમાં પેઢીએ જતા લોકો ગોઠવાઈ ગયા અને ધીરે ધીરે એમની ભીંસ વધી ગઈ. કદાચ એવી જ અકળામણ રાજુની અંદર ચાલી રહી હતી, એટલે તો એને આ બાહ્ય ભીંસ સદી રહી હતી!

વિશાખા સાથે લગ્ન કર્યાને હજી દોઢ વર્ષ જ થયો હતો. એની સાથેના લગ્ન એટલે જાણે કે દિવાસ્વપ્ન. બાકી આ જમાનામાં એક અનાથ સાથે  લગ્ન કરવા કોણ તૈયાર થાય? અનાથ શબ્દએ રાજુને ભૂતકાળમાં ધકેલી દીધો.

સમજણો થયો ત્યારથી રેલ્વે પ્લેટફોર્મ પર જીવ્યો હતો. પ્લેટફોર્મ જ ઘર અને ત્યાં રહેતા લોકો એના સગાવાળા. એક નાની ઉંમરના બાળકે કેટ કેટલું જોઈ લીધું ને એનાથી વધારે સહન કરી લીધું. એને તો એ પણ યાદ નહોતું કે એ બાળપણથી મૂંગો હતો કે એની જીભ કાપી નખાઈ હતી. હસવા રમવાની ઉંમરે એ લોકોના બુટ પાલીસ કરતો, ક્યારેક કેન્ટીનમાં વાસણ ધોતો ને ઘણી વાર વગર વાંકે ચરસીઓની ગાળો અને પોલીસોની લાતો ખાઈને મોટો થયો. એની મૂંગી જ઼બાનના કારણે એના પર થયેલા શારીરિક અત્યાચારનો પણ એ વિરોધ નહોતો દર્શાવી શક્યો. બસ આંસુ ખરતાં ને સુકાઈ જતા. 

બૂટ પાલીસ કરાવતા કોઈ ભલા માણસનું ધ્યાન આ મૂંગા બાળક પર ગયું અને એણે આ બાળકને અનાથાશ્રમમાં પહોંચાડ્યો. બોલી ન શકવાને લીઘે અને એમની ભાષા ન સમજી શકવાને કારણે અનાથાશ્રમવાળાને એમ લાગ્યું કે આ બાળક મૂક અને બધિર છે. કોઈ દાતાની મહેરબાનીથી આ બાળકને મૂક-બધિર શાળામાં મોકલવામાં આવ્યો. કદાચ એનું નામ રાજુ ત્યાંજ પડયું.  

રાજુને ત્યાં ફાવી ગયું, ધીરે ધીરે એ સાંકેતિક ભાષા શીખી ગયો, સાથે સાથે વ્યવહારિક ભાષા પણ. ત્યાં કોઈને સહેજે ખ્યાલ નહોતો કે રાજુ સાંભળી શકે છે, ફક્ત બોલી નથી શકતો અને રાજુને પણ એ પરવા નહોતી. એની જિંદગી તો એના જેવા લોકો સુધી જ સીમિત હતી.

નાનપણથી એને ચિતરવું ખુબ ગમતું, ત્યારે તો એ પથ્થર લઈ પ્લેટફોર્મ ચીતરતો પણ ધીરે ધીરે સ્કૂલમાં એ સરખું ડ્રોઈગ કરતા શીખ્યો જે આગળ જતા એની આવકનું સાધન બની ગયું.

અનાથાશ્રમથી નીકળ્યા બાદ, રાજુ હેંગિંગ ગાર્ડનની બહાર બેસી આવતાજતાં લોકોનો સ્કેચ દોરી આપતો. એકવાર ત્યાંથી પસાર થતા કોઈ જાણીતા ચિત્રકારનું રાજુ પર ધ્યાન ગયું; એ રાજુને પોતાની સાથે લઈ ગયો અને એને પેઇન્ટિંગ બનાવવા પ્રેર્યો. હવે રાજુ સવારે પેઇન્ટિંગ કરતો અને રાતે હેંગિંગ ગાર્ડન બહાર બેસી સ્કેચિંગ કરતો. રાજુના બનાવેલા પેઇન્ટિંગ પેલો ચિત્રકાર ખરીદી લેતો અને પેઇન્ટિંગની નીચે પોતાની સાઈન લગાવી વેચી દેતો. બંનેનું ગાડું સારી રીતે ચાલવા માંડ્યું. રાજુને જોઈતા પૈસા મળી રહેતા અને ચિત્રકારને પૈસા સાથે નામના પણ!

મૂક-બધિરના એક સમારંભમાં રાજુને વિશાખા ભટકાઈ ગઈ. વિશાખા બધિર હતી ને એ જ કારણે એ સરખું બોલી નહોતી શકતી. એ દેખાવે સામાન્ય હતી પણ કંઈક ગજબનું આકર્ષણ હતું વિશાખામાં જે રાજુને વારંવાર એના તરફ ખેંચી રહ્યું હતું.

થોડીક અલપ-ઝલપ મુલાકાતો પછી બન્નેએ લગ્ન કરવાનો નિર્ણય લઇ લીધો. લગ્ન પછી રાજુને પણ સારું કામ મળવા લાગ્યું. એણે વિશાખાની ટ્રીટમેન્ટ કરવાનું નક્કી કર્યું. ઓપેરશન બાદ વિશાખા સાંભળવા લાગી હતી, અલબત્ત મશીનની મદદથી. હજી સુધી વિશાખાને એ ખ્યાલ નહોતો કે રાજુ પણ સાંભળી શકે છે. મશીન લાગ્યાનાં થોડા મહિના બાદ વિશાખા સરખું બોલવા પણ લાગી. ધીરે ધીરે વિશાખાનો સ્વભાવ જાણે બદલાવા લાગ્યો, હવે એને રાજુનું ચૂપ રહેવું ખટતું હતું જે એની વર્તુણક પરથી સાફ દેખાતું હતું. રાજુને એ વાતનો અહેસાસ હતો, પણ એની માટે આ કંઈ નવું નહોતું.

થોડા દિવસ અગાઉ રાજુને એક વોલ આર્ટ પેઇન્ટિંગનું કામ મળ્યું, જેના માટે એને ત્રણ દિવસ માટે પુણે જવાનું હતું.

એ જયારે પાછો ફર્યો ત્યારે એના રૂમમાંથી એને બે પુરુષ અને વિશાખાની માદક ચીસોનો અવાજ સંભળાયો. એ ખળભળી ઉઠ્યો. તરત પામી ગયો કે આ બીજું કોઈ નહીં પણ એને કામ આપનારો ચિત્રકાર અને બીજો સાથે રહેતો એનો મિત્ર હતો. નવાઈ તો એને એ વાતની લાગી કે વિશાખા જેને એણે દિલથી ચાહી હતી એ પરપુરુષ સાથે હતી એ પણ એક નહીં બે! જીવનમાં એની ઉપર પણ કંઈ ઓછું નહોતું વીત્યું, તે છતાં! એણે તરત જાતને સંભાળી અને તે જ ઘડીએ ત્યાંથી રવાના થઈ ગયો.

પૂરઝડપે દોડતી ટ્રેનનાં અવાજ વચ્ચે પણ એના કાનમાં ફરી ફરી વિશાખાની ચીસ પડઘાઈ રહી હતી. આજ પહેલીવાર એને થઈ રહ્યું હતું કે કાશ એ બધિર પણ હોત!


Rate this content
Log in

More gujarati story from Viplav Dhandhukia

Similar gujarati story from Drama