Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Daxa Ramesh

Inspirational Others

3  

Daxa Ramesh

Inspirational Others

રોપડો

રોપડો

3 mins
7.5K


સુમિત્રા બેન અને વસંત ભાઈ, પોતાના બંગલાના બગીચામાં ગાર્ડનિંગ કરાવતા હતાં અને માળીને જરૂરી સૂચન કરતાં હતાં.

માળી, એક રોપ ઉખાડીને સુમિત્રા બેનના બેડરૂમની બારી પાસે લગાવતો હતો. કેમ કે એના ફૂલોની સુગંધ એકદમ મનમોહક હતી. ત્યારે એ છોડને એની જગ્યાએથી થોડી માટી સાથે જ લઈને, "પોતાની માટી સાથે બીજી જગ્યાએ આ રોપ જલ્દીથી ઊગી જશે, પણ એ માટે, એને એ નવી જગ્યાએ ઉગવા માટે આપણે થોડો સમય આપવો પડે. થોડી ધીરજ રાખવી પડે.!". એવું સમજાવતો હતો.

સુમિત્રા બેન અને વસંતભાઈ સાંભળી રહ્યા. અચાનક, વસંતભાઈ બોલ્યા,

"આ રોપડો વાવી દે, ભાઈ ! પછી પેલું એક ઝાડ પણ ત્યાંથી કાઢી ને અહીં રોપી દે જે !"

માળી તો અચરજ ભરી નજરે જોઈ રહ્યો ! એ કાઈ બોલે એ પહેલાં જ સુમિત્રાબેન ખડખડાટ હસવા લાગ્યા. અને બોલી ઉઠ્યા, "કેવી વાત કરો છો ? રાજનના પપ્પા. એક છોડ ને પણ અહીંથી ત્યાં વાવવા માટે , ઉખાડવાનું મન ન થાય. જ્યારે એ વૃક્ષ, જેની તમે વાત કરો છો એ તો લગભગ અઢાર કે વીસ વર્ષ પહેલાં આપણે વાવ્યું હતું. એને મૂળિયાં સમેત ઉખેડી ને, એને બીજે રોપવું ? એ કાઈ સહેલું છે ? શું તમારે એને મારી નાખવું છે ? નાનો છોડવો હોય તો એને એક જગ્યાએથી બીજી જગ્યાએ સોંપવો, એની માવજત કરી ઉછેરવો એ રમત નથી એને માટે સતત એની પાછળ કાળજી કરવી પડે. તો આ તો પંદર સોળ વર્ષનું ઝાડ છે ? એને એની જગ્યાએથી હટાવી એનું અસ્તિત્વ જોખમમાં મૂકી ન શકાય ! એનું મૂળ સ્થાન છોડાવીને નવી જગ્યાએ એ કદાચ જીવી પણ ન શકે ! તમે ક્યારેય આ વિચાર્યું ?"

વસન્તભાઈ, સુમિત્રબેનનો હાથ પકડી, એમની પ્રિય જગ્યાએ, બગીચાના એક ખૂણે રહેલા, ઝૂલે લઈ આવ્યા. તેમને પ્રેમથી બેસાડીને, એમની આંખમાં આંખ માંડી કહ્યું, "સુમી, આ છોડવા, આ ઝાડવાં, એમની મૂળ જગ્યાની માયા આમ સરળતાથી છોડી નવી જગ્યાને એકદમ નથી સ્વીકારતાં. એ જ વાત તું આપણાં રાજનની પત્ની માટે ન વિચારી શકે ? એમને માટે કોઈ નિર્ણય કરતાં પહેલાં એ નવી વહુને સમય ન આપવો જોઈએ ? અને આ એક રોપ ને એની માટી સહિત નવી જમીન એને સ્વીકારે છે. એ જમીન, ધરતી માં બનીને એના દિલમાં એ છોડને એની માટી સહિત રોપવા, મૂળિયાં મુકવા, ઉદાર દિલે પોતાનું હૈયું ખોલી જગ્યા આપે છે. ત્યારે એ, છોડ, જરા મુરઝાઈ ને પછી .. પોતીકું લાગતાં, એનુ અસ્તિત્વ આ નવી જગ્યાએ ટકાવવાની પૂરેપૂરી કોશિષ કરે છે અને.. લહેરાવા લાગે છે !

આ રોપડા માટે જો બેજાન ધરતી ઉદાર બનતી હોય તો આપણે પણ, નવી વહુ ને એના વિચાર અને એની રહેણી કહેણી સાથે સ્વીકાર કરી ધીરજ ન રાખી શકીએ ? એના અસ્તિત્વ ને એના સ્વભાવ સાથે જ સ્વીકારી લઈએ, ચાલ સુમિત્રા ! આ બાગની સાથે આપણે આપણો સંસાર બાગ પણ, સાથે મળીને ખિલાવીને મહેકાવીએ !"

સુમિત્રબેન બધું સમજી ગયા અને આ બાગ કરતાંય મહત્વ નો જે જીવનબાગને, ધીરજ ધરી સફળ બનાવવા કટિબદ્ધ થયા !

અને માળી એ રોપેલ રોપડો બહાર અને અંદર બંગલામાં રાજનની પત્ની રિયા, બન્ને મોહરી ઉઠ્યા અને બગીચો એમની મહેકથી મઘમઘી ઉઠ્યો.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational