Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Harry Solanki

Abstract Tragedy Inspirational

3  

Harry Solanki

Abstract Tragedy Inspirational

હું જ મારો શાંતિદૂત

હું જ મારો શાંતિદૂત

2 mins
207


   શહેરના મધ્યમાં એક ચોકમાં એક વૃદ્ધ વ્યક્તિ સુમસામ સડકને જોઈ રહ્યો હતો. અને વિચારોમાં ખોવાઈ ગયો...એક સમય હતો આ શેરી અને રસ્તાઓ ધમધમતા હતા એ જ રસ્તાઓ આજે ધૂળની ડમરીઓ ઊડાડી રહ્યા હતા.

શું થયુ હશે આ શહેરને ...?

કેમ ભેંકાર લાગી રહ્યું છે...?

કોની નજર લાગી ગઈ આ શહેરને ?

કે પછી કુદરતનો કાળો કેર વર્તયો છે અહીં....

   થોડીવાર પછી એક વયોવૃદ્ધ અને માંડ માંડ ચાલી શકતો એક સાવ અશક્ત માણસ સામેથી આવતો દેખાયો. અને ત્યાં આવીને ઊભો રહ્યો, પેલા વ્યક્તિએ તેની પાસે જઈને પૂછ્યું કે તમે આ વેરાન શહેરમાં એકલા જ રહો છો ? અને આ શહેરને થયું છે ?

         શું પેલા વૃદ્ધ વ્યક્તિ એ કહ્યું કે,

"હા અત્યારે તો હું એકલો જ લાગી રહ્યો છું, પરંતુ એક અઠવાડિયા પહેલાં જ આ શહેર હર્યુંભર્યું હતું. બંને કોમના લોકો હળીમળીને રહેતા હતા.

પરંતુ .....લવ જેહાદ નામની એક નાનકડી એવી ચિનગારીએ આખા શહેરને તહેસ-નહેસ કરી નાખ્યું છે. બસ રહી ગયા છે માત્ર આ ખંડેર ચારેબાજુ ખંડેર....."

   પહેલા વ્યક્તિ આશ્ચર્યથી પૂછ્યું તો તમે કેમ જીવતા રહી ગયા ?

    પેલા વૃદ્ધ વ્યક્તિ એ એક પથ્થર પર બેસતા બોલ્યા, "મને પણ એ લોકો મારવા આવ્યા હતા પણ એ દરેકને એમ જ કહ્યું કે જો તમે હિન્દુ હો તો મને મુસલમાન સમજીને મારી નાંખો, અને જો તમે મુસ્લિમ હો તમને હિન્દુ સમજીને મારી નાખો બસ આટલું બોલ્યો પછી કોણ જાણે કેમ એ મને છોડીને જતા રહ્યા..."

આટલું સાંભળ્યા બાદ પેલો આજે જ વ્યક્તિ મનમાં મનમાં વિચારે છે કે આ માણસ જેવી વિચારશક્તિ કદાચ બધામાં હોત તો આજે આ શહેર જીવતું હોત.

બસ ચારે બાજુ શાંતિ છવાયેલી છે વેરાન શાંતિ અને પેલો શાંતિદૂત લગભગ એક શેરીમાં અદ્રશ્ય થઈ ગયો અડધી વ્યક્તિને એમ થયું કે લાવને એનું નામ પૂછ્યું પરંતુ તેણે મનોમન વિચારી લીધું હા મને યાદ છે એનું નામ

શાંતિદૂત શાંતિદુત શાંતિદૂત.


Rate this content
Log in

Similar gujarati story from Abstract