Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Pravina Avinash

Romance

3  

Pravina Avinash

Romance

હરખઘેલી હેમાંગી

હરખઘેલી હેમાંગી

4 mins
7.4K


આજે હેમાંગી હરખભેર દોડતી આવી. મમ્મીને ખુશ ખબર આપવા હતા. ઘરે આવી તો ખબર પડી મમ્મી તો મિત્ર સાથે 'સંજુ' જોવા ગઈ છે. ત્રણ વાગ્યાનો સમય હતો એટલે મમ્મીને ઘરે આવતા સાત અથવા સાડા સાત જરૂર થાય. વળી જો મિત્રો બહાર જમવા જવાનું નક્કી કરે તો ઘરે આવતા રાતના નવ વાગી જાય. પપ્પા તો ધંધાને માટે પરદેશ ગયા હતા. મોટો ભાઇ બહેનપણીઓમાંથી નવરો પડૅ તો ઘરે વહેલો આવે ને ? હેમાંગીનો બધો ઉમંગ ફુગ્ગામાંથી હવા નિકળી જાય તેમ ફુસ થઈ ગયો.

'હેમાંગી થોડો સમય મારી સાથે રહે', હિમેશ કહી કહીને થાક્યો હતો.

ખુશ ખબર આપવા માટે ઘેલી થયેલી હેમાંગી , હિમેશની વાતને ઠુકરાવી ઘરે આવી. શું પામી ? એકલતા અને અફસોસ !

તેને વિચાર કરવાનો સમય મળ્યો. નિરાશા જરૂર થઈ પણ હર્ષના આવેશમાં તેને ખંખેરી નાખી.

'સીતા બાઈ એક કપ મસાલાવાલી ચાય આણિ થોડા ચિવડા માઝા સાઠી આણ'. કહી ડાઇનિંગ ટેબલ પર આવીને બેઠી. સીતા બાઈએ હેમાંગીને ઉછેરીને મોટી કરી હતી. હવે તે કોલેજમાં જતી થઈ ગઈ એટલે મમ્મીએ તેને રસોડામાં મદદ કરવા રાખી લીધી. હેમાંગી ઘણી વખત પોતાના દિલની વાત મમ્મી કરતાં 'સીતા બાઈ'ને કરતી. નાનપણથી તેનો ખોળો ખુંદ્યો હતો.

મમ્મી તો બસ આખો વખત 'કીટી પાર્ટી, સિનેમા અને ખરીદીમાં ' વ્યસ્ત રહેતી. પપ્પા પૈસા બનાવવામાં અને પરદેશ ફરવામાં. પૈસાનો ઘરમાં ધોધમાર વરસાદ વરસતો. તેથી તો મમ્મીને છત્રીની જરૂર ન પડતી. 'લેક્સસ'માં સદા ફરતી.

હેમાંગી વિચારી રહી, મમ્મીને આ ગમશે ખરું ? પપ્પા શું કહેશે ?

હા, હેમાંગીના પપ્પા ખુબ પૈસાપાત્ર હતા. કિંતુ હિમેશ તેના કરતાં નીચા કુળનો હતો. તેમાં પાછો જૈન. બટાકા પણ તેના ઘરમાં ન ખવાય ! હેમાંગી ખૂબ આધુનિક વિચાર ધરાવતા કુટુંબમાં ઉછરી હતી. જ્યારે હિમેશે મમ્મીને મનાવી પોતાનો અભિપ્રાય જણાવ્યો, ત્યારે તેની મમ્મીએ નમતું જોખવું પડ્યું.

હેમાંગીએ, હિમેશના મમ્મીની બધી શરત માન્ય રાખી. જે માતા અને પિતાએ અત્યાર સુધી ( લગભગ ૨૮ વર્ષ) દીકરાને પાલવ્યો હોય તેમની વિરૂદ્ધ દીકરો ન જઈ શકે. કાલની કોને ખબર છે ? કાલની ચિંતામાં આજને બરબાદ કરવી એ ગણિત સાવ ખોટું છે. વકીલનું ભણતા બન્નેને પ્રેમ થયો હતો. હવે એ પવિત્ર પ્રેમને લગ્ન દ્વારા વધુ પાવન કરવા તેઓ તત્પર હતા.

મમ્મી આવી હજુ તો હેમાંગી કાંઈ કહેવા મુખ ખોલે તે પહેલાં,

"તને એનું કુળ ખબર છે ?"

"આપણા કરતાં નીચા કુળનો છે."

"આ તો મને બહારથી ખબર પડી, કે તારું એની સાથે લફરું છે".

"તને જરા પણ ભાન નથી."

"પિતાજીની કે મારી આબરુનો વિચાર સુદ્ધાં ન કર્યો"?

મમ્મીએ રાતના દસ વાગે આવતા સાથે બોંબમારો ચાલુ કર્યો. હેમાંગીને ખબર પડતી ન હતી. એ સ્તબ્ધ બનીને ઉભી હતી. કોઈ જાતનો પ્રતિભાવ ન આપ્યો. તે પળભર તો પથ્થરની પ્રતિમાની જેમ ખોડાઈ ગઈ. મમ્મીનું આ રૂપ તેણે ક્યારેય જોયું ન હતું. તેને મન પોતાની મમ્મી એકદમ આધુનિક અને નવા જમાનાની સાથે કદમ મિલાવી શકે તેવી હતી. હિમેશના કુટુંબનો કોઈ હઠાગ્રહ ન હતો. હેમાંગી સ્તબ્ધ થઈ ગઈ. તેનું મગજ એકદમ બરફ જેવું ઠંડુ થઈ ગયું. તેના ઉમંગના લીરે લીરા હવામાં લહેરાવા લાગ્યા. જ્યારે હોશમાં આવી ત્યારે તેણે મમ્મીને ધમ ધમ કરતી પોતાના રૂમમાં જતાં જોઈ. જોરથી બારણું બંધ કરી અંદર જતી રહી. પપ્પા કે ભાઈ તો હતા નહી.

સીતાબાઈ ઉંઘી ગઈ હતી ઉંચો અવાજ સાંભળીને બેઠી રહી. જેવા શેઠાણી રૂમમાં ગયા ત્યારે આવીને હેમાંગીને બાથ ભરી.

'બેબી કાય બોલુ નકા. મેં બધું સાંભળ્યું. તુઝી આઈલા પૈસા અને શક્તિનું ખૂબ અભિમાન છે. હું આ તાર ઘરમાં, તારા માટે નોકરી કરી રહી છું'. ગુજરાતી અને મરાઠી ભાષાની ભેળ બનાવીને બોલી રહી. હેમાંગીને અત્યારે 'મા' કરતાં સીતાબાઈ ખૂબ સમજણવાળી અને પ્રેમથી છલકતી દેખાઈ.

હેમાંગીએ પપ્પાજી પાછાં ન આવે ત્યાં સુધી મમ્મી સાથે વાત કરવાનું ટાળ્યું. હજુ તેમને આવવાની પાંચ દિવસની વાર હતી. હિમેશે જવાબ માગ્યો તો કહે કે "મારા પપ્પા આવે પછી બન્નેને વાત કરીશ".

ત્યાં સુધીમાં વિચારોની ગડમથલ ચાલતી હતી. વકીલ હતી, જાતજાતના કિસ્સા સાંભળ્યા હતા, સુલઝાવ્યા હતા. આ કયા જમાનાની વાત મમ્મી કરી રહી છે.

'જ્યારે બે છોકરા અને બે છોકરીઓ એકબીજા સાથે પરણતા હોય ત્યારે તેમના માતા, પિતા પણ ગુપચૂપ બેસી સંમતિની મહોર મારી રહ્યા હોય છે'.

હિમેશને ધીરે રહીને તૈયાર કર્યો કે જો, 'કદાચ મારા મમ્મી અને પપ્પા કોઈ કારણસર ના પાડૅ તો આપણે અદાલતમાં લગ્ન કરી લઈશું. મારા તરફથી સીતાબાઈ, જેણે મને બચપનથી ઉછેરી છે તે આવશે.' 'પપ્પાજી ખૂબ કમાય છે અને મમ્મી કીટી પાર્ટી, ફેશ્યલ, મેડિક્યોર, પેડિક્યોર અને સમાજમાં મંચ શોભાવવામાં મશગુલ છે. એને કદાચ એના મરતબા પ્રમાણેનો જમાઈ જોઈતો હોય તો મને ખબર નથી. '

હિમેશને નવાઇ લાગી પણ કાંઇ ન બોલવામાં ડહાપણ લાગ્યું. એને હેમાંગી સાથે પ્રેમ હતો. જે છેલ્લા છોડ પાંચ વર્ષમાં પાંગરીને સુંદર રીતે સોહી ઉઠ્યો હતો.

હેમાંગીના પપ્પાજી આવ્યા. દર વખતે માત્ર ગાડી અને ડ્રાઈવર લેવા જતા. આ વખતે મમ્મી ગઈ. ઘરે આવતા ગાડીમાં બરાબર ભંભેર્યા. રાતના બે વાગે આવ્યા હોવાથી હેમાંગી સૂઈ ગઈ હતી. સવારના બ્રેકફાસ્ટ ટેબલ પર પપ્પાજીનું સ્મિત સાથે અભિવાદન કર્યું ત્યારે તેમના મોઢાના હાવભાવ જોઈને સમજી ગઈ.

આજે કોર્ટમાં બે કેસ હતા. એક હિમેશનો અને બીજો હેમાંગીનો. બન્નેને આદત હતી જ્યારે કોઈના પણ કેસ ચાલતા હોય ત્યારે બીજાની હાજરી આવશ્યક લેખાતી. હિમેશનો કેસ હતો છોકરીને સાસરીવાળા નોકરી કરવાની ના પાડતા હતાં. છોકરી કોઈ પણ હિસાબે ઘરે રહેવા તૈયાર ન હતી. તેનો પતિ 'ઘરના કહે તે પ્રમાણે તેણે કરવું જોઈએ તેનો હિમાયતી હતો'.

કોર્ટે તેની અરજી ફગાવી દીધી. હિમેશ કેસ જીતી ગયો. છોકરીને નોકરી કરવાની પરવાનગી મળી.

હેમાંગીના કેસમાં છોકરી ખૂબ ભણેલી હતી. છોકરો કુટુંબની પરિસ્થિતિને કારણે બી.એ થઈને કમાવા લાગ્યો. છોકરીના માતા અને પિતા છોકરાએ પોતાની દીકરી ભરમાવી, ભોળવી લગ્ન કર્યા તેમ કહેતા હતા.' હેમાંગીના કેસની મુદત પડી.

હિમેશ અને હેમાંગી સાંજના ચાર વાગે અદાલતમાંથી બહાર નિકળી રહ્યા હતા. સામેથી સીતાબાઈ અને હિમેશના માતા તેમજ પિતા આવતા જણાયા. બન્ને એ તેમને આવવાનું જણાવ્યું હતું. સીધા 'રજીસ્ટર લગ્ન' કરવા પહોંચી ગયા.

હેમાંગીના પપ્પા અને મમ્મીને 'ઓબેરોય'માં રાખેલા ભવ્ય રિસેપ્શન માટેનું કાર્ડ આપી સીતાબાઈને ઘરે જવા ટેક્સીમાં બેસાડી દીધી


Rate this content
Log in

Similar gujarati story from Romance