Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Pravina Avinash

Others

2  

Pravina Avinash

Others

ડ્રાઈવર

ડ્રાઈવર

2 mins
7.0K


‘અરે આ હરી ગાડી ધોઈને ચાવી મૂકી ગયો.'

‘એય, હરી ગાડી બરાબર ધોઈને? કાલે કબૂતરખાના ગઈ હતી.’

ગાડી ઉપર કબૂતરો ખૂબ ચરક્યા હતા. બિચારો કિસન આખો

વખત તેમને ઉડાડતો હતો. તેની ચહા પીવાની પણ બાજુએ રહી

ગઈ. પચ્ચીસ વરસ થયા કિસનને. ઘરનો સભ્ય હોય તેવું લાગે છે.

જ્યારે નોકરી પર રાખ્યો ત્યારે ૨૨ વર્ષનો જુવાન હતો.

કૉલેજની બી.એ.ની ડીગ્રી હતી. નોકરી મળતી ન હતી. અમારે ગાડીના

ડ્રાઈવરની ખૂબ જરૂર હતી. કિસન હોશિયાર અને નરમ દેખાતો હતો.

તેની મરજી ન હતી પણ સંજોગો એવા હતાં કે નોકરી સ્વીકારી. આજે એ

વાતને ૨૫ વર્ષ થઈ ગયા. એ માત્ર ગાડીનો ડ્રાઈવર ન હતો. શેઠનો જાણે

સેક્રેટરી ન હોય! નાના બાળકોને શાળે મૂકવા જવા, લેવા જવા, શેઠાણીને

જોઈતી વસ્તુઓ લાવી આપવી. અરે બધા સગા અને વહાલાના ઘર પણ

તેને ખબર.

જો કોઈની વર્ધીમાં જવાનુંય તો કહેવડાવે કિસનને મોકલજો. દરેકનું કામ

પ્રેમ પૂર્વક કરે. જેથી બધા એને સન્માન આપે. ખુશ થઈને બક્ષિસ મળે તે

નફામાં. એટલે તો ૨૫ વરર્ષ થયા તેને ગોઠી ગયું છે.

તેના લગ્નમાં અમિત અને અલકા બંને ગયા હતા. શેઠ શેઠાણી આવ્યા તેથી

કિસનના માતા પિતા ખૂબ ખુશ હતા. કિસનની પત્ની રાધા માટે ખાસ મંગળ

સૂત્ર અલકાએ કરાવીને આપ્યું હતું. જ્યારે વીમી કૉલેજમાં ગઈ ત્યારે કિસન

સિવાય બીજા કોઈએ તેની ગાડી નહીં ચલાવવાની.

કિસનના બાળકોને ભણવાની સગવડ કરાવી આપી. અમિત શેઠના ગેરેજ પાસે

એક ખોલી મળી તેમાં કિસનની પત્ની અને બાળકો રહેતા. નાના હતા ત્યારે માંદા

સાજા હોય ત્યારે ડૉક્ટર તેમની સંભાળ રાખે.

કિસને નોકરી શરૂ કરી ત્યારે અમિત શેઠને એક ગાડી હતી. આજે ત્રણ છે. બીજી

ગાડીઓના ડ્રાઈવર કિસન શોધે અને કામ અપાવે. જે ભરોસાલાયક હોય એ

જરૂરી હતું.

ડ્રાઈવર વગર મુંબઈમાં ન ચાલે. કારણ સાવ નાખી દેવા જેવું નથી! ગાડીમાંથી

ઉતર્યા પછી પાર્કિંગ કરવા ખાસ ડ્રાઈવર જોઈએ. તેને પાછો બોલાવવા મોબાઈલ

પણ જરૂરી થઈ ગયો છે.

જો કે ડ્રાઈવરની બાબતમાં બધા નસીબદાર નથી હોતા. તેને જો ઈજ્જત અને લાગણી

મળે તો એ નોકરી છોડવા તૈયાર પણ નથી હોતો.

અમિત અને અલકા હમેશા પોતાને ત્યાં કામ કરનાર દરેક વ્યક્તિની જરૂરિયાતોને ખૂબ

મહત્વ આપતા. જેને કારણે સંતોષી નોકરો શેઠના કામમાં આળસ ન કરતા.

વીમીની બહેનપણીઓ મ્શ્કરીમાં કહેતી, ‘વીમી તારે સાસરે ગાડી તો હોવાની ! આણામાં

કિસનને લઈ જજે !'

મહેનત અને ઈમાનદારીથી કરવામાં આવતું કોઈ પણ કામ નાનું નથી. કિસનને

અફસોસ ન હતો. શેઠના ઘણા બધા કામ તે કરતો. બેંકના કામકાજ માટે અમિતને

કિસન ઉપર ખૂબ વિશ્વાસ. લાઈટનું બીલ ક્યાં ભરવાનું કિસનને ખબર હોય. અરે

પ્લમ્બરની જરૂર હોય કે ઈસ્ત્રીવાળાને બોલાવવા જવાનું હોય, કિસન હાજર!

આજે કિસનના બાળકો કોલેજ પૂરી કરી અમી અને અલકાના આશિર્વાદ લેવા આવ્યા

હતા. તેના દીકરાને મેડિકલમાં એડમિશન મળ્યું હતું. દીકરી જે જે સ્કૂલ ઓફ આર્ટસમાંથી

સ્નાતક થઈ બહાર આવી હતી.

કિસન અને રાધા કરતાં અમિત અને અલકા શેઠાણી વધુ ખુશખુશાલ જણાતા હતા.


Rate this content
Log in