Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Pramod Mevada

Crime Romance Tragedy

3  

Pramod Mevada

Crime Romance Tragedy

એક સબંધ આવો પણ (ભાગ - 12)

એક સબંધ આવો પણ (ભાગ - 12)

4 mins
14.5K


ઈશાએ ફાઇલ ઓપન કરી અને પહેલું પેજ વાંચ્યું એમાં ખાસ મહત્વની જાણકારી ન હતી પણ બીજું પેજ સ્ક્રોલ કરતા જ એ પેજમાં એક ફોટો હતો ને સાથે એ વ્યક્તિ વિશેની માહિતી. ત્રીજા પેજ પર વળી બીજો એક ફોટો અને એ વિશે માહિતી એમ લગભગ દસેક પેજ પર અલગ વ્યક્તિઓ ને એમના વિશે માહિતી અને પછી રિયાની સાથે જે બન્યું એવા જ બીજા પાંચ કે છ વ્યક્તિઓનો ટૂંકમાં ઉલ્લેખ અને પછી નું પેજ ઈશા વાંચતા વાંચતા ઉત્તેજિત થઈ ઉઠી કેમકે રીતેશે જે ઇન્વેસ્ટિગેશન કર્યું અને જે તારણ પર આવ્યો હતો એના વિશેની અને આ આખી સિન્ડિકેટની મોડ્સ ઓપરેન્ડી વિશે વિગતવાર માહિતી હતી. 

ઇશાના સદનસીબે એ ઇન્ડિયામાં ન હતી કે એની વાત કોઈ ધ્યાન પર ન લે. ઇશાએ તરત જ ત્યાંના પ્રેસિડેન્ટને એક ઇમેઇલ કર્યો જેમાં આ સંપૂર્ણ માહિતી અને ફાઇલ સાથે એક સવાલ કર્યો હતો પ્રેસિડેન્ટને કે આ બધું ક્યારે અટકશે ? પછી ઇશાએ લેપટોપ બંધ કર્યું ને પોતાના સામાનને વ્યવસ્થિત કરવામાં લાગી ગઈ. મોડા સમય મળતા એણે લેપટોપ ચાલુ કરી જોયું તો એને પ્રેસિડેન્ટ તરફથી મેઈલ આવેલો હતો એમાં લખ્યું હતું કે જલ્દી જ આ બાબતે પગલાં લેવાશે અને તેને ઇન્ફોરમ કરાશે. 

ઇશાએ મેસેન્જર ખોલી ને જોતા ત્યાં પ્રતીકનો મેસેજ આવેલ હતો એ મેસેજ વાચવા લાગી. 'કેમ છો સૂરીલી જી ?' 

ઇશાએ રીપ્લાય કર્યો ' સારું છે. તમે કેમ છો ?' 

થોડીક જ વારમાં પ્રતિકનો રીપ્લાય આવ્યો 'હું પણ મજામાં છુ.' 

ધીમે ધીમે ઈશા અને પ્રતીક મેસેજ દ્વારા એકબીજાને ઓળખતા થયા. થોડાક સમયમાં પરિસ્થિતિ એવી થઈ કે ઇશાની મોર્નિંગ પ્રતિકના કોલથી થવા લાગી. એક દિવસ ઇશાને ગગન યાદ આવી રહ્યો હતો ત્યાં પ્રતિકને ગગન વિશે ઇશાથી કહેવાઈ ગયું. ઇશાની એ નાજુક પળો જ્યારે તેને તેની વાત કોઈ સાંભળે અને તેને આશ્વસ્ત કરે એ સમયમાં જ પ્રતીક સાથે વાત થઈ અને ઈશા થોડું રિલેક્સ ફિલ કરવા લાગી. 

જાણે અજાણે બન્ને એક નામ વગરના સંબંધમાં મજબૂત રીતે બંધાતા ગયા. ઇશાએ પ્રતિકને તેની સાચી ઓળખાણ પણ આપી અને હવે તો ઈશા અને પ્રતીક એકમેકના સાચા મિત્ર બની રહયા. હા ક્યારેક પ્રતીક આવેશમાં ખેંચાતો ત્યારે ઈશા સંભાળી લેતી અને ઈશા લાગણીવશ થતી ત્યારે પ્રતીક તેને સાચવી લેતો. સમય ચુપચાપ સમયનું કામ કરતો રહ્યો  

એ દરમિયાન રિયા સાથે બનેલ અઘટિત ઘટનાનો પણ ચુકાદો આવી ગયો. આખું એક વ્યવસ્થિત રીતે ચાલતું બ્લુ ફિલ્મ્સનું કૌભાંડ છતું થયું. ઇશાને તેની માહિતી સરકાર સુધી પહોંચાડવા બદલ જાગૃત નાગરિક તરીકેનું બહુમાન પણ મળ્યું. ઈશા હવે ગ્રીનકાર્ડ હોલ્ડર બની ગઈ હતી. સરકારે તેના વિઝા પરમેનેન્ટ કરી આપ્યા હતા. સહુ પહેલી ખુશખબરી તેણે પ્રતીક સાથે જ શેર કરી. પ્રતીક પણ ઇશાની ખબર સાંભળી તેની ખુશીમાં સહભાગી બન્યો. અંતર ભલેને હજારો કિલોમીટર હતું પણ એ બન્ને વચ્ચે ફક્ત એક કોલ કે મેસેજનું. 

અચાનક એક દિવસ ઇશાના ફેક આઈડી સૂરીલી પર ગગનનો મેસેજ આવ્યો. હવે ઈશા ઘણી હદે સ્વસ્થ હતી. એણે ગગનનો મેસેજ વાંચ્યો 'હાઈ જાન કેમ છે ?' 

ઇશાએ રીપ્લાય કર્યો 'હું આર યુ?' 

ગગન 'ભૂલી પણ ગયા તમે !' 

ઈશા 'જે મને ભૂલી જાય એવા લોકોને હું યાદ નથી રાખતી.' 

ગગન 'સોરી મેમ હવે કોઈ મેસેજ નહિ આવે મારા તરફથી. ગુડ બાય '

ઇશાએ કોઈ રીપ્લાય ન આપ્યો અને ગગનનું આઈડી બ્લોક કરી દીધું હમેશ માટે. 

સીધી સટ વહેતી રહે તો જિંદગી શાની !? ઈશા માટે જાણે કે નવી આફત તૈયાર જ હતી. ઇશાની જોબ છૂટી ગઈ. ત્યાં ચાલી રહેલ આર્થિક મંદીનો ભોગ ઈશા બની ગઈ. હવે ઈશા નવી જોબ માટે એપ્લાય કરી રહી હતી. એક દિવસ મયુર સાથે રોજિંદા ક્રમ મુજબ વાત કરતા કરતા ઈશા ઝઘડી પડી. આ મહિને ઇશાએ તેની સેલરીના પૈસા ન મોકલ્યા એટલે મયુર તેને કહી રહ્યો હતો. ઇશાએ તેને પરિસ્થિતી સમજાવી પણ મયુર માન્યો જ નહીં. આખરે કંટાળીને ઇશાએ ફોન કટ કરી દીધો. તે ઊંઘની ગોળી ગળીને સુઈ ગઈ. ડિપ્રેશનમાં તેણે કેટલી ગોળીઓ ગળી તેની ખબર પણ ન રહી. હા તેણે સુતા પહેલા પ્રતિકને એક મેસેજ કર્યો અને બધી વ્યથા લખી મોકલી દીધી હતી. પ્રતીકે બીજા દિવસે સવારે મેસેજ વાંચ્યો પણ ત્યારે તો બહુ મોડું થઈ ગયું હતું. તેણે તરતજ ઇશાની ફ્રેન્ડ મીનાને મેસેજ કરી ઇશાના ઘરે પહોંચી તેની હાલત જોવા કહ્યું. મીનાને ઇશાએ પ્રતીક વિશે જાણકારી આપી હતી એટલે મીના તરત જ બધુ કામ પડતું મૂકી ઇશાના ઘરે પહોંચી ગઈ. ઘણી બેલ વગાડી પણ ઇશાએ દરવાજો ન ખોલતા તેણે આખરે પોલીસ ને બોલાવી અને દરવાજો ખોલાવ્યો. દરવાજો ખુલતા જ પોલીસ નજ પહેલા મીના અંદર દોડી ગઈ. મેઈન રૂમમાં કોઈ ન હતું મીના એ ધડકતા હૃદયે બેડરૂમનો દરવાજો ખોલ્યો અને સામે જોયું તો (ક્રમશઃ)


Rate this content
Log in

Similar gujarati story from Crime