Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Vijay Shah

Romance

4  

Vijay Shah

Romance

ના હોય? હા. હોય!

ના હોય? હા. હોય!

2 mins
14.5K


જય અને રીમાનો સંવનન પ્રણય તબક્કો બે વર્ષ પુરા કરી ગયો હતો.. તેમની વાતોમાં કાયમ એકાદ વખત જયની સુંદર આંખો અને રીમાનાં લાંબા કેશનો ઉલ્લેખ આવે આવે અને આવે જ.

જય કહેતો “પદ્મિનિ એટલેજ લાંબા કેશ ધારીણી.”

રીમા કહેતી તારી આંખોનાં સમુદ્રોમા.મને ડુબવું ગમે છે જય..”

જય કહે તારા કેડથી યે નીચે જતા કેશની અમળાટો જોઇને હું વારી જતો હોઊ છું અને એજ વાત રીમા કહેતી તારી આંખો જ મારા મન ને રીઝવતી રહે છે.. કેટલી તરલ અને પારદર્શક છે?

હવે તેઓ જીંદગી વિશે ગંભીર વાતોએ ચઢ્યા હતા.. હળવુ અને ફરવુ એક તબક્કે તો ગંભીરતા પકડે બસ તેમ જ આજની ચર્ચામાં તેઓની વાતો હતી ” પરસ્પરનો વિશ્વાસ”

પ્રેમ હોય ત્યાં વિશ્વાસ આવતો જ હોય છે તે ચર્ચાને જયે આગ્રહ પુર્વક વધારી હતી. રીમા કહેતી કદીક એ પ્રેમની પરીક્ષા પણ કરવી જોઇએ.. બાકી આજ કાલ તો પ્રેમ હોય તોજ સંવનન તબક્કો વર્ષો સુધી ચાલે. નહીંતર તુ તારા ઘેર અને હું મારા ઘેર થતા ક્યં વાર જ લાગે છે?”

“હેવમોર” સયાજીગંજ વડોદરાનું તેમનું માનીતું સ્થાન અને તેમનો રૂમ પણ કાયમ રીઝર્વ.. ફોન રીમા કરીજ દે.

આજે જયે નક્કી કર્યું હતું કે પ્રેમ તો છે .જે શારિરીક આકર્ષણોની પરે છે કે નહીં તેની કસોટી કરવી જ છે. તેથી તેણે ૪૫૦૦૦ રુપીયાની વીંટી લીધી અને સહેજ વાતાવરણ વ્યવસ્થિત કરવા લાલ ગુલાબનાં ૧૨ પુષ્પો લીધા. રીમા આજે સ્વીટ હાર્ટ માંથી પત્ની થવા જનારી હતી.

તેનું ગમતુ ફીલ્મ ‘સચ્ચા જુઠ્ઠા’નું ગીત ” યું હી તુમ મુઝ સે બાત કરતી હો યા પ્યાર કા ઇરાદા હૈ..”ગાતા ગાતા તેણે રીમાને લાલ ચટ્ટક ગુલાબોનો ગુલદસ્તો આપ્યો અને પુછ્યુ “મારી પદ્મિની..મને તારો ભરથાર બનવાની સંમતી આપીશ?” અને હીરાની વીંટી વાળું લાલ પેકેટ ખોલીને ફીલ્મી અદામાં નીચે વળીને ઉભો રહ્યો…”

રીમાએ ઝુકીને જયને હા પાડી પણ એક વાક્ય તેના મગજમાં ઝબકી ગયું પ્રેમની પરિક્ષા કરવાનો આ સમય છે. તેણે ધીમે રહીને તેના વાળની વીગ ખોલી હાથમાં લીધી..

વિસ્મયથી જયે કહ્યું ” ના હોય! રીમા!”

જય થોડીક વાર શાંત રહ્યો તેણે ગજવામાંથી ચશ્મા કાઢ્યા અને પહેરી લીધા…

પછી કહ્યું ” હા. હોય રીમા”

રીમા માટે પણ આ આંચકો જ હતો. પછી તે ખડખડાટ હસી પડી.. જય આપણે પરણીશું તો ખરા, પણ આ આંખો અને વાળને કારણે નહીં. પરસ્પરના વિશ્વાસને કારણે !


Rate this content
Log in

Similar gujarati story from Romance