Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Sapana Vijapura

Others

3  

Sapana Vijapura

Others

ઊછળતા સાગરનું મૌન ૧

ઊછળતા સાગરનું મૌન ૧

10 mins
13.9K


સાગરના કિનારે બેસી નેહા સાગરને ઘૂઘવતો માણી રહી હતી.સાગરના ગહન પાણીમાં કેટલી વાતો છૂપાઈ હશે... સાગરને કિનારે બેસી કેટલાય પ્રેમી પંખીડા
 પોતાની પ્રેમભરી કહાની સંભળાવી જતા હશે. પણ સાગર પોતાના હ્રદયમાં બધાંની મથામણો છૂપાવી દે... મૌન સાગરના હ્રદયમાં કેટલી વાતો ઊછાળા મારે છે. કોઈ કલ્પી શકતું નથી. 
નેહા ઊંડા વિચારોમાં ગરકાવ થઈ ગઈ. પ્રોઢા અવસ્થામાં પહોંચેલી નેહા હજી પણ સુંદર દેખાતી હતી. જવાનીની એની સુંદરતાની ચાડી એનાં ઘૂંઘરાળા વાળ અને કમનીય દેહ ઉચ્ચ વક્ષ... અણીયાળી આંખો. ગોરું ચંદ્રમા સમું વદન ખાતું હતું. આજ ઘણાં સમયે લગભગ પચીસ વરસે સાગરને મળવાની હતી. કેવી રીતે જુદા થઈ ગયાં સમજ પડી ન હતી. નેહાએ એકદમ જોરથી આંખો મીંચી દીધી. જાણે ભૂતકાળમા ડોકીયું કરવા માંગતી હોય... અને ખરેખર સામે સૌમ્ય શાંત ધીર ગંભીર સાગર આવી ગયો... અને એ પચીસ વરસ પહેલાની નટખટ નેહા બની ગઈ. કોલેજમાં પતંગિયાની જેમ ઊડતી. મજાક મસ્તી હલ્લા ગુલ્લા અને સાગર ..એકદમ ગંભીર..શાંત.. કામથી કામ... એનાં દિલમાં ઉતરવું ખૂબ અઘરું હતું. કારણકે દિલમાં તો આંખોનાં માર્ગે જવાય ને અને એ આંખ ઊંચી કરીને જોતો જ ન હતો. હજારો નખરા થયાં..હજારો બહાના શોધ્યાં પણ વાત આગળ વધતી જ ન હતી..પણ નેહા પણ ક્યાં છોડે એવી હતી...

હા એ દિવસ બરાબર યાદ છે નેહાને.. એની કોલેજ બીજી કોલેજ સાથે ક્રિકેટ રમતી હતી..સાગર કેપ્ટન હતો.કોલેજની બધી યુવતીઓ કોલેજના યુવાનોને પ્રેરણા આપવા માટે ચિયર ગર્લ્સનું કામ કરી રહી હતી. નેહા બ્લ્યુ રંગના ટૂંકા ફ્રોકમાં શોભી રહી હતી.એનો ગોરો વાન અને બોબ હેરમા એનો ચહેરો ચંદ્રની જેમ દમકી રહ્યો હતો. જ્યારે જ્યારે સાગર છ્ક્કો મારતો એ બેન્ચ પરથી ઊભી થઈને તાળીઓ પાડતી..એની કોલેજ જીતી ગઈ..એ એકદમ સાગરની સામે ધસી ગઈ...અને સાગરનો હાથ પકડીને કહેવા લાગી, "અભિનંદન સાગર, તે કોલેજનું નામ રોશન કર્યુ...અભિનંદન દિલથી."સાગરે પહેલીવાર નેહાની આંખમાં જોયુ.શરમાઈને હાથ છોડાવી લીધો..પણ આંખોએ કામણનું કામ કર્યુ..હવે સાગર આવતા જતા તીરછી નજરે નેહાને જોયા કરતો. અને નેહા ખડખડાટ હસી પડતી..કેટલી ચંચળ હતી..સાગર ધીમુ હસી લેતો..સ્મિત અને નજરુની આપ લે થયાં કરતી..અજનબી હતાં બન્ને પણ હવે અજનબી નહોતા લાગતાં.આંખો આંખોમાં હજારો વાતો થઈ જતી અને રિસામણાં મનામણા પણ થતાં..ક્યારેક નેહા સાગરને ચિડવવા..છૂપાઈ જતી તો સાગર મીઠો ગુસ્સો કરી લેતો અને કલાકો સુધી નેહા સામે જોતો નહી નેહા વિહવળ બની જતી. અને આંખોથી માફી પણ માંગી લેતી...

અને જ્યારે એની મિત્ર અવનીના લગ્ન લેવાયા એ દિવસ રાત અવની સાથે રહેતી હતી. અને સાગર અવનીનો પિત્રાઈ ભાઈ હતો..વારંવાર  એક બીજાં સાથે મુલાકાત થઈ જતી..અને હા જ્યારે અવનીના ફેરા ફરાયા..બન્નેની નજર એકાબીજા પરથી હઠતી ના હતી...અને નેહાનું દિલ સાગર પાસે જઈને વસી ગયું..કેટલાં વહાલા એ દિવસો હતા..એક ક્ષણ પણ સાગરના વિચાર વગરની ન હતી..બસ સાગર.. સાગર.. ...સાગર.. અને સાગર પણ ક્યાં ઓછો દિવાનો હતો...હર ક્ષણ નેહાનો ઈન્તેઝાર..નેહા એના મગજ પર કબજો કરી બેઠી હતી...

"હાય, કેમ છે?" સાગરનો શાંત અવાજ સાંભળી નેહા જાણે સપનાંમાંથી જાગી પડી..સાગર કિનારેથી ઊઠવા પ્રયત્ન કર્યો પણ સાગર એની પાસે આવી બેસી ગયો...કેટલા વરસ પછી જોયો..સાગરને..છ ફૂટનો સાગર એવો જ લાગતો હતો કે પછી એ સાગરને પચીસ વરસ પહેલાનો જે છોડી ગઈ હતી એજ જોવા માંગતી હતી..હા કાળા વાળ થોડાં સફેદ થયાં હતાં..મધુર ધીમું સ્મિત એજ હતું.. આંખોમાં એજ સાગર ઊછળતો હતો...નેહા બસ નજર હટાવી ના શકી...સાગર...સાગર...તને વિંટળાઈ જાઉં સરિતાની જેમ..પણ હાય આ બંધન સમાજનાં...જીવવા નહીં દે મરવા પણ નહી...નેહા એક એક પથ્થર લઈ પાણીમાં ફેંકતી રહી..સાગર પાણીંમાં ઊઠતા તરંગો..જોતો રહ્યો..નેહાનાં મનમાં ઊઠતાં તંરગોને મેહસુસ કરતો રહ્યો...


નેહા સાગરમાં પથ્થર ફેંકતી રહી.એનું મૌન સાગરને અકળાવી રહ્યું હતું..પણ એનાં હોઠ પણ સીવાઈ ગયાં હતાં એને પણ સમજ નહોતી પડતી વાતની શરૂઆત કેવી રીતે કરવી.એ પણ સાગરમાં ઊછળતાં મોજાને તાકી રહ્યો હતો.નેહાની કાંકરીની કોઈ અસર સાગરના પાણીને થતી ન હતી.લાગણીઓનું પણ કદાચ આવું જ હશે.જીવનનાં નાનાં મોટા પ્રત્યાઘાતોનાં પથ્થર દિલ ઉપર પડ્યાં કરે અને દિલ સાગરની જેમ જીલ્યાં કરે..કેટલાં ઝાટકાઓ સહન કરે પણ ચાલ્યા જ કરે ઘડક્યા જ કરે જે સમયે ઈચ્છા હોય કે બસ આ સમયે ધડકન બંધ થઈ જાય એ સમયે વધારે જોરથી ધડકે...સાગરને પણ થયું બસ આ મારી આખરી પળ હોય બસ ધડકન બંધ થઈ જાય ..પણ દિલ તો વધારે ધડકવા લાગ્યું..

નેહાએ મને અચાનક કેમ બોલાવ્યો હશે? કૈંક કહેવું હશે કે વરસો પહેલાનો ગુસ્સો ઉતારવો હશે? કૈક તો બોલ નેહા.આ મૌનથી તો મારાં શ્વાસ રુંધાઈ રહ્યા છે. પ્રેમ છૂટતો નથી ચાહે પ્રેમી છૂટી જાય. નેહાને જોઈને એનું મન પ્રેમથી તરબતર થઈ ગયું પણ મન ઉપર અંકુશ રાખી બેઠો હતો. નેહાએ પોતાની નાની કાળી પર્સમાંથી એક ટિસ્યુ પેપર કાઢી ને આંખો લૂંછી લીધી.સાગરે પહેલીવાર એની આંખ સાથે આંખ મેળવી...એજ નેહા હતી ..એજ સુંદરતા..પણ આ સુંદરતામાં ઉદાસી ભળી હતી. આવી ઉદાસ આંખો પહેલા ન હતી..એ તો કેટલી ચંચળ અને નટખટ આંખો હતી..વાત વાતમાં હસતી આંખો..એ હસતી એના કરતાં એની આંખો વધારે હસી પડતી..આ શું થયું નેહા..નેહા..તારી આંખો આટલી સુની આટલી ઉદાસ કેમ છે? પણ શબ્દો હોઠો પર અટકી ગયાં બહાર આવતા જ નથી.ગળામાં ડૂમાઓ ભરાઈ ગયાં.નેહાએ ધીરેથી પોતાનો હાથ સરકાવ્યો અને સાગરનો હાથ પોતાના હાથમાં લઈ લીધો.

ગુંગળાયેલા શબ્દો બહાર નીકળ્યાં," સાગર, મારી યાદ આવતી હતી?" સાગરે હકારમાં ગરદન હલાવી.."તો મારી પાસે કેમ ના આવ્યો? મને કેમ ના બોલાવી ફોન પણ ના કર્યો. તું ભૂલી જ ગયો...મારી યાદ ના સતાવી મારાં પ્રેમને તે દિલથી મીટાવી દીધો!!" નેહાનો અવાજ તરડાઈ ગયો..એણે સાગરનો હાથ કસકસાવીને પકડી રાખ્યો હતો. સાગરે હળવેથી એનો હાથ પંપાળ્યો અને કહ્યુ, "શાંત થઈ જા નેહા તને હું કદી નહી ભૂલું અને તારો પ્રેમ છીપમાં જેમ મોતી સચવાઈ છે એવી રીતે મેં મારાં હ્રદયમાં સાચવી રાખ્યો છે. જ્યારે તારી યાદ આવે મારો હાથ છાતી પર રાખું છું અને ખૂબ નજદીક અનુભવું છું..પચીસ વરસ થયાં પણ એવી કોઈ ક્ષણ મારાં જીવનમાં નથી કે તું મારી સાથે ના હોય. ભગવાને આપણાં રસ્તા અલગ કર્યા છે આપણાં મન નહીં.અને પગલી પ્રેમ એ ખુશીનો પ્રસંગ છે દુ:ખનો નહીં." કહી એની આંખો પ્રેમથી લૂછી નાંખી.નેહા શાંત થઈ ગઈ.ફરી બન્ને વચે મૌન છવાઈ ગયું.

સાંજ ઢળતી હતી..સૂરજ દૂર દરિયામાં ડૂબવાની તૈયારી કરતો હતો..હવાની આછી લહેર નેહાનાં વાળ સાથે અડપલા કરતી હતી. નેહાની સુગંધ સાગરના શ્વાસોને ભીજવતી હતી. આછાં પ્રકાશમાં નેહા ખૂબસૂરત લાગતી હતી. આછા કેસરી રંગની રેશમી સાડીમાં મીરા જેવી દેખાતી હતી.ગળામાં પહેરેલી પાતળી સોનાની સેર અને જરાક લાંબા એવાં કાનનાં ઝૂમખા અને આંગળીમાં મોટા હીરાની વીંટી એ જ બોબ વાળ અને કુમાશવાળા ગુલાબની પાંખડી જેવાં હોઠ અને અણીયાળી આંખો..ઉદાસીમાં પણ નેહાનું સૌંદર્યમાં ઊણપ આવી ન હતી. કે પછી પ્રેમીની નજરમાં ઊણપ નથી આવતી? પ્રેમથી નીહારતા પ્રેમીને પ્રેમીકામાં ઊણપ ક્યાંથી દેખાય??

હજુ સાગરનો હાથ પકડીને નેહા બેઠી હતી. જાણે કદી નહી છોડે એવું લાગી રહ્યુ હતું. અચાનક નેહાના હાવભાવ બદલાઈ ગયાં.એણે નેહ ભરી નજરથી સાગરને જોયો..અને અચાનક એનો હાથ ચુમી લીધો અને કહ્યુ," મારી એક વાત માનીશ સાગર?"સાગરે મંદ સ્મિત કરીને કહ્યુ," બોલ શું વાત?" નેહા બોલી,"હું બે દિવસ શહેરમાં છું, ચાલ કોઈ હોટેલમાં જઈને રહીયે..!!!" સાગરે ધીરેથી હાથ છોડાવી લીધો અને કહ્યુ," નેહા, આ બરાબર નથી..તારા પતિ અને મારી પત્નીને જાણ થઈ જાય તો ખૂબ અનર્થ થઈ જાય, અને વળી નૈતિક રીતે પણ બરાબર નથી."નેહાનું મુખ શરમથી લાલ થઈ ગયું. થોડીવાર મૌન રહી.પછી સ્વસ્થ થઈને કહ્યુ," ચાલ સાગર આપણે જઈએ." પણ શરમથી એની આંખો જમીન ખોતરી રહી હતી.ફરી અટકીને બોલી," મારે તને જીવનની સચ્ચાઈ બતાવવી હતી. તું જે વિચારે છે એવું કાંઈ મારાં દિલમાં નથી. મારે તને મારી કથની સંભળાવવી હતી.તારા સાથની સુગંધ મારી સાથે લઈ જવી હતી..જેને સહારે હું જીવન આખું પસાર કરી દેત...ચાલ કાંઈ નહી મારાં નસિબમાં એ વાત પણ નથી..જ્યારે આટલું સહન કર્યુ છે તો થોડું વધારે ..મારે તારી પાસે કોઈ અપેક્ષા રાખવી જ ના જોઇએ.."ફરી નેહાની આંખો વહેતી થઈ ગઈ...કપાળમાં કૂવો ..કોઈ શું કરે?

સાગરે એનો હાથ પકડી લીધો.."ચાલ તારી ઈચ્છા પણ હું પૂરી કરીશ"..બન્ને બીજા દિવસે હોટલ હોલીડે ઈન માં મળવાનું નક્કી કરી છૂટાં પડ્યાં..સાગર ક્યાય સુધી નેહાની પીઠને તાકી રહ્યો..નેહાએ આવું કેમ કર્યુ હશે? એવું શું કહેવું હશે? એ સુખી લાગતી નથી..મેં એની સાથે ખૂબ અન્યાય કર્યો..મારે એનાં દુ:ખ જાણવા પડશે. સાગર આંખનાં ઝળઝળીયા લૂછતો રિક્ષામાં બેસી ગયો.

નેહા જ્યારે સાગરને મૂકી પોતાની કાકી ને ત્યાં આવી આંખો સૂજી ગઈ હતી.આખા રસ્તે રડતી હતી.સાગરે કેમ મારાં માટે આવું વિચાર્યુ હશે..મારે મારી વાત એને કરવી જોઈયે કે નહી ..ના હવે હું એને કાંઇ નહી કહું... એ મને સમજી જ નહી શકે..કદી મારી હાલત જાણી જ નહી શકે..મારે મારી વાત કોઈને ના કહેવી જોઇએ ખાસ કરીને કોઈ પુરુષને નહી જ..

એણે ડોરબેલ મારી કાકીએ દરવાજો ખોલ્યો," કેમ નેહા, શું થયું?" અને આટલી વાર કેમ થઈ? તે કહ્યુ હતું કે સહેલીને મળવા જાય છે..કેમ છે તારી સહેલી?"આટલા બધાં સામટા સવાલોના જવાબ નેહાને આપવાં ન હતાં. પણ પરાણે હોઠ ખોલી ને કહ્યુ" મજામા છે અને અમે વાતો કરતા હતા એટ્લે વાર થઈ.કાકી, કાલે મારે એનાં ઘરે જમવા જવાનુ છે અને વિચારૂ છું કે તેને ત્યાં કાલે રહી જાઊં કારણકે લગ્ન પછી અમે સાથે રહ્યા જ નથી." નેહા એ ગભરાતા ગભરાતા કહ્યુ..એ જુઠુ બોલવામા જરાપણ હોશિયાર ના હતી.તરત પકડાઈ જાય..પણ કાકી થોડા ભોળા..કહે કાંઇ નહી બેન ,સારું જ છે મિત્રોને તો મળતાં રહેવું જોઈએ..નેહા એ હાશકારો કર્યો..વિધવા કાકીને મનાવવી અઘરી ના પડી.કાકીએ ખાવાં માટે આગ્રહ કર્યો પણ એનું દિલ ક્યાંય લાગતું ના હતું.

એ પથારીમાં જઈને પડી...સાડી કાઢવાના પણ હોશ ના હતાં.જાણે શરીરમાં થી કોઇએ શક્તિ ખેંચી લીધી હતી...સાગર એને કેટલો કંટ્રોલ કરતો હતો. એનું અસ્તિતવ જાણે સાગરની લહેરોમાં વહી જતું હતું.."હું શુંકામ નબળી પડું છું?..સાગર એક પરાયો પુરુષ છે. એને જોઇને જાણે લોહી ખળ ખળવાનું મૂકી દે છે..શ્વાસો પર મારો અંકુશ રહેતો નથી. દિલમાં ધડકનો જોરથી ધબકે છે. અને હું એક અસહાય બાળકની જેમ ચાલી નીકળુ છું..મારે ..મારે એને મળવું જ ના જોઈએ ...હા બસ સવારે ફોન કરી દઈશ ..કે હું નથી આવવાની..બસ એ જ બરાબર છે..થાક હતો છતાં આંખો બંધ થતી ના હતી...એક તરફ સાગરનો પ્રેમ અને બીજી તરફ આકાશ સાથે બેવફાઈનો ડર..દિલ બે તરફથી ખેંચાઈ રહ્યુ હતું...વળી આકાશની બેવફાઈ યાદ આવી નેહાનો ચહેરો બદલાઈ ગયો...કડવાશ ચહેરા પર ઉતરી આવી..કેટલો વિશ્વાસ કર્યો હતો.આકાશ પર ..પણ એક વારમાં સર્વનાશ થઈ ગયો...કાચનું વાંસણ એવું તુટ્યું કે ફરી જોડાણું નહી ...ભગવાન સર્વ દુ:ખ મારાં ભાગમાં જ આવવાના હતાં. નેહાની આંખની કિનારીથી આંસું ની ધાર વહેતી રહી..ક્યારે એની આંખો મળી ગઈ એને પણ ખબર ના પડી..

ચોરસ બારીમાથી સૂરજનાં કિરણો નેહાના ચહેરા ઉપર પડ્યાં.એ એકદમ સફાળી બેઠી થઈ ગઈ..રાતે કરેલાં બધાં નિર્ણયો ભૂલાઈ ગયાં.સાગરને ફોન કરીને ના પાડવાને બદલે એ સાગરને મળવાં માટે ઉતાવળ કરવા લાગી..જલ્દી જલ્દી શાવર લઈ..આસમાની રંગની સાડી પહેરી...ગળામાં નાની મોતીની સેર અને કાનમાં મેચીંગ ઈયરીંગસ પહેર્યા...હાથમાં મોતીની બંગડી..ચહેરા ઉપર લાઈટ મેક અપ અને અણીયાળી આંખમાં કાજલ.. સફેદ રંગનુ પર્સ અને બગલ થેલામાં એક જોડી કપડા નાંખી એ ઓરડાની બહાર નીકળી..કાકીએ પરાણે ચા પીવડાવી. કાકીને સમજ પડતી ના હતી કે.. નેહા આટલી બેબાકળી કેમ દેખાય છે..હશે કાઈ નહી આકાશે કૈક કહ્યુ હશે...નેહા નીકળી પડી..પિયા મિલનકો જાના...કેવી લાગણી થતી હતી..પાછી અઢાર વરસની પ્રથમ કોલેજમાં પગ મૂક્યો ત્યારની નેહા. અહાહા સમય થંભી જતો હોય તો કેટ્લું સારું? પણ ના સમય નથી થોભતો...અથવા સમય સ્થિર છે પણ આપણા દિવસો, મહીનાઓ અને વરસો પસાર થાય છે અને આપણું જીવન પલટાયા કરે છે...સાગરનાં જીવનમાથી કયારે આકાશના જીવનમા આવી ગઈ..અને એક એક પળ યાદ છે...કેવી રીતે સાગરનો હાથ છૂટી ગયો હતો...હમ બેવફા હરગીઝ ના થે પર હમ વફા કર ના સકે...નેહાએ ટિસ્યુ લઈ આંખ લૂંછી નાંખી..

હોલી ડે ઈનના દરવાજા પાસે રીક્ષા ઊભી રહી..પૈસા આપી એ હોલી ડે ઇનના દરવાજામાં દાખલ થઈ સામે સાગર ઊભો હતો એજ વિશ્વાસવાળુ મંદ હાસ્ય..નેહાનું હ્રદય ધડકન ચૂકી ગયું..પગ પાછાં પડવાં લાગ્યાં પણ હિમત કરીને દરવાજા પાસે આવી એક ફિકુ સ્મિત કર્યુ. સાગર એની મથામણ બરાબર સમજતો હતો..હાથ લાંબો કર્યો..બન્ને સાથે રિસેપ્શનિસ્ટ પાસે ગયાં...સાગર પહેલેથી થોડો શરમાળ નેહાએ હિમત એકઠી કરી, one room please.." રિસેપ્શનિસ્ટે ઊંચું જોયા વગર પૂછ્યું," name please.." નેહાએ અચકાતા અચકાતા કહ્યુ," સાગર પારેખ એન્ડ મીસિસ સાગર પારેખ." આટલું બોલતા તો જાણે થાકી ગઈ..રિસેપ્શનિસ્ટે સરનામું પૂછ્યુ..એ થોડી ગભરાઈ..સાગરે સંભાળી લીધું પોતાનું સરનામુ લખાવી દીધું...એણે ચાવી આપી ..વેઈટર રુમ બતાવવા આવ્યો..રુમ ખોલી બન્ને રુમમાં આવ્યાં.વેઇટરને ટીપ આપી રવાના કર્યો..

નેહા બેડ ઉપર ફસકાઈ પડી..સાગર દૂર આરામ ખુરશી પર બેસી ગયો..થોડીવાર આંખો બંધ કરી લીધી...મૌન છવાયેલું હતું કોને શું બોલવું કાઈ સમજ પડતી ન હતી...એક સમય હતો નેહાને ચૂપ કરવાં મોઢે હાથ દબાવવો પડતો હતો. હવે એવી ચૂપ થઈ છ કે મોઢામાં આંગળી નાંખવી પડશે. સાગરનાં ચહેરા પર સ્મિત આવી ગયું. એણે કહ્યુ," નેહા," નેહા એકદમ જાણે સપનામાં થી જાગી પડી.નેહાએ હુંકાર ભર્યો..." તને ભૂખ લાગી છે?" નેહા એ નોરમલ થતાં કહ્યુ હા કૈક ઓર્ડર કરી દેઈએ બહાર જવાનો મુડ નથી..સાગરે ફોન ઊપાડીને ખાવાનું ઓર્ડર કર્યુ. એ બાથરુમમાં ગયો..નેહા હજું પોતાની લાગણીઓનું વિષ્લેશણ કરી રહી હતી..

ખાવાનુ આવ્યું ..બન્ને એ થોડું થોડું ખાધું..પણ વાતચીત આગાળ વધતી ના હતી.બન્ને થાક્યા હતાં.સાંજ પડવાં આવી હતી. સાગરે કહ્યુ," ચાલ થોડીવાર બહાર જઈયે દરિયા કિનારે કે મુવીમાં...નેહા કાઈ બોલી નહી ..બન્ને દરિયા કિનારે ગયા.થોડીવારના મૌન પછી નેહાએ પૂછ્યું.."સાગર, તે મને કેમ છોડી દીધી?" સાગર અચકાયો.."નેહા, એ બધી વાત હવે ભૂલી જા..તું તારા સંસારમાં સુખી છે..હું મારાં સંસારમાં.." નેહા રડી પડી.." તે કેમ માની લીધું હું સુખી છું???તું સુખી હઈશ પણ મારાં સુખ વિષે તને કેવી રીતે ખબર પડી?" સાગરે કહ્યુ," જેવી રીતે તું શણગારાયેલી રહે છે...હસતી રહે છે..માની લીધું કે તું સુખી છે.." નેહાની ઉદાસ આંખોમાં..આંસું તગતગી ગયું," સાગર, આ સાગરનાં મૌન તને સંભળાય છે કે એનો ઘૂધવાટ જ નજર આવે છે?"અને સાગરનાં મૌન સમજતાં શીખ સાગર...બધાં સ્મિતમાં સુખ નથી છૂપાએલું..એ સ્મિતની વ્યથા સમજ.." સાગર ચૂપ થઈ ગયો એનાં હૈયામાં પણ ઉલ્કાપાત મચી ગયો...બન્ને સૂરજ ઢળતા હોટેલમાં આવ્યાં.મૌનની દિવાલ ફરી ચણાઈ ગઈ...

ક્રમશઃ


Rate this content
Log in