Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Pravina Avinash

Inspirational

3  

Pravina Avinash

Inspirational

બસ હવે બહુ થયું !

બસ હવે બહુ થયું !

5 mins
7.2K


એકની એક રેકર્ડ હમેશા વાગતી આપણે સહુએ સાંભળી છે. માતાએ બલિદાન આપ્યું, પિતાએ પોતાની જાત ઘસી. શાને માટે ? બાળકોને સારા નાગરિક તેમજ વ્યક્તિ બનાવવા માટે. જીવન સાર્થક કરવા માટે ! આ બધું સાંભળી આપણા કાન પાકી ગયા છે. જ્યાં જુઓ ત્યાં વાંચવા મળે ! કોને ખબર આ કઈ નવી રસમ નથી. સદીઓ પુરાણું છું. દરેક માતા અને પિતા પોતાના બાળકો માટે કરતા આવ્યા છે. માતા અને પિતા પોતાના બાળકો માટે નહી કરે તો કોણ કરશે? બાળકો તેમની જવાબદારી છે. તેમના પ્યારનું પરિણામ છે. અમે કાંઈ કહ્યું હતું અમને અહીં લાવજો ? 

આજે આરતી ખૂબ ગુસ્સામાં હતી. દીપક સાથે પરણી ત્યારે એક શરત મૂકી હતી. મને બાળક નહી જોઈએ ! ત્યાં સુધી તો ઠીક પણ, તારા માતા અને પિતા મારી અનુકૂળતાએ આવે. ગમે ત્યારે ટપકી પડે તે નહી ચાલે ! દીપક, આરતીના રૂપ પાછળ પાગલ થયો હતો. તેને એમ હતું કે ધીમે ધીમે તે શાંત થશે. ધાર્યા કરતાં પરિણામ ઉલ્ટું આવ્યું. આજની આધુનિક યુવતીએ ચોખ્ખા શબ્દોમાં જણાવ્યું હતું , અનાદિકાળથી સ્ત્રી પરણીને સાસરે જાય છે. મારે નવી પ્રથા ચાલુ કરવી છે. કોઈકે તો નવી પ્રથાના શ્રીગણેશ કરવા પડશે ! ‘જો તને મંજુર હોય તો મારી સાથે લગ્ન કરજે ! “મને પરણીને તારે સાસરે આવવું પડશે.”

દીપક એકનો એક પુત્ર હતો. આરતી પણ તેના માતા અને પિતાની લાડકી દીકરી હતી. પ્રેમના નામે હવસ સંતોષતો દીપક કબૂલ કરી બેઠો. માતા અને પિતાને જણાવતા તેને કોઈ સંકોચ ન થયો. દીપકની માતા બાહોશ હતી. તેણે હસતે મુખે “દીકરાનું દાન” આરતીના માતા અને પિતાને કર્યું. તેઓ ધનિક હતા. મોટો પાંચ બેડ રૂમનો બંગલો જુહુના દરિયા કિનારે બાંધ્યો હતો. હર્ષદ મહેતાએ કરેલા બેંકના અને સ્ટોક માર્કેટના કૌભાંડમાં તેના સાગરિત હતા. લોકોને “ઠંડા પાણીએ" નવડાવી પોતાની ઈમારત ચણી હતી.

આરતીએ બેફામ બની દીપકને પોતાનું નામ ‘મિડલ નામ' તરીકે સ્વીકારવા જબરદસ્તી કરી. હા, દીપક સોગઠાબાજીનું પ્યાદુ બન્યો. આ બધું સહન કરતા દીપકને એક વાત ગમી જ્યારે તેના માતા અને પિતા આવતા ત્યારે આદર સત્કાર પામતા. હવે ‘અણગમતી સાસુના’ રોલમાં આરતીની મમ્મી ફસાઈ. રોજ મળવાનું, રોજ તેની ચમચાગીરી કરવાની. આરતીને પણ કોઈ વાર માતા પર અણગમો આવતો. કિંતુ ‘આ બેલ મુઝે માર’ જેવી હાલત હતી. તેના કહેવા પ્રમાણે દીપકે બધું માન્યું હતું.

તમને થશે દીપક ‘વહુ ઘેલો’ યા ઘાઘરીયા વ્યવહારમાં માને છે. માફ કરશો, આજ કાલ પંજાબી અને પેન્ટ પહેરવાનો રિવાજ છે. તો પછી એમ કહી શકાય, ઘરમાં ‘પેન્ટ’ કોણ પહેરે છે ? સાચું પૂછો તો કોઈની જીંદગીમાં દખલ દેવાનો અધિકાર આપણને કોણે આપ્યો? મૂકો વાત પડતી.

આ બાજુ દીપક તો ખુશખુશાલ હતો. જ્યારે મન થાય મમ્મીના હાથના દહીંવડા ઝાપટીને આવે અને તેને મળ્યાનો આનંદ માણે. અનુકૂળતાએ પપ્પાની ઓફિસે પહોંચી જાય અને બાપ અને બેટા રાજકારણની ચર્ચામાં ઉતરી જાય ત્યારે સમયનું ભાન ન રહે. રાતના ઘરે આવે ત્યારે, “આરતી ડાર્લિંગ પપ્પા સાથે ક્લબમાં પીવા સાથે ખાધું. બસ હવે સખત ઉંઘ આવે છે.“

આરતી હવે ૨૪ કલાક મમ્મીની સાથે રહીને કંટાળી હતી. કૉલેજમાં ભણતી ત્યારે તેની પાસે મમ્મી સાથે સમય ગાળવાનો ‘સમય’જ ન હતો. બસ આખો દિવસ બહેનપણીઓ અને દીપક સાથે પ્રેમ ગોષ્ઠીની મઝા માણતી. મમ્મી તેને કાયમ ટોકે! આરતીને ખ્યાલ ન રહ્યો કે આ હવે તેનું બચપન નથી ! તે સ્ત્રી બની ચૂકી છે. તેને પોતાને તમન્ના, ઉમંગ, આશા અને મહેચ્છા છે. નાનપણમાં મમ્મીનો ટ્કટકારો ચલાવતી, રૂઠતી અને માની જતી. હવે એકદમ જુદી વાત હતી. શું દીકરીઓને માતા સાથે મતભેદ નથી હોતા?

‘મમ્મી તને ખબર છે હું દીપકને પરણવાની છું. શામાટે આટલા બધા સવાલ પૂછે છે.' લગ્ન પહેલાં અને લગ્ન પછી કોઇક વાર ઉગ્ર વાતાવરણ થઈ જતું. મમ્મી સાથે કાયમ વાદ વિવાદ ચાલતા હોય. બહેનબા રિસાઈ જાય. હજુ પપ્પા મનાવે પણ મમ્મી ? ‘હવે, ચોરની મા કોઠીમાં મ્હોં ઘાલીને રડે!'

દીપક, સાસુ અને સસરા સાથે આખો દિવસ શું વાત કરે ? આરતી જ્યારે તેમની સરભરામાંથી નવરી પડે ત્યારે દીપક પાસે આવે. આરતીને દીપકની હમેશા ઝંખના રહેતી. પપ્પા કાયમ આરતીને કામ ચીંધે. તે નવરી પડે તો દીપક પાસે જાય ને ?

‘દીપક ઉભો રહે હું આવું છું.' બહાર જતો દીપક અટકી જાય. આરતી આવે ત્યારે એને લઈને સડસડાટ તેમના જૂના મનગમતા સ્થળે પહોંચી જાય. જ્યાં ન આરતીના કે ન દીપકના માતા, પિતા હોય ! બન્ને જણા પોતાના ભૂતકાળની યાદ વાગોળે.

આજે આરતી સોફા પર લાંબી થઈને સૂતી હતી. વિચારી રહી ૨૧મી સદીનું ભૂતતેને ક્યાં ખેંચી ગયું. પોતાના માબાપથી છૂટા રહેવું છે એમ કેવી રીતે કહે ? દીપકને ઘરે હોત તો મોટું વિશ્વયુદ્ધ કરીને નિકળી ગઈ હોત! એવું નહોતું કે દીપકમાં કમાવાની ત્રેવડ નથી. દીપક પોતાના પિતા પાસેથી પૈસા લઈ મોટી કમપ્યુટરની ફર્મ ચલાવતો હતો. તેની પાસે ‘આઉટ સૉર્સિંગના’ ઘણા ક્લાયન્ટસ હતા. બસ નજીકના ભવિષ્યમાં અમેરિકા વાટાઘાટ કરવા આવવાનો હતો. આરતીને તેની સાથે અમેરિકા જવું હતું. અહીં પપ્પાને ઠીક ન હતું. એકલી મમ્મીને મૂકીને કેવી રીતે જાય? સાસુ હોત તો નિકળી જાત !

ખેર, દીપક તો કામ માટે ગયો. આરતીને દીપક વગર ગમતું નહી. તેનું ચિત્ત અહીં ચોંટતું નહી. સૂડી વચ્ચે સોપારી જેવી હાલત હતી !પરણ્યાને પાંચ વર્ષ થયા હતા. તેનામાં બળકની ઝંખનાના બીજ પાંગરી રહ્યા હતા. દીપકની ગેરેહાજરીમાં વિચાર કરવાનો સમય મળ્યો. શું સાચું ? શું સારું ? આરતી કોઈ નતીજા પર આવી શકતી નહી. કોને ખબર આજે રહી રહીને તેને બાળકની ઝંખના થઈ હતી. દીપકને ખૂબ ચાહતી હતી. જીવનમાં જે પગલું ભર્યું હતું, એ શું યોગ્ય હતું?

મારે અલગ ચીલો ચાતરવો છે. એ વિચાર યોગ્ય હતો? તેને ઉત્તર ન મળ્યો. દીપક્ને ઝંખતી ક્યારે આંખ મિંચાઈ ગઈ તેનું ભાન ન રહ્યું. સ્વપનામાં દીપકની પાસે ખુલ્લા દિલે એકરાર કર્યો. દીપક કઈ માટીનો હતો? આરતીને ખૂબ ચાહતો હતો. ભલેને દુનિયા ગમે તે માને આરતીને જીવનનો સાચો રાહ બતાડવાની ધીરજ તેનામાં હતી જે ફળી !

કાગડોળે દીપકની રાહ જોઈ રહી. મનમાં ને મનમાં ધુંધવાતી પોતાની જાતને કહી રહી,’બસ, આરતી બસ હવે બહુ થયું !'


Rate this content
Log in

Similar gujarati story from Inspirational