Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Vijay Shah

Tragedy Inspirational Crime

3  

Vijay Shah

Tragedy Inspirational Crime

વહાલાં ઉરો ચીરતાં

વહાલાં ઉરો ચીરતાં

7 mins
14.3K


ઓફિસમાં કામ કરતાં પૂતુલ કંટાળ્યો. ચાલ જઈને ચા પીઉં. હમણાં હમણાં ઓફિસમાં એ દરેકની નજરનું તથા વાતોનું કેન્દ્ર બની ગયો હતો… કારણ તો સાવ સામાન્ય હતું, પરંતુ એણે ચોળી ચોળીને કરી નાખ્યું હતું.

એના વિવાહ પૂર્વી સાથે થઈ ગયા હતા. ત્યાં અચાનક એને સાંભળવા મળ્યું. પૂર્વી એના કઝીન સાથે આડો વ્યવહાર રાખે છે. જો કે ખરેખર તો એ એનો કઝીન પણ નહોતો. પૂર્વીની મમ્મી પૂર્વીના જન્મ પછી તરત જ મૃત્યુ પામી હતી. ત્યાર પછી તેની સંભાળ માટે તેના પપ્પાએ એક ત્યક્તા સાથે લગ્ન કર્યા હતા. અને એ કઝીન એમનો પુત્ર હતો. મૃગાંગ પૂર્વીથી લગભગ ચાર–પાંચ વર્ષ મોટો.

પહેલેથી જ ભાઈબહેનમાં સારી બનતી. પૂતુલને શું ય સૂઝ્યું કે પૂર્વીને જઈને સંભળાવી દીધું. મૃગાંગ સાથે જો તું બોલીશ તો હું સંબંધ તોડી નાખીશ. અને તે દિવસે જબરી ધમાચકડી મચી ગઈ. પૂર્વીએ બરોબર સંભળાવી કે કેવા વહેમી છો તમે? મા જણ્યો ભાઈ નથી તેથી શું ભાઈ મટી ગયો? સારું થયું કે લગ્ન પહેલાં જ તમારા સ્વભાવની ખબર પડી ગઈ.

વિવાહ તૂટવાની અણી પર જ રહ્યા. બંને પક્ષમાંથી વિવાહ તોડવાની પહેલ કોઈએ ના કરી. બંને પક્ષ તરફથી આશા હતી કે સામેથી સંબંધ તોડવાની પહેલ કરે.

અને આ જ પ્રસંગને પૂતુલ પોતાની રીતે સાચો છે તેમ મૂલવવા દરેકેદરેક જણને કહી વળ્યો કે પૂર્વી ચારિત્રભ્રષ્ટ છે. તેથી મેં એને કહ્યું, "જેવું એનું મોં ફરતું કે શ્રોતા કહેતા – મૂરખ છે. ભાઈ ઉપર શંકા કરે છે. વહેમી છે." ખરેખર તો લોકો એને સાંભળવા કરતાં તેની મૂર્ખાઈને માણવા જ એને સાંભળતા. એક પ્રકારનું મનોરંજન બની ગયો હતો. એની મૂર્ખતાને પવન ફૂંકી ફૂંકીને પ્રજવલિત કરતાં આ બધાશ્રોતાઓ દરેકેદરેક તેના મોંઢે તો એના લીધેલા પગલાના વખાણ કરતાં.

"હા યાર ! સ્ત્રીને તો ભગવાન પણ નથી ઓળખી શકતા ત્યાં આપણે કોણ ? આ તો ઠીક છે વિવાહ જ થયા છે અને છતી આંખે કૂવામાં પડવાનું કંઈ કારણ ખરું …?’ અને એક વખત તું લગ્ન કરીલે ત્યાર પછી પણ એ સંબંધો એ જ પ્રકારે ચાલુ નહીં રહે તેની શી ખાતરી ?"

“હા યાર ! તોડી જ નાખ વિવાહ. એક નહીં હજાર મળશે.” – પરંતુ એકદમ લેતા એના પગ ધ્રૂજતા હતા. કારણ એને પોતાને ઊંડે ઊંડે ભય હતો કે પછી પૂર્વી જેવી સારી છોકરી એને નહીં મળે. તેથી ફક્ત મૃગાંગ વચ્ચેથી હટી જાય એવું જ ઈચ્છતો હતો.

કોઈ રસ્તો સૂઝતો નહોતો મૃગાંગને વચ્ચેથી હટાવવાનો. કારણ કે ઘર એક જ હતું. તેથી લગ્ન સિવાય બીજા કોઈ જ રસ્તો નહોતો પૂર્વીને ઘરમાંથી કાઢવાનો. અને હવે એ તો શક્ય નહોતું. વેઈટ એન્ડ વોચની પોલિસી અજમાવવાની ઈચ્છા થઈ આવી. જાકે આમેય વેઈટ જ થતો હતો.

બહુ ધમપછાડા કર્યાં. પણ ન તો એના ઘરવાળા તૈયાર થયા, ન તો પૂર્વીના ઘરવાળા. આખરેકંટાળીને એણે કોઈ મધ્યસ્થી રાખીને પૂર્વીને લગ્ન માટે મનાવી લીધી. લગ્ન લેવાયા – એક દુઃખદ સ્વપ્નના પ્રભાતની જેમ. પુતૂલ મનમાં ધુંધવાતો હતો. પૂર્વી પણ…છતાંય સમાજમાં માનમોભોસાચવવા લગ્ન લેવાયા અને નવોઢા બનીને પૂર્વી ઘરે આવી.

સુહાગ રાતને દિવસે પુતૂલે પૂર્વીની માફી માગી. પૂર્વી શરમાઈ અને કહી દીધું, “મારા ભોળારાજા ! અગ્નિ પરીક્ષા કરી લો. પણ આ મા જણ્યા ભાઈ જેવા ભાઈ સાથે તો તમારી દુલ્હનને ન જાડો.” હનીમૂનનો મૂડ પણ પૂતુલ માટે મીઠ્ઠો નહોતો. એના મનને કોઈક ખૂણે શંકાનો કીડો સળવળ્યા જ કરતો હતો. મૃગાંગ જ્યારે પણ ઘરે આવતો ત્યારે… ત્યારે તે ઉદાસ થઈ જતો. એને એની મૂર્ખતા ડંખતી, મૃગાંગ પાસે પોતાની જાતને હીણ ગણતો. પરંતુ આ કીડાની સળવળની ન તો મૃંગાંગને ખબર હતી કે ન તો પૂર્વીને…

માણસ બધું જ ભૂલી જઈ શકે છે, પરંતુ અપમાનનો કે નીચા જોયાનો ઘાવ ક્યારેય ભૂલી નથી શકતો. કૌટુંબિક મર્મિલા ઝઘડા પણ મૃંગાગ ઘરમાં ઊભા કરતો અને એવી કોઠાસૂઝથી શરમાવી દેતો કે ઝઘડામાં સામેલ દરેકેદરેક વ્યક્તિના મોં પર હાસ્ય જ હોય. પૂતુલના કુટુંબમાં પણ સાકરની જેમ તે ભળી ગયો. ભાભીના ભાઈને જે આવકાર મળે તે દરેક માન–મરતબો તેને મળતા. દરેક રજાના દિવસે કાં તો મૃગાંગ પૂર્વીના ઘરે હોય કાં તો પૂર્વી મૃગાંગના ઘરે. પરંતુ પૂતુલના મનમાં સળવળતા કીડાનો… સળવળાટ ધૂધવાતો ધૂધવાતો એક દિવસ ફૂંફાડામાં ફેરવાઈ ગયો. “આ શું દહાડો ઊગ્યો ને ઘર સાંભરે છે. અને મૃગાંગ પણ નવરો ધૂપ જેવો આવી ટપક્યો જ છે.” પણ તેમાં ખોટું શુ છે. લાગણી છે તો આવે છે અને હેત પ્રેમ સાચવે છે. “એ બધો દેખાડ છે. હું સાચું માનતો નથી. કદાચ તું ગંગા જેવી પવિત્ર હોઈશ. પણ શું મૃંગાંગ હશે ?” “એટલે?” એટલે કશું નહીં – બધું ધીમે ધીમે ઓછું કરી નાખ… મને આવી એકની એક જિંદગી નથી ગમતી. તારા આવા બધા પ્રોગ્રામથી હું તંગ આવી ગયો છું."

“એમ કહો ને હજુ મનમાંથી પેલો વહેમ નથી ગયો.” "વહેમ – હા જા સાડીસત્તર વાર વહેમ. પણ હું ના કહું તે ન જ થવું જાઈએ સમજી." પૂર્વી વળ ખાઈ ગઈ – “સારું”. ત્યાર પછીની ઉદાસી ન સમજે એવો બાઘો મૃગાંગ નહોતો. એક દિવસ પૂતુલ સાથે પેટ છૂટીવાત કરી નાખી.

“જુઓ, પૂતુલકુમાર ! તમારા મનમાં શું છે તે તો મને નથી ખબર પણ પૂર્વી હમણાં ખુશ રહેતી નથી. અને એ મને શંકા પ્રેરે છે. તમારી અને એની વચ્ચે કશુંક મનદુઃખ થયું છે. પણ મારા આવનાર ભાણિયાના સોગંદ ખાઈને કહું તો પ્લીઝ આ સ્થિતિમાં એને દુઃખી ના કરશો.”

પૂતુલ મૌન રહે છે. અચાનક પ્રશ્ન થાય છે : “આવનાર ભાણિયો ? તો તો…” મૃગાંગ આનંદથી મલકી ઊઠે છે. હા હું મામો બનવાનો અને તમે પપ્પા.

શંકાનો કીડો નાગ બની ગયો – ?

“મામો નહીં બાપ” – “એટલે” – એટલે પૂર્વી મારું નહીં તારું બાળક પોષી રહી છે.

“પૂતુલકુમાર – બોલવાનું ભાન છે કે નહીં ? સનસનાટી વ્યાપી ગઈ. મૃગાંગ ક્રોધથી રાતોપીળો થઈ ગયો.”

“સત્ય હંમેશા કડવું હોય છે – ઠંડા પેટે પુતૂલ ડામ દેતો હતો.”

“વહેમીઓ તો ખૂબ જાયા પણ તમારા જેવો મૂર્ખ અને પાગલ વહેમી આજે પહેલો જાયો. હવે પૂર્વી એક પળ તમારે ઘરે ન રહી શકે. મારી બહેન ઉપર ચારિત્રનો આવો ડાઘ?”

“ઘાંટા પાડીને ગામ ભેગું ના કરો. સત્ય હંમેશા સત્ય જ છે. તમે પૂર્વીને નહીં લઈ જઈ શકો. કયા હક્કથી તેને લઈ જાવ છો ?”

“એ મારી બેન છે. હું એને લઈ જઈશ.”

“સારું પણ પછી પાછી મૂકવા ન આવશો.”

“અમારા ઘરમાં અન્ન હજી ખૂટ્યું નથી. ખૂટશે એ દિ વાટકો ઝેરનો ધોળી પીવડાવી દઈશું… પણ…પણ… તમારા જેવા નીચ અને વહેમીલા પતિને ઘરે નહીં મોકલીએ. સમજ્યા ?" ઘરે આવીને ભગ્ન અવાજે પૂર્વીને કહ્યું, "ચાલ બેન ! આપણા અન્નજળ ખૂટ્યાં – પારકી થાપણ સાચવવાનો ભાર તારા ભાઈ પર બાકી રહ્યો છે. પ્રભુ તેમને સદ્‌બુદ્ધિ આપે.”

પૂર્વીને વાત સમજતાં વાર ન લાગી અને એ ઘેર આવી. ત્યક્તા બનીને… મૃગાંગના રોષનો પાર નહોતો… સાથે સાથે પારાવાર દુઃખ પણ થતું હતું. છેવટે ઉપરવાળા ઉપર બધું છોડીને ધગધગતો નિઃશ્વાસ નાખી દેતો.

આ બાજુ પૂતુલે વાતનું વતેસર બનાવીને આખી દુનિયામાં ઢોલ પીટવા માંડ્યો. મૃગાંગ અને પૂર્વી પર માછલાં ધોવાનું ચાલુ રાખ્યું. અને વળી કાયદાનો વકીલ એના કાન ભંભેરવા માંડ્યો. ખરેખરતો તેની અભણ અને પંગુ બહેનનું પુતૂલ સાથે ગોઠવવાની વેતરણમાં જે તે પૂતુલનો સંસાર સળગાવતો હતો.

એક દિવસ કાયદેસરની નોટિસ આવી ગઈ. છૂટાછેડા માટે. પંરતુ કોઈ જ સંગીન કારણ ન મળતાં પૂર્વીને ચારિત્રહીન ચિતરી. મૃગાંગ ઉપરવાળાની આ લીલા પર હસતો હતો. પ્રભુ તેને ન પારખ્યો. પારખવાની તક પણ તેં ન આપી. આવો કરુણ અંત !

દિવસો પહેલાં હસતું કિલ્લોલતું ઘર…ભૂતિયું બની ગયું. પૂર્વીની નાજુક પરિસ્થિતિ ને ઉપરાઉપરી આવતા ઘા. પૂર્વીના પપ્પા–મમ્મી પણ અસ્વસ્થ હતાં. પરંતુ સહન કર્યે જતા હતા. પૂર્વીને જે દિવસે બાબો આવ્યો તે દિવસે પૂતુલનો વકીલ આવીને લોહી સરખાવી ગયો. પૂર્વી અને પૂતુલ બંનેનું લોહી ‘ઓ’ ગ્રુપનું હતું અને બાબાનું લોહી પણ ‘ઓ ગ્રુપનું હતું. મૃગાંગનું લોહી ‘એબી’ ગ્રુપનું હતું.

કાયદાની દ્રષ્ટિએ ફરી એક વખત કેસ પાંગળો બની ગયો. છતાંય પૂતુલની કાયદાકીય કાર્યવાહી ન ઘટી. પણ હવે તો ‘મા મને કોઠીમાંથી કાઢ’ જેવો ઘાટ થયો. મૃગાંગને લાખ રૂપિયાનો માનહાનિનો દાવો કર્યો અને પૂર્વીનો પણ ખાધાખોરાકી તથા અન્ય ખર્ચ બધું ભરવાનો વારો આવ્યો.

પૂતુલ આકુળવ્યાકુળ થઈ ગયો. ધોબીના કૂતરા જેવી દશા હતી. ન તો છૂટકારો મેળવી શકતો હતો. ન તો તે પૂર્વીને પામી શકતો. એના પુત્રને પણ તે મળી શકતો નહોતો.

કટુવાણી અને વહેમી સ્વભાવને લીધે આજે છતે કુટુંબે એકલો હતો. પૂર્વી પ્રત્યેની બધી તેનીફરિયાદો હવે તેને પાયા વિનાની લાગતી હતી. એણે જાતે જ કેસને એટલો ગૂંચવી નાખ્યો હતો કે તેજાતે જઈને પોતાની ભૂલની ક્ષમા પણ માગી નહોતો શકતો.

એક દિવસ તેને પત્ર મળ્યો.

સ્નેહી પૂતુલકુમાર

નાથાલાલ દવેનું એક કાવ્ય વાંચ્યું. તેમાનું કેટલુંક તમને લખું છું.

બહુ ના બોલીએ રે બાંધવ ! થઈ બેબાકળા રે

વરવા ના વેરીએ રે વચનોનાં બાણજો

તીર જે તાતા રે તે પંડ ઉપર પાછા વળજો

વળી એ તો પોતાનું જાણે રે પ્રમાણજો

હૈયા જીતવાં રે ત્યાં હુશીયારી હોય નહીં

મન મૂકીને કરજા મનની વાત રે

બોલજે સાચ ના રે તે અંતરમાંથી ઉભરે રે

દિલની વાણી તે તો દિલથી ઝીલાય જો

છેલ્લી ચારેક પંક્તિ તમારા દામ્પત્યજીવનની તડ પૂરવા સમર્થ નથી શું ? જા તમે ઈચ્છો તો ?

– તમારો શુભેચ્છક

અક્ષર મૃંગાગના હતા. તે સમજી શકતો હતો. અને તેનું હાર્દ સમજતાં જ પૂતુલની આંખમાં ઝળહળીયા આવી ગયા પસ્તાવના આંસુ.

અને એ તૈયાર થવા લાગ્યો – પૂર્વીના તથા તેના સંતાનને લેવા જવા માટે –


Rate this content
Log in

Similar gujarati story from Tragedy