Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Jagruti Pandya

Tragedy

4  

Jagruti Pandya

Tragedy

પશ્ચાતાપ

પશ્ચાતાપ

2 mins
246


સૌથી પ્રથમ જયારે લોકડાઉંન જાહેરાત થયું. ખુબ જ ડર અને ચિંતા રહેતી કે શું હશે ? આ કોરોના માં, તે આટલી બધી તાકાત ધરાવે છે ? સૌનાં ઉદ્યોગ- ધંધા થંભી ગયા. ટ્રેનો, બસો, પ્લેન અને તમામ વાહન વ્યાવહરના સાધનો થંભી ગયા. બધું જ સદંતર બંધ. ટી વી. માં સમાચાર જોઈને પણ ડર લાગે. ભારતમાં હજુ સો જેટલા પણ કેસો નહોતા અને એમાંય ગુજરાતમાં તો એકપણ કેસ નહોતો, તે વખતે પણ બહાર નીકળતા ડર લાગે. 

        એમાં અમારી સોસાયટીના એક મિત્ર, કે જેઓ રિટાયર્ડ થઈ ગયા હતા. જેમનો પગ ઘરમાં ટકે નહીં. અમારું ઘર સૌથી પહેલું. માટે રોજ જ સાંજે પાંચ વાગ્યે બહાર હિંચકે આવી બેસી જાય. 

એકાદ દિવસ તો સારું લાગ્યું પણ આતો રોજનું થયું. એમ કરતાં તો લોકડાઉન સમય પણ પૂરો થઈ ગયો. સીધે સીધું ન કહી શકાય, તે વડીલ મિત્રને. જેથી એકવાર ચા પીતાં પીતાં મેં કહ્યું : ' કાકા તમને ડાયાબિટીશ છે. આ કોરોનાથી તમારે બહુ સાંભળવાનું. આ રીતે કામ સિવાય ઘરની બહાર નહી નીકળવાનું.' 

પણ આ કાકા માને તે બીજા. માન્યા જ નહીં. અમે અને અમારી સામે વાળા બંને ના ઘરે વારાફરથી રોજ આવે. અમે બંને ઘરવાળા એ નક્કી કર્યું કે, હમણાં આપણે બહાર નીકળતા નથી અને ખાસ કોઈ આવતું પણ નથી. તો આપણે ગેટ ને લોક કરી દઈએ. નક્કી કર્યા મુજબ લોક કરી દીધું. સમય થયો એટલે કાકા આવ્યા, દરવાજો ખોલવા જાય પણ અંદરથી લોક દેખાયું તરત જ સામે ઘરે ગયા ત્યાં પણ લોક ! કાકા તો બબડતા બબડતાં ગયાં, અહીં પણ લોક મારી દો' ને ? - એટલે કે મેઈન ગેટ પર.

 કાકાને જતાં જોયાં અને બબડતાં જોયાં તે જોઈ બધાને હાશ થઈ કે, હાશ !! ગયાં.

            એ કાકા પણ એટલા ગુસ્સે ભરાયા કે પછી કદી અમારે હિંચકે બેસવા નથી આવ્યાં. કદી ક્યારેક કંઈ કામ હોય તો, રોડ પરથી જ હાથ ઊંચો કરે. અમને તેમના માટે કંઈ રોષ નહોતો, પણ આ કાકા આખો દિવસ જ્યાં ત્યાં ફર્યા કરે, અને અમારા આખા દિવસના સાચવેલા પર પાણી ફેરવે. અમે ઘરોમાં જ પૂરાઈ રહીએ.

         એ જ કાકા જયારે અમને ઘરમાં કોરનટાઈન કરેલાં, તે સમયે અમને ઘરે આવીને દવા અને જરૂરી સામાન આપી ગયાં હતાં. તેમને કંઈ જ ડર નહોતો. અને જે લોકો અમારી સાથે આખો દિવસ હોય છે તેવાં જ લોકોએ મદદ માટે મોં ફેરવી લીધેલાં.

          કાકા દવા આપવા ઘરે આવ્યાં ત્યારે ખરેખર ખૂબ જ પસ્તાવો થયો. અને મનોમન ખૂબ પસ્તાવો કર્યો, કે ખોટું કર્યું આપણે આ કાકા સાથે. 

      ભગવાનને પ્રાર્થના કરી, 'માફી માંગી અને કહ્યું કે, અમારી ભૂલ સ્વીકારજો. ફરી આવી ભૂલ ન થાય તે માટેની પ્રેરણા આપજો અને આ કાકાને સાચવજો.'


Rate this content
Log in

Similar gujarati story from Tragedy