Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Sapana Vijapura

Thriller Crime

3  

Sapana Vijapura

Thriller Crime

ઊછળતા સાગરનું મૌન-૧૬

ઊછળતા સાગરનું મૌન-૧૬

4 mins
14.9K


નેહાની વાતોથી ધૂંધવાતો આકાશ ઊઠ્યો. અને ધીરે ધીરે એ કેબિનેટ તરફ આગળ વધ્યો જેમાં લાયસન્સ પિસ્તોલ રાખેલી હતી. આકાશ માનસિક રોગથી પીડાતો હતો. લઘુતાગ્રંથિથી પીડાતો હતો. નેહા એને માત આપી જાય અને આકાશ કશું ના કરે એ તો કેવી રીતે બને ? નેહા આકાશને છોડવાં માગતી હતી ? આકાશને ? આકાશ જેવા પરફેક્ટ માણસને ? એ તો બનવાજોગ જ નથી. આ ઘરમાંથી ફક્ત નેહાની લાશ જઈ શકે. નેહા નહીં. આકાશને કોઈ છોડીને કેવી રીતે જઈ શકે ? આટલા પૈસા. આટલો દેખાવડો. ગાડી બંગલા સ્ટોક મારકેટ. ના ના. એ તો બને જ નહી.

અંદર બેડરૂમમાં નેહા બેગમાં કપડા અને જરૂરી સામાન ભરી રહી હતી. ગુસ્સામાં કબાટમાંથી વસ્તુઓ લઈ બેગ પર ફેંકી રહી હતી. અને અચાનક એનાં હાથમાં એક પરબડિયું આવ્યું. ઉપર આકાશનું નામ લખેલું હતું. ડૉક્ટરનો રિપોર્ટ હોય એવું લાગતું હતું. ગુસ્સામાં એણે પરબડિયું ખોલ્યું.અને ખરેખર ડૉક્ટરનો રિપોર્ટ હતો. રિપોર્ટમાં લખેલું હતું કે આકાશનાં વીર્યમાં શુક્રાણુ ન હતાં. એટલે કદી બાપ બની શકે એમ ન હતો. નેહાએ તારીખ જોઈ તો બે વરસ પહેલાનો રિપોર્ટ હતો. નેહાનાં હ્રદયમાં રહેલો દાવાનળ ફૂટી ગયો. એનું શરીર ધ્રુજતું હતું. આંખમાંથી આંસું અને અંગારા સાથેવરસી રહ્યા હતાં. આટલી મોટી વાત પત્નીથી છુપાવી ? આટલી મોટી વાત ? હું કરગરતી રહી કે ડોકટર પાસે જાઓ અને આ વાત મારાથી છુપાવી ? હું તો માનવ સાથે રહેતી હતી કે દાનવ. મને સત્ય બતાવ્યું હોત તો મેં સહન કરી લીધું હોત પણ. આમ કરવાનું ? મારો પહેલો હક છે આ વાત જાણવાનો. હું

પત્ની છું. પણ
એ બહાર ધસી ગઈ. જ્યાં આકાશ કેબિનેટમાંથી પિસ્તોલ કાઢી પેન્ટનાં ખીસ્સામાં મુકતો હતો. નેહાના હાથમાં રિપોર્ટ હતો. એ ધસી ગઈ આકાશ પાસે. એને કાંઈ ભાન ન હતું. કે એ શું કરી રહી હતી.

"આકાશ, આ રિપોર્ટ તારો છે ? તે આ રિપોર્ટ મારાથી બે વરસ છુપાવ્યો ? હું તારી પત્ની છું કે કોણ છું ?" નેહા આખી ધ્રુજતી હતી. થર થર શરીર કંપી રહ્યુ હતું. આકાશ એકદમ બેદરકાર થઈને બોલ્યો, "તને જણાવવાની શું જરૂર હતી ? તું ખાલી જીવ બાળતી !" નેહા,"જીવ બાળતી ? અરે તે મારા જીવ બાળવામાં શું બાકી રાખ્યું છે ? મારા દિવસ રાત મારી જિંદગી મેં તારા હવાલે કરી દીધી. અરે મારી કુરબાનીની આવડી મોટી સજા તે મને આપી ? અરે બાળક તો આપણે દત્તક પણ લઈ શક્યાં હોત. પણ આવી રીતે વાતને છુપાવી ને તે મારી પૂજા ભંગ કરી છે. મારાં વિશ્વાસનો ઘાત કર્યો છે. હવે હું આ ઘરમાં

એક ક્ષણ પણ નહી રહી શકું ! તને તારું ઘર તારી ઈજ્જત તારા પૈસા તારા બંગલા મુબારક. બસ બદ્લામાં મને મારી સ્વતંત્રતા આપી દે. મને છૂટાછેડા આપી દે. અથવા હું જ તને છૂટાછેડાનાં કાગળ મોકલી આપીશ. બસ તારો ને મારો સાથ આટલો જ હતો. હું તને એક ભયંકર સપનું માનીને ભૂલી જઈશ. તું પણ મને ભૂલી જજે." આટલું બોલી નેહા ફરી રૂમમાં ચાલી આવી.

આકાશપાસે શબ્દો ન હતાં..નેહા માત પર માત આપે જતી હતી. વાંક આકાશનો પણ કબૂલ કેવી રીતે કરે ? બધાં ને હાથે પગે માફી મંગાવવાવાળો માફી કેવી રીતે માંગે ? બધાં પાસે માફી મંગાવી ચૂકેલો નેહાની મમ્મી પાસે, પપ્પા પાસે, નેહા પાસે તો હજારો વાર. એ નેહાની સામે ઝૂકે અને કહે કે મારી ભૂલ થઈ મને માફ કરી દે ! કદી નહીં. આકાશે બન્ને હાથની મૂઠીવાળી દીધી ગુસ્સામાં...

નેહા રડતી રડતી બેગ ભરી રહી હતી. આકાશ રૂમમાં આવ્યો, "ને...હા..હા..,કહું છું આ બધાં નાટક રહેવા દે અને છાની માની જઈ રસોઈ કરવાં જા. હું જમીને નીકળીશ..એક તો પારકા પુરુષ સાથે રાતવાસો કરી આવીને સતી થવાનાં નાટક કરે છે ? તારા જેવી સ્ત્રીની ભવાઈ હું જાણું છું અને તને સીધી કેમ કરવી એ પણ જાણું છું. જ્યાં સુધી બોલતો નથી ત્યાં સુધી. મારી મર્દાનગી તે ક્યાં જોઈ છે હજુ. સાલી બે ટકાની સ્ત્રી શું સમજતી હશે પોતાની જાતને સીતા ? ચાલ છાની માની."

નેહા હવે કાબુમાં ન હતી સહનશીલતાની હદ વટાવી ચૂકી હતી. બસ, હવે નહીં. કોઈ પણ જુલમ નહીં સહું ! એ ચૂપચાપ બેગ ભરતી રહી. આકાશ ધૂંધવાતો રહ્યો. એટલાંમા ડોરબેલ વાગી. રમાબેન શાકભાજી લેવા ગયા હતાં. બા તો મામાને ઘેર. ઘરમાં કોઈ ન હતું કે દરવાજો ખોલે. નેહાને એકદમ વિચાર આવ્યો કે સાગર હશે નવ વાગે આવવાનું કહ્યુ હતું. એણે ઘડિયાળ તરફ નજર પડી...નવ વાગ્યા હતાં. એ એકદમ દરવાજા તરફ ધસી ગઈ. દરવાજો ખોલ્યો. સામે સાગર ઊભો હતો. આકાશ નેહાની પાછળ પાછળ આવી ગ્યો હતો. નેહાએ સાગરને કહ્યુ, "સાગર, તું હમણાં જા હું તને થોડીવારમાં એરપોર્ટ પર મળું

છું." પણ આકાશ એકદમ ધસી આવ્યો, "કોણ છે તું ?" તું નેહાનો યાર છે ? સાલા અંદર આવ તારી ખબર લઉં છું." નેહા સાગરને બહાર ધકેલતી હતી પણ પુરુષ આગળ શું ચાલે ? આકાશ સાગરને ખેંચી અંદર લઈ આવ્યો. સાગરને સમજ પડતી ના હતી કે શું ચાલી રહ્યુ છે.

સાગરે આકાશનો હાથ છોડાવી કહ્યુ કે, "આપણે શાંતિથી વાત કરીએ શું ચાલી રહ્યુ છે નેહા ? નેહા કાંઇ બોલી ના શકી. આંખો ચોમાસુ બનીને વરસી રહી હતી. હવે સાગર બોલ્યો, "આકાશ તું નેહાને જે રીતે હેરાન કરે છે હું નેહાને અહીં એક પણ દિવસ નહીં રહેવા દઉં. હું નેહાને લઈ જવા આવ્યો છું. તું એવું નહી માનતો કે કે એક પ્રેમી તરીકે. હાં હું નેહાને પ્રેમ કરું છું. પણ તું જેવો દિલમાં ધારે છે એવો પ્રેમ નહીં. તારાં મનમાં સ્ત્રીને પથારી સુધી લઈ જવી એજ પ્રેમ છે. પણ મને નેહાના શરીરથી નહી આત્માથી પ્રેમ છે. શરીર તો બજારમાં કોડીના દામથી વેચાય છે. પણ હું નેહાને તારી કેદમાંથી છોડાવી એનાં મમ્મીને ત્યાં મૂકી આવીશ. કોઈ પણ સ્ત્રીની આવી હાલત કરવી એ પાપ છે. ચાલ નેહા તૈયાર થઈ જા." આકાશ ગરજ્યો, "જો એક ડગલું પણ આગળ ભર્યું છે તો ગોળી મારી દઈશ. તમારી મિલીભગત મને ખૂબ ખબર છે.." નેહા ગભરાયા વગર બેગ લઈને ચાલતી રહી આકાશ એની પાસે ધસી ગયો. અને પિસ્તોલ કાઢી ટ્રીગર ચઢાવી દીધું. સાગર એકદમ આકાશ તરફ લપક્યો અને ઝપાઝપીમાં ધડામ ગોળીનો અવાજ સંભળાયો...


Rate this content
Log in

Similar gujarati story from Thriller