Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Pravina Avinash

Romance

4  

Pravina Avinash

Romance

ઉમંગનું લોલક :12

ઉમંગનું લોલક :12

7 mins
14.6K


પ્રકરણ : મુકેશના મનની મુરાદ

'આજે મારે પેટ છૂટી વાતો કરવી છે.'

'આરે, આ દિવસની તો હું કાગડોળે રાહ જોઈ રહ્યો હતો'. મુકેશનું ગુજરાતી અમિતાના સહવાસથી ખૂબ ખિલ્યું હતું.

અમિતા તાકી રહી. આવા ભારે ભરખમ શબ્દો સાંભળી હસવું રોકી ન શકી.

'તમે શેની રાહ જોતાં હતાં ?'

''તું ક્યારે તારા દિલની વાત કરે અને હું બસ તને સાંભળ્યા જ કરું'.

'એમ કહી અમિતા બન્ને બાજુ કમર પર હાથ મૂકી પૂછી રહી.

'બસ, આમજ ઉભી રહે, હું કેમેરો લઈ આવું અને તારી આ નિરાળી અદાને કેમેરામાં કેદ કરી લંઉ'.

અમિતાને કોઈ ગંભિર વાત કરવી હતી. જ્યારે મુકેશ એકદમ અલ્લડ અદામાં વાત કરી રહ્યો હતો. આખરે અમિતા થાકીને બોલી, 'એક મિનિટ તમે મારી વાત સાંભળશો ?'

'અત્યાર સુધી શું હું ઘેટાં ચરાવતો હતો ?' કહીને અટ્ટાહાસ્ય કર્યું'.

ઉભા રહો, 'સોનું બે કપ ચા લાવ સાથે ગાંઠિયા પણ, શેઠને ભૂખ લાગી છે'.

મુકેશ હવે ખિલ્યો, 'તને ખબર પડીને જો વાત સંભળાવવી હોય તો માહોલ સુંદર જોઈએ. બે જણા ચા પીતા હોઈએ. બગિચામાં બેસી નાસ્તાની મઝા માણતા હોઈએ ત્યારે વાત થાય. હવે આ જીંદગીની હર પળ મારે માણવી છે. ્તને ખબર નથી અત્યાર સુધીની જીંદગી કેટલી નિરસ હતી. એટલે તો કમાવાની પાછળ પડી લક્ષ્મી ભેગી કરી. હવે જ્યારે સાક્ષાત લક્ષ્મી સામે હોય પછી શાને લાભ ન લંઉ'.

બન્ને બગિચામાં ગોઠવાયા. અમિતાને તો જાણે સ્વર્ગ હાથવેંત હોય તેમ જણાયું. આવા જીવનની કદી કલ્પના પણ નહોતી કરી. મુકેશે તેના દિલો દિમાગમાં ઉમંગ અને આનંદ ભરી દીધા હતાં. છતાં પણ પોતાના બાળકો વિષે ચોખવટ કરવી જરૂરી જણાઈ.

મુકેશનો એક કપ પિવાઈ ગયો. બીજો કપ કિટલીમાં ભરતો હતો ત્યાં અમિતાએ ઈશારાથી કહ્યું, હું ભરીશ. મુકેશે કપ ધર્યો. અમિતાની લાવણ્યભરી અદા જોઈ રહ્યો.

અમિતાએ મુખ ખોલ્યું. 'આજે અવનિ અને અવિ વિષે વાત કરવી છે'.

'તે બન્ને કાંઇ ઘોડિયામાં છે. તેમને વિષે આપણે શું વાત કરવાની'.

'અરે, પણ સાંભળો તો ખરા'.

હા, બોલ'.

જુઓ આપણને હવે આ ઉમરે કોઈ બાળક જોઈતા પણ નથી અને થવાના પણ નથી'.

'મેં ક્યાં બાળક માગ્યા છે. તારા માટે હું એક પુરતો છું'.

'મને વાત કરવા દેતા જ નથી'.

'ચાલ, હું ચૂપ રહીશ'.

'અવની, અમોલ અને તેમના બાળકો...

અધવચ્ચે અટકાવી, 'એ મારી બહેનનો દીકરો તેની પત્ની અને બાળકો છે. જેમ તને વહાલાં છે તેમ મને પણ ખૂબ વહાલા છે.'

'મારા તો દીકરી ,જમાઈ અને તેમના બાળકો છે'.

'તો શું'.

'તમે નહી સમજો. મારી જીંદગીમાં તેમનું સ્થાન પ્રથમ છે'.

'અને મારું ?' મુકેશ એમ કહી અમિતાની નજરમાં નજર મિલાવી.

અમિતા એ નજરને જીરવી ન શકી. તેની નજરો નીચે ઢળી ગઈ.

મુકેશે તેનું મુખ બે હાથે પકડી બન્ને આંખોને ચુમી લીધી.

'મને જવાબ મળી ગયો. શબ્દોની જરૂર નથી'.

અમિતાને મુકેશની સમઝણ ભરેલી વર્તણુક ગમી. તેને થયું, 'હે પ્રભુ તે કેટલી મોટી દ્વિધામાંથી મને ઉગારી લીધી.' ખરેખર જોતાં તેને ખબર પડતી ન હતી આનો શો જવાબ આપવો. મનમાં વિચારી રહી, અમૂલખ હોત તો આ પ્રશ્ન ઉભો જ ન થાત !

અમિતાને માટે પોતાનું મન સમજવું મુશ્કેલ બનતું જતું હતું. ઉદાસીની છાવણીમાંથી બહાર આવી ગઈ હતી. ઉમંગની હેલી તેને સદી ગઈ હતી. જ્યારે એકલી રહેતી હતી ત્યારે સસરાજીએ ગુજરીમાંથી ખરીદેલાં લોલકવાળા ઘડિયાળને તાકી રહેતી. ડાબે જમણે બસ ઝુલ્યા કરે ! આગળ કે પાછળ ઉપર કે નીચે ક્યાય જવાની તકલિફ નહી. તેને જોઈને અમિતા વિચારતી શું મારી હાલત લોલક જેવી છે. ચિલ્લાઈને જવાબ આપતી,"ના".

પ્રગતિ કદમ ચુમતી હતી. મુકેશ તેના પર લટ્ટુ હતો. આ શબ્દ ભલે મનમા વિચાર્યો. તેની જાદુઈ અસર જણાઈ. ભર જુવાનીમાં આ શબ્દ શોભે. મુકેશનું વર્તન એવું હતું જે અમિતાને ખૂબ ગમતું એટલે આધેડ વયે પણ તેને લટ્ટુ શબ્દનો અર્થ સમજાયો. બાળકો પુખ્ત વયના હતાં અવિને તેની પ્રેયસી મળી ગઈ હતી. અવનિ તેના સંસારમાં ગુંથાઈ હતી. અમિતાને લાગતું કે જો .મુકેશ ન મળ્યા હોત તો ઘરમાં તેનું સ્થાન શું ? હા, તે મા ખરી ! બાળકો તેમના સંસારમાં વ્યસ્ત હોય ત્યારે મા, કયા સ્થાને ? આ એક વણઉકલ્યો કોયડો છે. જેનો જવાબ ન આપવામાં કે વિચારવામાં માલ છે !

ભગવાનની કૃપાથી લેખનકળા તેને સારી એવી પ્રવૃત્ત રાખતી. જેને કારણે સમાજમં મોભાદાર સ્થાન પામી હતી. આવકની કોઈ ચિંતા હતી નહી. મુકેશનો પ્યાર તો જાણે સોનામાં સુગંધ ભળી હોય તેવો લાગ્યો. મુકેશને પણ આખી જીંદગી જે નહોતું મળ્યું તે સુખ કુદરતે છુટા હાથે તેને આપ્યું. જે વાત કહેવી હતી તે વાત મુકેશ વચ્ચેથી કાપી નાખતો હતો.

મુકેશ જાણતો હતો અવિ અને અવનિ, અમિતાના બાળકો છે. અમિતાના જીવનમાં તેમનું સ્થાન આગવું છે. તેને તે મંજુર પણ હતું. સાથે સાથે એ પણ ખબર હતી અમિતા તેને ચાહે છે. મુકેશના પ્રેમની તેને કદર છે. બન્ને જણાને એકબીજા માટે આદર અને પ્રેમ હતાં. હવે પ્રેમમાં પહેલો કોણ અને બીજો કોણ એ સવાલ આ ઉમરે ન ઉદભવે. મુકેશ ઉદાર દિલનો છેલબટાઉ આધેડ હતો. તેને મન અમિતા સર્વસ્વ હતી. થોડા દિવસોમાં તે સંબંધને નામ પણ આપવાના હતા. અમિતાની હાલત કફોડી થાય એવી તેને પરિસ્થિતિ લાવવી ન હતી. અમિતા શું કહેવા માગે છે તે બરાબર જાણતો હતો. તેને થતું અમુક વસ્તુ બોલીને શામાટે વ્યક્ત કરવી ? અમિતાના મનમાં ઉદભવતા પ્રશ્નો, પ્રશ્નો જ નથી ! તે તો અમિતાની સાથે આવેલાં સંજોગ છે. જેનો તેણે ખુલા દિલે સ્વીકાર કર્યો હતો. ઉમર અને અનુભવ સાથે મુકેશમાં શાણપણ ઘણું ભરાયું હતું.

આખરે અમિતાને સમજાયું. તેની જીંદગી લોલક જેવી નથી. હા. તેની જીંદગીના બે રાહ છે. બન્ને રાહ આવીને મળે છે 'અમિતા'માં. મુકેશ તેનો મનગમતો સાથી. બાળકો તેના પ્રથમ પ્યારની નિશાની. બે વચ્ચે પસંદગી કોની એ સવાલ વાહિયાત છે. ઉભય પક્ષ જ્યાં છે ત્યાંથી ચલાયમાન થવાનો નથી. માત્ર બન્નેની ગરિમા જળવાય એ અગત્યનું છે. ઉદાર દિલનો મુકેશ, અમિતાના સમજુ બાળકો અને હોંશિયાર અમિતા પછી શામાટે ઠાલાં શબ્દોનો પ્રયોગ ! અમિતાને આ વાત સમજાઈ ગઈ. મુકેશને તે હવે ઓળખતી હતી. તેની ઉદારતા, ઝિંદાદિલી અને નિખાલસતાની તે ચાહક હતી. શબ્દોનું તો એવું છે જો નિકળે તો સુંદર નહી તો વાતનું વતેસર થતાં વાર ન લાગે !

મુકેશે હળવેથી એના દિલમાં અને પછી સમગ્ર અસ્તિત્વમાં સામ્રાજ્ય ફેલાવ્યું હતું. અમિતાને હવે કોઈ પણ ચોખવટ કરવાની જરૂર ન લાગી. છતાં પણ બાળકોની વાત કરવાની રોકી ન શકી. અવિનું ભણતર અને તેની મિત્ર સાથેના મીઠાં સંબંધોની વાત કરતાં ખૂબ ખીલી હતી. અવનિના ભૂલકાંઓની વાતોમાં તો મુકેશ પણ જોડાયો. બહેનને ત્યાં એકલો હોય કે અમિતાની સાથે ભૂલકાંઓને ખૂબ રમાડતો. જાત જાતના રમકડાં લઈ જઈ તેમની સાથે રમતો. અવનિને મુકેશમામા સાથે પહેલેથી ફાવતું હતું.

અમિતા હવે રાત સિવાય, દિવસ દરમ્યાન મુકેશ સાથે જોવા મળતી. અવનિ અને અવિને ખૂબ આનંદ થતો હતો. મમ્મીનું આવું અવનવું રૂપ તેમને ગમ્યું. મમ્મી જીંદગી ઉદાસિનતા પૂર્વક જીવે તે તેમને મંજૂર ન હતું. અમિતા નસિબદાર હતી એક દીકરો અને એક દીકરી બન્ને માને ખૂબ ચાહતા. તેના જીવનમાં ખાલિપાનો અહેસાસ પણ ન થતો. હજુ દીકરો પરણ્યો ન હતો. માની મમતા અને વહાલનો દરિયો તેણે અનુભવ્યો હતો. પિતાજીના ગયા પછી મા કેવી થઈ ગઈ હતી તેનો માહિતગાર હતો. છતાં પણ મા તેનું હરકદમ પર ધ્યાન આપતી. તેને ભણવાના સમયમાં મુશ્કેલી ન પડૅ તે માટે સજાગ રહેતી.

આજે જમીને મુક્શ રાતના ઘરે ગયો. જો જરાક અમિતાએ આગ્રહ કર્યો હોત તો ભાઈ અંહી રોકાઈ ગયા હોત ! અમિતા તેનું મન જાણતી હતી. કોણ જાણે કેમ આજે તે પેલાં લોલકવાળાં ઘડિયાળ પરથી નજર ખસેડી શકતી ન હતી. મનમાં નિશ્ચય કર્યો, જ્યારે લગ્ન પછી મુકેશ સાથે રહેવા જઈશ ત્યારે આ ઘડિયાળ સાથે લઈ જઈશ. ઘડિયાળ જુનું હતું. સસરાજી 'ગુજરી'માંથી લાવ્યા હતાં. તેની કારિગરી મનભાવન હતી. અમૂલખભાઈ દરવર્ષે દિવાળી પર તેને ઘસી, પૉલિશ કરી ચકચકતી રાખતાં. એ લોલકવાળું ઘડિયાળ અમિતાની જીંદગીના બધા રહસ્ય ઉરમાં છુપાવીને બેઠું હતું. દર કલાકે ટકોરા વાગે. રાતના સમયે તે ટકોરા ઉંઘમાં પણ ગમતાં. બાળકોને તો ઘડીયાળનો અવાજ પણ નહોતો ગમતો. સસરાજીના અવસાન પછી એ ઘડિયાળ અમૂલખ અને અમિતાના રૂમની દિવાલ શોભાવતું હતું. આજે એ ઘડિયાળના લોલક પર અમિતાનું મન મોહ્યું.

એકધારી ગતિ, રૂકવાનું નામ નહી. જાણે સમય સાથે તાલ મિલાવતું હોય. સમય સાથે હરિફાઈ ન થાય તેનાથી પરિચિત. જેને કારણે વર્ષો થયા બિમારી વગર એકધારું ચાલતું હતું. સમય પણ બરાબર બતાવે. અમિતાને થયું આ લોલકવાળી ઘડિયાળ મારા કરતા વધારે વફાદાર છે. શું તેને કશું દર્દ નહી થયું હોય ? આ ઘરમાંથી એક પછી એક બધા વિદાય થયા. આજે હું પણ સાથી બદલીશ. તેથી તો મનસૂબો પાકો કર્યો. નવા ઘરના સૂવાના રૂમમાં તેને ટિંગાડીશ. જો મુકેશને તેનો અવાજ નહી ગમે તો પછી સ્ટડી રૂમમાં, જ્યાં હું દરરોજ લખવા બેસીશ. માંડ ઘડિયાળના વિચારે પીછો છોડાવ્યો ત્યાં અવિ અને અવનિનો સંસાર દિમાગ પર છવાઈ ગયો.

'બાળકો તમને જરા પણ અન્યાય નહી કરું મારા માટે તમે સર્વસ્વ છો. હા, મુકેશે આવીને જીવનમાં ઉમંગને પાછાં જગાડ્યા. આ જીવનની સુંદરતા માણવાની તક આપી તે બદલ તેમનો આભાર. '

અવિનું લગ્ન તેને મનગમતી રીતે કરીશું. તેને સ્થાઈ થવા જેટલા પૈસા જોઈશે તેટલા આપીશ. અમૂલખભાઈના વિમાના પૈસા અને પ્રોવિડન્ટ ફંડના પૈસા સારે ઠેકાણે વ્યાજ પર મૂક્યા હતાં. અમિતાની બે નવલકથાઓ પ્રસિદ્ધ થઈ અને ઉપરથી વર્ષનું શ્રેષ્ઠ પુસ્તકનું પદ પામ્યું હતું. તેમાંથી આવક સારી થતી હતી. વળી મુકેશને ત્યાં તો દસે આંગળીઓ ઘીમાં હતી.

અમિતાની બધી ચિંતા દૂર થઈ ગઈ. જો કે ચિંતા શબ્દ ખોટો છે. મનની મુંઝવણ કહી શકાય. બસ બે અઠવાડિયાની વાર હતી દિવસ પણ નક્કી થઈ ગયો હતો. કૉર્ટમાં સિવિલ મેરેજ કરવાનાં હતાં. મુકેશની બહેન, બનેવી અને અવનિ માત્ર ત્રણ જણાની હાજરીમાં. અમોલને ખૂબ મન હતું. આ વિચાર તો સહુથી પ્રથમ તેના ફળદ્રૂપ ભેજામાં આવ્યો હતો. બાળકોને મૂકીને જવું ન હતું લઈને જવાય તેવી હાલત ન હતી. અવનિ જાય તે ઉચિત હતું.

અમિતા સાદી કાંજીવરમની સાડીમાં ખૂબ શોભતી હતી. મુકેશે 'સફારી' પહેર્યો હતો. રાતના ઓબેરોયમાં પચાસ જણાને ભેગા કરી નાની ડીનર પાર્ટી રાખી હતી. પાર્ટી પછી ત્રણેક દિવસ ત્યાંજ રહેવાના હતાં.


Rate this content
Log in

Similar gujarati story from Romance