Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Mariyam Dhupli

Others

2  

Mariyam Dhupli

Others

આધુનિકતા

આધુનિકતા

2 mins
7.5K


બસમાં ચડતાંજ બધાની નજર એના ઉપર મંડાઈ. આજના આધુનિક સમયમાં આવા 'જુનવાણી' અવતારમાં ફરતી છોકરીઓ તો જાણે પેલા લુપ્ત થયેલા ડાયનોસોરને નિહાળતા હોય એવા વિચિત્ર હાવભાવનોજ સામનો કરે. ગૂંથણથી પણ લાંબો ચોટલો. હાથમાં પર્સ અને પુસ્તકો.

મેકઅપનું નામોનિશાન નહિ. શરીરનું એક પણ અંગના દેખાઈ એવી સાડી. પાછળની છેવટની લાંબી સીટ ઉપર કોલેજની કેટલીક કન્યાઓનું ટોળું બેઠું હતું. બધીજ કન્યાઓ આધુનિકતાની વ્યાખ્યામાં બંધબેસતી. સુંદર હેર સ્ટાઇલ, જીન્સ ટીશર્ટ, માથે હેડફોન અને અંગ્રેજી અદાઓ. આ યુવતી સીધીજ એમની આગળ ની હરોળ માં ખાલી એક સીટ ઉપર ગોઠવાઈ. કોલેજ નું સ્ટોપ હજી દૂર હતું. સમય પસાર કરવા એમને એક નવોજ વિષય મળી ગયો: "મિસ ૧૯૪૦"

યુવતી સાંભળી શકે એ રીતે ટોળા માંથી એક કન્યા મશ્કરીના લહેકામાં બોલી, "મ્યુઝિયમ કલેક્શન.." "સિરિયસલી.." અન્ય એ ટાપસી પૂરવી. યુવતીને જાણે કોઈ ફરક જ ન પડતો હોઈ એમ એ પુસ્તક ખોલી વાંચી રહી. "વાંચો વાંચો ઇતિહાસ.." અંદરોઅંદર તાલિની આપલે આખા બસમાં ગુંજી. "બહેનજી ઓ.. બહેનજી.."

યુવતી તો એનાજ વિશ્વમાં. ન કોઈ પલટ જવાબ ન તો ગુસ્સો. આ બધી ઠઠ્ઠા મશ્કરીની વચ્ચે જ એક યુવક હાથમાં રિવોલ્વર લઈ ટોળા માની એક કન્યા પર તાકી રહ્યો. "હું જ્યાં કહું ત્યાંજ બસ જવી જોઈએ નહીંતર..."

બસમાં ચીસો ગુંજી ઉઠી. પોતાની મિત્ર ઉપર તાકેલી રિવોલ્વરથી બાકીની બધીજ કન્યાઓ રડવા માંડી. યુવક કન્યાને ખેંચતો આગળના ભાગ તરફ વધ્યો. કોઈ કઈ સમજી શકે એ પહેલાજ સાડી વાળી યુવતી એ એના રસ્તામાં પગ મુક્યો અને એ રિવોલ્વર સહીત નીચે પડ્યો. યુવતી એ ચિત્તાની ઝડપે રિવોલ્વર ઉંચકી યુવક તરફ તાકી: "જરા પણ હાલ્યો તો ગયોજ."

પાછળ ટોળાની કન્યાઓને એણે પોતાનો પર્સ ખોલવા કહ્યું: "રીમુવ માય મોબાઇલ.." એક કન્યા એ ધ્રુજતા હાથે મોબાઈલ કાઢી આપ્યો. એક હાથમાં રિવોલ્વર રાખી એણે કોલ લગાવ્યો. "ઇન્ફોર્મેશન સાચી હતી. સેન્ડ ઘી ટિમ."

અને થોડીજ વારમાં પોલીસની ટુકડી આવી પહોંચી. યુવકને ઉઠાવી એણે બસની બહાર પોલીસની ગાડી પર છોડ્યો અને ગાડી એને પોલીસ સ્ટેશન લઈ ગઈ. બસના ડરેલા મુસાફરોને પ્રોત્સાહન આપવા એ ફરી બસમાં ચડી.

"તમે બધા સુરક્ષિત છો. ડોન્ટ પેનિક." પાછળની સીટ પર બેઠેલું ટોળું નજર ઝુકાવી રહ્યું. એમની પાસે જઈ એ ધીરેથી બોલી: "નેવર જજ અ બુક ફ્રોમ ઇટ્સ કવર." અને એક રમૂજ હાસ્ય સાથે બસમાંથી ઉતરી ગઈ. બસ આગળ વધી. બારીમાંથી દરેક આધુનિક કન્યાઓ એને સેલ્યુટ કરી રહી. આજે એ બધી જ બરાબર સમજી ગઈ કે આધુનિકતા કપડાં કે હેરસ્ટાઇલથી ન મપાય એ તો વિચારો અને કર્મ નિજ નવીનતા !


Rate this content
Log in