Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Vishwadeep Barad

Drama Thriller Tragedy

3  

Vishwadeep Barad

Drama Thriller Tragedy

મા-દીકરો સાથે છીપલા વીણે

મા-દીકરો સાથે છીપલા વીણે

5 mins
15.2K



‘રોનક બહું દૂર ના જા બેટા, છીપલા તો તને કિનારા પર વધારે મળે. હા.આ બીચના પાણીમાં હમણાં હમણાં જેલીફીશ બહુજ આવી ગઈ છે એવી કરડી જાય કે પગમાં સોય ઘુસી જાય! હા, જો છીપલું કેટલું મોટું છે! મને તો મોટો શંખ લાગે છે. આપણે આપણાં ઘરના મંદીરમાં પુજામાં મુકીશું ને તારા ડેડીને તો શંખ વગાડતા આવડે છે. એ તો બહું જ ખુશ થઈ જશે. આ આખી બાસ્કેટ ભરાઈ ગઈ હવે તો ચાલ બેટા ઘેર જઈ મારે હજું રસોઈ બનાવવાની બાકી છે. હા, આજે તારા માટે મેક્સીકન પીઝા, અને સાથે અવાકાડો ડીપ બનાવવાની છું..ચાલ ઘરે બેટા હવે સાંજ પણ પડી ગઈ છે..બીચ પરથી પણ બધાય ઘેર જતાં રહ્યાં છે.

સીમા રોજ સાંજે ગેલવેસ્ટન બીચ પર આવે, રોનક સાથે છીપલા વીણતી જાય અને દીકરા સાથે વાર્તાલાપ ચાલ્યા કરે, જેવું અંધારું થાય એટલે બીચની સામે જ એની પોતાની પચાસ રૂમ્સની મોટ્લ હતી ત્યાં જતાં રહે. છેલ્લા દસ વરસથી આ મોટેલના માલિક છે. કૉલેજ, હાઈસ્કુલમાં સ્પ્રીન્ગ બ્રેકમાં સમયમાં લોટ્સ ઓફ સ્ટુડન્ટસ કમ હીયર એન્ડ સ્ટે ઇન ધેર મોટેલ બિકોઝ ધેર પ્રાઈસ પર ડે વોઝ ઓન્લી ૩૫ ડોલર્સ પર ડે.(ઘણાં વિદ્યાર્થીઓ એક દિવસના ૩૫ ડોલર્સ હોવાથી એમની મૉટલામાં રહેતાં). અને સમર ટાઈમ્સમાં અમેરિકાના જુદા જુદા સ્ટેટમાંથી લોકો વેકેશનમાં અહી ગેલવેસ્ટન આઈલેન્ડ પર આવતા અને સમર ટાઈમ્સમાં તો એમની મોટેલ હંમેશા ફૂલ રહેતી. સીમા અને રમણભાઈને સીમાના ભાઈએ સીટિઝન થયાં બાદ સ્પોન્સર કરેલ અને એમને ત્યાં ત્રણ મહિના સાથે રહ્યાં, બન્ને રાજકોટમાં શિક્ષક હતાં એ પણ ગુજરાતી ભાષાના એટલે જૉબ મળવામાં થોડી મુશ્કેલી પડી. ફાઈનલી ગેલવેસ્ટનમાં એક દેશીની મોટેલમાં રહી, મોટ્લના રૂમની સાફ-સુફી અને ફ્ર્ન્ટ ડેસ્ક પણ હેન્ડલ કરવાનું, શરૂ શરૂમાં અહીંના પ્રૉનાઉન્સીએશનમાં સારી એવી મુશ્કેલીઓ નડતી હતી પણ વાંધો ના આવ્યો. ચાર વરસ બાદ એ જ મોટેલ દેશીભાઈ એ લીઝ વીથ ઑપશન ટુ બાયના કૉન્ટ્રાકટ કરી આપી દીધી. બન્ને મહેનતુ હતાં અને ૧૦ વરસમાં જ મૉટેલ પોતાની કરી લીધી. પૈસો ઘણો પણ કોઈ સંતાન નહી! સીમા હંમેશા રમણભાઈને કહેતી: રમણ, આપણે અહીં આવવું હતું તેથી આપણે બાળકોનો પ્લાન ના કર્યો, કારણકે આપણને અમેરિકન સીટીઝન બાળક જોઈતું હતું પણ હવે બાળક જોઈએ છે ત્યારે થતાં નથી, તમે મેડીકલ ટેસ્ટ કરાવ્યો, મેં કરાવ્યો..પણ..વચ્ચે જ રમણલાલ બોલ્યા: હની, ડોકટરે મને સમજાવ્યું કે..ઇટ કેન બી ડન બટ કોસ્ટ યુ ઓવર ૨૦,૦૦૦ ડોલર્સ. (જો તમે વીસ હજાર ડૉલર્સ ખર્ચવા તૈયાર થાવ તો એ શક્ય છે.)..રમણ, આપણી પાસે પૈસાની ક્યાં ખામી છે. રણમાં બેસી ઝાંઝવાના જળ પીવા કરતાં..પૈસાથી જળની વીરડી મળતી હોય તો શું ખોટું છે. આ દેશની આધુનિક ટેક્નોલૉજી એટલી મૉર્ડન છે કે પૈસાથી ઘણું શક્ય છે…હની હું તૈયાર છું..સીમાને ૩૫ વરસે બેબી બોય આવ્યો. સીમાના અંધકાર ભર્યા જીવનમાં એક પ્રકાશનું કિરણ આવ્યું..રોનક આવી..સીમાએ દીકરાનું નામ રોનક રાખ્યું. રોનકના આવવાથી ઘરમાં એક અનેરા ઉત્સવનું વાતવરણ ફેલાઇ ગયું. ઘરમાં જાત જાતના ટોય્ઝના ઢગલા થઈ ગયાં. એની સ્પેશ્યલ કેર માટે એક ગુજરાતી નેની હાયર કરી. નેનીને સ્ટ્રીકલી કહેવામાં આવેલ કે એને એકલો મુકવાનો નહી, રડવા દેવાનો નહી, સમયસર ખાવા-પિવા અને સમયસર સુવડાવી દેવાનો અને સીમા પણ મૉટલનું કામ છોડી રોનક સાથે રમવામાં સમય ગાળતી. હવે તો મૉટેલમાં પણ સાફ-સુફી અને ફ્ર્ન્ટડેસ્ક પર એમ્પ્લોઈ રાખ્યા હતાં. રોનક જરી પણ રડે તો સીમાથી જરી પણ સહન ના થાય..ઘણીવાર તો ફેમીલી ડોકટરને ફોન કરે: 'જુઓને હમણાં રોનક બહુંજ રડ્યા કરે છે..એને કંઈક થતું નહી હોય ને?' ડોકટરની એપોન્ટમેન્ટ લે.પણ કશું હોય નહી! ડોકટર કહે..ઇટ્સ ગ્રોવિનગ પેઈન.. આ બધું સ્વભાવીક છે. પણ મોટી ઉંમરે, એકનું એક બાળક એટલે નાની નાની બાબતમાં ચિંતા નો કોઈ અંત નહી. જીવ ઉંચો-નીચો થઈ જાય.!

‘ વાય ધીસ વુમન કમસ એવરી ડે એન્ડ પિક અપ શેલ્સ ઓન ધ બીચ એન્ડ ટેકિંગ ટુ હરસેલ્ફ, ઇઝ શી ક્રેઝી ઓર…( આ સ્ત્રી દરરોજ બીચ પર આવી છીપલા વીણતી વીણતી પોતાની જાત સાથે વાતો કરતી હોય છે.. પાગલ છે કે પછી..).’ બીચ પર બે લાઈફ-ગાર્ડ્સ બેઠાં બેઠાં ચર્ચા કરી રહ્યાં હતાં. એમાં એક નવો હતો તેણે આ સવાલ કર્યો. ‘જેફ, આ સ્ત્રીને હું ઓળખું છું,એનું નામ સીમા છે અને સામે જે “રેઇનબો મોટેલ”( મેધ-ધનુષ્ય મૉટેલ) છે તે તેમની છે. વરસ પહેલાંની વાત છે એમનો દીકરો લગભગ ચાર વરસનો હશે! સીમા અને એમનો દીકરો બન્ને અહી આ જ બીચ પર બેઠાં હતાં અને સાંજ પડી ગઈ એટલે મારી ડ્યુટી પુરી થઈ મેં સીમાને ’ગુડનાઈટ મીસ સીમા’ કહી રજા લીધી અને કહ્યુ પણ ખરું..’ટેક કેર એન્ડ બી સેફ‘(સાચવજો અને સંભાળજો)..એજ સાંજે શું થયું કે રોનક બીચ પરથી ગાયબ થઈ ગયો! શું થયું કોઈને પણ ખબર નથી..કારણ કે સીમા બેબાકળી થઈ ગઈ અને ભાન ગુમાવી બેઠી હતી..જાત જાતની અફવા જાણવા મળી. કોઈ કહે: એમનીજ મોટેલમાંથી કોઈ ગુંડાએ બીચ પરથી..ઉઠાવી ગયાં છે તો કોઈ કહે છે કે ..રોનક બીચ પર છીપલા વીઁણતાં વીણતાં પાણીમાં ડુબી ગયો! પૉલીસ, એફ.બી.આઈ અને શહેરના સૌ સાથ મળી રોનકને શોધવા ઘણી મહેનત કરી પણ ના તો એની લાશ મળી કે નાતો એનો કોઈ પત્તો! જ્યારથી રોનક ગુમ થયો છે ત્યારથી બસ બેબાકળી અને શાન-ભાન ગુમાવતી ફરે છે. બસ રોજ બીચ પર આવે છે..છીપલા વીણતી વીણતી..જાણે રોનક એમની સાથે છીપલા વીણતો હોય તેમ તેની સાથે વાતો કરતી હોય છે..અને બસ રાત પડે એટલે.."ચાલ રૉનક ઘેર પાછા જઈએ તારા ડેડી આપણી ચિંતા કરતાં હશે."

સીમાની ઘણી સાયકાટ્રીક ટ્રીટમેન્ટ આપી પણ રોનકનો શૉક એટલો ચોટદાર હતો કે એમના જીવનમાં ફરી નોરમલ થઈ શકી નહી. રમણલાલ પણ સીમાની બહુંજ કાળજી લેતાં. કદી પણ અપસેટ થયાં વગર શાંતીથી કામ લેતાં એ દરરોજ બીચ પર જાય ત્યારે એમની સીમાને ખબર ના પડે એવી રીતે નજર રાખવા એક સ્પેશિયલ વ્યક્તિને હાયર કરી હતી બસ એમનું કામ એ જ કે સીમા સલામત રહે અને ઘેર સલામત પાછી આવે.

હવે રમણલાલે ઉંમર થવાથી મોટ્લ વેંચી, સીમાની લાગણી અને એમની રોજ બીચ પર જવાની ટેવ છે એ લક્ષમાં રાખવું જરૂરી હતું..એ જો બંધ કરવામાં આવે તો..સીમા ઝુરી મરે! ડોકટરે પણ આ વસ્તુંને ધ્યાનમાં લઈ કોઈ પગલું ભરવું એવી સલાહ આપી હતી. તેથી જ રમણલાલે બીચ પાસે જ ઘર લીધું હતું. સીમાની ઉંમર ૭૫ની આસપાસ થવા આવી પણ..બીચ પર રોજ રોજ જવાનું, છીપલા વીણવાના! રોનક સાથે…થોડી રમત-ગમત અને મા ની મીઠી વાતો..”બેટા…મને બહું ના પજવ..મારાથી હવે દોડાતું નથી..લે હું તો રેતીમાં બેઠી..તું તારે જેટ્લાં છીપલા વીણવા હોય તેટલા વીણ! અને રેતમાં બેઠી બેઠી લખતી ‘ રોનક, આઇ લવ યુ!( રોનક. હું તને વ્હાલ કરું!)…

સીમાની તબયિત એકદમ બગડી..રમણભાઈએ ૯૧૧ ડાયલ કરી એમ્બ્યુલન્સમાં લઈ જઈ હોસ્પિટલમાં દાખલ કરી. છેલ્લી ઘડીઓ ગણાતી હતી. ડોકટરે સી.પી.આર આપ્યો આને હ્ર્દય ચાલતું થયું..રમણલાલને ડોકટરે કહ્યું "આવતી કાલે જ એમને હાર્ટ-સર્જરી કરવી પડ્શે.( 90% બ્લોકેજ )૯૦ ટકા બ્લોકેજ્ છે..રૂમમાં લાવ્યાં. સાંજનો સમય થઈ ગયો હતો. એકાએક સીમાની આંખ ખુલી. રમણલાલ બાજુમાં જ બેઠાં હતાં..બોલી.. રમણ…રોનકને બોલાવ! અમારો બીચ પર છીપલા વીણવાનો સમય થઈ ગયો છે! રમણલાલ હ્ર્દય કઠણ કરી બોલવાની કોશિષ કરી પણ ઢીલા પડી ગયાં..’સીમા…રોનક હવે…’ તમે એને બોલાવી લાવો મારે મોડું થાય છે. હું એને બોલાવી લાવું છું.. અંધારું થાય પે’લા…સીમા માત્ર એટલુંજ બોલી શકી..હ્ર્દય આગળ કશું બોલી ના શક્યું…ધીરે ધીરે શાંત થઈ ગયું..

આજ પણ સાંજના ભાગમાં બીચ પર દીકરો-મા છીપલા વીણતા હોય એવો ભાસ લાઈફ ગાર્ડને લાગ્યા કરે છે!


Rate this content
Log in

Similar gujarati story from Drama