Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
એક સાંજનો ઓછાયો (૭)
એક સાંજનો ઓછાયો (૭)
★★★★★

© Falguni Parikh

Others

6 Minutes   7.8K    15


Content Ranking

પ્રકરણ- (૭)

 

આ નવા ધંધામાં તેનો સંપર્ક બાબુ કાણિયા દ્વારા સુલેમાન રીઝવી સાથે થયો. સોનાની દાણચોરીમાં તેનું નામ મુખ્ય ચર્ચિત હતું, તેના માટે એમ કહેવાતું -તેને આજ સુધી કોઈએ જોયો નથી. ઘણા કહેતા તે મુંબઈને બદલે દુબઈ રહે છે. ત્યાંથી ધંધાનું સંચાલન કરે છે. આવા સુલેમાન સાથે રાઘવ અનાયસે જોડાયો. રાઘવને ચરસ- અફીણના ધંધા કરતા આ નવો ધંધો વધારે સારો લાગ્યો. ચરસના ધંધામાં લક્ષ્ય બધા યુવાનો યુવતીઓને બનાવવામાં આવતા. કોલેજો, પબ, ડિસ્કોથેક, હોટલો, આ બધી જગ્યા ચરસના ધંધાનું પેરીસ હતું, જેમાં નિશાન યુવાઓ બનતા, જે રાઘવના સ્વભાવની વિરુદ્ધ હતું. ચરસનો ધંધો બંધ કરવાનું નક્કી કર્યું ત્યારે એની ટોળામાં વિરોધ ઊભો થયો, સાથી મિત્રોને આ ધંધામાં ઉપરની આવક વધુ થતી હતી. જેને ગુમાવવી પસંદ નહતી. રાઘવ -મહેશની સામે તેમનો વિરોધ વધારે સમય રહેતો નહીં. મહેશે રાઘવને આ અસંતોષ વિષે જણાવી ચેતવ્યો, ભાઉ, આ અસંતોષ કોઈ પણ ટોળીને વિભાજીત કરી નાંખે છે, તું ખ્યાલ રાખ. રાઘવ એને ગંભીરતાથી ના લેતા બોલ્યો, આ બધા આમતેમ રખડયા કરતા રખડુ હતા, તેમને કામ ધંધે લગાડયા. મને કોઈની પરવા નથી, જેને મારો સાથ ના ગમે એમને જયાં ફાવે ત્યાં જાય. મહેશ જાણતો હતો એક વાર રાઘવ નકકી કરે એમાં કદી ફેરફાર થતો નહીં અને કોઈનું માને એમ નથી. રાઘવ માટે મહેશ વધુ સર્તક થઈ ગયો, કોને ખબર કોઈ અસંતોષી તેનું કામ તમામ કરી નાંખે?

સુલેમાન રીઝવી મુંબઈની પેદાશ હતી. મજબૂરી માણસને દરેક પરિસ્થિતિમાં જીવતા શીખવે છે, નવું ભણાવે પણ છે. થિયેટરમાં ટિકિટોની કાળાબજારી, દારૂની હેરાફેરી, ચોરી, અપહરણ, સોપારી લઈ કોઈનું ઢીમ ઢાળી દેવું, એ બધા ધંધાની એબીસીડી આવડી ગઈ હતી. ધીરે ધીરે આજે મુંબઈમાં સોનાની દાણચોરીમાં માફિયા ડોન તરીકે તેનું નામ મોખરે છે. સોનાની દાણચોરી એ પોલીસના ચોપડે નામ હતું, અસલમાં તેની આડમાં બીજા ધંધા ચાલતા હતા, જેનું સંચાલન ભારતની બહારથી થતું હતું, આથી તેનું નામ સંડોવાયેલ નહતું. આવા સુલેમાન સાથે જોડાઈને રાઘવની શકિત વધી જવાની હતી.

આ સુલેમાનને અંદરખાને ભારતના રાજનીતિના નેતાઓનો ટેકો હતો. નેતાઓની અને માફિયાઓની જોડાણથી તેમની શક્તિ પાવરફૂલ બની હતી. જેને કારણે ઇન્સ્પેક્ટર કદમને સફળતા મળતી નહતી.

કલકત્તાથી સુજોય ઘોષની બદલી મુંબઈ ક્રાઈમ બ્રાંચમાં થઈ. ઇ. કદમ કરતા ઉંમરમાં યુવાન હતો, કામ કરવાની ધગશ, તરવરાટ હતો. હાજર થતાં આ કેસની ફાઇલ આવી. ફાઈલ વાંચતા નજર સામે આવી સચ્ચાઈ, ત્યારે આ ખાતામાં ચાલતી હપ્તા પદ્ધતિને કારણે નિષ્ફળતા મળી છે, એ ધ્યાનમાં આવી ગયું. મનમાં બોલ્યો, આ ભ્રષ્ટાચાર મારા દેશને નપુસંક જેવો બનાવી દેશે. કંઈક વિચારી એક યોજના બનાવી જેની ખબર માત્ર બે વ્યક્તિને હતી, કમિશનર ઓફ મુંબઈ, ઇ. કદમ અને એ ખુદ. તેની યોજનાને મંજૂરી આપવામાં આવી જેનાથી તેનો ઉત્સાહ વધી ગયો. આ બધાથી સુલેમાન, રાઘવ, મહેશ અજાણ હતા. સુલેમાનને ટેકો આપનારા નેતાઓ પણ અજાણ હતા. અનાયાસે એ જ રાતે પ્રથમ અધ્યાય શરૂ થયો.

બાબુ કાણિયાનો મેસેજ આવ્યો -આજ રાતે ચાંદની ડાન્સ બારમાં આપણા બધા સાથીઓને ભેગા થવાનું છે. મહેશે રાઘવને ચેતવ્યો - ભાઉ મને આ બાબુ પર વિશ્વાસ નથી. ખૂબ ટૂંકા સમયમાં એ તને બીજા સાથીઓ સાથે મેળાપ કરાવે છે. એ માટે જાહેરજગ્યાએ બોલાવ્યા છે, સંભાળજે -કોઈ પોલીસનું લફરું ના આવે?

મહેશ, તારી વાત સાચી છે -મને શંકા છે. દોસ્ત કયા ધંધામાં જોખમ નથી? જોખમ ના ઉઠાવીએ તો ધંધો ના થાય. તું ચિંતા ના કર હું બધાને જોઈ લઈશ.

ચાંદની ડાન્સ બારમાં રાત યુવાન બની રંગીન બની હતી. સ્ટેજ પર યુવતીઓ  સંગીતના સથવારે નૃત્ય કરતી હતી. તેમની પ્રત્યેક અંગીકાની મુદ્રા ત્યાં બેઠેલાઓની ઉત્સુકતા વધારતા હતા અને રોમાંચિત કરતા હતા. નક્કી કરેલા સમયે જુદા જુદા ટેબલો પર માણસો આવવા લાગ્યા. રાઘવ મહેશ મોડા આવ્યા -ખાસ કારણથી. દરેક ટેબલો પર યુવતીઓ શરાબ પીરસી રહી હતી. બધા એને ન્યાય આપી યુવતીઓના ડાન્સ નિહાળતા હતા.

ડાન્સ બરાબર જામ્યો હતો, માહોલ મદહોશ બનતું જતું હતું, યુવતીઓની અંગમુદ્રાનો નશો જામતો જતો હતો. બાબુ ત્યાં આવતાં બધા સતર્ક થયા. તેનો ઈશારો થતા વારાફરતી બધા ઊભા થઈને ડાન્સ સ્ટેજની પાછળ આવેલી દીવાલ તરફ સરક્યા. રાઘવ જવા ઊભો થયો. મહેશે ચેતવ્યો -ભાઉ ઉતાવળ ના કર, મને કંઈક ગરબડ લાગે છે. સામે જો, પોલીસના માણસો છૂપાવેશમાં છે. મહેશ, તને શંકા કેમ લાગે છે? અહીં પોલીસ ક્યાંથી આવે?  કયા આધારે કહે છે કે એ પોલીસ છે?

ભાઉ, તે લોકો સાદાવેશમાં હોય પરંતુ તેમના બૂટ તેમની ઓળખાણ જાહેર કરી નાંખે છે. સામે બેઠેલા માણસોને ધ્યાનથી જો, દરેકના બૂટ એક સરખા છે, જે તેમના ખાતામાંથી મળે છે. માટે ઊભા થવાની હરકત ના કરીશ, ત્યાં ના જતો. ચૂપચાપ બેસી રહી ડાન્સ જોવાનો ડોળ કરી એમની પર નજર રાખતો રહે. મહેશની ચતુરાઈ પર તે વારી ગયો, બંન્ને ચૂપચાપ ડાન્સ નિહાળતા રહ્યા. બાબુનો મેસેજ મોબાઈલ પર ઝબક્યો, દોસ્ત જલ્દી આવ, મિટિંગ શરૂ થાય છે. એને જોતા રાઘવના ચહેરા પર સ્મિત આવી ગયું, તે માછલીને ફસાવવા માટે જાળ નાંખી છે -હવે જો કોણ સપડાઈ છે? જવાબ આપ્યો, મિત્ર આવું છું! તેની ચતુરાઈ પર બંને હસી પડ્યા, ધીરે રહીને બહાર સરકી ગયા, ત્યારે અંદાજ નહતો બે આંખો તેમની નોંધ લઈ રહી હતી. તેમને જતા નિહાળી રોઝી ઝડપથી ડાન્સ છોડી ડ્રેસિંગ રૂમમાં પહોંચી કોર્ડવર્ડમાં મેસેજ આપ્યો -કબૂતર ઊડી ગયું!

ડાન્સ બારમાંથી નીકળી રાઘવ મહેશ ત્વરાથી ધારાવી પરત આવ્યા. ધારાવી તેના માટે અભેદ કિલ્લા જેવી છે. એક વાર ત્યાં આવ્યા બાદ રાઘવ કોઈના હાથમાં ના આવતો. તેની ઝૂંપડી બહારથી સામાન્ય દેખાતી હતી, જ્યાં એના બાબા રહેતા હતા, પરંતુ તેમના મૃત્યુ બાદ તેના ભૂગર્ભમાં રાઘવે અભેદ કિલ્લા જેવું રહેઠાણ બનાવ્યું હતું. જે આધુનિક ટેક્નોલોજીથી સજ્જ હતું.

રાઘવને સમજ ના પડી પોલીસ ત્યાં આવી કેવી રીતે? એનો અર્થ એ થયો પોલીસને આ મિટિંગની ખબર હતી. કોણે આ માહિતી આપી? બાબુ વિશ્ચાસ કરવાને લાયક નથી. કેટલા સવાલો મનમાં ચાલતા હતા જેના જવાબની કડી મળતી નહતી. ઘણા વિચાર બાદ નકકી કર્યુ એ ડાન્સ બારની મુલાકાત ફરી કરવી. અધૂરી ખૂટતી કડી ત્યાંથી મળશે તેને. ભાઉ, તું ચિંતા ના કર, હું અને અશોક તપાસ કરીને આવીશું.

રોઝી મેસેજ મોકલી પરત સ્ટેજ પર આવી એ મોનાની નજરથી છૂપી રહી નહીં. મોનાએ ઇશારાથી પૂછયું, રોઝીએ જવાબમાં સ્મિત કર્યું એ મોનાને સમજ ના પડી. ડાન્સબાર બંધ થયો, બધા પોતાના ઘરે રવાના થયા. મોના રોઝી સાથે રહેતા હતાં, તેને અહી લાવનારી રોઝી હતી. આજે કોઈ વાત બની છે જે રોઝી મારાથી છૂપાવે છે, હું પૂછીશ તો જણાવશે નહીં, મારે શા માટે એની ચિંતા કરવી? મનમાંથી એ વિચારો ખંખેરી નાંખી આજના ડાન્સ, તેના પર લોકોની હરકતો, એ વાતો કરતા ઘરે પહોંચ્યા.

મોનાએ ઘરે આવી જોયું,, બાળકો સૂતા હતા, તેનો પતિ દારૂની બાટલીઓ ખાલી કરી નશામાં ધૂત પડ્યો હતો. આ જોઈને મોના ખિન્ન મને ઘરમાં આવી. ચહેરાનો મેકઅપ ઉતારી ડાન્સબારની લલનામાંથી બાળકોની માતા બની ગઈ. પતિનો ત્રાસ સહન કરી બાળકોની જવાબદારી ઉઠાવી છે. ઘણી જગ્યાએ નોકરી- મજૂરી માટે પ્રયાસ કર્યો હતો પરંતુ આ દુનિયામાં એક સ્ત્રી ઘરની બહાર પગ મૂકે એટલે તે એક જાહેરમિલકત બની જાય છે. ઉપભોગનું સાધન બની જાય એમ બધા પુરૂષો વિચારતા હોય. તેમની નજરમાં વાસના દેખાતી હોય. આવી નજરોથી ત્રાસીને નોકરીના પ્રયત્નો છોડી દીધા. દેહનો વેપાર કરવો નહતો એટલે વેશ્યાવૃત્તિના ધંધાથી સૂગ હતી. ઘર અને બાળકો માટે કંઈક કરવું પડશે, રોઝીને એ જાણતી હતી ખચકાતા પોતાના હાલાતની વાત કરી. રોઝી બોલી, ડિઅર તું ચિંતા ના કર- આ દુનિયામાં સાલા -હરામી પુરુષોને સ્ત્રીઓ પાસેથી એક જ વસ્તુ જોઇએ, સ્ત્રીનું શરીર! એટલે મને પુરુષ જાતથી નફરત છે. પોતાનું શરીર વેચીને ધંધો કરવો એના કરતાં દેહનું પ્રદર્શન કરવું સારું છે. ફર્નાડિઝ સાથે મારે સારું ટ્યુનિંગ છે તેને કહી તારી નોકરી ત્યાં ગોઠવી દઈશ.

રોઝી, આ ફર્નાડિઝ કોણ છે?

 

(ક્રમશઃ)

 

પ્રકરણ- (૭)

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..