Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Jigisha Patel

Romance Others

3  

Jigisha Patel

Romance Others

તું મારો રાજા, હું તારી રાણી

તું મારો રાજા, હું તારી રાણી

4 mins
623


આઝાદ જીમમાં કસરત કરી પરસેવે રેબઝેબ થઈ ગયો હતો. સુનયનાદેવી બરાબર તેની સામેની બાજુ આઝાદ દેખાય તેવરીતે સાઈક્લીંગ કરી રહ્યા હતા. આઝાદ એવો ફૂટડો નવયુવાન -છ ફૂટ બે ઈંચ ઊંચો, કસરત કરીને ચુસ્ત બનાવેલ પહોળી છાતીવાળુ પૌરુષત્વ નીતરતું બદન, ભીનો વાન અને કોઈને પણ ગમી જાય તેવું સ્મિત. આઝાદ લોકરમાંથી પોતાના કપડાંની બેગ લઈને સ્વીમીંગપુલ તરફ ગયો. બાથરુમમાં શાવર લઈ તે સ્વીમીંગપુલમાં ડાઈ મારી.


જયાં પુલમાં પાણીની બહાર આવ્યો તો તેના શરીર પર કોઈ સુંવાળો હાથ ફરતો હોય તેવું તેને લાગ્યું. પોતાનાથી ભૂલમાં કોઈ સ્ત્રીને અડકી જવાયું કે કોઈ જાણી જોઈને તેના શરીરને સ્પર્શી રહ્યું હતું, તે બેઘડી તેને ન સમજાયું. પુલનાં પાણીમાંથી જેવું તેનું માથું બહાર આવ્યું તો સુનયનાદેવી હોલ્ટર સ્વીમીંગસુટમાં હાસ્ય વેરતા આઝાદના ‘સોરી મેડમ’ નો ‘ઇટ્સ ઓકે‘ જવાબ આપી રહ્યા હતા.


પોતાની ઓળખાણ આપતા “હું લાલચંદ રાયચંદની પુત્રવધુ, સુનયના રાયચંદ,મિસિસ સુકુમાર રાયચંદ”


સુનયનાદેવીની ઓળખ સાંભળતાંજ આઝાદ બેહાથ જોડી તેમને નમસ્કાર કરવા લાગ્યો, તો સુનયનાએ તો તેને હસ્તધૂનન કરી તેને ભેટી તેના કસરતથી ચુસ્ત બનેલા શરીરના વખાણ કરવા માંડ્યા. આઝાદને સુનયનાદેવીનું વર્તન જરા અજુગતું લાગ્યું પણ આવા વગદાર, નામી, કરોડપતિના પત્ની હોવાથી તેમના નામી નામથી અભિભૂત થઈ ચૂપચાપ હસતો જ રહી તેમની વાતમાં હામી ભરતો રહ્યો. એટલામાં સુનયનાદેવીએ તો તેને તૈયાર થઈને બહાર આવે એટલે કોફી પીવાનું આમંત્રણ પણ આપી દીધું. આટલી મોટી હસ્તીના આમંત્રણને તો તે ઠુકરાવી જ કેમ શકે ? બંને જણા કોફી સાથે સેન્ડવીચ ખાઈને છૂટા પડ્યા. છૂટા પડતા પડતા ઔપચારિક વાતોમાં સુનયનાએ આઝાદની ઘણી વાતો જાણી લીધી હતી. તેના માતપિતા કાર અકસ્માતમાં મૃત્યુ પામ્યા હતા. દાદીએ મોટો કર્યો ને ભણાવ્યો હતો. હમણાં થોડા સમય પહેલાંજ તેમનો પણ સ્વર્ગવાસ થયેા હતો. તે હવે એમ.બી.એ કરીને નોકરીની શોધમાં હતો. આઝાદે તો તેમને વગદાર માની પોતે જોબની શોધમાં છે તેવું કહેલું પણ

તેમણે કીધું “હવે તારે જોબની જરુર નથી,તને જોબ મળી ગઈ સમજને!”


આઝાદ વિચારતો રહી ગયો. તેને કંઈ સમજાયું નહીં. જોબ મળી ગઈ !

હવે તો રોજ સુનયનાદેવી આઝાદના જીમનાં સમયે જ જીમમાં આવતાં અને તેની સાથે સમય વિતાવવા કોફી પીવા કે લંન્ચ કરવા પણ આઝાદને લઈ જતા. આઝાદ આમતો તેમનાથી વીસ વર્ષ નાનો હતો. શરુઆતમાં તો આઝાદ પણ તેમના વર્તનને સમજી નહોતો શકતો. તેમના પૈસા અને વગથી પોતે કામકાજમાં ક્યાંક સેટ થઈ જશે તેમ સમજી તે પણ તેમની હામાં હા ભેળવી ચાલતો હતો. તેમના પતિ સુકુમાર રાયચંદ ધંધાના કામ અંગે હમેશાં દેશ-વિદેશ ફરતા રહેતા. સુનયનાને બાળક હતું નહી. સુનયનાના પિતા પણ ગર્ભશ્રીમંત હતા. પૈસાદાર મિલએજંટેાની એક જુદી નાત હોય છે.


પોતાની પ્રતિષ્ઠા સમાજમાં જળવાય અને લોકો વાહ વાહ કરે તેમ વિચારી પોતાની સ્વરૂપવાન, તેજસ્વી સુનયનાને રાયચંદ કુંટુંબનાં પીપ જેવા જાડા કદરુપા સુકુમાર સાથે તેના પિતાએ પરણાવી દીધી. સુકુમારને રાયચંદ શેઠ પોતાના વિશાળ દેશવિદેશમાં પથરાએલ વેપારમાં કાબો બનાવવા જોડે લઈને ફરતા.


એ દિવસે આઝાદની પચ્ચીસમી વર્ષગાંઠ હતી. ફોન કરીને દરિયા કિનારાના આલીશાન સાગરમહેલ

એપાર્ટમેન્ટનાં વીસમાં માળે સુનયનાએ આઝાદને બોલાવ્યો. સુંદર સજાવટ કરેલ અદ્યતન ફર્નીચરવાળો વિશાળ ફ્લેટ જોઈ આઝાદ વિસ્મય પામી ગયો. ”મેડમ કોના ત્યાં આવ્યા છીએ આપણે ?” તેના જવાબમાં તે તેને હાથ પકડીને પાછલા માસ્ટરબેડરુમની બાલ્કનીમાં લઈ ગઈ. સૂર્યાસ્તનાં સમયનો લાલઘૂમ સૂરજ તેની લાલિમા આકાશ અને ધરતી પર પાથરી રહ્યો હતો. ઉછાળા મારતો સાગર આકાશની લાલિમાને ચૂમવા જાણે ગાંડુંતૂર બની ગયો હતો. આ પ્રકૃતિની માદકતાને લઈને વાતો પવન સુનયનાની વિશાળ બાલ્કનીનાં હીંચકાને ઝુલાવી રહ્યો હતો.


સુનયનાએ આઝાદને ફ્લેટની ચાવી અને સાથે બી.એમ.ડબલ્યુ કારની ચાવી આપી. સુનયનાની

આવી ગીફટથી આભો બનેલો આઝાદ મેડમ....મેડમ... આટલું બધું... બોલતો રહ્યો અને આજથી હું તારી મેડમ નહી ખાલી સુના. આવું કહેતાની સાથે તેને રુમમાં પલંગમાં સુવાડી આવેગમાં આવી તેના કપડાં ફાડી તેને હતો નહતો કરી દીધો. પોતાની તરસી યુવાનીની શરીરની ભૂખને મિટાવવા તે આઝાદ પર તૂટી પડ્યા. પિસ્તાલીસ વર્ષે પણ ત્રીસ વર્ષના યુવતી હોય તેવું સુંદર આરસપહાણની કોતરેલ પ્રતિમા જેવું બદન જોઈ આઝાદે પણ પોતાની જાતને લુંટાવી દીધી.


આખીરાત આમ જ વિતાવી થાકીને સૂઈ ગયેલ બંને જણ મળસ્કે ઊઠ્યા. સુનયના પોતાની જાતે ચા બનાવી ટ્રે લઈને આવી. તેણે આઝાદને બેડમાં જ ચા આપી. હજુ આઝાદ તો સુનયના ચા આપે તો ઊભો થઈ જતો હતો. સુનયનાએ ચાની ટ્રેન સાથે લાવેલ કંકાવટીમાંથી કંકુ લઈ તેના કપાળમાં ચાંલ્લો કર્યો અને ચોખા લગાવ્યા. તેનાં કપાળ પર અને હોઠ પર પ્રેમથી ચુંબન કર્યું અને કહ્યું તું “આજથી આખેઆખો મારો અને હું તારી. તારે હવે કોઈ જોબ કરવાની જરુર નથી. ”


આઝાદે પૂછ્યું, ”તમારા પતિ ? તે આપણા સંબધ અંગે જાણશે તો ? રાયચંદ શેઠને ખબર પડશે તો ?

હું તો એક નાનો માણસ છું”

સુનયનાદેવીએ કીધું, “તું હવે નાનો નથી. મારા સમગ્ર સામ્રાજ્ય પર હવે તારું રાજ ! એ લોકો કંઈ નહી બોલે... મને અત્યાર સુધી દબાવીને રાખી છે. સમાજની પ્રતિષ્ઠાને બહાને. હું પરણીને અઢાર વર્ષની આવી હતી. સુકુમાર પુરુષમાં જ નથી. રાયચંદ શેઠ સુકુમાર અને દીકરીના યૌવનથી વધારે સમાજમાં પોતાની પ્રતિષ્ઠાનો વિચાર કરનાર મારા માતપિતા સૌએ ભેગા મળી મારા યૌવનને રેતમાં રગદોળી નાંખ્યું છે. મારું જીવન તહસ નહસ કરી નાંખ્યું છે. તું સ્વપ્નમાં પણ વિચારી ન શકે એવા પૈસા, સાહેબી અને એશઆરામની લાંચ આપી તેમણે સમાજમાં તેમની પ્રતિષ્ઠાને હાની ન પહોંચે તેનો સોદો મારી સાથે કર્યા કર્યાે. હવે મારો વારો છે. માત્ર પૈસાથી સુખ ખરીદી શકાતું નથી કહી તે ધ્રુસકે ધ્રુસકે રડી પડી...”


ફરી શાંત થઈ તે બોલી, “હવે કોઈ કંઈ નહી બોલે, બધું હતું તેમ મોઘમ જ ચાલશે. પણ આજથી તું મારો રાજા અને હું તારી રાણી”


સુનયનાએ બાલ્કની ખોલી  અને જોરદાર સુસવાટા સાથેના વહેલી સવારના ઠંડા પવને રુમમાં તાજગી ફેલાવી દીધી.સાથે રસોડામાં વાગી રહેલ જૂના પાંચ હજાર ગીતના ગીતમાલા કાર્નિવલનાં ગીતના અવાજે વાતાવરણને પલટાવી દીધું. . . .

       “તુમ જો મિલ ગયે હો તો... યે લગતા હૈ કે.... જહાઁ મિલ ગયા...

       એક ભટકે હુએ  રાહી કો કારવાઁ... મિલ ગયા...કે જહાઁ મિલ ગયા... ”


Rate this content
Log in

Similar gujarati story from Romance