Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Pravina Avinash

Inspirational

2  

Pravina Avinash

Inspirational

અમૃતનો ઓડકાર

અમૃતનો ઓડકાર

3 mins
7.1K


”હે પ્રભુ, તેં મને મારી લાયકાત કરતાં ઘણું આપ્યું છે.” આ શબ્દો ઉચ્ચારતાં શુશીબહેન હંમેશા

ખાટલામાં લંબાવતાં. તેમની રોજની પ્રાર્થના કરતાં અને ભગવદ સ્મરણ કરતાં ક્યારે નિંદ્રાદેવીને

ખોળે સરી પડતાં તે તેમને ખબર ન પડતી. બે ખૂબ સંસ્કારી દીકરા. ગુણિયલ વહુવારૂ અને પ્રેમાળ

પૌત્ર અને પૌત્રીઓથી હર્યોભર્યો સંસાર.

આજે શુશીબહેનના મુખે ખૂબ શાંતિ જણાતી હતી. હવે ક્યારે યમરાજા બારણાં ખટખટાવે તેની ક્યાં

ખબર હતી ? અફસોસ હોય તો એક હતો શરદ ભર જુવાનીમાં સાથ છોડી ગયો હતો. જો જો એમ

માનતા કે છૂટાછેડા આપ્યા હતા. એવો વિચાર તો સ્વપનામાં પણ નહોતો આવ્યો. શરદ કાયમ એમ

કહેતો “હું, ખૂબ નસિબદાર છું તારા જેવી પત્ની મળી છે. અરે, ખાનગી વાત કહું જ્યારે શુશીલા તૈયાર

થઈને નિકળતી ત્યારે સહુથી પહેલી સીટી તે મારતો.” જો કે હવે એ બધું ભૂતકાળ વર્ષોથી બની ક્યાંય

ખૂણામાં લપાઈ ગયું હતું. શુશી ખુશ હતી કે હવે, પરિવાર છોડી શરદ ગયો એ રસ્તે પ્રયાણ કરવાનું હતું.

શુશી પરણીને આવી ત્યારે ૨૦ વર્ષની હતી. શરદ, માતાનો ખૂબ લાડકો દીકરો હતો. તેથી સ્વાભાવિક

છે કે તેની પત્ની પણ માને વહાલી હોય. સંસ્કારી કુટુંબની શુશી હંમેશા ‘બા’ને ખુશ રાખતી, તેમની

ઇજ્જત કરતી. ઘરમાં જો કોઈનું અસભ્ય વર્તન જણાય તો તેને ઘણું દુઃખ થતું. ભણેલી ગણેલી શુશી

માને પ્યાર ખુલ્લા દિલે કરતી. જેથી શરદ તેના પર વારી જતો. એક વસ્તુ તેના દિમાગમાં ઘર કરી

ગઈ હતી ‘જો, પતિનો પ્યાર છૂટથી પામવો હોય તો તેના માતા પિતા તથા કુટુંબીજનોને આદર

આપવો અને મોં બંધ રાખવું.’

શુશીબહેનની આજ તેમના ભૂતકાલની અસીમ મહેનતનું પરિણામ હતી. પતિ અને પત્નીએ તનતોડ

મહેનત કરી હતી. શરદ હંમેશા ચિંતા કરે.

‘પણ શામાટે તમે ચિંતા કરો છો ? આપણે બંને મહેનત કરીએ છીએ. બાળકો ખૂબ સંતોષી છે. તેમને

બધી વસ્તુ સમયસર મળે છે. ખાલી ચિંતા કરીને તમે તબિયત બગાડો છો ! એકવાર તેમનું ભણતર

પુરું થશે પછી તમે અને હું બે એકલાં.’

શરદ સાંભળે નહી. બંને બાળકો ખૂબ સમજુ હતાં. પપ્પાને સમજાવે પણ વ્યર્થ.

‘પપ્પા આજે મને વર્ગમાં પાંચમો આવ્યો તેથી ફુલ સ્કોલરશીપ મળી.’ શરદ આનંદથી ઝુમી ઉઠ્યો.

સંયુક્ત કુટુંબની ચાહક શુશી તેનો લાભ કદી જીવનમાં ન પામી. પરિણામે સ્વ સાથે મૈત્રી બાંધી.

પોતાનામાં રહેલી કળા વિકસાવી. કુદરત આગળ હાર માનવી જ રહી. શરદે અધવચ્ચે સાથ છોડ્યો.

‘મા, આજે આપણે બહાર ડીનર લેવા જવાના છીએ.’ મોટા દીકરાનો ફોન આવ્યો. કાયમ લઈ

જતો અને રાતના ઘરે ઉતારી જતો. નાની મોટી ભૂલો શુશીએ જીવનમાં પારાવાર કરી હતી. જ્યારે

જબાન પરનો સંયમ ટૂટી જતો ત્યારે પારાવાર પરેશાન થતી. માફી માગતાં નાનમ ન અનુભવતી

ખુશી ખુશી બધી જવાબદારી બંને વહુવારૂઓને સોંપી તે નિરાંતનો શ્વાસ લેતી. કુટુંબ સાથે હોય તે

પળેપળને ખૂબ દિલથી માણતી.

આજે સવારથી બેચેન શુશી કશું બનવાની આગાહી સમજી શકી હતી. સર્જનહારનો આભાર માની

તેની કૃપાનો અહેસાસ માણી રહી. બપોરે ફળફળાદી લેતી અને અડધો કલાક આરામ કરતી. મનમાં

આશા હતી આજે કદાચ દીકરો ઘરે આવે માને પૂછવા ‘તું કેમ છે ?” ચાલુ દિવસે તેઓ કદી

આવતાં નહી. આજે તેનું મન માનતું ન હતું. આશા રાખી બારણે નજર ખોડાઈ હતી. બપોરની

ચા, બનાવવાની આળસ આવી. ખાટલામાંથી ઉભા થવાની બદન ના પાડતું હતું. બાળકો પાસે

ઘરની ચાવી રહેતી. બારણામાં ચાવી ફરવાનો અવાજ સંભળાયો.

શરીરે ઉઠવાનો પ્રયત્ન કર્યો પણ ઉભા ન થવાયું. બારણું ખૂલ્યું અને બંને દીકરાઓને જોઈ મોં પર

હાસ્ય વિલસી રહ્યું. આંખોથી પ્યાર જતાવી અમૃતનો ઓડકાર ખાઈ બંને નજીક આવીને વહાલ કરે

તે પહેલાં.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational