Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Shailee Parikh

Children Others

3  

Shailee Parikh

Children Others

મિત્રતા

મિત્રતા

2 mins
7.5K


એક મોટુ જંગલ હતું. તેમાં વાઘ, સિંહ, રીંછ, હાથી, દીપડા, જેવા અનેક પ્રાણીઓ રહેતાં હતાં. લાંબી લાંબી ડોક વાળા જીરાફભાઈ કાળા-ધોળા ચટ્ટાપટ્ટાવાળા ચિતા ભાઈ તો વળી લાલ મોઢાંવાળા માંકડા સૌ નાની-મોટી ગુફામાં સંપીને રહેતા.

મુશ્કેલીનાં સમયે સૌ એકબીજાંને મદદ કરતા. જંગલમાં એક નાનકડું ઝરણું હતું. ત્યાં સૌ પાણી પીવા માટે જતાં. ઝરણાંથી પડતું પાણી જ્યાં ભેગું થતું હતું ત્યાં સૌ પ્રાણીઓ એ પાળ બાંધી હતી. પાળ પર ઊભા રહી સૌ પ્રાણીઓ ભેગાં થયેલા પાણીમાં ઊગતા ગુલાબી કમળને જોઈ અનંદ પામતાં.

 

જંગલમાં રહેતા હાથીભાઈ ખૂબ તોફાની હતા. તે ઝરણાંનાં પાણીને સૂંઢમાં લઈ આજુબાજુના વૃક્ષો પર ઉડાડતા એકવાર એવું કરતાં-કરતાં તેમની નજર તળાવમાં ખીલેલા કમળ પર પડી તેમણે સુંઢથી કમળ તોડવા માટે પાળ પર પગ મૂક્યો અને સુંઢ કમળ તરફ નમાવી ત્યાં તો એક અવાજ આવ્યો.

"હાથીભાઈ, હાથીભાઈ હું રોજ જોઉં છું તમે મારુ પાણી સૂંઢમાં ભરી વેડફો છો. પણ હું કંઈ કહેતું નથી હું ઝરણું છું. જેમ તમારા જંગલમાં બધાં પ્રાણીઓ મિત્રો છે તેમ આ વૃક્ષો, ટેકરી, પથ્થરો, કમળ, મારા પાણીમાં રહેતા દેડકા, માછલીઓ સૌ વચ્ચે મારે મિત્રતા છે. તમે કમળ તોડશો તો તમને જોઈ બીજા તમારા મિત્રો પણ કમળ તોડશે. તો અમારું મિત્ર કમળ અમારાથી દૂર થઈ જશે અને અમે ઉદાસ થઈ જઈશું."

ઝરણાંની વાત સાંભળીને હાથીભાઈને પોતાની ભૂલ સમજાઈ તેમણે પોતાના કાન હલાવતા-હલાવતા માફી માંગી.

"ઝરણાંજી, તમે ચિંતા ન કરશો. હું હવેથી તમારું પાણી પણ નહીં વેડફું અને કમળને કે કોઈ પણ વસ્તુને નુકસાન નહીં પહોંચાડું." હાથીભાઈની વાત સાંભળીને ઝરણું ખુશ થઈ ગયું અને ગીત ગણગણતા-ગણગણતા હાથીભાઈ જંગલ તરફ ચાલ્યા. ઝરણાભાઈએ કમળને અણીનાં સમયે બચાવી પોતાનો મિત્રધર્મ નિભાવ્યો.


Rate this content
Log in

Similar gujarati story from Children