Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Shailee Parikh

Others

3  

Shailee Parikh

Others

ટુટુ

ટુટુ

2 mins
7.1K


એક મોટો રણપ્રદેશ હતો. તેમાં ખૂબ ઉંટો રહેતા હતા. બધા વેપારીઓ ઉંટ ઉપર સામાન બાંધી મુસાફરી કરતાં. વેપારીઓ થાકતા ત્યારે ઉંટોને એક સાથે બાંધી પોતે આરામ કરતા. એક દિવસ બધા ઉંટોને આવી રીતે બાંધી વેપારીઓ આરામ કરતા હતા. એક વેપારીનો દીકરો કિટ્ટુ આજે વેપારીની સાથે આવ્યો હતો. કિટ્ટુ લેપટોપમાં બર્ફીલા પ્રદેશની પેન્ગ્વીનની ફિલ્મ જોતો હતો. અચાનક એક ટુટુ નામના ઉંટનું ધ્યાન એ છોકરાની ફિલ્મ પર પડ્યું. એ પણ વેપારીના છોકરાના લેપટોપ સામે ધારી ધારીને જોવા લાગ્યું.
 
ફિલ્મ પુરી થઈ પછી ટુટુને વિચાર આવ્યો, હે ભગવાન આટલા મોટા રણમાં ખજુરી ને ખારેકના વૃક્ષો સિવાય કંઈ નથી. લાંબે-લાંબે ખાલી રેતીના ઢગલા દેખાય છે, સૂરજદાદા ને અફાટ આકાશ સિવાય અહીં તો કંઈ જ નથી પેલા બરફના પ્રદેશમાં તો નાનુ નાનુ કંઈક કાળા-ધોળા રંગનુ કેવા કુદકા મારતુ હતું ત્યાં તો સરસ લીલા લીલા ત્રિકોણીયા વૃક્ષો હતાં. આવું વિચારતાં-વિચારતાં ટુટુની આંખમાં આંસુ આવી ગયા.
 
પૂનમની રાત હતી રણમાં મીઠો પવન ફુંકાતો હતો સૌ વેપારીઓ અને ઉંટો ઊંઘી ગયા હતા. માત્ર ટુટુ જાગતો હતો. તેને ગમે તેમ કરી બરફના દેશમાં જવું હતું પેલા કાળા-ધોળા પક્ષીને મળવું હતું. ટુટુ ઉંટ તો આવું વિચારતાં-વિચારતાં રડવા લાગ્યું. ત્યાં આકાશમાંથી એક પરી આવી ટુટુએ પરીને ક્યારેય જોઇ ન્હોતી એટલે ટુટુ ડરી ગયો. અને પરીએ ટુટુને રડતો જોઈ પુછ્યુ ઉંટજી ઉંટજી તમે કેમ રડો છો? ટુટુ કહે તમે કોણ છો? પરી કહે મારુ નામ કીકુ પરી છે. આકાશમાં પેલા તારા દેખાયને એની પાછળ મારું ઘર
છે. અમે દિવસે ત્યાં રહીએ અને રાત્રે ફરવા નીકળીએ. અમારી આ નાની-નાની પાંખોથી ઊડી ક્યારેક દરિયા પાસે ક્યારેક નદી પાસે, ઝરણા, પર્વતો પર ફરીએ બરફના પહાડોમાં રમવા જઈએ.
 
ટુટુ કહે હેં કીકુ દીદી તમે બરફના પહાડ જોયા છે? ત્યાં પેલું કાળું ધોળું નાનું-નાનું પક્ષી જોયું છે? મારે જવું છે તમે મને લઈ જઈ શકો? પરી કહે ઉંટજી તમને બરફના પ્રદેશમાં ઠંડી લાગશે. તમારા પગમાં ગાદી હોય અને બરફના પ્રદેશમાં માંદા પડી જવાય. ઉંટજી કહે પણ મારે એકવાર બરફનો પ્રદેશ જોવો છે. કીકુ પરી કહે, ઉંટજી ઉંટજી આવી જીદ ના કરાય તમે માંદા પડશો તો તમારા મિત્રો તમને મુકી એમના માલિકો જોડે આગળ જતા રહેશે અને તમે એકલા રહી જશો. તમારું રણ પણ કેટલુ સુંદર છે હું તમને ક્યારેક –ક્યારેક મળવા આવીશ અને બરફના પ્રદેશની, દરિયાની તળાવની વાતો કરીશુ. અત્યારે તમે સુઈ જાવ. હવે સવાર થવા આવી છે મારે પણ મારા ઘેર જવુ પડે ને? આવજો ઉંટજી, રડશો નહિં હું તમને મળવા જરૂરથી આવીશ. આવજો..... કહી કીકુ પરી આકાશમાં ઉડી ગઈ અને ટુટુ ઉંટ તેને બાય-બાય કહી ઊંઘી ગયું.


Rate this content
Log in