Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Pravina Avinash

Others

2  

Pravina Avinash

Others

દિમાગ ચક્કર ખાઈ ગયું.

દિમાગ ચક્કર ખાઈ ગયું.

5 mins
6.8K


ખતમ અને પુરું થવું. એ બે શબ્દો સમાનઅર્થી લાગે છે. ખલાસ પણ એવા જ અર્થવાળો શબ્દ છે. એ બન્ને શબ્દ પોત પોતાની પ્રતિભા સભર છે. ક્યાં, કેવા સંદર્ભમાં, કયા સ્થળે ,કયા સંજોગોમાં વપરાય છે તેના પર તેનો અર્થ અવલંબિત છે.

આજે મારું મન કેવા વિચારે ચડી ગયું. માનવી એ સર્જનહારની અપ્રતિમ કૃતિ છે. કદાચ એમ પણ કહી શકાય કે, પ્રભુએ માનવનું સર્જન કરીને હાથ ધોઈ નાખ્યા છે. આપણે કોઈ એવી પ્રવૃત્તિમાં રોકાયા હોઈએ અને એ કાર્ય પુરું થાય ત્યારે કેટલો શાંતિનો શ્વાસ લઈ છીએ. મુખમાંથી ઉદગાર નિકળે છે,“હાશ કાર્ય સફળતા પૂર્વક ‘પુરું’ થયું’.

નાસ્તો કરતાં હોઈએ તો કહીશું,“મમ્મી વધારે લાવને નાસ્તો ‘ખલાસ’ (ખતમ) થઈ ગયો”.

આમ બન્ને શબ્દોનો અર્થ સમાન છે પણ પ્રયોગ ક્યાં કેવી રીતે કરીએ તેના પર આધાર છે.

આ જીવન પણ એવું જ કહેવાય. ક્યારે કઈ વ્યક્તિ ક્યાં ગોથું ખાઈ જાય કે તેની કળ વળવી પણ ક્ષિતિજને પેલે પાર દેખાય. મનુષ્ય ભૂલભુલામણીમાં એવો ફસાય કે બહાર નિકળવાનો માર્ગ ઓઝલ થઈ જાય. ક્યારે જીવન હાથતાળી દઈને સંતાઈ જશે એ કળવું મુશ્કેલ છે. તેનો સુંદર અનુભવ કરીએ. આશાવાદી બનીને જીવન પથ પર ચાલીએ!

‘અરે, તું કેટલા વર્ષે મળ્યો?’

‘શું કરું યાર લગ્ન કર્યાને પાંચ વર્ષ થયા. ક્યાં વર્ષો પસાર થાય છે, ખબર પડતી જ નથી’.

‘શું હજુ તારું હનીમુન પુરું નથી થયું;.

‘લગ્નની સુગંધ ને મહેક તો આખી જીંદગી ચાલે. લગ્ન એ બે દિલોનો મેળાપ છે. સુંદર સંસારની નીવ છે.‘

‘વાહ રે વાહ, તું તો લેખક કે ચિંતક થઈ ગયો.’

‘ના, મોહિનીને પરણીને મોહિત થઈ ગયો.’ 'અરે, ગરિમા અને ગૌરવના તેં તો નામ પણ બદલી નાખ્યા.

‘અરે, યાર શેક્સપિયરને ભૂલી ગયો. નામમાં શું રાખ્યું છે.’

‘સુંદર, ઘરરખ્ખુ અને સંસ્કારી પત્ની આ એકવીસમી સદીમાં કોઈ વિરલાને યા નસીબદારને જ મળે’. તેવું પતિ માટે પણ કહી શકાય. જે પત્નીને અંધારામાં રાખી બહાર રંગરેલિયા મનાવતા ન હોય.’.

‘કેમ એમ કહે છે?’

‘જો આપણી પાંચ મિત્રોની ટોળી હતી. મારે બધાની સાથે સંબંધ છે.  ત્રણ તો ભૂગર્ભમાં ગાયબ થઈ ગયા છે.’

‘આ તું રહ્યો, તેં કેટલે વર્ષે દર્શન દીધાં?’ બે મિત્રો વચ્ચે વાતો ચાલતી હતી.

ગરિમા અને ગૌરવ એકબીજાને કોલેજ કાળથી જાણતા હતા. પ્રેમ કર્યો હતો કાંઈ પાપ નહી. જેને પરિણામે ખૂબ ખુશ હતાં. ગરિમા ગૌરવના માતા પિતાને પણ છૂટથી પ્રેમ આપતી. ખૂબ શિક્ષિત કુટુંબમાંથી તે આવતો હતો. ગરિમાને પ્યાર થયો ત્યારે સહુ પ્રથમ જણાવ્યું હતું. અમે બન્ને ભાઈ એકબીજાને ખૂબ પ્રેમ કરીએ છીએ. હું તારો અંતરથી થઈશ, જો તું મારા કુટુંબને પણ પ્રેમ કરીશ.

ગરિમા, ગૌરવના મુખને તાકી રહી. તેના મ્હોં ઉપર જે ભાવ હતા તે તેના હ્રદયને સ્પર્શી ગયા.

‘અરે, તું કેમ આમ બોલે છે? તું મને પ્રાણથી પણ પ્યારો છે. તો તારી જનેતા અને ભાઈને હું કેમ પ્રેમ નહી આપું. ગૌરવ ઉપર ગરિમાના માતા તેમજ પિતાએ પસંદગીનો સિક્કો ક્યારથી માર્યો હતો. ગરિમાને વખત જોઈને ગૌરવે પોતાના દિલના ભાવ જણાવી દીધા. એ જ ગૌરવ આજે મિત્ર ચિંતનને આ વાત કરી રહ્યો હતો.

‘મારું તો જીવન સંપૂર્ણ થઈ ગયું છે. ઘરમાં લક્ષ્મી જેવી, ગરિમાની આબેહૂબ પ્રતિકૃતિ દીકરી પણ છે. આજે તે બે વર્ષની છે. અરે યાર હું બકબક કરું છું, તારા શું હાલ છે?'

‘તારી દીકરીનું નામ શું પાડ્યું’.

‘મારી મમ્મીએ ‘ગીતલી’  નામ સૂચવ્યું, મને અને ગરિમાને ખૂબ ગમી ગયું.એટલે પસંદગીની મહોર મારી દીધી.’

ચાલ હવે તારી ગાથા સંભળાવ.

‘આપણે મારા લગ્ન પછી આજે જ મળ્યા. બાકીના ત્રણ તો ત્રણ દિશામાં વેરાઈ ગયા. એક ઇંગ્લેંડ, બીજો ઓસ્ટ્રેલિઆ અને ત્રીજો સિંગાપોર.'

‘મારી વાત સાંભળીને, તું શું કરીશ?’ ચિંતન બોલ્યો.

‘હું પણ આનંદ માણીશ અને તું મુશ્કેલીમાં હોઈશ તો તને માર્ગદર્શન આપીશ.‘

ચિંતનને થયું આ બાળપણ નો મિત્ર છે. જરૂર મને સહાય કરશે. પળભર તો ચિંતનને ગૌરવની ખૂબ ઈર્ષ્યા આવી. બન્ને જણાએ સાથે,’ ઘડા લાડવા ઘડ્યા હતા.’તેને થયું મારી જીંદગી કેમ ખલાસ થઈ ગઈ! ક્યાં મેં થાપ ખાધી?'

ચિંતન હતો તો પૈસાપાત્ર પિતાનો નમૂનો પણ થોડો ધુની. દિલનો સાફ હતો. છોકરીઓ માત્ર તેના પૈસા જોતી. જ્યારે ચારૂના પ્રેમમાં પડ્યો ત્યારે ચિંતનને લાગ્યું, સ્વર્ગ જો આ પૃથ્વી પર ક્યાંય હોય તો તે અહી જ છે.

ચારૂને બે વર્ષમાં ખબર પડી ગઈ કે, ચિંતનના માતા અને પિતાનો કડપ બહુ છે.  ચિંતન જરા ધુની છે એટલે માતાનું કહ્યું તેને માનવું પડે છે. ચારૂને આ બધું ગમ્યું નહી. તેનામાં ધીરજ ન હતી. ઘરનાના દિલ જીતવાની આવડત ન હતી. પોતાના પિતા આંગળી પર નાચે, તેવું વાતાવરણ તેને જોઈતું હતું. જે અહી કોઈ કાળે સંભવ ન હતું. રોજ ઝઘડા કરે, ચિંતનને કોઈ સુખ ન આપે. સારા એવા પૈસા પડાવીને છૂટાછેડા લઈ છૂટી થઈ.’

ગૌરવે ખૂબ પ્રેમથી મિત્રને હળવી થપાટ મારી. ‘હવે એ પ્રકરણ પર વાત ન કરીશ ‘.

‘હું તારા હાલ સમજી શકું છું. પહેલા પ્રેમમાં છેતરામણીનો અનુભવ ગહરી ચોટ આપે.'

અત્યારે હું,’મારી મમ્મીએ એ બતાવી એ છોકરી સાથે મુલાકાતો ગોઠવી રહ્યો છું, ખબર નહી કેવી હશે?'

‘જો મારું માને તો ઉતાવળ નહિ કરતો. સહુ પ્રથમ તું તારા ધુની સ્વભાવને થોડો કમ કર. ઉતાવળ ન કરીશ. યોગ્ય પાત્ર જરૂર મળશે. તું સ્વભાવનો ખૂબ પ્રેમાળ છે.'

ચિંતનને, ગૌરવની વાત ગમી. તેણે ધીરજ ધરી. પિતાની સાથે કામમા ગળાડૂબ રહેવા લાગ્યો. હમણા પ્રેમ પ્રકરણ પર જરા ‘બ્રેક’ લગાવી. જીંદગીએ ભણાવેલો  એક પાઠ પૂરતો હતો. આમ પણ ચારૂ તેના પૈસાને પરણી હતી, તેની જાણ તેને થઈ ગઈ હતી. એટલે  તો ગૌરવે સહાય કરી. ગરિમા પણ સહાય કરતી હતી. એમને ત્યાં આવવા જવાનો સંબંધ સ્થાપિત થઈ ગયો. ચિંતન છૂટાછેડા પછી જરા એકલવાયો થઈ ગયો હતો. ગૌરવનો સાથ મળવાથી પહેલાનો રૂઆબ  પાછો આવી ગયો.

એક વખત ગરિમાને ત્યાં કોઈ નવીન વ્યક્તિની ઓળખાણ થઈ અને બન્ને નજીક આવ્યા. તે પણ સંસારના અનુભવથી દાઝેલી સ્ત્રી હતી. પતિને કંચનની પરખ ન હતી. તેની અજુગતી માગણીઓથી કંટાળી દૂર થઈ ગઈ હતી. કંચનના પતિને અવનવા ‘ફુલ’ ગમતાં અને શરાબની બોટલ તેને મોજ આપતી.

જીવન ક્યાં, કોને, ક્યારે મેળવી આપે છે તે કળવું મુશ્કેલ છે. બન્ને દુધના દાઝેલા હતાં. આમ જોઈએતો સમદુઃખિયા હતા. એક બીજાને ઓળખતાં વાર ન લાગી. કંચન અને ચિંતન ઉતાવળ કરવામાં માનતા ન હતા. બંને જણાએ ખૂબ ધીરજ રાખી. એકબીજા પ્રત્યે લાગણીઓ જન્મી. વિશ્વાસ પ્રાપ્ત કર્યો. તેમને ખબર હતી જો વિશ્વાસ દૃઢ હશે તો ઈમારતની કાંગરી પણ ખરી નહી શકે. એક સરખા અનુભવમાંથી પસાર થયા હતાં. કૂણી લાગણીઓએ પ્રેમના પુષ્પનો આકાર લીધો. સુગંધની મહેક જ્યારે તેમના અંતરના તાર ઝણઝણાવી ગઈ ત્યારે નક્કર પગલું ભરવાનો ઈરાદો જાહેર કર્યો.

ચિંતનના શબ્દકોષમાંથી, ‘ખતમ’ થઈ ગયો શબ્દ એવો નાઠો કે પાછો વળીને જોવાની હિમત પણ ગુમાવી બેઠો. તેને બદલે હું સંપૂર્ણ પણે ‘પૂરો’ થયો એની મહેક ચારેકોર  ફેલાઈ ઉઠી.


Rate this content
Log in