Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Vishwadeep Barad

Inspirational Others Romance

3  

Vishwadeep Barad

Inspirational Others Romance

પસ્તાવાનું ઝરણું કે નઝરાણું ?

પસ્તાવાનું ઝરણું કે નઝરાણું ?

3 mins
13.6K


‘ડેડ, મારી જિંદગી સાથે આવી રમત ના રમો ? હેતવીના આંખમાં આંસુ સરી પડ્યા.

'હેતવી ! હું તારો બાપ છું. તારા સારા ભવિષ્યનો વિચાર કરવાનો મને સંપૂર્ણ અધિકાર છે.' રમણભાઈ કડક બની બોલ્યા.

'ડેડ, તમે મને આ દુનિયામાં લાવ્યા એટલે મારા બધા અધિકાર તમને મળી ગયાં ' મારા જીવનનો મને કશો અધિકાર નહી ?'

'તું હજું અનુભવમાં કાચી છો. ઉતાવળે નિર્ણય લઈ તું પાછળથી પસ્તાઈશ !'

'ડેડ, રાજ કઈ આલતુ-ફાલતું વ્યક્તિ નથી એક કાબેલિયત એન્જીનયર છે. વર્ષે ૭૫૦૦૦ હજાર ડૉલર બનાવે છે.'

'હા. પણ એનું ખાનદાન આપણને ખબર નથી. એ આપણી નાત નો નથી !'

'ડેડ, અમેરિકામાં રહી તમો નાત-જાતમાં માનો છો ?' ઈન્ડિયન કલચર એસૉસિએશનનાં પ્રમુખ,અને તમો આંતર-રાષ્ટ્રીય કુટુંબની અવાર-નવાર સમાજમાં વાત કરો છો.'

'હા, હા. એ વાત અલગ છે..આ મારા સંતાનનો સવાલ છે.'

'સંતાનને કોઈ હક્ક ખરો ?'

'કોઈ ખોટી દલીલ મારે સાંભળવી નથી. હું જે નક્કી કરીશ તેજ આ ઘરમાં થશે !'

હેતવીને લાગ્યું કે આ જિદ્દી પિતા પાસે દલીલ કરવાથી કોઈ ફાયદો નથી થવાનો. મને સારું એજ્યુકેશન આપી શક્યા, ડૉકટર બનાવી. એક પિતાની ફરજ બજાવી. સમાજનો મોભો, સમાજમાં એક કદરદાન વ્યક્તિ બની શક્યા. લોકો એમના વખાણ કરતાં થાકતાં નથી. પણ ઘરમાં એમનું આ અનોખું વ્યક્તિત્વ કોઈ જાણતું નથી.

‘ડેડ,મને ઊંઘ આવે છે. હું સુવા જાવ છું.’

‘ઓકે ! ગુડ-નાઈટ !’

'ઈવા ! મેં જ તારી મમ્મીની જિંદગી બરબાદ કરી છે. મારી જીદ અને જક્કી વલણે એના પ્રેમ-પ્રવાહને સુકવી-રાખ કરી નાંખ્યો ! પસ્તાવ છું.

દીકરીને પિતાનું વાત્સલ્ય આપવાને બદલે નિસ્ઠુર ભર્યું વલણ આપી. હેતવીનું સ્વપ્ન ચકરા-ચુર કરી નાંખ્યું ! મને શુ મળ્યું ? મારો અહંમ !

નાના, તમો આરામ કરો, ડોકટરે તમને આરામ કરવાનું કીધું છે.'

'હા. મારી પૌત્રી. આરામ કરતાં કરતાં જ આમ મારી આંખ મીંચાય જશે..એક પસ્તાવાનું પોટલું ભરી સાથે લઈ જઈશ..બીજું કશું મારી સાથે નહી આવે !

હેતવીએ કદી લગ્ન નહોતા કર્યા. કુંવારા જ ભારત આવી એક અનાથ બાળકી ઈવા જે માત્ર વર્ષની હતી તેણીને ગોદમાં લઈ લીધી. ઈવા પણ ૧૮ વર્ષની થઈ ગઈ. હાઈસ્કુલમાં વેલી-ડીકટોરીયન સાથે ગ્રેજ્યુયેટ થઈ. ફૂલ-સ્કોલરશીપ સાથે હારવર્ડમાં એડમીશન મળી ગયું તેનુ હેતવીને ગૌરવ હતું.

‘ઈવા ! બેટી, તારા હાઈસ્કુલ સ્વીટ-હાર્ટ માઈક સાથે લવ-અફેર ચાલે છે તે તું નાનાને નહીં કહેતી.’

‘કેમ મૉમ !’

‘બેટી, હું જાણું છું કે માઈક એક હોશિયાર અને પ્રેમાળ છોકરો છે પણ એ બ્લેક આફ્રીકન-અમેરીકન છે. નાના એ વાત સાંભળી દુ:ખી થશે. એમની એંસી વર્ષની ઉંમરે મારે એમને દુ:ખી થતાં નથી જોવાં.’

‘મૉમ..પણ કેમ ?’

‘એ વાત બહું લાંબી છે. કોઈ વાર કહીશ.’

‘ઓકે મૉમ !’

ઈવા અને હેતવી હોસ્પિટલમાં આવ્યા..

‘નાના(દાદા) કેમ છે ?’

‘બેટી…લાંબી સફરની રાહ જોવ છું ! ઘડીઓ ગણું છું !’

‘ડેડ, આવું ના બોલો ! હેતવીના આંખમાં આસુ સરી પડ્યાં.’

‘પસ્તાવાના પિંજરામાં આ પુરાયેલો આત્માનો ભાર હવે મારાથી સહન નથી થતો !’

હેતવી પણ આજ હોસ્પિટલમાં ડૉકટર હતી. બધા સ્ટાફને ખબર હતી તેથી રમણભાઈને ઘણીજ સારી સારવાર મળતી હતી.

‘ડેડ..ના બોલો..આરામ કરો.’

‘ના, બેટી..મારી પાસે હવે સમય ઓછો છે.’

'ડેડ ! તમારું આયુષ્ય સો વર્ષનુ છે. બેટી ઈવા લગ્ન પણ…'

'બેટી ! તું ડૉકટર છે તને પણ ખબર છે..'કહેતા કહેતા..શ્વાસ રૂંધાવા લાગ્યો !

હેતલે નાડી તપાસી... ધીરી પડવા લાગી હતી. નર્સને બોલાવી કુત્રીમ શ્વાસ આપવા કોશિષ કરે એ પહેલાંજ શરીરની અંદર પુરાયેલુ પંખી ફર ફર કરતું ઊંડી ગયું. ઈવા અને હેતવી એકદમ ઢીલા પડી ગયાં. રડતી આંખના આંસુથી રમણભાઈનો દેહ ભીંનો થઈ ગયો ! હોસ્પિટલની નર્સ આવી. તેમના હાથમાં એક કવર આપી કહ્યું:

’આપના પિતાએ આ કવર મને ઘણાં સમય પહેલાં આપેલ અને સૂચના આપી હતી કે મારા મૃત્યુબાદ મારી દીકરી હેતવીને આપશો.’

હેતવીએ કવર ખોલ્યું એમાંથી એક નાની ચિઠ્ઠી પણ મળી:

‘પ્રિય વ્હાલી દીકરી હેતવી,

એક પિતા બની તને પિતાનું વાત્સલ્યના આપી ના શક્યો. તું એક કુંવારી મા રહી માની મમતા ઈવાને આપી શકી ! એક અનાથ બાળકીને ગોદમાં લઈ. સાચી મા બની ઈવાને સ્વર્ગ જેવું જીવન આપી, સારા સંસ્કાર અને એનું જીવન ઉજ્જળું બનાવી શકી.જે હું માત્ર મારી જીદ પકડી તારું જીવન લુપ્ત કરી દીધું. મને મળ્યો માત્ર મારો અહંમ. જોકે હું માફીનો અધિકારી પણ નથી છતાં મારી વિનંતી કે મને તું માફ કરી શકીશ ? નહી કરેતો મારો આત્મા કહી ભટક્તો ફરશે ! તું તો દયાની દેવી છો, ઉદાર છો. ઈવાને માઈક સાથે સંબંધ છે. એ બ્લેક છે છતાં તે એ રિસ્તો મંજુર રાખ્યો. મને આ હોસ્પિટલના સ્ટાફે હકીકત કહી છે. બેટી મને માફ કરજે. ઈવાના લગ્ન માઈક સાથે થાય ત્યારે મારા આશિષ રૂપે ફૂલ નહી તો ફૂલની પાંખડી રૂપે આ કવરમાં બીજું નાનું કવર છે એ ઈવાને આપજે..

બસ તારો એક અભાગી બાપ..’બીજું કવર ઈવા એ ખોલ્યું. રમણભાઈની સંપૂર્ણ મિલકત અને મિલયન ડોલર કેશ ઈવાના નામે હતાં. પસ્તાવાનું ઝરણું કે નઝરાણું ?


Rate this content
Log in

Similar gujarati story from Inspirational