Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Pravina Avinash

Others

2  

Pravina Avinash

Others

આભામાં શું ભાળ્યું?

આભામાં શું ભાળ્યું?

3 mins
7.1K


ગુલાબ મને ખુબ  ગમે. મોગરા પર મોહી પડું. ચંપો તો જાણે ચાર ચાંદ લગાડે. ફુલોનાં બજારમાં બસ બધે વખાણ સંભળાતાં.

કમળ તો, ભલે ઊગે કાદવમાં પણ સોહામણું. જોજો નજર ન લાગે! ખુણામાં બેસીને આંસુ સારતા ધતુરાના ફૂલને કદી દીઠું છે ? ના.

સાચી સુંદરતા શું રંગમાં છુપાઈ છે? શું સુગંધમાં સંતાઈ છે?

સાચી સુંદરતાને રહેવાનું સ્થળ છે ‘હ્રદય’. માનવ જાણે છે છતાં બાહ્ય સુંદરતાથી આકર્ષાઈ ભ્રમમાં રાચે છે. નજર સમક્ષ એ પળ તરી આવે છે જ્યારે આભા, આકાશને પરણી સાસરે આવી ત્યારે બધાં કહેતા આભાએ આકાશને ફસાવ્યો. આકાશ જ જાણતો હતો કે આભાની સુંદરતાં શું છે.

હા, આભા જરા વાને આકાશ કરતાં શામળી હતી. પણ આકાશ જાણતો હતો કે ગોરાં તો ગધેડાં પણ હોય છે. શું રૂપને બચકા ભરવાનાં છે? આભાને કોલેજ કાળ દરમ્યાન મળ્યો હતો. ચાર વર્ષનો સાથ માણ્યો હતો. આ કાંઈ  'પપી લવ' ન હતો. અનુક્રમે તેની માત્રા વધી હતી. જે પરાકાષ્ટા પર પહોંચી અને અંતે લગ્ન રૂપે પરિણમી.

કોલેજમાં હંમેશા ભણવામાં તો હોંશિયાર હતી. જ્યારે કોઈ પણ મિત્ર અથવા ઓળખાણ વાળી વ્યક્તિ મુસીબતમાં હોય ત્યારે વહારે ધાતી. છોકરાઓમાં હંમેશા તે ચર્ચાનો વિષય બનતી. કદી કોઈની પણ સાથે તેની અફવા પણ જોડાઈ ન હતી.

જ્યારે પણ આભા કોઈને મદદ કરતી ત્યારે મનમાં ગર્વ ન કરતાં વધુ વિનમ્ર જણાતી.

એક વખત આકાશ મિત્ર સાથે રસ્તો ઓળંગતા વાતોમાં બેધ્યાન બની ચાલી રહ્યો હતો. ક્યારે એક ટ્રક ઝડપથી આવી તેને ખ્યાલ ન રહ્યો. આભાએ જોયું અને દોડીને તેને ધક્કો માર્યો. બંને ગોટીલું ખાઈ એકબીજા પર પડ્યા. ટ્રકવાળો ખૂબ જ ઝડપે હંકારીને ભાગી ગયો. આકાશ બચી ગયો પણ આભાને સારું એવું વાગ્યું. માથામાંથી લોહી વહી રહ્યું હતું.

આભાની સહેલી સોના દોડીને આવી ટેકસીમાં બેસાડી હોસ્પિટલ લઈ ગઈ. પછીતો તેને સારા થતાં વીસેક દિવસ નીકળી ગયા. રોજ આકાશ તપાસ કરતો આભાને કેમ છે? પણ ઝાઝી ઓળખાણ નહી, ક્યાં રહે છે તે ખબર નહી. બસ કાગડોળે  તેની પાછી કોલેજ આવવાની રાહ જોઈ રહ્યો.

આભા આવી, તેને કપાળ પર ટાંકા આવ્યા હતાં. આકાશ તેને જોઈને ખુશ થયો. આભાને તો જાણ કાંઇજ બન્યું નથી એમ લાગ્યું. આકાશ તેને મળવાની કોશીશ કરીરહ્યો હતો. આભાને થયું ઉપકાર વશ તેને કોઈ પણ દબાણ ન થાય તે જરૂરી હતું.

આકાશે ધિરજ ધરી. આભાની વિનમ્રતા તેને સ્પર્શી ગઈ. ખૂબ સંયમથી કામ લીધું. બીજે વર્ષે બંને એક જ વર્ગમાં હતાં. ધીરે ધીરે સંપર્ક વધ્યો.

આભા વિચારી રહી મારે તેને કહેવું પડશે.કહું કે નહી તે અવઢવમાં  હતી.

એક દિવસ આકાશે તેને આંતરી શામાટે મને અવગણે છે. તારા મનમાં જે હોય તે મને કહે. આભા વિચારી રહી. આણે તો સીધો જ પ્રશ્ન કર્યો. હવે કોઈ ઉપાય નથી.

આભા કહે ચાલ મારી સાથે. જો મારી માતા મને નાની મૂકીને વિદાય થઈ છે. મારા પિતા સાધારણ વ્યક્તિ છે. હું તારી જેમ પૈસા પાત્ર નથી. મારો નાનો ભાઈ પણ છે. તને કે તારા કુટુંબને શોભું તેવી હું નથી. તું નાહક મને સ્વપના ન દેખાડ.

આકાશ વિચારી રહ્યો, આનું અંતર કાચ જેવું પારદર્શક છે. પાણી જેવું નિર્મળ છે. આભા માત્ર સદવર્તનમા માને છે. કોઈ પણ જાતની અપેક્ષા નથી.

આકાશ, આભાને કહે, જો તે દિવસે મારો જીવ ન બચાવ્યો હોત તો આજે હું હયાત ન હોત. ખબર નહી તારી સરળતા મને સ્પર્શી ગઈ છે. હું તારા એકરારની રાહ જોઈશ.

હા, હું જરૂર સુંદરતાનો પૂજારી છું. કઈ તને ખબર છે ? તો મારો જવાબ સાંભળ, તારા ‘અંતરની’. હજુ ભણવાનું બાકી  છે.તને  ખૂબ સમય છે. વિચાર કરજે, તારા જવાબની રાહ જોઈશ.

ધીરજના ફળ મીઠાં છે. આકાશના ફલક પર પ્યારનું મેઘધનું પથરાયું. સમય આવ્યે વાજાં અને શરણાઈ ગુંજી ઊઠ્યાં અને આભાએ પ્રભુતામાં પગલાં પાડ્યા.

જે ને જે કહેવું હોય તે કહે આકાશને પૂછી જો જો આભામાં શું ભાળ્યું?


Rate this content
Log in