Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Mana Vyas

Inspirational Others

0.4  

Mana Vyas

Inspirational Others

ટૂકડો આકાશ

ટૂકડો આકાશ

2 mins
14.9K


કરાલીએ જોરથી બારીનો સ્લાઇડીંગ કાચ બંધ કરી દીધો. મશીનનો ઘરઘર અવાજ જરા ધીમો થયો.

"કોણ જાણે  ક્યારે નવું બિલ્ડીંગ બંધાઇ રહેશે...રવિવારે પણ કામ ચાલુ રાખે છે.એ કે દિવસ નિરાંત નહીં. "

બાજુવાળા કહેતા હતા કે આપણાથી પણ ઉંચું બિલ્ડીંગ બંધાશે...તો તો એક ટુકડો આકાશ નો દેખાય છે એ ય છિનવાઇ જશે...

કરાલી ઉદાસ થઇ ગઇ. કેટલી યે એકાકી સાંજ ના વિખરાતા રંગો એ બારીમાંથી દેખાતા આકાશના ટુકડા માં જોયા છે. ઉગતી સવારનો સરકી આવતો કુણો તડકો પહેરીને એની દિનચર્યા શરૂ થતી...રજા ના દિવસે બારીમાંથી અન્યમનસ્ક આકાશનો બ્લુ કલર જોયા કરતી. હવે જો આ મોટું બિલ્ડીંગ બંધાશે તો...

સોમવારે કરાલી ઓફિસ જવા તૈયાર થઈ. અનાયાસે એની નજર કેલેન્ડર પર પડી. ઉફ 21મી થઇ ગઇ. ઝડપથી એણે પાછલા મહિનાનું પાનું ફેરવ્યું. 10મી તારિખ પર સર્કલ કરેલું હતું. 15 દિવસ ચઢી ગયા છે. બે ત્રણ દિવસ રાહ જોઉં કદાચ બરાબર થઈ જાય.

ઓફિસ આવી સીધી વ્યોમને મળવા એની કેબીન પાસે આવી. પણ બહાર જ ચાંપલો આશિષ મળી ગયો. "હાય..વ્યોમને શોધે છે ? એ ઓફિસમાં નથી. મારી જાણ પ્રમાણે ફેમિલી સાથે કેરાલાની ટુર પર ઉપડી ગયો છે. લે કરાલી, તને એણે નથી જણાવ્યું ? આશિષ નો મર્મ એ સમજી ગઇ.

ઓફિસમાં ધીમે ધીમે બધાં જાણી ગયા હતા. કરાલી અને એના બોસ વ્યોમના નીકટભર્યા સંબંધો ઓફિસનો હોટ ટોપીક હતો. વ્યોમ પરણેલો હતો અને પાંચ વર્ષના બાળકનો પિતા પણ. આમ તો કરાલી ઘણી જ સ્માર્ટ અને ઇંટેલિજન્ટ સ્ત્રી તરીકે ઓળખાતી હતી. ઓફિસમાં જ નહીં પરંતુ બિલ્ડીંગમાં કે સગાવહાલા ઓ પણ કરાલીનું વ્યક્તિત્વ વખણાતું. ઘણા આશાસ્પદ મુરતિયાને કરાલી રિજેક્ટ કરી ચુકી હતી. પણ વ્યોમ બક્ષી એ એનું મન જીતી લીધું હતું. એ જીવનમાં વ્યોમની રાહ જાણે જોતી હતી અને એ આવ્યો. પણ એકલો નહીં. પત્ની અને બાળક સાથે....

ઘણું રોકવા છતાં બેઉ પક્ષે પ્રગાઢ આકર્ષણ ખાળી શકાયું નહીં. ઓફિસનો છાનોછપનો પ્રેમ ક્યારેક હોટલ કે પછી બિઝનેસ ટુર માં પાંગરવા લાગ્યો હતો. કેટલી પસંદ નાપસંદ સરખી હતી બંનેની. રોમેન્ટિક કોમેડી મુવીઝ, સાઉથ ઇંડિયન ફુડ, પીળા ગુલાબ...એ કે સળ વગરની પાથરેલી ચાદર અને રેડ વાઇન, ફીટનેસ ક્રેઝ...જો પરણ્યા હોત તો કદાચ આદર્શ યુગલ હોત. વ્યોમ વર્તમાન માં જીવતો માણસ હતો. છેલ્લુ ટીપું શક્તિનું ખર્ચીને કામ કરતો અને કરાવી શકતો. કોઇ વાર પ્રેમ તેની નાજુક ક્ષણે કરાલી તેની પત્ની ને યાદ કરી બેસે તો કહે.."તારે પહેલા એશી વાત કરવી હોય તો ચર્ચા કરી લઈએ. પ્રેમ પછી કરશું..

કરાલીમાં હિંમત નહોતી. સત્ય નો સામનો કરવાની. કદાચ એને ઊંડે ઊંડે એવી આશા હતી કે વ્યોમ એક દિવસ સંપૂર્ણ એનો થઈ જશે. આમ ટુકડામાં કયા સુધી પામતી રહીશ.

બાજુવાળા બિલ્ડીંગ નો આજે છેલ્લો સ્લેબ ભરાઈ રહ્યો હતો. રવિવાર હતો છતાં કામ પુર જોશમાં ચાલતું હતું. કદાચ કાલથી જ કરાલીને આકાશનો ટુકડો દેખાવાનો બંધ થઈ જશે.

તે જ સાંજે કરાલીએ ત્રણ કામ કર્યા. પહેલું હેડ ઓફિસમાં ટ્રાન્સફર માટેની અરજી આપી. બીજું ઘર ભાડે આપવા એજંટનો સંપર્ક કર્યો અને ત્રીજું ગાયનેકોલોજીસ્ટ ડો.રેખા શાહની એપોઇન્ટમેન્ટ લીધી. હવે આકાશના એકે ટુકડા સાથે જીવવા નહોતી માંગતી...


Rate this content
Log in

Similar gujarati story from Inspirational